લૂક 19

19
ઈસુ જાખ્ખીને ઘરે
1ઈસુ યરીખો ગયો, અને શેહરમાં થયને જાતો હતો. 2ન્યા યરીખો શહેરમાં જાખ્ખી નામનો માણસ રેતો હતો, ઈ ઘણોય માલદાર અને વેરો ઉઘરાવનારાનો મુખી હતો. 3ઈ ઈસુને જોવા માંગતો હતો કે, ઈ કેવો છે, પણ મોટી ગડદીના લીધે, ઈ ઈસુને જોય હક્યો નય કેમ કે, જાખ્ખી બાઠીયો માણસ હતો. 4જેથી ઈસુ જે મારગે આગળ જાતો હતો, ન્યા આગળ ધોડીને ગુલ્લરના એક ઝાડ ઉપર સડી ગયો, કેમ કે, ઈસુ ઈ જ મારગે થયને જાવાનો હતો. જેથી પોતે ઈસુને જોય હકે. 5જઈ ઈસુ ઈ ગુલ્લરના ઝાડ પાહે આવ્યો, જ્યાં જાખ્ખી હતો, તઈ એણે ઉસી નજર કરીને એને કીધુ કે, “જાખ્ખી, જલ્દી નીસે આવ! કેમ કે, આજે મારે તારા ઘરે રેવાનું છે.” 6પછી જાખ્ખી જલ્દી નીસે આયવો એણે ઈસુને પોતાની ઘેરે રાજી થયને આવકારો.
7બધાય માણસોએ આ જોયને કચ કચ કરતાં કેવા લાગ્યા કે, “જોવ, ઈસુ એક પાપી માણસના ઘરે મેમાન બનીને ગયો છે!”
8જાખ્ખીએ ખાતી વખતે ઉભા થયને ઈસુને કીધુ કે, “હે પરભુ હું મારી સંપતિનો અડધો ભાગ ગરીબોને આપય, અને જો મે કોય માણસને છેતરીને એનું પડાવી લીધું હશે, તો એને હું સ્યાર ગણું પાસુ આપય!” 9તઈ ઈસુએ એને કીધુ કે, “આજે આ ઘરમાં તારણ આવ્યું છે, કેમ કે, જાખ્ખી પણ ઈબ્રાહિમના કુળનો છે. 10કેમ કે, હું, માણસનો દીકરો ખોવાયેલા માણસોને ગોતવા, અને તેઓને અનંતકાળના દંડથી બસાવવા હાટુ આવ્યો છું.”
મહોરનું આપવું અને હિસાબનો દાખલો
(માથ્થી 25:14-30)
11જઈ તેઓ આ વાતુ હાંભળતા હતાં, તઈ ઈસુએ એક દાખલો કીધો કેમ કે, તેઓ યરુશાલેમની પાહે પુગ્યા હતાં, અને તેઓ એમ વિસારતા હતાં કે, પરમેશ્વરનું રાજ્ય હમણા જ પરગટ થાહે. 12ઈસુએ કીધું કે, એક માલદાર માણસ પોતાની હાટુ રાજપાટ મેળવીને પાછા આવવાના વિસારથી આઘા દેશમાં વયો ગયો. 13ઈ આઘા દેશમાં જાય ઈ પેલા એણે એના દસ ચાકરોને બોલાવીને, અને બધાયને રૂપીયાની થેલી આપી, અને ઈ માણસે કીધું કે, “હું પાછો આવું ન્યા હુંધી તમે આ રૂપીયા થકી વેપાર કરો.” 14પણ શહેરના માણસો એને ધિક્કારતા હતાં, જેથી ઈ માણસોએ કેટલાક સંદેશા કેનારાઓને એની પાછળ કેવડાવ્યુ કે, “અમે નથી ઈચ્છતા કે, આ માણસ અમારી ઉપર રાજ કરે.”
15એમ થયુ કે, ઈ રાજ્ય મેળવીને પાછો આવ્યો, તઈ જે ચાકરોને એણે તાલંતો આપ્યા હતા, તેઓને પોતાની પાહે બોલાવાનું કીધું, ઈ હાટુ કે, તેઓ કેટલું કમાણા, એવુ ઈ જાણે. 