માર્ક 1

1
યૂહન્ના બક્તિસ્મ આલવા વાળા નો પરસાર
(મત્તિ 3:1-12; લુક. 3:1-18; યૂહ. 1:19-28)
1ઇની સોપડી મ ઇસુ ના બારા મ તાજો હમિસાર હે, ઝી મસીહ હે. વેયો પરમેશ્વર નો બેંટો હે. ઇયો તાજો હમિસાર ઇવી રિતી સરુ થાયો.
2-3ઝેંવું મલાકી ભવિષ્યવક્તા ની સોપડી મ પરમેશ્વર ના બેંટા ના બારા મ લખ્યુ હે, “ભાળ, હૂં મારા હમિસાર આલવા વાળા નેં તારી અગ્યેડ મુંકલું હે, વેયો તારી હારુ રસ્તો હદારહે. ઇવીસ રિતી યશાયાહ ભવિષ્યવક્તાવેં હુંદું લખ્યુ હેંતું, ઉજોડ જગ્યા મ કુઈક પોંકાર પાડેંનેં કે હે કે, પ્રભુ નેં આવવા હારુ રસ્તો તિયાર કરો, અનેં હેંનં રસ્તં નેં હિદા કરો, ઝેંનં રસ્તં મ થાએંનેં વેયો જાહે.” 4ઝેંના હમિસાર આલવા વાળા ના બારા મ ભવિષ્યવક્તા યશાયાહવેં લખ્યુ હેંતું, વેયો યૂહન્નો બક્તિસ્મ આલવા વાળો હેંતો. વેયો ઉજોડ જગ્યા મ યરદન નદી કનેં આયો, અનેં ઝી મનખં યૂહન્ના કનેં આવતં હેંતં, હેંનનેં વેયો એંમ પરસાર કરતો હેંતો કે પાપ કરવા નું બંદ કરો અનેં બક્તિસ્મ લો એંતરે કે પરમેશ્વર તમારા પાપ માફ કરે. 5યહૂદિયા પરદેશ અનેં યરુશલેમ સેર મહં ઘણં બદ્દ મનખં ઉજોડ જગ્યા મ યૂહન્ના નો પરસાર હામળવા હારુ જ્ય. ઝર હેંનવેં પુંતાનં પાપં નેં કબુલ કર લેંદા તર યૂહન્નાવેં હેંનનેં યરદન નદી મ બક્તિસ્મ આલ્યુ.
6યૂહન્નો ઉંટ ન વાળં થકી બણાવેંલં સસરં સિસરં પેરતો હેંતો. વેયો પુંતાની કમર મ સામડા નો કમર પટ્ટો પેરતો હેંતો. વેયો ટીડ અનેં વગડાઉ મોદ ખાદં કરતો હેંતો. 7અનેં એંમ પરસાર કરતો હેંતો, “એક માણસ ઝી મારી કરતં ઘણો મહાન હે, જલ્દી આવવા નો હે. હૂં તે એંના લાએંક હુંદો નહેં કે હેંના નોકર ના રુપ મ નમેંનેં હેંનં બુડં ન નાડં સુંડેં સકું.” 8“મેંહ તે તમનેં પાણેં થકી બક્તિસ્મ આલ્યુ હે પુંણ વેયો તમનેં પવિત્ર આત્મા થી બક્તિસ્મ આલહે.”
ઇસુ નું બક્તિસ્મ અનેં પરિક્ષણ
(મત્તિ 3:13-4:11; લુક. 3:21-22; 4:1-13)
9ઝર યૂહન્ના બક્તિસ્મ આલતો હેંતો, હેંનસ દાડં મ ઇસુ નાજરત ગામ મહો આયો ઝી ગામ ગલીલ પરદેશ મ હે. અનેં યરદન નદી મ યૂહન્ના થકી બક્તિસ્મ લેંદું. 10અનેં ઝર વેયો પાણેં મહો નકળ્યો તે હેંને આકાશ નેં બે ભાગ થાતં ભાળ્યુ. અનેં પવિત્ર આત્મા નેં કબૂતર જેંવું નિસં ઉતરતં અનેં પુંતાનેં ઇપેર રુંકાતં ભાળ્યુ. 11હરગ મહી પરમેશ્વર ની અવાજ આવી, “તું મારો લાડલો બેંટો હે, તારી ઇપેર હૂં ઘણો ખુશ હે.”
