કરિંથીઓને પહેલો પત્ર 10
10
મૂર્તિઓ વિષે ચેતવણી
1કેમ કે, મારા ભાઈઓ, મારી ઇચ્છા નથી કે તમે આ બાબત વિષે અજાણ્યા રહો કે, આપણા સર્વ પૂર્વજો #નિ. ૧૩:૨૧-૨૨. વાદળા [ની છાયા] નીચે #નિ. ૧૪:૨૨-૨૯. સમુદ્રમાં થઈને પાર ગયા. 2અને તેઓ સર્વ મૂસાના [અનુયાયી] થવાને વાદળામાં તથા સમુદ્રમાં બાપ્તિસ્મા પામ્યા. 3સર્વએ #નિ. ૧૬:૩૫. એક જ આત્મિક અન્ન ખાધું, 4અને સર્વએ #નિ. ૧૭:૬; ગણ. ૨૦:૧૧. એક જ આત્મિક પાણી પીધું; કેમ કે તેમની પાછળ ચાલનાર આત્મિક ખડકનું [પાણી] તેઓએ પીધું; તે ખડક તો ખ્રિસ્ત હતા. 5પણ #ગણ. ૧૪:૨૯-૩૦. તેઓમાંના ઘણાખરા પર ઈશ્વર પ્રસન્ન ન હતા, માટે તેઓ અરણ્યમાં માર્યા ગયા.
6હવે #ગણ. ૧૧:૪. જેમ તેઓ ભૂંડી વસ્તુઓની વાસના રાખનારા હતા તેવા આપણે ન થઈએ, તે માટે આ વાતો આપણે માટે ચેતવણીરૂપ હતી. 7જેમ તેઓમાંના કેટલાક મૂર્તિપૂજક થયા, તેમ તમે ન થાઓ. લખેલું છે, #નિ. ૩૨:૬. “લોક ખાવાપીવા બેઠા, અને ઊઠીને નાચવા લાગ્યા.” 8જેમ #ગણ. ૨૫:૧-૧૮. તેઓમાંના કેટલાકે વ્યભિચાર કર્યો, અને એક દિવસમાં ત્રેવીસ હજાર માર્યા ગયા, તેમ આપણે ન કરીએ. 9વળી #ગણ. ૨૧:૫-૬. જેમ તેઓમાંના કેટલાકે પ્રભુનું પરીક્ષણ કર્યું, અને સર્પોથી નાશ પામ્યા, તેમ આપણે તેમનું પરીક્ષણ કરીએ નહિ. 10વળી #ગણ. ૧૬:૪૧-૪૯. જેમ તેઓમાંના કેટલાકે કચકચ કરી, અને સંહારકથી નાશ પામ્યા, તેમ તમે કચકચ ન કરો.
11હવે એ બધું તેઓને વીત્યું તે તો દાખલો લેવા માટે થયું. અને જેઓના પર યુગોનો અંત આવી લાગ્યો છે એવા આપણને બોધ મળે તેને માટે તે લખવામાં આવ્યું છે.
12માટે જે કોઈ પોતાને સ્થિર ઊભેલો ધારે છે, તે પોતે ન પડે માટે સાવચેત રહે. 13માણસ સહન ન કરી શકે એવું કંઈ પરીક્ષણ તમને થયું નથી. વળી ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ. પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.
14એ માટે, મારા વહાલાઓ, મૂર્તિપૂજાથી નાસી જાઓ. 15તમને ડાહ્યા સમજીને હું એ તમને કહું છું; તમે મારી વાતનો વિચાર કરો. 16#માથ. ૨૬:૨૬-૨૮; માર્ક ૧૪:૨૨-૨૪; લૂ. ૨૨:૧૯-૨૦. આશીર્વાદના જે પ્યાલા પર આપણે આશીર્વાદ માગીએ છીએ, તે શું ખ્રિસ્તના રક્તની સંગતરૂપ નથી? આપણે જે રોટલી ભાંગીએ છીએ, તે શું ખ્રિસ્તના શરીરની સંગતરૂપ નથી? 17કેમ કે એક જ રોટલી છે, માટે આપણે ઘણા છતાં એક શરીરરૂપ છીએ, કેમ કે આપણે સર્વ એક જ રોટલીના ભાગીદાર છીએ.
