ઉત્પત્તિ 23
23
સારાનું અવસાન
1સારા 127 વર્ષ સુધી જીવતી રહી; એનું આયુષ્ય એટલા વર્ષનું હતું. 2સારાનું મૃત્યુ કનાન ભૂમિમાં આવેલા કિર્યાથ-આર્બા (હેબ્રોન)માં થયું. ઇબ્રાહિમ બહુ જ દુ:ખી હતો અને તે તેણીના મૃત્યુ પર ખૂબ રડયો. 3પછી તે મૃત પત્નીને ત્યાં છોડી તે હિત્તી લોકો સાથે વાત કરવા ગયો. તેણે કહ્યું 4“હું તો ફકત આ પ્રદેશમાં રહેતો મુસાફર માંત્ર છું. એટલે માંરી પાસે માંરી પત્નીને દફનાવવા માંટે કોઈ જગ્યા નથી. તેથી તમે મને કબરસ્તાન માંટે કોઈ જગ્યા તમાંરા ગામમાં આપો, કે, જેથી હું માંરી પત્નીને દફનાવું.”
5હિત્તી લોકોએ ઇબ્રાહિમને જવાબ આપ્યો; 6“શ્રીમાંન, તમે અમાંરી વચ્ચે દેવના સૌથી મહાન આગેવાનોમાંના એક છો. અમાંરી પાસે જે જગ્યા છે તેમાંથી તમને સૌથી સારી લાગે તે જગ્યા તમાંરી પત્નીને દફનાવવા લઈ શકો છો. અમાંરામાંથી કોઈ પણ તમને તમાંરી પત્નીને દફનાવવાની ના પાડે તેમ નથી.”
7ઇબ્રાહિમે ઊભા થઈને તે લોકોને પ્રણામ કર્યા. 8ઇબ્રાહિમે તે લોકોને કહ્યું, “હું માંરી પત્નીને દફનાવું એમાં તમે મને મદદ કરવા ઈચ્છતા હો તો મને સાંભળો, માંરા તરફથી સોહારના પુત્ર એફ્રોનને માંરા માંટે વાત કરો: 9હું માંખ્પેલાહની ગુફા, જે તેની માંલિકીની છે તે ખરીદવા ઈચ્છું છું તે મને આપે. એ તેના ખેતરને છેડે આવેલી છે. હું તેની પૂરેપૂરી કિંમત આપીશ. હું ઈચ્છું છું કે, તમે લોકો તેના સાક્ષી રહો કે, હું આ જમીન તમાંરી હાજરીમાં કબરસ્તાન માંટે ખરીદી રહ્યો છું.”
10એફ્રોન તે લોકોની વચમાં જ બેઠેલો હતો. એફ્રોને ઇબ્રાહિમને ઉત્તર આપ્યો, 11“ના, શ્રીમાંન, માંરી વાત સાંભળો. હું તમને એ ખેતર અને તેમાં આવેલી ગુફા બંને આપી દઉં છું. માંરા લોકોની સાક્ષીએ હું તમને તે આપી દઉં છું. તમે તેમાં તમાંરી પત્નીને દફનાવો.”
12પછી ઇબ્રાહિમે હિત્તી લોકો આગળ પોતાનું માંથું નમાંવ્યું. 13ઇબ્રાહિમે બધા લોકોની હાજરીમાં એફ્રોનને કહ્યું, “પરંતુ હું તો આ ખેતરની પૂરેપૂરી કિંમત આપવા માંગું છું. તેનો તમે સ્વીકાર કરો તો હું માંરી પત્નીને ત્યાં દફનાવી શકું.”
14એફ્રોને ઇબ્રાહિમને જવાબ આપ્યો, 15“શ્રીમાંન, માંરી વાત સાંભળો, તમાંરી અને માંરી વચ્ચે 400 શેકેલ ચાંદીની જમીનની શી વિસાત? તમે તમાંરી પત્નીને દફનાવો.” 16ઇબ્રાહિમ સમજયો કે, એફ્રોન તેને જમીનની કિંમત કહી રહ્યો છે. એટલે હિત્તી લોકોને સાક્ષી માંનીને તે રકમ, એટલે કે, 400 શેકેલ ચાંદી, વેપારીઓના ચાલુ વજન પ્રમાંણે તોલી આપી.
17-18આ પ્રમાંણે એફ્રોનના ખેતરનો માંલિક બદલાઈ ગયો. આમ, માંમરેની પૂર્વમાં માંખ્પેલાહમાં આવેલા એફ્રોનના ખેતર તેમાં આવેલી ગુફા તેમજ તેમાંના ઝાડનો કબજો ઇબ્રાહિમને આપ્યો, હિત્તી લોકોની સાક્ષીએ આ સોદો ઇબ્રાહિમને મળ્યો. 19એ પછી ઇબ્રાહિમે પોતાની પત્ની સારાને માંમરે (હેબ્રોન)ની નજીક આવેલા માંખ્પેલાહની ગુફામાં કનાનના પ્રદેશમાં દફનાવી. 20પછી ખેતર અને તેમાંની ગુફાનો કબ્રસ્તાન તરીકે ઉપયોગ કરવા માંટે ઇબ્રાહિમે હિત્તી લોકો પાસેથી ખરીદી લીધું. તે હવે તેની સંપત્તિ થઈ ગઈ હતી, અને તેણે તેનો ઉપયોગ કબ્રસ્તાન તરીકે કર્યો.
Àwon tá yàn lọ́wọ́lọ́wọ́ báyìí:
ઉત્પત્તિ 23: GERV
Ìsàmì-sí
Pín
Daako
Ṣé o fẹ́ fi àwọn ohun pàtàkì pamọ́ sórí gbogbo àwọn ẹ̀rọ rẹ? Wọlé pẹ̀lú àkántì tuntun tàbí wọlé pẹ̀lú àkántì tí tẹ́lẹ̀
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International