12એંનેં પસી પવિત્ર આત્માવેં તરત ઇસુ નેં ઉજોડ જગ્યા મએં મુંકલ્યો. 13ઇસુ ઉજોડ જગ્યા મ સાળી દાડં તક રિયો, અનેં તાં શેતાનેં હેંનું પરિક્ષણ કર્યુ. હીની જગ્યા મ ખાલી વગડાઉ જનાવરસ રેંતં હેંતં, અનેં હરગદૂત હીની સેવા કરતા રિયા.
ઇસુ ની સેવા ની સરુવાત
(મત્તિ 4:12-17; લુક. 4:14-15)
14થુંડક દાડં પસી યૂહન્ના બક્તિસ્મ આલવા વાળા નેં હાએં લેંવા મ આયો અનેં જેલ મ નાખેં દેંદો. એંનેં પસી ઇસુવેં ગલીલ પરદેશ મ સાલેંનેં મનખં નેં પરમેશ્વર ની તરફ થી તાજો હમિસાર હમળાયો. 15હેંને કેંદું, “પરમેશ્વરેં ઝી ટાએંમ નકી કર્યો હેંતો વેયો ટાએંમ આવેંજ્યો હે. અનેં પરમેશ્વર નું રાજ ટીકે આવેંજ્યુ હે; પાપ કરવા નું બંદ કરો અનેં તાજા હમિસાર ઇપેર વિશ્વાસ કરો.”
માસલજ્યી હાવા વાળં નેં સેંલા બણાવવા
(મત્તિ 4:18-22; લુક. 5:1-11)
16એક દાડો ઝર ઇસુ ગલીલ દરજ્યા ની ધેડેં-ધેડેં જાએં રિયો હેંતો, તર હેંને શમોન અનેં હેંના નાના ભાઈ અન્દ્રિયાસ નેં દરજ્યા મ જાળ નાખતં ભાળ્યા; કેંમકે વેયા માસલજ્યી હાવા વાળા હેંતા. 17ઇસુવેં હેંનનેં કેંદું, “મારી હાતેં આવો; અનેં મારા સેંલા બણો, હમણં તક તમું માસલજ્યી હાતા હેંતા. પુંણ હાવુ હૂં તમનેં હિકાડેં કે મનખં નેં મારી કન વિશ્વાસ મ કેંકેંમ લાવવાનં હે.” 18હેંનવેં તરત માસલજ્યી હાવાનું વાળેં મિલ્યુ અનેં હેંના સેંલા બણેંજ્યા.
19ઝેંવો ઇસુ ધેડેં-ધેડેં થુંડેક અગ્યેડ વદયો, તે હેંને યાકૂબ અનેં હેંના નાના ભાઈ યૂહન્ના નેં ભાળ્યા. વેયા બે યે જબ્દી ના સુંરા હેંતા. વેયા બે જણા એકેંસ નાવ મ હેંતા, અનેં માસલજ્યી હાવા હારુ જાળેં તિયાર કરતા હેંતા. 20ઝેંવા ઇસુવેં હેંનનેં ભાળ્યા, તે હેંનનેં કેંદું, “મારી હાતેં આવો અનેં મારા સેંલા બણો.” અનેં તરત વેયા બે જણા પુંતાના બા જબ્દી નેં મજૂરં હાતેં નાવ મ સુંડેંનેં હેંના સેંલા બણવા હારુ હેંનેં હાતેં સાલેંજ્યા.
