લુક 20

20
ઇસુ ના અધિકાર નો સવાલ
(મત્તિ 21:23-27; મર. 11:27-33)
1એક દાડો એંવું થાયુ કે, ઝર ઇસુ મંદિર મ ભાષણ આલતો જાએંનેં તાજો હમિસાર હમળાવેં રિયો હેંતો, તે મુખી યાજક અનેં મૂસા નું નિયમ હિકાડવા વાળા, અનેં યહૂદી મનખં ના અગુવા હેંનેં ટીકે આવેંનેં ઇબા થાએંજ્યા. 2અનેં કેંવા મંડ્યા, “હમનેં વતાડ, તું એંનં કામં નેં કઇના અધિકાર થી કરે હે, અનેં વેયો કુંણ હે ઝેંને તનેં ઇયો અધિકાર આલ્યો હે?” 3ઇસુવેં હેંનનેં કેંદું, “હૂં હુંદો તમનેં એક વાત પૂસુ હે, મનેં વતાડો, 4હું યૂહન્નાવેં મનખં નેં બક્તિસ્મ એંતરે હારુ આલ્યુ હેંતું, કે પરમેશ્વરેં હેંનેં ઇયો અધિકાર આલ્યો હેંતો, કે મનખંવેં હેંનેં ઇયો અધિકાર આલ્યો હેંતો?” 5તર વેયા એક બીજા નેં કેંવા મંડ્યા, અગર આપું કીજ્યે, “હરગ ની તરફ થી,” તે ફેંર વેયો કેંહે, કે “ફેંર તમેં હેંનો વિશ્વાસ હુંકા નેં કર્યો?” 6પુંણ આપું એંમ હુંદા નહેં કેં સક્તા કે યૂહન્ના કન ઇયો અધિકાર મનખં ની તરફ થી હેંતો, તે બદ્દ મનખં આપં ઇપેર ભાઠા વાહે, કેંમકે વેય હાસેં હાસ જાણે હે કે યૂહન્નો એક ભવિષ્યવક્તા હેંતો. 7હાં નેં હેંનવેં જવાબ આલ્યો, “હમું નહેં જાણતા કે વેયુ કેંનેં તરફ થી હેંતું.” 8તર ઇસુવેં કેંદું, કે “તે હૂં હુંદો તમનેં નહેં વતાડતો કે હૂં ઇય કામં કઇના અધિકાર થી કરું હે.”
ભુંડં ખેડુતં નો દાખલો
(મત્તિ 21:33-46; મર. 12:1-12)
9તર ઇસુ મનખં નેં ઇયો દાખલો કેંવા મંડ્યો, કઇનેક માણસેં ખેંતર મ દરાક ની વાડી કરી, અનેં વાડી ખેડુતં નેં ભાગ મ આલેંનેં ઘણં દાડં હારુ પરદેશ જાતોરિયો. 10ઝર દરાક ઉતારવા નો ટાએંમ આયો, તે વાડી ને ધણન્યી ખેડુતં કન પુંતાના એક નોકર નેં, વાડી મહો પુંતાનો ભાગ લેંવા હારુ મુંકલ્યો. પુંણ ખેડુતવેં હેંનેં મારેંનેં ખાલી હાથેં કાડ દેંદો. 11ફેંર હેંને એક બીજા નોકર નેં મુંકલ્યો, અનેં હેંનવેં હેંનેં હુંદો મારેંનેં ખાલી હાથ કાડ દેંદો. 12ફેંર હેંને તીજો મુંકલ્યો, અનેં હેંનવેં હેંનેં હુંદો અદઘવલો કરેંનેં કાડ દેંદો. 13તર દરાક ની વાડી નેં ધણીવેં કેંદું, “હૂં હું કરું? હૂં મારા વાલા બેંટા નેં મુંકલેં, થાએં સકે વેયા હેંનું માન કરે.” 14ઝર ખેડુતવેં હેંનેં ભાળ્યો તે એક બીજા હાતેં વિસાર કરવા લાગ્યા, “ઇયો તે વારસદાર હે, આવો, આપું એંનેં માર દડજ્યે, વાડી આપડી થાએં જાહે.” 15અનેં હેંનવેં હેંનેં દરાક ની વાડી મહો બારતં કાડેંનેં માર દડ્યો. એંતરે હારુ દરાક ની વાડી નો ધણી હેંનેં હાતેં હું કરહે? 