1
યાકૂબનો પત્ર 1:2-3
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
મારા ભાઈઓ, જયારે તમને જાત જાતનાં પરીક્ષણો થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો, કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષા [માં પાર ઊતર્યા] થી ધીરજ ઉત્પન્ન થાય છે.
Compare
Explore યાકૂબનો પત્ર 1:2-3
2
યાકૂબનો પત્ર 1:5
તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે, એટલે તેને તે આપવામાં આવશે.
Explore યાકૂબનો પત્ર 1:5
3
યાકૂબનો પત્ર 1:19
મારા વહાલા ભાઈઓ, તમે એ જાણો છો. દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો, તથા ક્રોધમાં ધીરો થાય.
Explore યાકૂબનો પત્ર 1:19
4
યાકૂબનો પત્ર 1:4
તમે પરિપકવ તથા સંપૂર્ણ થાઓ, અને કશામાં અપૂર્ણ રહો નહિ, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો.
Explore યાકૂબનો પત્ર 1:4
5
યાકૂબનો પત્ર 1:22
પણ તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને માત્ર સાંભળનારા જ નહિ.
Explore યાકૂબનો પત્ર 1:22
6
યાકૂબનો પત્ર 1:12
જે માણસ પરીક્ષણમાં પાર ઊતરે છે તેને ધન્ય છે, કેમ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાને કબૂલ કર્યું છે તે તેને મળશે.
Explore યાકૂબનો પત્ર 1:12
7
યાકૂબનો પત્ર 1:17
દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે, અને પ્રકાશોના પિતા જેમનામાં વિકાર થતો નથી, તેમ જ જેમનામાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે.
Explore યાકૂબનો પત્ર 1:17
8
યાકૂબનો પત્ર 1:23-24
કેમ કે જે કોઈ માણસ વચન પાળનાર નથી, પણ માત્ર સાંભળનાર છે, તે પોતાનું સ્વાભાવિક મોં આરસીમાં જોનાર માણસના જેવો છે. કેમ કે તે પોતાને જુએ છે, પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો હતો, એ તે તરત ભૂલી જાય છે.
Explore યાકૂબનો પત્ર 1:23-24
9
યાકૂબનો પત્ર 1:27
વિધવાઓની અને અનાથોની તેઓનાં દુ:ખની વખતે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ ઈશ્વરની, એટલે પિતાની, આગળ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા છે.
Explore યાકૂબનો પત્ર 1:27
10
યાકૂબનો પત્ર 1:13-14
કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કર્યું છે, એમ તેણે ન કહેવું, કેમ કે દુષ્ટતાથી ઈશ્વરનું પરીક્ષણ થતું નથી, અને તે કોઈને પરીક્ષણમાં નાખતા પણ નથી. પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે.
Explore યાકૂબનો પત્ર 1:13-14
11
યાકૂબનો પત્ર 1:9
જે ભાઈ હલકા દરજ્જાનો છે તે પોતાના ઉચ્ચપદમાં અભિમાન કરે.
Explore યાકૂબનો પત્ર 1:9
Home
Bible
Plans
Videos