મત્તિ 7

7
બીજં મનખં ની ગલતી નેં કાડવી
(લુક. 6:37-38,41-42)
1“કીની યે ગલતી નહેં કાડો, એંતરે કે પરમેશ્વર તમારી હુદી ગલતી નેં કાડે. 2કેંમકે ઝીવી રિતી તમું બીજં ની ગલતી કાડો હે, હીવીસ રિતી તમારી હુદી ગલતી કાડવા મ આવહે, ઝેંના માપ થી તમું માપો હે, વેના થીસ તમારી હારુ હુંદું માપવા મ આવહે.”
3“તમું હુંકા બીજં ના જીવન ની નાન-નાની ગલતી નેં ભાળો હે, ઝર કે તમું પુંતાનાસ જીવન ની મુટી-મુટી ગલતી નેં નહેં ભાળતં? 4ઝર તમારાસ જીવન મ ઇતરી મુટી-મુટી ગલતી હે, તે તમું તમાર હાત વાળા વિશ્વાસી ભાઈ, ઝેંના જીવન મ નાન-નાની ગલતી હે, હેંનેં કેંકેંમ હદારવા મ મદદ કરેં સકો હે? 5હે ઢોંગ કરવા વાળોં, પેલ પુંતાનાસ જીવન ની મુટી-મુટી ગલતી નેં હદારો, તર તમું બીજં મનખં ના જીવન ની નાન-નાની ગલતી અસલ રિતી થી હદારેં સકહો.”
6ઝી મનખં પરમેશ્વર નું વસન નહેં હામળવા માંગતં એંવં મનખં નેં નહેં હમળાવો. અગર તમું હેંમ કરો હે તે ઇયુ એંવું થાહે, ઝેંમ કે કઇનીક “પવિત્ર વસ્તુ લેંનેં કુતરં નેં અગ્યેડ દડ દેંવું, કે ભુંડણં નેં અગ્યેડ મોતી દડવા, ઝી ખાલી હેંનેં કસરેં નાખહે અનેં ફેંર તમારી હામં થાહે.”
માંગો તે મેંળવહો
(લુક. 11:9-13)
7“તમનેં ઝી જુગે વેયુ પરમેશ્વર થી માંગો અનેં વેયો તમનેં આલહે, અનેં તમું જુંવહો, તે તમનેં જડહે, અનેં તમું કમાડ ખખડાવહો, તે તમારી હારુ કમાડ ખોલવા મ આવહે.” 8કેંમકે ઝી મનખ માંગે હે, હેંનેં મળે હે, અનેં ઝી જુંવે હે, વેયુ મેંળવે હે, અનેં ઝી કમાડ ખખડાવે હે, હેંનેં હારુ કમાડ ખોલવા મ આવહે.
9“તમં મનું એંવું કુંણ મનખ હે, કે હેંનો સુંરો હેંનેં કન રુટી માંગે, તે વેયુ હેંનેં ભાઠો આલે? 10ઇવીસ રિતી અગર તમારું સુંરું તમં કન થી માસલી માંગે, તે હું તમું હેંનેં હાપ આલહો?” 11ઝર તમું ભુંડં થાએંનેં હુંદં પુંતાનં સુંરં નેં અસલ ની વસ્તુ આલવા નું જાણો હે, તે પરમેશ્વર તમારો હરગ વાળો બા પુંતાનેં કન માંગવા વાળં નેં અસલ ની વસ્તુવેં કેંમ નેં આલહે? 12એંને લેંદે ઝી કઇ તમું સાહો હે કે મનખં તમારી હાતેં તાજો વેવહાર કરે, તમું હુંદં હેંનનેં હાતેં વેવોસ તાજો વેવહાર કરો. કેંમકે મૂસા નું નિયમ અનેં ભવિષ્યવક્તં નું શિક્ષણ ઇયુસ હે.
હાકડો અનેં મુંકળો રસ્તો
(લુક. 13:24)
13“તમું ખાલી હાકડા બાએંણા થીસ પરમેશ્વર ના રાજ મ ભરાએં સકો હે, કેંમકે ઝી બાએંણું મુંકળું હે, અનેં ઝી રસ્તો હેલો હે, વેયો રસ્તો નાશ મ પોતાડે હે, અનેં ઘણં બદ્દ મનખં હે ઝી હેંને બાએંણે થી ભરાએ હે.” 14કેંમકે હાકડે બાએંણે થાએંનેં જાવા વાળો રસ્તો કાઠો હે, વેયો રસ્તો અમર જીવન તક લેં જાએ હે, અનેં થુંડકેંસ મનખં હે, ઝી હેંનેં મેંળવે હે.
