લુક 4

4
ઇસુ નું પરિક્ષણ
(મત્તિ 4:1-11; મર. 1:12-13)
1ફેંર ઇસુ પવિત્ર આત્મા થી ભરપૂર થાએંનેં, યરદન નદી મહો આયો, અનેં સાળી દાડં તક આત્મા ની અગવાઈ થી ઉજોડ જગ્યા મ ફરતો રિયો. 2તર શેતાન હેંનું પરિક્ષણ કરતો રિયો હેંનં દાડં મ ઇસુવેં કઇસ નેં ખાદું, અનેં વેયા દાડા પૂરા થાએંજ્યા, તે ઇસુ નેં ભુખ લાગી. 3તર શેતાનેં ઇસુ નેં કેંદું, “અગર તું હાસેં પરમેશ્વર નો બેંટો હે, તે એંનં ભાઠં નેં રુંટજ્યી બણવાનું હોકમ આલેંનેં સાબિત કર દે.” 4ઇસુવેં હેંનેં જવાબ આલ્યો, “પવિત્ર શાસ્ત્ર મ લખેંલું હે, મનખં ખાલી રુટી થીસ જીવતં નહેં રેંતં.” 5તર શેતાન હેંનેં લેંજ્યો અનેં ઘડીક વાર મ આખી દુન્ય ન રાજ વતાડ્ય. 6અનેં શેતાનેં કેંદું, “હૂં બદ્દો અધિકાર, અનેં હેંનો વૈભવ તનેં આલેં, કેંમકે વેયુ મનેં હુંપેંલું હે, અનેં ઝેંનેં હૂં સાહું હેંનેં આલ દેં. 7અગર તું નમેંનેં મનેં પોગેં લાગે, તે ઇયુ બદ્દુંસ હૂં તનેં આલ દેં.” 8ઇસુવેં હેંનેં જવાબ આલ્યો, “ઇયુ હુંદું પવિત્ર શાસ્ત્ર મ લખેંલું હે, તું પ્રભુ તારા પરમેશ્વર નેં પોગેં લાગ, અનેં ખાલી હીનીસ સેવા કર.”
9તર હેંને ઇસુ નેં યરુશલેમ સેર મ લેં જાએંનેં મંદિર ની ટેકરી ઇપેર ઇબો કર્યો, અનેં કેંદું, “અગર તું પરમેશ્વર નો બેંટો હે, તે નિસં કુદેંનેં સાબિત કર દે. 10કેંમકે પવિત્ર શાસ્ત્ર મ લખ્યુ હે, કે પરમેશ્વર તારું રક્ષણ કરવા હારુ પુંતાનં હરગદૂતં નેં હોકમ આલહે, 11અનેં વેયા તનેં હાથોં-હાથ તુંકેં લેંહે. ખેંતુંક એંવું નેં થાએ કે તારં પોગં મ ભાઠા થી ઠેહ વાગે.” 12ઇસુવેં હેંનેં જવાબ આલ્યો, “ઇયુ હુંદું કેંવા મ આયુ હે, તું પ્રભુ તારા પરમેશ્વર નું પરિક્ષણ નહેં કરતો વેહ.” 13ઝર શેતાન બદ્દું પરિક્ષણ કરેં સુક્યો, તર થુંડા ટાએંમ હારુ ઇસુ કનેં હો જાતોરિયો.
ઇસુ ની સેવકાઈ ની સરુવાત
(મત્તિ 4:12-17; મર. 1:14-15)
14ફેંર ઇસુ પવિત્ર આત્મા ની સામ્રત થી ભરપૂર થાએંનેં ગલીલ પરદેશ મ આયો, અનેં ઇની સરસા આજુ-બાજુ ન બદ્દ ઇલાકં મ ફેલાએં ગઈ. 15ઇસુ હેંનનેં ગિરજં મ ભાષણ કરતો રિયો, અનેં બદ્દ મનખં હીની બડાઈ કરતં હેંતં.
નાજારત ગામ મ ઇસુ નું અપમાન
(મત્તિ 13:53-58; મર. 6:1-6)
16ફેંર ઇસુ નાજરત ગામ મ આયો, ઝાં હીની પાળ-પોંસ થાઈ હીતી, અનેં પુંતાની રિત પરમણે આરમ ને દાડે ગિરજા મ જાએંનેં પવિત્ર શાસ્ત્ર મહું વાસવા હારુ ઇબો થાયો. 17યશાયાહ ભવિષ્યવક્તા ની સોપડી હેંનેં આલવા મ આવી, અનેં ઇસુવેં સોપડી ખોલેંનેં વેયે જગ્યા કાડી ઝાં એંમ લખ્યુ હેંતું,
