મત્તિ 8
8
કોઢ ની બેંમારી વાળા માણસ નેં હાજો કરવો
(મર. 1:40-45; લુક. 5:12-16)
1ઝર ઇસુ ડુંગોર ઇપેર થી ઉતર્યો, તે મનખં નો એક મુંટો ટુંળો હેંનેં વાહેડ સાલેંજ્યો. 2તર એક કોઢ ની બેંમારી વાળો માણસ ટીકે આવેંનેં ઇસુ નેં પોગેં લાગ્યો અનેં કેંદું, “હે પ્રભુ અગર તું સાહે, તે મનેં તાજો કરેં સકે હે.” 3ઇસુવેં હાથ લાંબો કરેંનેં હેંનેં અડ્યો, અનેં કેંદું, “હૂં તનેં તાજો કરવા સાહું હે, તાજો થાએં જા.” અનેં વેયો તરત કોઢ થી તાજો થાએંજ્યો. 4ઇસુવેં હેંનેં કેંદું, “ભાળ કેંનેં યે નેં કેંતો વેહ, કે મેંહ તનેં તાજો કર્યો હે પુંણ યાજક કનેં જા અનેં પુંતાનેં વતાડ કે તું તાજો થાએંજ્યો હે, અનેં પરમેશ્વર હારુ વેયો બદ્દો સડાવો સડાવ ઝેંના બારા મ મૂસા ના નિયમ મ લખેંલું હે, એંતરે કે બદ્દ મનખં જાણહે કે તું તાજો થાએંજ્યો હે.”
એક સેનિક ના અધિકારી નો વિશ્વાસ
(લુક. 7:1-10)
5ઝર ઇસુ કફરનહૂમ ગામ મ આયો, તર હો સેનિકં નો એક અધિકારી હેંનેં કન આયો, અનેં હેંને નરમાઈ થી ઇસુ હાતેં અરજ કરી. 6“હે પ્રભુ, મારો સેંવક ઘેર મ લખુવા ની બેંમારી ને લેંદે ઘણો દુઃખી થાએંનેં પડ્યો હે.” 7તર હેંના અધિકારી નેં કેંદું, “હૂં તાર ઘેર આવેંનેં હેંનેં હાજો કરેં.” 8પુંણ હેંને જવાબ આલ્યો, “હે પ્રભુ, હૂં એંનેં લાએંક નહેં, કે તું મારા ઘેર મ આવે, પુંણ તું ખાલી આં થીસ તારું વસન બુંલ દે, તે મારો સેંવક હાજો થાએ જાહે.” 9કેંમકે હૂં હુંદો બીજા અધિકારી ના અધીન મ હે, અનેં હો સેનિકં ની એક ટુકડી મારા અધીન મ હે, ઝર હૂં એક સેનિક નેં કું હે, “જા, તે વેયો જાએ હે, અનેં બીજા સેનિક નેં, આવ, તે વેયો આવે હે. અનેં ઝર મારા સેંવક નેં આજ્ઞા આલું હે, કે આ કામ કર, તે વેયો વેવુંસ કરે હે.”
10ઇયુ હામળેંનેં ઇસુ નેં નવાઈ લાગી, અનેં હેંને ઝી હેંનેં વાહેડ આવેં રિય હેંતં હેંનનેં કેંદું, હૂં તમનેં હાસું કું હે કે મેંહ આખા ઇસરાએંલ દેશ મ એક હુંદો માણસ નહેં ભાળ્યો, ઝી એંના બીજી જાતિ ના માણસ જુંગ મારી ઇપેર વિશ્વાસ કરે હે. 11અનેં તમનેં કું હે કે ઘણં બદ્દ બીજી જાતિ ન મનખં ઉગમણં અનેં બુડમણં થી આવેંનેં, ઇબ્રાહેંમ અનેં ઇસાગ અનેં યાકૂબ નેં હાતેં પરમેશ્વર ના રાજ મ ખાવાનું ખાહે. 12“પુંણ ઘણં બદ્દ યહૂદી મનખં ઝેંનં હારુ પરમેશ્વર નું રાજ તિયાર કરવા મ આયુ હે, હેંનનેં નરક મ દડ દેંવા મ આવહે, તાં વેય ગાંગરતં અનેં દાત કકડાવતં રેંહે.” 13ફેંર ઇસુવેં હો સેનિકં ના અધિકારી નેં કેંદું, “ઘેર જાતોરે, ઝેંવો તેં મારી ઇપેર વિશ્વાસ કર્યો હે, વેવુંસ તારી હારુ થાએ.” અનેં હેંનો નોકર હીનીસ વખત હાજો થાએંજ્યો.