16વેયો આવેંનેં હેંનં ખેડુતં નો નાશ કરહે, અનેં દરાક ની વાડી બીજંનેં હુંપહે “ઇયુ હામળેંનેં હેંનવેં કેંદું પરમેશ્વર કરે હેંવું નેં થાએ” 17ઇસુવેં હેંનં મએં ભાળેંનેં પૂસ્યુ, “ફેંર ઇયુ હું લખ્યુ હે, ઝેંના પાણા નેં મુંટં કારિગરંવેં નકમ્મો ગણ્યો હેંતો, વેયોસ ખુંણા નો ખાસ ભાઠો બણેંજ્યો? 18ઝી કુઇ એંના ભાઠા ઇપેર પડહે, વેયુ ઝેંણું ઝટ થાએં જાહે, અનેં ઝેંનેં ઇપેર વેયો ભાઠો પડહે, હેંને વાટેં દડહે.”
રોમી સરકાર નેં વેરો ભરવો
(મત્તિ 22:15-22; મર. 12:13-17)
19હીની વખત મૂસા નું નિયમ હિકાડવા વાળા અનેં મુખી યાજકંવેં હેંનેં હાવા સાઇહુ, કેંમકે વેયા હમજેં જ્યા હેંતા કે એંને હમં ઇપેર ઇયો દાખલો કેંદો, પુંણ વેયા મનખં થી સમકેં જ્યા. 20અનેં વેયા હીની નોદ મ લાગ્યા અનેં સાડજ્યા મુંકલ્યા કે ધરમ નો વેહ લેંનેં ઇસુ ની કઇક નેં કઇક વાત હાએ એંતરે કે હેંનેં રાજપાલ ના અધિકાર મ હુંપેં દેંવાએ. 21હેંનવેં હેંનેં એંમ પૂસ્યુ, “હે ગરુ, હમું જાણન્યે હે કે તું ઠીક કે હે, અનેં હિકાડે હુંદો હે, અનેં કેંનું યે પક્ષું નહેં લેંતો, પુંણ પરમેશ્વર નો રસ્તો હાસ થકી વતાડે હે. 22હું આપડે કૈસર#20:22 રોમ નો મુંટો રાજા નેં વેરું આલવું ઠીક હે કે નહેં?” 23ઇસુવેં હેંનની સલાકી ભાળેંનેં હેંનનેં કેંદું, 24“એક દાડા ની મજૂરી નો સિક્કો મનેં વતાડો, એંના સિક્કા મ કીની મૂર્તિ અનેં નામ લખ્યુ હે?” હેંનવેં જવાબ આલ્યો, “કૈસર નું.” 25ઇસુવેં હેંનન કેંદું, “તે ઝી કૈસર નું હે, વેયુ હેંનેં આલો, અનેં ઝી પરમેશ્વર નું હે, વેયુ પરમેશ્વર નેં આલો.” 26વેયા મનખં નેં હામેં ઇની વાત મ ઇસુ નેં હાએં નેં સક્યા, પુંણ હેંના જવાબ થી ભકનાએં નેં સપ થાએંજ્યા.
મરેંલં મહું પાસું જીવતું થાવું અનેં લગન
(મત્તિ 22:23-33; મર. 12:18-27)
27ફેંર સદૂકી ટુંળા ન મનખં ઝી એંમ કે હે કે મરેંલં મહું પાસું જીવતું થાવું હેસ નહેં, હેંનં મનં અમુક મનખંવેં ઇસુ કનેં આવેંનેં પૂસ્યુ, 28“હે ગરુ મૂસે હમારી હારુ એંવું નિયમ લખ્યુ હે, અગર કેંનોક ભાઈ સુંરં વગર મરેં જાએ, અનેં હીની બજ્યેર જીવતી રે, તે હેંનો બીજો ભાઈ હીની રાંડીલી બજ્યેર હાતેં લગન કર લે, અનેં પુંતાના ભાઈ હારુ સુંરં પેદા કરે. 29હાવુ એક પરિવાર મ હાત ભાઈ હેંતા, બદ્દ કરતં મુંટો ભાઈ પએંણેંજ્યો, પુંણ સુંરં નેં થાય અનેં મરેંજ્યો. 