માથ્થી 22

22
લગનના જમણવારનો દાખલો
(લૂક 14:15-24)
1ઈસુએ ફરીથી તેઓને દાખલામાં જવાબ દીધો કે, 2સ્વર્ગનું રાજ્ય આ દાખલા પરમાણે છે કે, એક રાજાએ પોતાના દીકરાના લગનનું જમણવાર ગોઠવ્યું. 3લગનમાં નોતરેલાઓને તેડવા હાટુ એણે પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓ આવવા માંગતા નોતા. 4ફરી એણે બીજા ચાકરોને મોકલીને તેઓને કીધુ કે, “નોતરેલા લોકોને કેજો કે, મે જમણવાર તૈયાર કરયુ છે અને મારા બળદ અને પાળેલા જાનવરો જમણવાર હાટુ કાપ્યા છે, અને ઘણુય બધુ બનાવ્યુ છે, લગનના જમણવારમાં આવો.” 5પણ તેઓએ ઈ ગણકાર્યુ નય; અને તેઓ પોતપોતાના મારગે; એટલે કે, કોય એના ખેતરમાં અને કોય એના વેપાર ઉપર વયા ગયા. 6બાકીનાઓએ એના ચાકરોને પકડયા તેઓનું અપમાન કરીને તેઓએ મારી નાખ્યા. 7જઈ રાજાએ આ હાંભળ્યું તઈ ઈ ગુસ્સે થયો. એણે પોતાની સેના મોકલીને ઈ ખુનીઓનો નાશ કરયો તેઓનું શહેર બાળી નાખ્યુ. 8પછી ઈ પોતાના ચાકરોને કેય છે કે, લગનનું જમણવાર તૈયાર છે, હાસુ પણ નોતરેલા લોકો લાયક નોતા. 9ઈ હાટુ તમે મારગના સોક ઉપર જાવ, અને જેટલા તમને મળે એટલાને લગ્નમાં બોલાવો. 10ઈ ચાકરોએ બારે મારગમાં જયને હારા-નહરા જેટલાં તેઓને મળ્યા ઈ બધાયને ભેગા કરયા, ઈ હાટુ મેમાનોથી ભોજનાલય ભરાય ગયુ.
11પણ જઈ મેમાનોને જોવા હાટુ રાજા મોઢે આવ્યા તઈ એને લગનને લાયક લુગડા પેરા વગરનો એકને જોયો. 12તઈ ઈ એને કેય છે, “ઓ મિત્ર, તું લગનને લાયક લુગડા પેરયા વગર આયા કેવી રીતે આવ્યો?” અને ઈ માણસ કાય બોલ્યો નય. 13તઈ રાજાએ ચાકરોને કીધુ કે, “એના હાથ પગ બાંધીને બહારના અંધારામાં ફેકી દયો, ન્યા એને રોવું અને દાંતની સક્કીઓ લેવી પડશે.” 14કેમ કે, તેડેલા ઘણાય છે પણ ગમાડેલા થોડા છે.
કૈસરને વેરો ભરવો
(માર્ક 12:13-17; લૂક 20:20-26)
15હવે એને કેવી રીતે વાતમાં સપડાવીએ ઈ સબંધી ફરોશી ટોળાના લોકોએ જયને કાવતરૂ કરયુ. 16પછી તેઓએ પોતાના ચેલાઓને હેરોદ રાજાને માનવાવાળાઓ સહિત એની પાહે મોકલીને કેવડાવું કે, “ગુરુ, અમે જાણી છયી કે, તમે હાસા છો, તમે પરમેશ્વરનો મારગ હાસાયથી બતાવો છો, અને તમે કોયની પરવા કરતાં નથી કેમ કે, તમે માણસો વસ્સે પક્ષપાત કરતાં નથી, 17તો હવે અમને બતાય કે, રોમી સમ્રાટને વેરો આપવાનું હારું છે કે નય?” 18પણ ઈસુએ તેઓની ભૂંડાય જાણીને કીધુ કે, “ઓ ઢોંગીઓ, તમે મારૂ પારખું કેમ કરો છો? 19કરનું નાણું મને દેખાડો.” તઈ તેઓ એક દીનાર એની પાહે લીયાવ્યા. 20તઈ ઈસુએ તેઓને કીધુ કે, “આ સિક્કા ઉપર કોનું નામ અને છાપ છે?” 21તેઓએ એને કીધુ કે, “રોમી સમ્રાટનું છે.” તઈ ઈસુએ તેઓને કીધુ કે, “જે રોમી સમ્રાટનું ઈ રોમી સમ્રાટને, અને જે પરમેશ્વરનું ઈ પરમેશ્વરને ભરી દયો.” 22અને ઈ હાંભળીને તેઓ વિસારમાં પડયા અને પછી એને મુકીને તેઓ નીકળી ગયા.
મરેલામાંથી જીવતું થાવુ અને લગન
(માર્ક 12:18-27; લૂક 20:27-40)