18“પરમેશ્વર નો આત્મા મારી ઇપેર હે, એંતરે કે હેંને ગરિબં નેં તાજો હમિસાર હમળાવવા હારુ મારું અભિષેક કર્યુ હે, અનેં મનેં એંતરે હારુ મુંકલ્યો હે કે શેતાન થી બંદાએંલં નેં સુંડવવા અનેં આંદળં નેં ભળાવા હારુ અનેં ઝી દુન્ય મ વિતાડેંલં મનખં હે હેંનનેં બસાવવા,
19અનેં પ્રભુ ના અનુગ્રહ ના વર નો પરસાર કરું.”
20તર ઇસુવેં સોપડી બંદ કરેંનેં સેંવક ના હાત મ આલ દીદી, અનેં બેંહેંજ્યો, અનેં ગિરજા ન બદ્દ મનખં હેંનેં ધિયાન થી ભાળેં રિય હેંતં. 21તર વેયો હેંનનેં કેંવા મંડ્યો, “આજેસ ઇયુ પવિત્ર શાસ્ત્ર મ લખેંલું વસન તમારી હામેં પૂરુ થાયુ હે.” 22બદ્દવેં ઇસુ ની વાહ-વાહી કરી, અનેં ઝી અનુગ્રહ ની વાતેં હેંના મોડા મહી નકળતી હીતી, હેંનેં થી વિસાર કરતં થાએંજ્ય, અનેં કેંવા મંડ્ય, “હું આ યૂસુફ નો સુંરો નહેં?” 23ઇસુવેં હેંનનેં કેંદું, “તમું મારી ઇપેર આ કેંવેત જરુર કેંહો કે હે ડોક્ટર, પુંતે તું હાજો થા! ઝી કઇ હમવેં હામળ્યુ હે કે કફરનહૂમ ગામ મ તેં સમત્કાર કર્યા હે, હેંનનેં આં પુંતાના દેશ મ હુંદો કર.” 24અનેં એંમ હુંદું કેંદું, “હૂં તમનેં હાસું કું હે, કુઇ ભવિષ્યવક્તા નેં પુંતાના ઇલાકા મ માન નહેં મળતું. 25હાસું તે ઇયુ હે કે એલિય્યાહ ભવિષ્યવક્તા ના જમાના મ ઝર હડા તાંણ વર તક વરહાત નેં પડ્યો, તે આખા ઇસરાએંલ દેશ મ જબર-જસ કાળ પડ્યો, તર તાં ઇસરાએંલ મ ઘણી બદી રાંડી બાજ્યી હીતી. 26તે હુંદો એલિય્યાહ ભવિષ્યવક્તા નેં હેંનેં મહી કેંનેં યે કનેં નહેં, પુંણ ખાલી સિદોન સેર ના સારફત ઇલાકા મ એક બીજી જાતિ ની રાંડી બાઈ કનેં મુંકલવા મ આયો. 27અનેં એલિશા ભવિષ્યવક્તા ના જમાના મ ઇસરાએંલ દેશ મ ઘણા બદા કોઢી માણસ હેંતા, પુંણ સિરિયા દેશ નો બીજી જાતિ ના માણસ નામાન નેં સુંડેંનેં હેંનં મહા બીજા કેંનેં યે નહેં હાજો કરવા મ આયો.” 28ઇયે વાતેં હામળતં મસ ઝેંતરં ગિરજા મ હેંતં, બદ્દ રિહ મ ભરાએંજ્ય 29અનેં ઉઠેંનેં ઇસુ નેં સેર મહો બાર કાડ્યો, અનેં ઝેંના ડુંગોર ઇપેર હેંનનું સેર વહેંલું હેંતું, હીની ટેકરી ઇપેર લેં જ્ય કે હેંનેં વેંહાં થી નિસં પાડેંનેં માર દડે. 30પુંણ ઇસુ હેંનં ન વસ મહો નકળેંનેં જાતોર્યો.
ભૂત ભરાએંલા માણસ નેં હાજો કરવો
(મર. 1:21-28)
