YouVersion
Pictograma căutare

લૂક 3

3
યોહાન બાપ્તિસ્તનો સંદેશ
(માથ. ૩:૧-૧૨; માર્ક ૧:૧-૮; યોહ. ૧:૧૯-૨૮)
1હવે તિબેરિયસ કાઈસારની કારકિર્દીને પંદરમે વરસે, જ્યારે પોંતિયસ પિલાત યહૂદિયાનો અધિપતિ હતો, તથા હેરોદ ગાલીલનો રાજા હતો, તથા તેનો ભાઈ ફિલિપ ઇતુરાઈ તથા ત્રાખોનિતી દેશનો રાજા હતો, તથા લુસાનિયસ આબીલેનેનો રાજા‍ હતો, 2અને આન્‍નાસ તથા કાયાફા પ્રમુખ યાજકો હતા, તે વખતે ઝખાર્યાના દીકરા યોહાનની પાસે રાનમાં ઈશ્વરનું વચન આવ્યું. 3તે યર્દનની આસપાસના આખા પ્રદેશમાં પાપની માફીને માટે પસ્તાવાનું બાપ્તિસ્મા પ્રગટ કરતો આવ્યો. 4યશાયા પ્રબોધકનાં વચનોના પુસ્તકમાં લખેલું છે,
# યશા. ૪૦:૩-૫. રાનમાં ઘાંટો પાડનારની વાણી કે,
પ્રભુનો માર્ગ તૈયાર કરો,
તેમના રસ્તા પાધરા કરો.
5દરેક નીચાણ પુરાશે,
દરેક પહાડ તથા ટેકરો નીચો કરાશે.
વાંકું સીધું કરવામાં આવશે,
ખાડાટેકરાવાળા માર્ગ સપાટ થશે. q1 6અને સર્વ દેહધારી
ઈશ્વરનું તારણ જોશે.”
7ત્યારે ઘણા લોકો તેનાથી બાપ્તિસ્મા પામવા માટે આવ્યા. તેઓને તેણે કહ્યું, #માથ. ૧૨:૩૪; ૨૩:૩૩. “ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યા? 8તો પસ્તાવો [કરનારને] શોભે એવાં ફળ ઉપજાવો, અને પોતાના મનમાં એમ ન કહેવા માંડશો કે #યોહ. ૮:૩૩. ઇબ્રાહિમ અમારા પિતા છે; કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વર આ પથ્થરોમાંથી ઇબ્રાહિમને માટે વંશ ઉત્પન્‍ન કરી શકે છે. 9વળી હમણાં વૃક્ષોનાં મૂળ પર કુહાડો મૂકેલો છે! માટે #માથ. ૭:૧૯. જે કોઈ વૃક્ષ સારાં ફળ આપતું નથી તે કપાય છે, અને અગ્નિમાં નંખાય છે.”
10લોકોએ તેને પૂછ્યું, “તો અમારે શું કરવું?” 11તેણે તેઓને કહ્યું, “જેની પાસે બે પહેરણ હોય તે જેની પાસે એકે નથી તેને એક આપે, જેની પાસે ખાવાનું હોય, તે પણ એમ જ કરે. 12#લૂ. ૭:૨૯. દાણીઓ પણ બાપ્તિસ્મા પામવા માટે આવ્યા, ને તેને પૂછ્યું કે, “ઉપદેશક, અમારે શું કરવું?” 13તેણે તેઓને કહ્યું, “તમારે માટે જે નીમેલું છે, તે કરતાં બળજબરીથી વધારે ન લો.” 14સિપાઈઓએ પણ તેને પૂછ્યું, “અમારે શું કરવું?” તેણે તેઓને કહ્યું, “કોઈના પર જબરદસ્તી ન કરો, તેમ જ કોઈના પર ખોટું તહોમત ન મૂકો; અને તમારા પગારથી સંતોષી રહો.”
15લોકો [મસીહની] રાહ જોતા હતા, અને સર્વ યોહાન સંબંધી વિચાર કરતા હતા કે, “એ ખ્રિસ્ત હશે કે કેમ?” 16ત્યારે યોહાને સર્વને કહ્યું, “હું તો પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું; પણ મારા કરતાં જે બળવાન છે તે આવનાર છે, તેના ચંપલની વાધરી છોડવા પણ યોગ્ય નથી. તે પવિત્ર આત્માથી તથા અગ્નિથી તમારું બાપ્તિસ્મા કરશે. 17તેમનું સૂપડું તેમના હાથમાં છે, તેથી તે પોતાની ખળીને સાફ કરી નાખશે અને ઘઉં પોતાની વખારમાં તે ભરી રાખશે. પણ ભૂસું તે ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.”
