મત્તિ 4

4
શેતાન દુવારા ઇસુ નું પરિક્ષણ
(મર. 1:12-13; લુક. 4:1-13)
1તર પવિત્ર આત્મા ઇસુ નેં ઉજોડ જગ્યા મ લેંજ્યો, એંતરે કે શેતાન થકી ઇસુ નું પરિક્ષણ થાએ. 2ઇસુ સાળી દાડા, અનેં સાળી રાત તક ખાદા વગર રિયો, તર ઇસુ નેં ભુખ લાગી. 3શેતાનેં ઇસુ કનેં આવેંનેં હેંનેં કેંદું, “અગર તું હાસેં પરમેશ્વર નો બેંટો હે, તે એંનં ભાઠં નેં રુંટજ્યી બણવાનું હોકમ આલેંનેં સાબિત કર દે.”
4ઇસુવેં જવાબ આલ્યો, “પવિત્ર શાસ્ત્ર મ લખ્યુ હે, મનખં ખાલી રુટી થીસ જીવતં નહેં રેંતં, પુંણ દરેક વસન ઝી પરમેશ્વર ના મોડા થી નકળે હે હેંનેં માનેંનેં જીવતં રેંહે.”
5તર શેતાન ઇસુ નેં પવિત્ર સેર યરુશલેમ મ લેંજ્યો, અનેં મંદિર ની ટેકરી ઇપેર ઇબો કર્યો. 6અનેં ઇસુ નેં કેંદું, “અગર તું હાસેં-હાસ પરમેશ્વર નો બેંટો હે, તે નિસં કુદેંનેં સાબિત કર દે. કેંમકે પવિત્ર શાસ્ત્ર મ લખ્યુ હે, કે પરમેશ્વર તારી હારુ પુંતાનં હરગદૂતં નેં હોકમ આલહે, અનેં વેયા તનેં હાથોં-હાથ તુંકેં લેંહે. ખેંતુંક એંવું નેં થાએ કે તારં પોગં મ ભાઠા થી ઠેંહ વાગે.” 7ઇસુવેં હેંનેં કેંદું, “પવિત્ર શાસ્ત્ર મ ઇયુ હુંદું લખ્યુ હે, તું પ્રભુ તારા પરમેશ્વર નું પરિક્ષણ નહેં કરે.”
8ફેંર શેતાન ઇસુ નેં ઘણાસ ઉંસા ડુંગોર ઇપેર લેંજ્યો અનેં આખી દુન્ય નું રાજ અનેં વૈભવ વતાડેંનેં, 9હેંનેં કેંદું, “અગર તું નમેંનેં મનેં પોગેં લાગે, તે ઇયુ બદ્દુંસ હૂં તનેં આલ દેં.” 10તર ઇસુવેં હેંનેં કેંદું, “હે શેતાન સિટી થાએં જા, કેંમકે પવિત્ર શાસ્ત્ર મ લખ્યુ હે, તું પ્રભુ તારા પરમેશ્વર નેં પોગેં લાગ, અનેં ખાલી હીનીસ ભક્તિ કર.”
11તર શેતાન ઇસુ કન હો જાતોરિયો, અનેં ભાળો, હરગદૂત આવેંનેં હીની સેવા કરવા મંડ્યા.
ઇસુ દુવારા સેવા ની સરુવાત
(મર. 1:14-15; લુક. 4:14-15,31)
12ઝર ઇસુવેં ઇયુ હામળ્યુ કે યૂહન્ના નેં જેલ મ નાખેં દેંદો હે, તે વેયો યહૂદિયા પરદેશ નેં સુંડેંનેં પાસો ગલીલ પરદેશ મ જાતોરિયો. 13અનેં નાજરત ગામ નેં સુંડેંનેં કફરનહૂમ ગામ મ ઝી દરજ્યા ની ધેડેં જબૂલૂન અનેં નપ્તાલી ની જગ્યા હે, જાએંનેં રેંવા મંડ્યો. 14ઇયુ એંતરે હારુ થાયુ કે ઝી યશાયાહ ભવિષ્યવક્તા દુવારા કેંવા મ આયુ હેંતું, વેયુ વસન પૂરુ થાએ.
15“જબૂલૂન અનેં નપ્તાલી ની જગ્યા, ઇયુ ગલીલી દરજ્યા ના રસ્તા મ અનેં યરદન નદી ની ઉગમણી બાજુ હે. ઝાં ઘણં બદં બીજી જાતિ વાળં મનખં રે હે, ઝી યહૂદી જાતિ ન નહેં.