ભૂત ભરાએંલા માણસ નેં હાજો કરવો
(લુક. 4:31-37)
21ઇસુ અનેં હેંના સેંલા કફરનહૂમ ગામ મ આયા, ઝર આરમ નો દાડો આયો, તે ઇસુ ગિરજા મ જાએંનેં ભાષણ આલવા મંડ્યો. 22અનેં મનખં હેંના ભાષણ થી વિસાર કરતં થાએંજ્ય; કેંમકે ઇસુ હેંનનેં મૂસા નું નિયમ હિકાડવા વાળં નેં જેંમ નહેં, પુંણ અધિકારી નેં જેંમ ભાષણ આલતો હેંતો. 23ઝર વેયો ભાષણ આલતોસ હેંતો, હેંનાસ ટાએંમેં, ગિરજા મ એક માણસ હેંતો, ઝેંનેં મ એક ભૂત હેંતો. 24હેંને સિસાએં નેં કેંદું, “હે નાજરત ગામ ના ઇસુ, તું મનેં હુંકા વિતાડેં રિયો હે? હું તું મન નાશ કરવા આયો હે? હૂં તનેં વળખું હે, તું કુંણ હે? તુંસ વેયો પવિત્ર જણ હે ઝી પરમેશ્વર ની તરફ થી આયો હે!” 25ઇસુવેં ભૂત નેં વળગેંનેં કેંદું, સપ રે; અનેં એંના માણસ મહો નકળેં જા. 26તર ભૂત હેંનેં અમેંળેંનેં, અનેં જુંર થી સિસાએં નેં હેંનેં મહો નકળેંજ્યો. 27એંને લેંદે ગિરજા મ બેંઠેંલં બદ્દ મનખં વિસાર કરતં થાએંજ્ય અનેં વેય એક-બીજા નેં પૂસવા મંડ્ય, આ કેંવું ભાષણ હે? “ઇયો તે અધિકાર થી નવું ભાષણ આલે હે! ઇયો ભૂતડં નેં હુંદો હોકમ આલે હે અનેં વેય હુંદં એંનું હોકમ માને હે.” 28અનેં ઇસુ નું નામ તરત ગલીલ પરદેશ નેં આજુ-બાજુ ન ઇલાકં મ ફેલાએંજ્યુ.
ઘણં બદ્દ બેંમાર મનખં નેં હાજં કરવં
(મત્તિ 8:14-17; લુક. 4:38-41)
29વેયો તરત ગિરજા મહો નકળેંનેં, યાકૂબ અનેં યૂહન્ના નેં હાતેં શમોન અનેં અન્દ્રિયાસ ને ઘેર આયો. 30હેંના ટાએંમેં શમોન ની હાહુ તાવેં પડીલી હીતી અનેં સેંલંવેં તરત હેંના બારા મ ઇસુ નેં કેંદું. 31તર હેંને ટીકે જાએંનેં હેંનો હાથ હાએંનેં બીઠી કરી અનેં હેંનો તાવ ઉતરેંજ્યો, અનેં વેયે ઉઠેંનેં હેંનનેં ખાવાનું આલવા લાગેં ગઈ.
32હાંજ ના ટાએંમેં ઝર દાડો બુડેંજ્યો, અનેં આરમ નો દાડો પૂરો થાએંજ્યો તે મનખં બદ્દ બેંમાર અનેં, ઝેંનં મ ભૂતડં ભરાએંલં હેંતં હેંનનેં ઇસુ કનેં લાય. 33અનેં સેર ન ઘણં બદ્દ મનખં ઘેર નેં બારતં ભેંગં થાએંજ્ય. 34ઇસુવેં ઘણનેં ઝી અલગ-અલગ બિમારી થકી દુઃખી હેંતં, હેંનનેં હાજં કર્ય, અનેં ઝેંનં મનખં મ ભૂતડં ભરાએંલં હેંતં હેંનં મનખં મહં ભૂતડં કાડ દેંદં. પુંણ હેંને ભૂતડં નેં બુંલવા નેં દેંદું, કેંમકે ભૂતડં જાણતં હેંતં કે ઇસુ પરમેશ્વર નો બેંટો હે.