18તેણે બીજો ઘણો બોધ કરતાં લોકોની આગળ સુવાર્તા પ્રગટ કરી. 19પણ #માથ. ૧૪:૩-૪; માર્ક ૬:૧૭-૧૮. હેરોદને તેના ભાઈની પત્ની હેરોદિયાને લીધે, તથા જે ભૂંડાં કામ તેણે કર્યાં હતાં તે બધાંને લીધે યોહાને ઠપકો આપ્યો હતો. 20તેથી તે સર્વ ઉપરાંત તેણે યોહાનને બંદીખાનામાં પૂર્યો.
ઈસુનું બાપ્તિસ્મા
(માથ. ૩:૧૩-૧૭; માર્ક ૧:૯-૧૧)
21હવે સર્વ લોકો બાપ્તિસ્‍મા પામી રહ્યા ત્યાર પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામીને પ્રાર્થના કરતા હતા, એટલામાં આકાશ ઊઘડી ગયું, 22અને પવિત્ર આત્મા કબૂતરૂપે તેમના પર ઊતર્યો; અને આકાશમાંથી એવી વાણી થઈ, #ઉત. ૨૨:૨; ગી.શા. ૨:૭; યશા. ૪૨:૧; માથ. ૩:૧૭; માર્ક ૧:૧૧; લૂ. ૯:૩૫. તું મારો વહાલો દીકરો છે; તારા પર હું પ્રસન્‍ન છું.”
ઈસુની વંશાવાળી
(માથ. ૧:૧-૧૭)
23ઈસુ પોતે [બોધ] કરવા લાગ્યા, ત્યારે તે આશરે ત્રીસ વર્ષના હતા, અને (લોકોની માન્યતા પ્રમાણે) તે યૂસફનો દીકરો હતો, જે એલીનો [દીકરો] , 24જે મથ્થાતનો, જે લેવીનો, જે મલ્ખીનો, જે યન્‍નાયનો, જે યૂસફનો, 25જે મત્તિયાનો, જે આમોસનો, જે નાહૂમનો, જે હેસ્લીનો, જે નગ્ગયનો, 26જે માહથનો, જે મત્તિયાનો, જે શિમઈનો, જે યોસેખનો, જે યોદાનો, 27જે યોહાનાનનો, જે રેસાનો, જે ઝરુબ્બાબેલનો, જે શલ્તીએલનો, જે નેરીનો, 28જે મલ્ખીનો, જે અદ્દિનો, જે કોસામનો, જે અલ્માદામનો, જે એરનો, 29જે યેશુનો, જે એલીએઝેરનો, જે યોરીમનો, જે મથ્થાતનો, જે લેવીનો, 30જે શિમયોનનો, જે યહૂદાનો, જે યૂસફનો, જે યોનામનો, જે એલ્યાકિમનો, 31જે મલેયાનો, જે મિન્‍નાનો, જે મત્તાથાનો, જે નાથાનનો, જે દાઉદનો, 32જે યશાઈનો, જે ઓબેદનો, જે બોઆઝનો, જે સલ્મોનનો, જે નાહશોનનો, 33જે અમિનાદાબનો, જે અનીનો, જે હેસ્ત્રોનનો, જે પેરેસનો, જે યહૂદાનો, 34જે યાકૂબનો, જે ઇસહાકનો, જે ઇબ્રાહિમનો, જે તેરાહનો, જે નાહોરનો, 35જે સરૂગનો, જે રયૂનો, જે પેલેગનો, જે એબરનો, જે શેલાનો, 36જે કેનાનનો, જે અર્ફાક્ષદનો, જે શેમનો, જે નૂહનો, જે લામેખનો, 37જે મથૂશેલાનો, જે હનોખનો, જે યારેદનો, જે મહાલાએલનો, જે કેનાનનો, 38જે અનોશનો, જે શેથનો, જે આદમનો, જે ઈશ્વરનો [દીકરો હતો.]

Selectat acum:

લૂક 3: GUJOVBSI

Evidențiere

Împărtășește

Copiază

None

Dorești să ai evidențierile salvate pe toate dispozitivele? Înscrie-te sau conectează-te