18જેઓ જાતિએ ઇઝરાયલી છે તેમને જુઓ. #લે. ૭:૬. શું યજ્ઞાર્પણો ખાનારા વેદીના સહભાગીદાર નથી? 19તો હું શું કહું છું? કે મૂર્તિનું નૈવેદ કંઈ છે, અથવા મૂર્તિ કંઈ છે? 20ના, પણ [હું કહુ છું કે,] #પુન. ૩૨:૧૭. વિધર્મીઓ જે બલિદાન આપે છે તે તેઓ ઈશ્વરને નહિ પણ દુષ્ટદેવતાઓને આપે છે અને તમે દુષ્ટદેવતાનો સંગ કરો, એવી મારી ઇચ્છા નથી. 21તમે પ્રભુના પ્યાલા સાથે દુષ્ટદેવતાઓનો પ્યાલો પી શકતા નથી, તેમ જ તમે પ્રભુની મેજની સાથે દુષ્ટદેવતાઓની મેજના ભાગીદાર થઈ શકતા નથી. 22#પુન. ૩૨:૨૧. તો શું આપણે પ્રભુને ચીડવીએ છીએ? શું આપણે તેમના કરતાં જોરાવર છીએ?
23 #
૧ કોરીં. ૬:૧૨. બધી વસ્તુઓ ઉચિત છે; પણ બધી ઉપયોગી નથી. બધી વસ્તુઓ ઉચિત છે, પણ બધી ઉન્નતિકારક નથી. 24કોઈએ માત્ર પોતાનું જ નહિ, પણ દરેકે બીજાનું હિત જોવું.
25જે કંઈ બજારમાં વેચાય છે, તે પ્રેરકબુદ્ધિની ખાતર કંઈ પણ પૂછયા વિના ખાઓ. 26કેમ કે #ગી.શા. ૨૪:૧. પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે.
27જો કોઈ અવિશ્વાસી તમને નિમંત્રણ કરે, અને તમે જવા ચાહતા હો, તો તમારી આગળ જે કંઈ પીરસવામાં આવે તે પ્રેરકબુદ્ધિની ખાતર કંઈ પણ પૂછયા વિના ખાઓ. 28પણ જો કોઈ તમને કહે કે, એ તો મૂર્તિનું નૈવેદ છે, તો જેણે તે દેખાડયું તેની ખાતર, તથા પ્રેરકબદ્ધિની ખાતર તે ન ખાઓ.
29હું જે પ્રેરિકબુદ્ધિ કહું છું, તે તારી પોતાની નહિ, પણ પેલા બીજાની; કેમ કે બીજાની પ્રેરકબુદ્ધિથી મારી સ્વતંત્રતાનો ન્યાય કેમ થાય છે? 30જો હું આભારપૂર્વક તે ખાઉં, તો જેને માટે હું આભાર માનું છું, તે વિષે મારી નિંદા કેમ કરવામાં આવે છે?
31માટે તમે ખાઓ કે, પીઓ કે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો. 32તમે યહૂદીઓને કે ગ્રીકોને કે ઈશ્વરની મંડળીને ઠોકર ખાવાના કારણરૂપ ન થાઓ. 33તેઓ તારણ પામે માટે જેમ હું પણ સર્વ વાતે સર્વને રાજી રાખીને મારું પોતાનું નહિ, પણ ઘણાનું હિત જોઉં છું, તેમ જ [તમે કરો.]
Currently Selected:
કરિંથીઓને પહેલો પત્ર 10: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.