16પેલા ચાકરે આવીને કીધુ કે, “હે માલીક, તે મને આપેલા એક મહોર મરેલા સાંદીના કિંમતી સિકકાથી હું બીજા દસ કિંમતી સાંદીના સિકકા કમાણો છું” 17એણે એને કીધુ કે, “શાબાશ મારા હારા ચાકર, તુ થોડાકમાં વિશ્વાસુ માલુમ પડયો છે, ઈ હાટુ હવે તુ દસ શહેરોનો અધિકારી થાય.” 18બીજા ચાકરે આવીને એને કીધુ કે, “હે માલીક, તમારા આપેલા દસ મહોર મારેલા સાંદીના કિંમતી સિક્કાઓથી હું બીજા પાચ સિકકા કમાણો છું” 19એને એણે કીધુ કે, “તુ પણ પાંસ શહેરનો અધિકારી થાય.” 20તઈ પછી ત્રીજો ચાકર એની પાહે આવીને કીધુ કે, હે માલીક, આ રય તમારી રૂપીયાની થેલી, મે એને લૂગડામાં લપેટીને હતાડીને રાખી હતી, 21કેમ કે, મને તમારી બીક લાગતી હતી, હું જાણું છું કે તુ બોવ જ કડક માણસ છે; અને જ્યાં તે રાખ્યું નથી ઈ તુ ઉપાડે છે, અને જ્યાં તે વાવ્યુ નથી, એને તુ લણી લે છો. 22પછી માલિકે એને કીધુ કે, “અરે ભુંડા ચાકર, તારી જ વાણી તારો પોતાનો ન્યાય કરશે; હું બોવ કડક માણસ છું; અને જ્યાં મે રાખ્યું નથી, ઈ હું ઉપાડી જાણું છું, અને જ્યાં મે વાવ્યુ નથી, એને હું લણી જાણું છું, એમ તુ જાણતો હતો; 23તો ઈ રૂપીયા સાવકારની પાહે જમા કરી દીધા હોત તો, પછી હું જઈ પાછો આવત તઈ ઈ રૂપીયાનું થોડુંક વ્યાજ મેળવી હકત.” 24પછી જે માણસો પાહે ઉભા હતાં, તેઓને રાજાએ કીધુ કે, “આ ચાકર પાહેથી રૂપીયાની થેલી લય લ્યો, અને જેને પાહે દસ છે, એને ઈ આપો.” 25તેઓએ રાજાને કીધું કે, “ઓ માલીક, ઈ ચાકર પાહે મહોર મારેલા દસ સાંદીના કિંમતી સિકકા છે.” 26હું તમને કવ છું કે, જેની પાહે છે, એને અપાહે; અને હજી વધારે અપાહે પણ જેની પાહે કાય નથી; એની પાહે જે છે, ઈ હોતન લય લેવામાં આયશે. 27હવે મારા દુશ્મનો જેઓ ઈચ્છતા નોતા કે હું તેઓનો રાજા થાવ, તેઓને પકડીને લીયાવો, અને મારી હામે મારી નાખો.
યરુશાલેમમાં વિજયપ્રવેશ
(માથ્થી 21:1-11; માર્ક 11:1-11; યોહ. 12:12-19)
28આ વાતો કીધા પછી, ઈસુ યરુશાલેમ શેહેરની બાજુ એના ચેલાઓની આગળ હાલવા લાગ્યો. 29ઈસુ બેથફાગે અને બેથાનિયા શહેરની પાહે, જૈતુનના ડુંગર પાહે પૂગ્યો, તઈ ઈસુએ બે ચેલાઓને એમ કયને મોકલ્યા કે, 30હામેના ગામમાં જાવ, અને એમા પૂગતા જ એક ગધેડાનું ખોલકું બાંધેલુ જોહો, ઈ ખોલકા ઉપર કોય પણ ક્યારેય બેઠું નથી; એને છોડીને મારી પાહે લીયાવો. 31અને જો કોય તમને પૂછે કે, કેમ છોડો છો, તો એમ કય દેજો કે, “પરભુને એનો ખપ છે.”