ઇસુ અલગ જાએંનેં પ્રાર્થના કરે હે
(લુક. 4:42-44)
35ફટક નો દાડો ઉગવા કરતં ઘણો પેલ્લો, ઇસુ ઉઠેંનેં નકળ્યો, અનેં ઉજોડ જગ્યા મ જ્યો, અનેં તાં પ્રાર્થના કરવા મંડ્યો. 36ઝર શમોન અનેં હેંનં હાત વાળં બીજં સેંલંનેં ખબર પડી કે ઇસુ જાતોરિયો, તે વેયા હેંનેં જુંવા હારુ જ્યા. 37ઝર ઇસુ મળ્યો, તે હેંનેં કેંદું “ઘણં-બદ્દ મનખં તનેં જુંવે હે.” 38“ઇસુવેં હેંનનેં કેંદું, આવો આપું હઝુ ખેંતાક આજુ-બાજુ ન ગામં મ જાજ્યે કે હૂં તાં હુંદો પરમેશ્વર ના હમિસાર નો પરસાર કરું, કેંમકે દુન્ય મ આવવા નો મારો ઇયોસ ઇરાદો હે.” 39ઇસુ ગલીલ પરદેશ ની ઘણી-બદ્દી જગ્યા મ હેંનં ન ગિરજં મ જાએં-જાએંનેં પરસાર કરતો અનેં ભૂતડં નેં કાડતો રિયો.
કોઢ ની બેંમારી વાળા માણસ નેં તાજો કરવો
(મત્તિ 8:1-4; લુક. 5:12-16)
40એક કોઢ ની બેંમારી વાળો માણસ ઇસુ કનેં આયો, અનેં હેંનેં હામેં ઢેંસુંણ માંડેંનેં અરજ કરી, કે મનેં હાજો કર દે, કેંમકે હૂં જાણું હે કે તું સાહે તે મનેં તાજો કરેં સકે હે. 41ઇસુવેં હેંના કોઢ ની બેંમારી વાળા માણસ ઇપેર દયા કરેંનેં પુંતાનો હાથ મેંલેંનેં કેંદું, “હૂં તનેં તાજો કરવા સાહું હે, તાજો થાએં જા. 42અનેં તરત વેયો કોઢ ની બેંમારી થી પૂરી રિતી તાજો થાએંજ્યો.” 43તર ઇસુવેં હેંનેં સેતવણી આલેંનેં તરત મુંકલ દેંદો. 44અનેં હેંનેં કેંદું, “ભાળ કેંનેં યે નેં કેંતો વેહ કે મેંહ તનેં તાજો કર્યો હે, પુંણ યાજક કનેં જા અનેં પુંતાનેં વતાડ કે તું તાજો થાએંજ્યો હે, અનેં પરમેશ્વર હારુ વેયો બદ્દો સડાવો સડાવ ઝેંના બારા મ મૂસા ના નિયમ મ લખેંલું હે, એંતરે કે તનેં રિવાજ ને પરમણે તું તાજો કેંવા મ આવેં સકે. તર બદ્દ મનખં જાણહે કે તું તાજો થાએંજ્યો હે.” 45પુંણ વેયો માણસ હીની જગ્યા મહો જાતોરિયો અનેં જાએંનેં ઘણં બદ્દ મનખં નેં વતાડ્યુ કે ઇસુવેં હેંનેં તાજો કર્યો હે. હેંને લેંદે ઇસુ ફેંર ઉગડતો સેર મ નેં જાએં સક્યો, પુંણ વેયો સેર થી બારતં ઉજોડ જગ્યા મ રિયો. તે હુંદં સ્યારેં મેરં થી મનખં હેંનેં કન આવતં રિય.

ಪ್ರಸ್ತುತ ಆಯ್ಕೆ ಮಾಡಲಾಗಿದೆ:

માર્ક 1: GASNT

Highlight

ಶೇರ್

ಕಾಪಿ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for માર્ક 1