1
નીતિવચનો 3:5-6
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
તારા ખરા હ્રદયથી યહોવા પર ભરોસો રાખ. અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં પ્રભુ [નો અધિકાર] સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ સીધા કરશે.
Compare
Explore નીતિવચનો 3:5-6
2
નીતિવચનો 3:7
તું પોતાની નજરમાં જ્ઞાની ન થા; યહોવાનો ડર રાખીને દુષ્ટતાથી દૂર થા
Explore નીતિવચનો 3:7
3
નીતિવચનો 3:9-10
તારા દ્રવ્યથી, તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાનું સન્માન કર; એમ [કરવાથી] તારી વખારો ભરપૂર થશે, અને તારા દ્રાક્ષાકુંડો નવા દ્રાક્ષારસથી ઊભરાઈ જશે.
Explore નીતિવચનો 3:9-10
4
નીતિવચનો 3:3
કૃપા તથા સત્ય તારો ત્યાગ ન કરો તેઓને તારે ગળે બાંધ; તેઓને તારા હ્રદયપટ પર લખી રાખ.
Explore નીતિવચનો 3:3
5
નીતિવચનો 3:11-12
મારા દીકરા, યહોવાની શિક્ષાને તુચ્છ ન ગણ; અને તેમના ઠપકાથી કંટાળી ન જા; કેમ કે જેમ પિતા પોતાના માનીતા પુત્રને ઠપકો [આપે છે] તેમ યહોવા જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો આપે છે.
Explore નીતિવચનો 3:11-12
6
નીતિવચનો 3:1-2
મારા દીકરા, મારું શિક્ષણ ભૂલી ન જા; તારા હ્રદયે મારી આજ્ઞાઓને સંઘરી રાખવી; કેમ કે તે તને દીર્ઘાયુષ્ય, આવરદાનાં વર્ષો તથા શાંતિની વૃદ્ધિ આપશે
Explore નીતિવચનો 3:1-2
7
નીતિવચનો 3:13-15
જે માણસને જ્ઞાન મળે છે, અને જે માણસ બુદ્ધિ સંપાદન કરે છે, તેને ધન્ય છે. કેમ કે તેનો વેપાર રૂપાના વેપાર કરતાં, અને તેનો લાભ ચોખ્ખા સોનાના લાભ કરતાં શ્રેષ્ઠ છે. તે જવાહિર કરતાં મૂલ્યવાન છે; તારી મનગમતી કોઈ પણ વસ્તુ તેની બરાબરી કરી શકે નહિ.
Explore નીતિવચનો 3:13-15
8
નીતિવચનો 3:27
હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો જેને માટે તે ઘટિત હોય તેનાથી તે પાછું ન રાખ.
Explore નીતિવચનો 3:27
9
નીતિવચનો 3:19
યહોવાએ જ્ઞાન વડે પૃથ્વી રચી; તેણે બુદ્ધિથી આકાશોને સ્થાપન કર્યાં
Explore નીતિવચનો 3:19
Home
Bible
Plans
Videos