16વેય મનખં ઝી ઇન્દારા મ જીવન જીવે હે, હેંનવેં મુંટું ઇજવાળું ભાળ્યુ, ઇયુ ઇજવાળું હેંનં મનખં નેં સુટકારા નો રસ્તો વતાડહે, ઝી પરમેશ્વર નેં જાણ્યા વગર જીવન જીવે હે, અનેં અમર મોત ના રસ્તા મ હે.”
17હેંના ટાએંમ થી ઇસુવેં પરસાર કરવું અનેં એંમ કેંવું સરુવાત કર્યુ, કે “પાપ કરવા નું બંદ કરો, કેંમકે હરગ નું રાજ ટીકે આવેંજ્યુ હે.”
પેલી વાર ખાસ સેંલંનેં બુંલાવવું
(મર. 1:16-20; લુક. 5:1-11; યૂહ. 1:35-42)
18ગલીલ દરજ્યા ની ધેડેં ફરતે જાએંનેં ઇસુવેં બે ભાજ્ય નેં એંતરે શમોન નેં ઝી પતરસ કેંવાએ હે, અનેં હેંના નાના ભાઈ અન્દ્રિયાસ નેં દરજ્યા મ જાળ નાખતં ભાળ્યા. કેંમકે વેયા માસલજ્યી હાવા વાળા હેંતા. 19ઇસુવેં હેંનનેં કેંદું, “મારી હાતેં આવો, તે હૂં તમનેં હિકાડેં કે મનખં નેં મારી કન વિશ્વાસ મ કેંકેંમ લાવવાનં હે.” 20હેંનવેં તરત માસલજ્યી હાવાનું વાળેં મિલ્યુ અનેં ઇસુ ના સેંલા બણેંજ્યા.
21વેંહાં થી અગ્યેડ વદેંનેં, બીજં બે ભાજ્ય નેં એંતરે જબ્દી ના સુંરા યાકૂબ અનેં હેંના નાના ભાઈ યૂહન્ના નેં ભાળ્યા. વેયા પુંતાના બા જબ્દી નેં હાતેં નાવ મ પુંતાની જાળેં તિયાર કરેં રિયા હેંતા, ઇસુવેં હેંનનેં હુંદા બુંલાયા. 22વેયા તરત નાવ અનેં પુંતાના બા જબ્દી નેં સુંડેંનેં ઇસુ ના સેંલા બણવા હારુ હેંનેં હાતેં સાલેંજ્યા.
ઇસુ નો પરસાર અનેં બેંમારનેં હાજં કરવં
(લુક. 6:17-19)
23ઇસુ ગલીલ પરદેશ ની ઘણી-બદ્દી જગ્યા મ ફરતો જાએંનેં હેંનં ન ગિરજં મ ભાષણ કરતો, અનેં પરમેશ્વર ના રાજ ના તાજા હમિસાર નો પરસાર કરતો, અનેં મનખં ની દરેક રિત ની બેંમારી અનેં નબળાઈ નેં સિટી કરતો રિયો. 24અનેં સિરિયા પરદેશ ઝી ગલીલ પરદેશ ની હુરી ની પાક્તી હેંતું, તાં ઇસુ ના બારા મ હમિસાર ફેલાએંજ્યો. અનેં મનખં બદ્દ બેંમારં નેં, ઝી અલગ-અલગ રિત ની બેંમારી અનેં દુઃખ મ પડેંલં હેંતં, અનેં ઝેંનં મ ભૂતડં હેંતં, અનેં ફુંર વાળં અનેં લખુવા ન બેંમારનેં, ઇસુ કનેં લાય અનેં હેંને હેંનનેં હાજં કર્ય. 25ગલીલ પરદેશ અનેં દિકાપુલિસ, ઝી દસ સેર વાળી જગ્યા કેંવાએ હે, અનેં યરુશલેમ સેર, યહૂદિયા પરદેશ, અનેં યરદન નદી ની પાર થી મનખં નો એક મુંટો ટુંળો ઇસુ નેં વાહે થાએંજ્યો.

선택된 구절:

મત્તિ 4: GASNT

하이라이트

공유

복사

None

모든 기기에 하이라이트를 저장하고 싶으신가요? 회원가입 혹은 로그인하세요