23ઈ જ દિવસે સદુકી ટોળાના લોકો, જેઓ કેય છે કે, મરેલામાંથી જીવતું ઉઠવું એવું છે જ નય, એની પાહે આવીને એને પુછયું, 24હે ગુરુ, મુસાએ કીધુ કે, જો પરણેલો માણસ મરી જાય, એની બાયને બાળક હોય નય, તો પછી એના ભાઈને ઈ બાય હારે પવણવું જોયી પછી તેઓ મરેલા ભાઈ હાટુ કુળ આગળ વધારે. 25તો અમારામાં હાત ભાઈઓ હતાં, બધાયથી મોટા ભાઈએ લગન કરી લીધા પણ બાળકો વગર ઈ મરી ગયો. ઈ હાટુ એની રંડાયેલી બાયડીની હારે એના બીજા ભાઈએ લગન કરી લીધા. 26ઈ પરમાણે બીજો અને ત્રીજો એમ હાતેય ભાઈઓ મરી ગયા. 27અને બધાયથી છેલ્લે ઈ બાય હોતન મરી ગય. 28હવે તેઓ મરેલામાંથી જીવતા થાહે તઈ ઈ બાય કોની બાયડી થાહે? કેમ કે, ઈ હાતેય ભાઈઓની બાયડી બની હતી. 29તઈ ઈસુએ તેઓને જવાબ દીધો કે, શાસ્ત્ર અને પરમેશ્વરનું પરાક્રમ તમે જાણતા નથી, આ કારણથી તમે ભૂલ ખાવ છો. 30કેમ કે, જઈ મરેલામાંથી જીવતા ઉઠશે, તો જેમ સ્વર્ગમા સ્વર્ગદુત લગન નથી કરતાં એમ જ લોકો પણ લગન નય કરે. 31પણ મરેલામાંથી જીવતું ઉઠવું ઈ વિષે પરમેશ્વરે જે તમને કીધુ છે તે શું તમે નથી વાસ્યુ? 32એણે કીધુ કે, હું ઈબ્રાહિમનો પરમેશ્વર છું, અને ઈસહાકનો અને યાકુબનો પરમેશ્વર છું, અને મરેલાઓનો પરમેશ્વર નથી, પણ જીવતાઓનો પરમેશ્વર છું. 33તઈ લોકો આ હાંભળીને એના શિક્ષણથી સોકી ગયા.
બધાયથી મોટી આજ્ઞા
(માર્ક 12:28-34; લૂક 10:25-38)
34પણ જઈ ફરોશી ટોળાના લોકોએ હાંભળ્યું કે, એણે સદુકી ટોળાના લોકોના મોઢા બંધ કરયા છે, તઈ તેઓ ભેગા થયાં. 35તેઓમાંથી એક યહુદી નિયમના શિક્ષકોમાના એકે ઓળખવા હાટુ ઈસુને પુછયું કે, 36“હે ગુરુ, શાસ્ત્રમાં પરમેશ્વરે જેટલી પણ આજ્ઞાઓ આપી છે તેઓમાંથી બધાયથી ખાસ આજ્ઞા કય છે?” 37તઈ એણે એને કીધુ કે, “પરભુ, તારા પરમેશ્વર ઉપર, તું તારા પુરા હૃદયથી અને તારા પુરા જીવથી અને તારા પુરા મનથી પ્રેમ કર.” 38પેલી અને મુખ્ય આજ્ઞા ઈ જ છે. 39બીજી આજ્ઞા એની જેવી જ છે, એટલે જેવો પોતાના ઉપર એવો જ પોતાના પાડોશી ઉપર પ્રેમ કર. 40આ આજ્ઞા આખા નિયમનો અને આગમભાખીયાઓનો પાયો છે.
મસીહ વિષે પ્રશ્ન
41હવે ફરોશી ટોળાના લોકો ભેગા મળેલા હતા, તઈ ઈસુએ તેઓને એવું પુછયું, કે 42“મસીહ વિષે તમે શું ધારો છો, ઈ કોનો દીકરો છે?” તેઓ એને કેય છે, “દાઉદ રાજાનો.” 43ઈસુએ તેઓને પુછયું કે, “તો આત્માથી દાઉદ એને પરમેશ્વર કેમ કેય છે? 44જેમ કે, પરભુ પરમેશ્વરે મારા પરભુને કીધુ કે, તારા વેરીઓને હું તારા પગ હેઠે નો પાડુ ન્યા હુંધી તું મારા જમણે હાથે બેહજે.” 45હવે જો દાઉદ રાજા પોતે એને પરભુ કેય છે, તો ઈ એનો દીકરો કેવી રીતે કેવાય? 46એક પણ શબ્દનો જવાબ કોય એને આપી હક્યાં નય એમ જ ઈ દિવસ પછી કોયે ફરીથી એને પ્રશ્ન પૂછવાની હિંમત નો કરી.

ಪ್ರಸ್ತುತ ಆಯ್ಕೆ ಮಾಡಲಾಗಿದೆ:

માથ્થી 22: KXPNT

Highlight

ಶೇರ್

ಕಾಪಿ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in