માથ્થી 23

23
ઈસુની ન્યાયી નેતાઓને સેતવણી
(માર્ક 12:38-39; લૂક 11:43,46; 20:45-46)
1તઈ પછી ઈસુએ લોકોની ગડદીને અને પોતાના ચેલાઓને કીધુ કે, 2યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો મુસાના નિયમો પરમાણે હાલે છે; 3આથી જે કાય તેઓ તમને કેય ઈ કરો અને પાળો, પણ ઈ રીતનું કામ નો કરો; કેમ કે, તેઓ બોધ કરે છે ઈ હાસુ છે, પણ તેઓ નિયમ પાળતા નથી. 4કેમ કે, તમે એવા છો જે બીજા લોકોને ઈ નિયમનું પાલન કરવા હાટુ દબાણ કરો છો, પણ તમે તમારી જાતે ઈ નિયમો પાળવા જરાય કોશિશ કરતાં નથી. 5ઈ પોતાના બધાય કામો માણસોને બતાવવા હાટુ કરે છે, અને તેઓ પોતાના શાસ્ત્રવચનના પત્રોને પોળા બનાવે છે, અને પોતાના લુંગડાની કોર લાંબી રાખે છે. 6વળી જમણવારમાં તેઓને મુખ્ય જગ્યાઓમાં બેહવાનું ગમાડે છે અને યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં તેઓને મુખ્ય આસનો જોયી છયી, 7બધાય તેઓને સોકમાં સલામ કરે, અને માણસો તેઓને ગુરુજી કેય, એવુ તેઓ ઈચ્છે છે. 8પણ તમે ગુરુજી નો કેવડાવો; કેમ કે એક જ તમારો ગુરુ છે, અને તમે બધાય ભાઈઓ અને બહેનો છો. 9પૃથ્વી ઉપર તમે કોયને તમારો બાપ કેતા નય, કેમ કે તમારે એક જ બાપ છે જે સ્વર્ગમાં છે. 10તમે પરભુ કેવડાવો નય કેમ કે, એક જે મસીહ છે ઈ જ તમારો પરભુ છે. 11પણ તમારામાં જે બધાયથી મોટો છે ઈ તમારો સેવક થાય. 12જે કોય માણસ ઉસો બનવા ઈચ્છે છે, એને નીસો કરવામાં આયશે, અને જે કોય પોતાને નીસો કરે છે, એને ઉસો કરવામાં આયશે.
13ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમને અફસોસ છે! કેમ કે, લોકોની હામે તમે સ્વર્ગનું રાજ્ય બંધ કરો છો; કેમ કે એમા તમે પોતે બેહતા નથી, અને જેઓ અંદર ઘરવા ઈચ્છે છે તેઓને તમે અંદર ઘરવા દેતા નથી. 14ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોસી ટોળાના લોકો, તમારી હાટુ કેટલો અફસોસ છે! કેમ કે, તમે રંડાયેલીઓની માલ-મિલકત પસાવી પાડો છો, વળી દેખાડવા હાટુ જાહેરમાં લાંબી પ્રાર્થનાઓ કરો છો, ઈ હાટુ તમે વતો દંડ ભોગવશો.
15ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમારી હાટુ કેટલો અફસોસ છે! કેમ કે, એક ચેલો બનાવવા હાટુ તમે બધી જગ્યાએ ફરીને યાત્રાઓ કરો છો અને જઈ તેઓ વિશ્વાસ કરે છે, તઈ તમે એને પોતાના કરતાં બે ગણો નરકમાં જાવા લાયક માણસ બનાવો છો.
16ઓ આંધળા દોરનારાઓ, તમારી હાટુ કેટલો અફસોસ છે! તમે શીખવો છો કે, જો કોય મંદિરના હમ ખાય તો એમા કાય ફેર પડતો નથી, પણ જો કોય મંદિરના હોનાના હમ ખાય, તો એનાથી ઈ બંધાયેલો છે. 17ઓ મુરખ આંધળાઓ, મોટુ કોણ છે, હોનું કે હોનાને પવિત્ર કરનારું મંદિર? 18જો કોય હવનવેદીનાં હમ ખાય, તો એમા કાય નથી, પણ જો કોય એની ઉપર સડાવેલા ભોગના હમ ખાય તો ઈ એનીથી બંધાયેલો છે. 19ઓ આંધળાઓ આમાંથી વિશેષ મોટુ શું છે? ભોગ કે ભોગને પવિત્ર કરનાર હવનવેદી? 20ઈ હાટુ જે કોય વેદી ના હમ ખાય છે, ઈ એની ઉપર જે કાય ભોગ મુકેલો છે, એના પણ હમ ખાય છે. 21જે કોય મંદિરના હમ ખાય છે ઈ મંદિરના અને એમા રેનાર પરમેશ્વરનાં હોતન હમ ખાય છે. 22અને જે સ્વર્ગના હમ ખાય છે, ઈ પરમેશ્વરનાં આસનના અને એની ઉપર બિરાજનારના હોતન હમ ખાય છે.
23ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમને અફસોસ છે! કેમ કે, ફુદીનાનો, કોથમીરનો અને જીરાનો દસમો ભાગ તમે આપો છો, પણ યહુદી નિયમની ખાસ વાતો એટલે કે ન્યાય, દયા અને વિશ્વાસ, ઈ તમે પડતા મુક્યા છે; તમારે આ કરવા, અને એની હારે ઈ પણ પડતા મુકવા નોતા. 24ઓ આંધળાઓને દોરનારાઓ, તમે માખીને છેટી કાઢો છો, પણ ઉટને ગળી જાવ છો!
25ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમારે હાટુ કેટલું ભયંકર છે! કેમ કે, તમે એવા વાસણ જેવા છો, જે બારેથી સાફ છે પણ અંદરથી અત્યારે પણ મેલા છે. તમે પોતાને ન્યાયી માણસની જેમ લોકોની હામે હાજર કરો છો, પણ તમારા મનમાં લોભ અને લાલસ ભરેલા છે. 26ઓ આંધળા ફરોશી ટોળાના લોકો, તમારૂ વાસણ તમે અંદરથી સાફ કરો એટલે કે, તમારા મનમાં લોભ અને લાલસને આઘા કર, તઈ ઈ વાસણ બારેથી સાફ થય જાય છે એમ અંદરથી હોતન સાફ થય જાય છે, એમ તમે અંદર ને બારેથી હોતન ન્યાયી બની હકશો અને તેઓની જેવું કરી હકશો.
27ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમને અફસોસ છે! કેમ કે, તમે ધોળી કબર જેવા છો, જે બારેથી રૂપાળી દેખાય છે હારી, પણ અંદર મરેલાના હાડકા અને બધોય ખરાબો ભરેલો છે. 28એવી રીતે તમે પણ માણસોની આગળ બારેથી ન્યાયી દેખાવ છો ખરા, પણ અંદર ઢોંગી અને પાપોથી ભરેલા છો.
ઢોંગીઓને થાનારી શિક્ષાની આગાહી
(લૂક 11:47-51)
29ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમને અફસોસ છે! કેમ કે, તમારા વડવાઓએ જે આગમભાખીયાઓને મારયા, તેઓની કબરો તમે બનાવો છો, અને ન્યાયી લોકોની કબરો શણગારો છો. 30તમે કયો છો, કે અમે બાપ-દાદાના વખતમાં હયાત હોત, તો તેઓની હારે આગમભાખીયાઓની હત્યામાં ભાગીદાર થયા નો હોત. 31આથી તમે પોતાની વિરુધમાં સાક્ષી આપો છો કે, આગમભાખીયાઓને મારી નાખનારાનાઓના વંશ તમે જ છો. 32તો પછી તમારા વડવાઓએ જેની શરૂઆત કરી એને પુરી કરો. 33ઓ ઝેરી એરુના વંશજો, નરકના શિક્ષણથી તમે બસી હકશો નય. 34ઈ હાટુ જો આગમભાખીયાઓને, જ્ઞાનીઓને, અને યહુદી નિયમના શિક્ષકોને તમારી પાહે મોકલું છું, તો તમે તેઓમાના કેટલાકને મારી નાખશો અને કેટલાકને વધસ્થંભે સડાવી દેહો, અને એમાંથી થોડાકને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં કોરડા મારશો, ગામે ગામ એની વાહે જાહો. 35કે, ન્યાયી હાબેલના લોહીથી બારાખ્યાના દીકરા ઝખાર્યા આગમભાખીયા હુધી, જેણે મંદિર અને હોમવેદીની વસ્સે તમે મારી નાખ્યો, એના હુધી જે બધાય ન્યાયીઓને મારી નખાવીને પૃથ્વી ઉપર ફેકવામાં આવ્યા, ઈ સજા તમારી ઉપર આવે. 36હું તમને હાસુ કવ છું કે, આ બધી હત્યાઓની સજા તમારી પેઢી ઉપર આયશે.
યરુશાલેમના લોકો ઉપર ઈસુનો પ્રેમ
(લૂક 13:34-35)
37ઓ યરુશાલેમ શહેરના લોકો, તમે યરુશાલેમ શહેરનાં આગમભાખીયાઓને મારી નાખો છો, જેને તમારી પાહે મોકલ્યા હતા, એને તમે પાણાઓ મારીને મારી નાખ્યા, જેમ કૂકડી પોતાના બસ્સાને પોતાની પાહે બસાવ કરવા ભેગા કરે છે, એમ તમારા છોકરાવનો બસાવ કરવા ભેગા કરવાનું મે કેટલીવાર ઈચ્છ્યું, પણ તમે તો ઈચ્છ્યું નય. 38જોવો તમારુ ઘર ઉજ્જડ મુકાણું છે. 39કેમ કે હું તમને કવ છું કે, જ્યાં હુધી તમે એમ નય કયો કે, પરમેશ્વરનાં અધિકારની હારે જે આવે છે, ઈ આશીર્વાદિત છે, ન્યા હુધી હવેથી તમે મને નય જોહો.

ಪ್ರಸ್ತುತ ಆಯ್ಕೆ ಮಾಡಲಾಗಿದೆ:

માથ્થી 23: KXPNT

Highlight

ಶೇರ್

ಕಾಪಿ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in