32જેથી બે ચેલાઓ ગામમાં ગયા અને જેમ ઈસુએ તેઓને કીધા પરમાણે તેઓને ખોલકું મળ્યું. 33જેમ તેઓ ખોલતા હતાં એટલામાં એના માલિકે તેઓને કીધું કે, “કેમ તમે અમારા ખોલકાને ખોલો છો?” 34ચેલાઓએ જવાબ આપતા કીધું કે, “પરભુને એનો ખપ છે.” 35જેથી તેઓ ખોલકાને ઈસુ પાહે લીયાવ્યા, અને ચેલાઓએ પોતાના લુગડા એની ઉપર નાખી દીધા, પછી ઈસુ એની ઉપર બેઠો. 36જઈ ઈસુએ ઈ મારગે એની સવારી કરી, તઈ લોકો ઈસુની આગળ મારગો ઉપર પોતાના લુગડા પાથરતા હતા. 37જઈ ઈસુ ઈ જગ્યાના ઢાળ ઉપર પુગ્યા જ્યાંથી મારગ લગભગ જૈતુનના ડુંઘરાથી નીસેથી જાતો હતો, તઈ ચેલાઓનો આખોય ટોળો ઈ સમત્કારી કામોને કારણે જે તેઓએ જોયા હતાં, ઈ રાજી થયને અને જોર જોરથી રાડો પાડીને પરમેશ્વરની મહિમા કરતાં કેવા લાગ્યા: 38“ઈ રાજા આશીર્વાદિત છે, જે પરભુના નામથી આવે છે! સ્વર્ગમા શાંતિ અને આભમાં મહિમા થાય.”
39કેટલાક ફરોશી ટોળાના લોકો જે ટોળામાં હતાં, તેઓએ ઈસુને કીધું કે, “હે ગુરુ, તારા ચેલાઓને કે આવી વાતો બોલે નય.” 40ઈસુએ જવાબ આપ્યો, “હું તમને કવ છું કે, જો મારા ઈ ચેલાઓ મૂંગા રેહે, તો પાણાઓ પણ મારી મહિમા કરવા હાટુ પોકારી ઉઠશે.”
યરુશાલેમ હાટુ ઈસુનું રોવું
41જઈ ઈસુ યરુશાલેમ પાહે પૂગ્યો, તો ઈ શહેર જોયને એની હાટુ રોવા લાગ્યો, 42ઈસુએ યરુશાલેમને જોયને કીધું કે, “હું ઈચ્છું છું કે ઈ આજે શાંતિથી લીયાવી હકાય ઈ જાણ્યું હોત. પણ ઈ તે જાણ્યું નથી કેમ કે, ઈ તારાથી હતાડીને રાખેલું છે. 43એવો દિવસ આયશે કે, તારા વેરી તારી આજુ-બાજુથી હુમલો કરી, તને ઘેરી લેહે, અને તેઓ તને દબાયશે. 44તેઓ કોટને ભાંગી નાખશે અને બધુય નાશ કરી દેહે, તેઓ તને અને તારા દીકરાઓનો નાશ કરશે, અને એવો એક પણ પાણો ઈ બીજા પાણા ઉપર રેવા દેહે નય; કેમ કે, જે વખતે પરમેશ્વર તને બસાવવા માગતા હતાં ઈ વખતે તુ એને ઓળખી હક્યો નય!”
ઈસુ દ્વારા મંદીરને શુદ્ધ કરવું
(માથ્થી 21:12-17; માર્ક 11:15-19; યોહ. 2:13-19)
45ઈસુ યરુશાલેમ શહેરમાં ઘરો અને મંદિરના ફળીયામાં ગયો. અને ન્યા જે લોકો વેસતા હતાં તેઓને કાઢવા લાગ્યો. 46અને ઈસુએ તેઓને બારે કાઢતા કીધુ કે, “શાસ્ત્રમાં એમ લખ્યું છે કે, મારું ઘર પ્રાર્થનાનું ઘર કેવાય છે. પણ તમે એને સોર લુટારાઓની જગ્યા બનાવી દીધી છે.” 47ઈસુ રોજ મંદિરમાં શિક્ષણ આપતો હતો, પણ મુખ્ય યાજકોએ અને યહુદી નિયમના શિક્ષકોએ અને યહુદી વડીલો એને મારી નાખવાની કોશિશ કરતાં હતા. 48પણ તેઓ કોય ઉપાય કાઢી હક્યાં નય, કે તેઓ એને કય રીતે પકડીને મારી નાખે; કેમ કે, બધાય માણસો ઈસુને એક ધ્યાનથી હાંભળતા હતા.

Àwon tá yàn lọ́wọ́lọ́wọ́ báyìí:

લૂક 19: KXPNT

Ìsàmì-sí

Pín

Daako

None

Ṣé o fẹ́ fi àwọn ohun pàtàkì pamọ́ sórí gbogbo àwọn ẹ̀rọ rẹ? Wọlé pẹ̀lú àkántì tuntun tàbí wọlé pẹ̀lú àkántì tí tẹ́lẹ̀

Àwọn fídíò fún લૂક 19