30ફેંર બીજે, 31અનેં તીજે હુંદું હીની રાંડીલી બજ્યેર હાતેં લગન કર લેંદું, ઇવીસ રિતી હાત યે ભાઈ સુંરં વગર મરેંજ્યા. 32સેંલ્લે વેયે બજ્યેર હુદી મરેં ગઈ. 33એંતરે હારુ ઝર મરેંલં મનખં પાસં જીવતં થાહે તે વેયે કીની બજ્યેર કેંવાહે? કેંમકે વેયે હાતં ની બજ્યેર થાએ સુકી હીતી.” 34ઇસુવેં હેંનનેં કેંદું, “ઇની દુન્ય ન મનખં તે લગન કરે હે, 35પુંણ એંના લાએંક બણહે કે એંના જુંગ નેં અનેં મરેંલં મહું પાસું જીવતું થાવા નેં ટાએંમેં, નેં તે માણસ લગન કરહે અનેં નેં બજ્યેરેં લગન કરહે. 36વેય ફેંર મરવાનં હુંદં નહેં, કેંમકે વેય હરગદૂત નેં જેંમ વેંહે, અનેં પાસં જીવી ઉઠવા ન સુંરં થાવા થી પરમેશ્વર ન સુંરં ગણાહે. 37પુંણ ઇની વાત નેં કે મરેંલં જીવી જાએ હે, મૂસે હુંદું ઝાડી ની કેંવેત મ વતાડ્યુ હે કે વેયો પ્રભુ નેં ઇબ્રાહેંમ નો પરમેશ્વર, ઇસાગ નો પરમેશ્વર અનેં યાકૂબ નો પરમેશ્વર કે હે. 38પરમેશ્વર મરેંલં નો નહેં પુંણ જીવતં નો પરમેશ્વર હે. કેંમકે હેંનેં હારુ બદ્દ જીવતં હે.” 39તર ઇયુ હામળેંનેં અમુક મૂસા નું નિયમ હિકાડવા વાળેં એંમ કેંદું, “હે ગરુ, તેં ઘણું અસલ કેંદું.” 40અનેં કેંનેં યે ફેંર ઇસુ નેં કઇ પુસવાની હિમ્મત નેં થાઈ.
મસીહ કેંનો સુંરો
(મત્તિ 22:41-46; મર. 12:35-37)
41ફેંર ઇસુવેં હેંનનેં પૂસ્યુ, “મસીહ નેં દાઉદ રાજા નો બેંટો કેંકેંમ કે હે?” 42દાઉદ રાજા પુંતે ભજન સંહિતા ની સોપડી મ કે હે, “પ્રભુવેં મારા પ્રભુ નેં કેંદું,
43ઝર તક કે હૂં તારં વેરજ્ય નેં હરાવ નેં દું, તર તક મારી જમણી પાક્તી બેંહ. 44દાઉદ રાજા તે હેંનેં પ્રભુ કે હે, તે ફેંર વેયો દાઉદ રાજા નો બેંટો કેંકેંમ થાયો.”
નિયમ હિકાડવા વાળં થી સેતેંન રેંવું
(મત્તિ 23:1-36; મર. 12:38-40)
45ઝર બદ્દ મનખં હામળેં રિય હેંતં, તે ઇસુવેં પુંતાનં સેંલંનેં કેંદું, 46“મૂસા નું નિયમ હિકાડવા વાળં થી સેતેંન રો, ઝેંનનેં લાંબા-લાંબા ઝબ્બા પેરેંનેં ફરવું અસલ લાગે હે, અનેં હેંનનેં બજારં મ નમસ્તે કરવું, અનેં ગિરજં મ ખાસ-ખાસ બેંહવાનું અનેં જમણવાર મ ખાસ જગ્યા વાલી લાગે હે. 47વેયા બઈમાની કરેંનેં રાંડીલજ્ય ની મિલકત લેંલે હે, અનેં વતાડવા હારુ ઘણી વાર તક પ્રાર્થના કરતા રે હે, વેયા વદાર સજ્યા ભુંગવહે.”

Obecnie wybrane:

લુક 20: GASNT

Podkreślenie

Udostępnij

Kopiuj

None

Chcesz, aby twoje zakreślenia były zapisywane na wszystkich twoich urządzeniach? Zarejestruj się lub zaloguj