ઝેંવું ઝાડ તેંવું ફળ
(લુક. 6:43-44,46; 13:25-27)
15“ઝૂઠં ભવિષ્યવક્તં થી સેતેંન રો, ઝી ઘેંઠં ના વેહ મ તમારી કનેં આવે હે, પુંણ વેયા ખરેખર નુકસાન કરવા વાળા હિયાળજ્યા હે.” 16હેંનં ના વેવહાર થકી તમું હેંનનેં વળખેં લેંહો. કેંમકે કટાળી ઝાડજ્યં મ દરાક નહેં લાગતી, અનેં નહેં કટાળં ઝાડં મ અંજીર નું ફળ લાગતું. 17ઇવીસ રિતી તાજે ઝાડેં તાજું ફળ લાગે હે, અનેં નકમ્મે ઝાડેં ભુંડુસ ફળ લાગે હે. 18ઇયુ થાએંસ નહેં સક્તું કે તાજે ઝાડેં ભુંડુસ ફળ લાગે, અનેં નહેં નકમ્મે ઝાડેં તાજું ફળ લાગે સક્તું. 19ઝેંને-ઝેંને ઝાડેં તાજું ફળ નહેં લાગતું, વેયુ ઝાડ કાપેંનેં આગ મ નાખેં દેંવા મ આવે હે. ઝૂઠં ભવિષ્યવક્તં નેં હુંદું ઇવીસ રિતી સજ્યા આલવા મ આવહે. 20તમું ઝૂઠં ભવિષ્યવક્તં નેં હેંનં ના વેવહાર થી વળખેં લેંહો.
21“ઝી મનેં, હે પ્રભુ, હે પ્રભુ, કે હે, હેંનં મનું દરેક મનખ હરગ ના રાજ મ નેં જાએ સકે, પુંણ ઝી મારા હરગ વાળા બા ની મરજી પૂરી કરે હે, વેયુસ હરગ રાજ મ જાએ સકહે.” 22હેંના નિયા નેં દાડે ઘણં બદ્દ મનખં મનેં કેંહે, “હે પ્રભુ, હે પ્રભુ, હમવેં તે તારા નામ થી ભવિષ્યવાણી કરી, અનેં તારા નામ થકી ભૂતડં કાડ્ય, અનેં તારા નામ થી ઘણા બદા સમત્કાર કર્યા હે.” 23તર હૂં હેંનનેં સાફ-સાફ કેં દેં, હૂં તમનેં નહેં જાણતો, હે પાપ કરવા વાળોં, મારી કન થી જાતં રો.
ઘેર બણાવવા વાળા બે માણસ બુદ્ધિ વાળો અનેં મુરખ
(લુક. 6:47-49)
24“એંતરે હારુ ઝી કુઇ મારું વસન હામળેંનેં માને, વેયુ હેંના અકલ વાળા માણસ નેં જેંમ હે, ઝેંને ભાઠં ઇપેર પાજ્યો સણેંનેં પુંતાનું ઘેર બણાયુ. 25અનેં કુંએંણા હાતેં વરહાત આયો, અનેં પુર આયા, અનેં હેંના ઘેર નેં વાગ્યા, તે હુંદું વેયુ ઘેર નેં પડ્યુ, કેંમકે હેંનો પાજ્યો ભાઠં ઇપેર સણવા મ આયો હેંતો. 26પુંણ ઝી કુઇ મારું વસન હામળે તે હે, પુંણ હેંને પરમણે નહેં સાલતું, વેયુ હેંના અકલ વગર ના માણસ જીવુ વેંહે ઝેંને રેતી ઇપેર પાજ્યો સણેંનેં પુંતાનું ઘેર બણાયુ. 27અનેં કુંએંણા હાતેં વરહાત આયો, અનેં પુર આયો, અનેં હેંના ઘેર નેં વાગ્યો, તે વેયુ ઘેર ટુટેંનેં પડેંજ્યુ.”
28ઝર ઇસુ ઇયે વાતેં કરેં સુક્યો, તે એંવું થાયુ કે ભીડ ન મનખં એંના ભાષણ થી વિસાર કરતં થાએંજ્ય, 29કેંમકે ઇસુ હેંનં મૂસા નું નિયમ હિકાડવા વાળં નેં જેંમ નહેં પુંણ અધિકારી નેં જેંમ હેંનનેં ભાષણ આલતો હેંતો.

선택된 구절:

મત્તિ 7: GASNT

하이라이트

공유

복사

None

모든 기기에 하이라이트를 저장하고 싶으신가요? 회원가입 혹은 로그인하세요