BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂકPrøve
![BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F31045%2F1280x720.jpg&w=3840&q=75)
પ્રેરિતોના કૃત્યોના હવે પછીના ભાગમાં પાઉલને જાણવા મળે છે, કે કેટલાક યહૂદી ખ્રિસ્તીઓ એવો દાવો કરે છે કે જો બિન-યહૂદી ખ્રિસ્તીઓએ ઈસુની ચળવળનો ભાગ બનવું હોય તો તેમણે (સુન્નત કરાવીને, સાબ્બાથ પાળીને અને ખોરાક વિષેના યહૂદી નિયમો પાળવા દ્વારા) યહૂદી બનવું જ જોઇએ. પણ પાઉલ અને બાર્નાબાસ એ વાત સાથે સંપૂર્ણપણે અસંમત થાય છે, અને તેઓ આ મુદાનો ઉકેલ લાવવા માટે તેને યરૂશાલેમમાં આગેવાનોની સભામાં લઈ જાય છે. તેમાં પિતર, પાઉલ અને યાકૂબ (કે જે ઈસુનો ભાઈ હતો) શાસ્ત્રનો અને તેમના અનુભવોનો નિર્દેશ આપીને કહે છે, કે ઈશ્વરની યોજના તો હંમેશાથી બધા જ દેશોનો સમાવેશ કરવાની છે. પછી આ સભા એક મહત્વનો નિર્ણય લઇને સ્પષ્ટતા કરે છે કે બિન-યહૂદી ખ્રિસ્તીઓએ મંદિરના બલિદાનોમાં ભાગ લેવાનું બંધ કરવું જોઇએ. પરંતુ તેમણે વંશીય રીતે કોઈ પણ યહૂદી ઓળખને અપનાવવાની કે યહૂદીઓના પારંપરીક નિયમો અને તોરાહના વિધિઓને પાળવાની કોઈ જ જરૂર નથી. ઈસુ યહૂદી મસીહા છે ખરા, પરંતુ તે બધા જ દેશોના પુનરુત્થાન પામેલા રાજા પણ છે. ઇશ્વરના રાજ્યનું સભ્યપદ તો વંશ કે નિયમો પર આધારિત નથી, પરંતુ ફક્ત ઈસુ પર વિશ્વાસ કરવા પર અને ઈસુનું આજ્ઞાપાલન કરવા પર આધારીત છે.
વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો:
• આજનો શાસ્ત્રભાગ વાંચતી વખતે તમને કયા વિચારો, પ્રશ્નો અથવા આંતરસૂઝ પ્રાપ્ત થયા?
• જો પાઉલ અને બાર્નાબાસે યહૂદિયાના શિક્ષકોની સાથેનો સંઘર્ષટાળ્યો હોત તો શું થાત (15:1-2)? તમને શું લાગે છે, તેઓ શા માટે બોલ્યા અને આવો દૃઢ વિવાદ કર્યો? તેમની આત્માથી ભરપૂર આગેવાની હેઠળની સર્વસંમતિનું તાત્કાલિક પરિણામ શું હતું (15:31 જુઓ)? શું તમારા સમુદાયમાં કોઈને એવી લાગણી થાય છે, કે તેમને અન્યાયી રીતે બાકાત રાખવામાં આવ્યા છે? કેવી રીતે તમે તેમના વતી સ્વસ્થ સંઘર્ષ કરી શકો છો?
• તમારા મનન મુજબ એક પ્રાર્થના કરો. ઈસુ પર વિશ્વાસ કરનારા દરેકનો ઈશ્વરના રાજ્યમાં સમાવેશ કરવા બદલ ઈસુનો આભાર માનો. તમારા સમુદાયમાં એવી અડચણો હોય કે જે લોકોને બાકાત રાખે છે, અથવા બોજારૂપ બનાવે છે, તો એવી અડચણો બતાવવા માટે પ્રભુને વિનંતી કરો. પ્રભુને પ્રાર્થના કરો કે તે તમને જે સાચી અને પ્રેમાળ બાબત છે, તે કહેવા માટે હિંમત આપે.
Skriften
Om denne planen
![BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F31045%2F1280x720.jpg&w=3840&q=75)
બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-2" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય, અને તેઓ લૂકના પુસ્તકની અદ્દભૂત રચના તથા વિચારોના પ્રવાહને સમજે તે માટે તેમાં ઍનિમેટેડ વિડિયો, પ્રેરણાદાયી સારાંશો અને મનનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
More