BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂકPrøve

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

Dag 19 av 20

પાઉલ રોમમાં તેનો મુકદ્દમો ચાલવાની વિનંતી કરે છે, ત્યારબાદ ફેસ્તસ આ બધી વાત આગ્રીપા રાજાને જણાવે છે. તેનાથી રાજાને આતુરતા થાય છે, અને તે પાઉલની પાસેથી વ્યક્તિગત રીતે સાંભળવાની ઈચ્છા રાખે છે. તેથી લૂક આપણને કહે છે કે, બીજા દીવસે તેની ગોઠવણ કરવામાં આવે છે, અને ઘણા મહત્વના અધિકારીઓ આગ્રીપાની સાથે પાઉલની વાત સાંભળવા માટે આવે છે. ત્યારબાદ લૂક પાઉલની વાત અને બચાવને લગતી ત્રીજી વાત લખે છે.પરંતુ આ વખતે, લૂકનો અહેવાલ બતાવે છે કે જે દિવસે પાઉલને પુનરુત્થાન પામેલા ઈસુની મુલાકાત થઇ હતી તે દિવસે બનેલી બાબતો વિષે પાઉલ વધારે વિગતવાર જણાવે છે. જયારે તેને આંધળો બનાવી દેનાર પ્રકાશ પાઉલની આસપાસ ફેલાયો હતો અને તેણે આકાશમાંથી બોલતી વાણી સાંભળી હતી, તે વાણી તો ઈસુની વાણી હતી, અને ઈસુએ હિબ્રુ ભાષામાં વાત કરી હતી. વિદેશીઓ અને યહુદીઓ પણ ઇશ્વરની માફીનો પ્રકાશ જોઈ શકે અને શેતાનના અંધકારથી બચી શકે તે માટે ઈસુએ પાઉલને તેના પરિવર્તનનો અનુભવ પ્રગટ કરવાનું તેડું આપ્યું હતું. પાઉલે ઈસુની આજ્ઞાનું પાલન કર્યું, અને ઈસુના દુ:ખો અને પુનરુત્થાન વિશેનું સત્ય તેની વાત સાંભળનારા દરેકને જણાવ્યું, અને તેમને હિબ્રૂ ધર્મશાસ્ત્રમાંથી બતાવ્યું કે ઈસુ જ યહુદીઓના એ રાજા અને મસીહ છે, જેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે. ફેસ્તસ પાઉલની વાત પર વિશ્વાસ કરી શકતો નથી, અને તે એવી બૂમ પાડે છે કે પાઉલ ઘેલો છે. પરંતુ આગ્રીપા પાઉલના શબ્દોની સુસંગતતા જુએ છે, અને સ્વીકારે છે કે તે ખ્રિસ્તી બનવાની નજીક છે. જયારે ફેસ્તસ અને આગ્રીપા બંન્ને પાઉલની માનસિક સ્થિતિ માટે સંમત થતા નથી, ત્યારે તેઓ બંન્ને એ વાત સાથે સંમત થાય છે, કે પાઉલે મરણદંડને યોગ્ય હોય એવું કંઇ કર્યુ નથી.



વાંચો,મનન કરો અને પ્રતિભાવ આપો:

• પાઉલની વાતમાં જણાવેલ સુંદર વક્રોક્તિ પર મનન કરો: તે અનંતકાળીક આત્મિક દ્રષ્ટિ પ્રાપ્ત કરી શકે અને બીજાઓને પણ તેના વિશે જણાવી શકે તે માટે તેની સ્વાભાવિક દૃષ્ટિ થોડાક સમય માટે તેની પાસેથી લઇ લેવામાં આવી હતી. આ વાત વિશે વિચાર કરતી વખતે તમને કયા પ્રશ્નો, લાગણીઓ અથવા વિચારો પ્રાપ્ત થાય છે?

• ઇસુએ પાઉલને આપેલા હેતુની કાળજીપૂર્વક સમીક્ષા કરો (પ્રે.કૃ 26:18 જુઓ) અને કલોસીઓને પત્ર 1:9-14 માં મંડળી વિશે જણાવેલ પ્રાર્થના સાથે તેની સરખામણી કરો. તમે શું અવલોકન કરો છો? તે આપણને બધા અનુયાયીઓ માટેની ઈસુની ઇચ્છા અને હેતુ વિશે શું કહી શકે છે?

• શું તમે ખ્રિસ્તી બનવાની નજીક છો? તે સત્યને જોવા માટે ઈસુની પાસે સહાય માગો. ઈશ્વરને વિનંતી કરો કે તે તમને ઈસુ ખરેખર કોણ છે તે જાણવાની અને તેનો અનુભવ કરવાની સમજણ આપે.

• શું તમે તમે ખ્રિસ્તી બનવાની નજીક હોય એવા કોઈ વ્યક્તિને જાણો છો? કેવી રીતે તમે ઈસુ સાથેનો તમારો અનુભવ આજે તેમને જણાવી શકો છો? હવે તેમના માટે પ્રે.કૃ. 26:29 માં પાઉલે કહેલા શબ્દો મુજબ પ્રાર્થના કરો : પ્રભુ, હું પ્રાર્થના કરું છું કે તમે આ હૃદયને તમારી ક્ષમાના પ્રકાશને જોવા માટે અને તમારા રાજ્યની આશા પ્રાપ્ત કરવા માટે પ્રેમથી સમજાવો.

Dag 18Dag 20

Om denne planen

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-2" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય, અને તેઓ લૂકના પુસ્તકની અદ્દભૂત રચના તથા વિચારોના પ્રવાહને સમજે તે માટે તેમાં ઍનિમેટેડ વિડિયો, પ્રેરણાદાયી સારાંશો અને મનનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

More