BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂકPrøve
પાઉલ પોતાનો બચાવ કરવા માટે ધાર્મિક આગેવનોની સભા આગળ ઊભો રહે છે. લોકોના હિંસક અટકાવ અને મુખ્ય યાજકને બીજો કોઇ વ્યક્તિ સમજવાની ભૂલ કર્યા બાદ પાઉલ જુએ છે, કે પરિસ્થિતિ વણસી રહી છે, તેથી હવે શું કરવું તે વિચારવાનો પ્રયત્ન કરે છે. તે જુએ છે કે ન્યાયસભા બે ધાર્મિક પંથમાં વિભાજીત છેઃ સાદૂકીઓ અને ફરોશીઓ. સાદૂકીઓ પુનરુત્થાન અથવા દૂતોને લગતી આત્મિક વાસ્તવિકતાઓમાં માનતા નથી, જયારે ફરોશીઓ નિયમોનુ ચુસ્તપણે અર્થઘટન કરે છે, અને સાદૂકીઓ જેનો નકાર કરે છે, તે આત્મિક વાસ્તવિકતાઓ પ્રત્યે ખૂબ જ આવેશી છે. પાઉલ ન્યાયસભામાં પડેલા આ વિભાજનને તેના પરથી ધ્યાન હટાવવાની એક તક તરીકે જુએ છે, અને તે મોટેથી કહે છે કે, તે એક ફરોશી છે, અને મૂએલાંના પુનરૂત્થાનની આશા માટે તેની તપાસ કરવામાં આવી રહી છે. તેથી એક મોટો વિવાદ થાય છે. શરૂઆતમાં તો તે સારું લાગે છે, અને ફરોશીઓ પણ પાઉલનો બચાવ કરવાની શરૂઆત કરે છે. પરંતુ થોડા જ સમયમાં આ વિવાદ એટલો ઉગ્ર બની જાય છે, કે ફરી એક વાર પાઉલનું જીવન જોખમમાં આવી જાય છે. રોમન સૂબેદાર તેને હિંસાથી દૂર લઈ જાય છે, અને અન્યાયી રીતે અટકાયત કરે છે. તે રાત્રે પુનરુત્થાન પામેલા ઈસુ પાઉલની પાસે આવીને ઊભા રહે છે, અને તેને એમ કહીને ઉત્તેજન આપે છે, કે પાઉલ ચોક્કસપણે રોમમાં ઈસુની વાત પ્રગટ કરશે. તેથી સવારમાં જ્યારે પાઉલની બહેનનો દીકરો તેની મુલાકાત કરીને કહે છે કે 40 થી વધારે યહુદીઓએ કાવતરું કરીને તેને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી છે, ત્યારે પાઉલની પાસે તેને દિલાસો આપવા માટે સારા શબ્દો હોય છે. પાઉલના સેવાકાર્યનો અંત કરવાનું કાવતરું સફળ થશે નહિ.જેમ ઈસુએ તેને કહ્યું છે તેમ તે રોમ જશે.તે કાવતરું સફળ થાય તે પહેલાં તો આ ચેતવણી ચોક્કસપણે સરદારની પાસે સમયસર પહોંચે છે. પાઉલને 400 તાલીમબધ્ધ માણસો સાથે સલામત રીતે કાઇસરિયા મોકલવામાં આવે છે.
વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો:
• કેટલીકવાર ઈસુ તેમના લોકોને મુશ્કેલીની બહાર લાવે છે, અને કેટલીકવાર તેમની મુશ્કેલીમાં તેમની મુલાકાત લે છે. પાઉલે તેની અસાધારણ તપાસ દરમ્યાન ઈસુની હાજરીનો અસાધારણ અનુભવ કર્યો છે. પરંતુ ઈસુના બધા જ અનુયાયીઓ ભલે કદાચ ઈસુને જોઈ શકે કે નહિ, પણ તેમની પાસે એક એવું વચન છે, કે ઈસુ તેમની સાથે છે, અને કયારેય તેમને મૂકી દેશે નહિ (માથ્થી 28:20). આ વાતનો વિચાર કે મનન કરતી વખતે તમારા મનમાં કયા વિચારો અને લાગણીઓ આવે છે?
• થોડો સમય પ્રાર્થના કરો. ઈસુ પરનો તમારો વિશ્વાસ અને પ્રશંસા વ્યક્ત કરો. તમારા હૃદયમાં જે બોજ છે, તેના વિશે ઈશ્વર સાથે વાત કરો, અને તમે જે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છો, તેમાં તેમની હાજરીને જોઇ શકો અને અનુભવી શકો તે માટે મદદ કરવા પ્રભુને વિનંતી કરો.
Om denne planen
બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-2" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય, અને તેઓ લૂકના પુસ્તકની અદ્દભૂત રચના તથા વિચારોના પ્રવાહને સમજે તે માટે તેમાં ઍનિમેટેડ વિડિયો, પ્રેરણાદાયી સારાંશો અને મનનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
More