BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂકPrøve

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

Dag 13 av 20

ઘણા યહુદીઓને તેમના મસિહા માટે ચોક્કસ અપેક્ષાઓ હતી. તેઓ એવું માનતા હતા કે જે રાજાનું વચન આપવામાં આવ્યું છે, તે રાજ્યાસન પ્રાપ્ત કરશે, અને રોમનોના જુલમથી તેમનો બચાવ કરશે. તેથી જયારે ઈસુએ આવીને સમાજના તરછોડાયેલા લોકોની સાથે જોડાવાની, અને ઈશ્વરના રાજયને નમ્રતાપૂર્વક જાહેર કરવાની શરૂઆત કરી, ત્યારે કેટલાકે તેમને મસિહા તરીકે ઓળખ્યા નહિ, અને તેમના રાજયનો ઉગ્રતાથી વિરોધ કર્યો. તેમનો વિરોધ તો કટાક્ષરૂપ રીતે ઈસુનુ રાજય સ્થાપવાના એક સાધનરૂપ બની ગયો, અને ક્રૂસારોહણ, પુનરૂત્થાન અને ગગનગમન દ્વારા ઈસુ યહૂદીઓના અને બધા જ દેશોના રાજા તરીકે સ્વર્ગમાં રાજ્યાસન પર બિરાજમાન થયા. હવે પછીના વિભાગમાં લૂક આપણને થેસ્સાલોનિકા, બેરિયા અને આથેન્સમાં આ સંદેશનો પ્રચાર કરવામાં પાઉલના અનુભવ વિશે જણાવે છે. પાઉલ જયારે થેસ્સાલોનિકામાં હતો ત્યારે તેણે હિબ્રુ શાસ્ત્રમાંથી જણાવ્યું, કે પ્રબોધકોએ હંમેશા કહ્યું છે કે મસિહાએ દુ:ખ સહન કરવું પડશે, અને તે રાજા તરીકે રાજય કરવા માટે ફરીથી સજીવન થશે. પાઉલે કહ્યું કે ઈસુ જ પ્રાચીન પ્રબોધકોના વર્ણનમાં બંધબેસે છે, અને ઘણા એ વાતને સમજ્યા હતા. જયારે પાઉલના શ્રોતાઓમાં વધારો થયો, ત્યારે કેટલાક ઈર્ષાળુ યહૂદીઓએ પાઉલ ઉપર એવું તહોમત મૂકનારા લોકોને ઊભા કર્યા કે તેણે આખી દુનિયાને ઉથલ પાથલ કરી નાખી છે, અને તે એક નવા રાજાની જાહેરાત કરે છે. રોમમાં વસનારા લોકો તેમના સમ્રાટને દુઃખી કરવા માગતા નહોતા, અને તેથી આ એક એવું ગંભીર તહોમત હતું, કે જે પાઉલને મારી નાખી શકે તેમ હતું. તેથી પાઉલને થેસ્સાલોનિકાની બહાર બેરિયા શહેરમાં ઈસુનો શુભસંદેશ પ્રચાર કરવા માટે મોકલી દેવામાં આવ્યો. પાઉલને ત્યાં એવા પુરૂષો અને સ્ત્રીઓ મળ્યા, જેઓ તેની વાત સાંભળવા, અને તે જે વાતો કહે છે, તે હિબ્રુ શાસ્ત્રો સાથે બંધબેસે છે કે નહિ તેની તપાસ કરવા માટે આતુર હતા. બેરિયામાં ઘણા લોકોએ ઈસુને અનુસરવાની શરૂઆત કરી હતી, પણ જયારે થેસ્સાલોનિકાના યહૂદી પુરૂષો પાઉલને બેરિયામાંથી પણ હાંકી કાઢવા માટે બેરિયા આવી પહોંચ્યા ત્યારે તેનું આ સેવાકાર્ય ટૂંકાવાયું હતું. તેથી પાઉલને આથેન્સમાં જવાની દોરવણી મળે છે, અને ત્યાં તે તેમના "અજાણ્યા દેવ"ની ઓળખ કરાવી શકે, અને ઈસુના પુનરૂત્થાનનું મહત્વ સમજાવી શકે તે માટે મુખ્ય બજારમાં જાય છે.

વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો:

• યહૂદીઓએ પાઉલ પર આખી દુનિયાને ઉથલ-પાથલ કરવાનો આરોપ મૂક્યો હતો.જેઓ દુન્યવી રાજ્યના સ્વાર્થી મૂલ્યોને અગ્રીમતા આપે છે, તેમને માટે આ ઉથલ-પાથલ કરનારા રાજયનો સંદેશ આકુળ વ્યાકુળ કરી દેનારો છે પણ ઈસુની જીવનશૈલી તો દુનિયાને બગાડનારા સ્વાર્થી મૂલ્યોને જ વ્યાકુળ કરે છે. ઉદાહરણ તરીકે, આ વિશ્વમાં એવી કઈ બાબત છે, જેનો ઈલાજ કરવાની જરૂર છે? કેવી રીતે ઈસુના મૂલ્યો અને શિક્ષણને અનુસરવાથી પુનઃસ્થાપના થશે? તેને માટે કયા સ્વાર્થી મૂલ્યોને ઉથલ-પાથલ કરવાની જરૂર છે?

• પ્રે.કૃ 17:11-12 ની સમીક્ષા કરો. ઈસુ ખરેખર મસીહ છે એવી સમિક્ષાને પ્રાપ્ત કરવા માટે બેરિયાના લોકો કઈ બે નમૂનારૂપ બાબતો કરતા હતા? તમે શું માનો છો, જો કોઇ વ્યક્તિના અભિગમ અને કાર્યમાં આ બેમાંથી કોઈપણ એક બાબત સક્રિય હોય તો શું થશે? અભિગમ અને વલણમાં વૃધ્ધિ પામવાની આ વાત વ્યવહારુ રીતે તમને કેવી લાગશે?

• પાઉલે આથેન્સમાં આપેલા સંદેશની કાળજીપૂર્વક સમીક્ષા કરો. ઇશ્વરની નિકટતા અને માનવતા સાથેના સંબંધ વિશે તે શું કહે છે? માનવતાની ઓળખ અને તેના હેતુ વિશે પાઉલ શું કહે છે? તે ઈસુ વિશે શું કહે છે? આજે પાઉલનો સંદેશ તમને કેવી રીતે અસર કરે છે?

• તમારા મનન મુજબ એક પ્રાર્થના કરો. ઈશ્વરે તમને બનાવ્યા છે તેને માટે ઈશ્વરનો આભાર માનો. તેમણે તમારી આગળ પોતાને જણાવ્યા છે, અને તમારી નજીક આવ્યા છે, તે માટે તેમનો આભાર માનો. તેમના વિશે શીખવા અને તેમના રાજ્યના સામર્થ્યની પુન:સ્થાપના કરવા માટેની લાગણીઓ, ધ્યાન અને ખંત માટે ઈશ્વરની સહાય માગો.

Dag 12Dag 14

Om denne planen

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-2" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય, અને તેઓ લૂકના પુસ્તકની અદ્દભૂત રચના તથા વિચારોના પ્રવાહને સમજે તે માટે તેમાં ઍનિમેટેડ વિડિયો, પ્રેરણાદાયી સારાંશો અને મનનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

More