“આંય ખાલી માઅ ચેલા માટે ઓતોજ નાહ પ્રાર્થના કેતો, પેન તીયા ગોઠ ઉનાયને જે માપે વિશ્વાસ કેરી, તીયા માટે બી આંય પ્રાર્થના કીહુ.” ઓ બાહકા, આંય પ્રાર્થના કીહુ, કા ઈયા જગતુ જે લોક માપે વિશ્વાસ કેતાહા, તે બાદા એક વેઅ; જેહેકી તુ માઅ આરી હાય, આને આંય તોઅ આરી હાય, આંય પ્રાર્થના કીહુ કા એ બાદા લોક બી આપુ આરી એક વેઅ, તાંહા જગતુ લોક વિશ્વાસ કેરી કા તુયુહુ માને મોકલ્યોહો.