31ફેંર વેયો ગલીલ પરદેશ ના કફરનહૂમ ગામ મ જ્યો, અનેં આરમ ને દાડે મનખં નેં ભાષણ આલતો હેંતો. 32વેય ઇસુ ના ભાષણ થી વિસાર કરતં થાએંજ્ય, કેંમકે ઇસુ અધિકાર થી બુંલતો હેંતો. 33ગિરજા મ એક માણસ હેંતો, ઝેંના મ એક ભૂત હેંતો, વેયો જુંર થી એંમ કેં નેં સિસાવા મંડ્યો, 34“હે નાજરત ગામ ના ઇસુ, તું મનેં હુંકા વિતાડેં રિયો હે? હું તું મન નાશ કરવા આયો હે? હૂં તનેં વળખું હે તું કુંણ હે? તુંસ વેયો પરમેશ્વર નો મુંકલેંલો પવિત્ર માણસ હે!” 35ઇસુવેં ભૂત નેં વળગેંનેં કેંદું, સપ રે અનેં એંના માણસ મહો નકળેં જા! તર ભૂત હેંનેં વસ મ દકડેંનેં વગર નુકસાન કર્યે હેંનેં મહો નકળેંજ્યો. 36એંને લેંદે ગિરજા મ બેંઠેંલં બદ્દ મનખં વિસાર કરતં થાએંજ્ય, અનેં વેય એક બીજા હાતેં વાતેં કરેંનેં કેંવા મંડ્ય “આ કેંવું વસન હે? કેંમકે ઇયો અધિકાર અનેં સામ્રત નેં હાતેં ભૂતડં નેં હુંદો હોકમ આલે હે અનેં વેય હુંદં હેંનં મહં નકળેં જાએ હે.” 37ઇવી રિતી સ્યારેં મેર હર જગ્યા ઇસુ ની સરસા થાવા મંડી.
પતરસ ની હાહુ અનેં બીજં મનખં નેં હાજં કરવં
(મત્તિ 8:14-17; મર. 1:29-34)
38ઇસુ ગિરજા મહો ઉઠેંનેં શમોન ના ઘેર મ જ્યો, તર શમોન ની હાહુ તાવેં પડીલી હીતી, અનેં સેંલંવેં હેંનેં હારુ ઇસુ નેં અરજ કરી. 39ઇસુ હેંનેં ટીકે ઇબો રેંનેં તાવ નેં વળગ્યો અનેં તાવ ઉતરેં જ્યો, તર વેયે તરત ઉઠેંનેં હેંનનેં ખાવાનું આલવા લાગેં ગઈ.
40દાડો બુડતી વખતેં, ઝેંન-ઝેંન તાં મનખં અલગ-અલગ પરકાર ની બેંમારી મ પડેંલં હેંતં, વેય બદ્દ હેંનનેં ઇસુ કનેં લેં આય, અનેં ઇસુવેં એક-એક નેં હાથ મેંલેંનેં હેંનનેં હાજં કર્ય. 41અનેં ભૂતડં હુંદં સિસાતં જાએંનેં અનેં એંમ કેંતં જાએંનેં કે, “તું પરમેશ્વર નો બેંટો હે,” ઘણં મહં નકળેંજ્ય પુંણ ઇસુ હેંનનેં વળગતો અનેં બુંલવા નેં દેંતો હેંતો, કેંમકે વેય જાણતં હેંતં કે વેયો મસીહ હે.
ગિરજં મ પરસાર કરવો
(મર. 1:35-39)
42ઝર દાડો ઉગ્યો તે ઇસુ નકળેંનેં હુંનવેંણ જગ્યા મ જ્યો, અનેં મુંટો મનખં નો ટુંળો ઇસુ નેં જુંવતો જાએંનેં હેંનેં કનેં આયો, અનેં ઇસુ નેં રુંકવા મંડ્યો કે વેયો એંનં કનેં હો નેં જાએ. 43પુંણ ઇસુવેં હેંનનેં કેંદું, “મારે બીજં સેરં મ હુંદો પરમેશ્વર ના રાજ નો તાજો હમિસાર હમળાવવો જરુરી હે, કેંમકે હૂં એંનેં હારુસ મુંકલવા મ આયો હે.”
44અનેં ઇસુ ગલીલ પરદેશ ન ગિરજં મ પરસાર કરતો રિયો.

Obecnie wybrane:

લુક 4: GASNT

Podkreślenie

Udostępnij

Kopiuj

None

Chcesz, aby twoje zakreślenia były zapisywane na wszystkich twoich urządzeniach? Zarejestruj się lub zaloguj