ઘણં બદ્દ બેંમાર મનખં નેં હાજં કરવં
(મર. 1:29-34; લુક. 4:38-41)
14ઇસુ ઝર પતરસ ને ઘેર આયો, તે હેંને પતરસ ની હાહુ નેં તાવેં પડીલી ભાળી. 15ઇસુ હેંના હાથ નેં અડ્યો અનેં હેંનો તાવ ઉતરેં જ્યો, અનેં વેયે ઉઠેંનેં ઇસુ નેં ખાવાનું આલવા લાગેં ગઈ. 16ઝર હાંજ પડી તર વેય ઇસુ કનેં ઘણં બદ્દ મનખં નેં લાય ઝેંનં મ ભૂતડં ભરાએંલં હેંતં અનેં ઇસુવેં હેંનં ભૂતડં નેં પુંતાના વસન થી કાડ દેંદં, અનેં બદ્દ બેંમારનેં હાજં કર્ય. 17એંતરે કે ઝી વસન યશાયાહ ભવિષ્યવક્તા દુવારા કેંવા મ આયુ હેંતું વેયુ પૂરુ થાએ. “હેંને પુંતે હમારી નબળાજ્ય નેં લેં લીદી અનેં હમારી બદ્દી બેંમારી નેં તુંકેં લીદી.”
ઇસુ નો સેંલો બણવા ની શરત
(લુક. 9:57-62)
18ઇસુવેં ઝર પુંતાનેં સ્યારેં મેર એક મુટી ભીડ ભાળી તે પુંતાનં સેંલંનેં દરજ્યા નેં પેંલે પાર જાવાનું હોકમ આલ્યુ. 19ઝેંવા ઇસુ અનેં હેંના સેંલા જાવા હારુ તિયાર થાએં રિયા હેંતા, તર મૂસા નું નિયમ હિકાડવા વાળં મને એક જણે ટીકે આવેંનેં ઇસુ નેં કેંદું, “હે ગરુ, હૂં તારો સેંલો બણવા હારુ ઝાં-ઝાં તું જાહેં, તારી હાતેં આવેં.” 20ઇસુવેં હેંનેં કેંદું, “હિયાળં નેં રેંવા હારુ દએંડં રે હે, અનેં આકાશ મ ઉડવા વાળં હુંલં નેં રેંવા હારુ ઘેંહળા રે હે, પુંણ મનેં માણસ ના બેંટા હારુ એક ઘેર હુંદું નહેં ઝાં હુએં સકું.” 21એક બીજે સેંલે ઇસુ નેં કેંદું, “હે પ્રભુ, મનેં પેલ માર ઘેર પાસો જાવા દે, કે મારા બા નેં મરવા પસી હૂં હેંનેં ડાટેં અનેં ફેંર આવેંનેં તારો સેંલો બણેં.” 22“ઇસુવેં હેંનેં કેંદું, તું મારો સેંલો બણવા હારુ મારી વાહેડ આવ, અનેં ઝી મનખં આત્મા મ મરેંલં હે, હેંનનેં પુંતાનં મડદં ડાટવા દે.”
કુંએંણા નેં થમાવવું
(મર. 4:35-41; લુક. 8:22-25)
23ઝર ઇસુ નાવ મ સડ્યો, તે હેંના સેંલા હેંનેં વાહેડ થાએંજ્યા. 24અનેં ભાળો, દરજ્યા મ જુંર થી વાએંરું આયુ કે નાવ ઝાભોળેં થી ઢકાવા લાગી, અનેં ઇસુ હુતો હેંતો. 25તર સેંલંવેં ટીકે આવેંનેં ઇસુ નેં જગાડ્યો અનેં કેંદું, “હે પ્રભુ હમનેં બસાવ, હમું બદ્દા બુડવા કરજ્યે હે.” 26ઇસુવેં હેંનનેં કેંદું, “હે અરદા વિશ્વાસ વાળોં, હુંકા સમકો હે?” અનેં હેંને ઉઠેંનેં વાએંરા નેં અનેં પાણેં નેં વળગ્યો, તર બદ્દું ટાડું પડેંજ્યુ. 27અનેં વેયા વિસાર કરતા થાએંજ્યા અનેં કેંવા મંડ્યા, “ઇયો કેંવો માણસ હે કે વાએંરું અનેં પાણેં હુંદં હેંનો હોકમ માને હે.”
ભૂત ભરાએંલા બે માણસં નેં હાજા કરવા
(મર. 5:1-20; લુક. 8:26-39)
28ઝર ઇસુ અનેં એંના સેંલા ગલીલ દરજ્યા ને પેંલે પાર ગિરાસે મનખં ના પરદેશ મ પોત્યા, તે બે માણસ ઝેંનં મ ભૂત હેંતા માહણં મહા નકળેંનેં ઇસુ નેં મળ્યા. વેયા એંતરા ખતરનાક હેંતા કે કુઇ હેંના રસ્તા થી જાએં નેં સક્તું હેંતું. 29હેંનવેં જુંર થી સિસાએં નેં કેંદું, “હે પરમેશ્વર ના બેંટા, હમારે અનેં તારે હું હે? હું તું ટાએંમ થી પેલ હમનેં દુઃખ આલવા આં આયો હે?” 30હેંનં થી થુંડેક સિટી ઘણં બદ્દ ભુંડણં નો એક ટુંળો સરતો હેંતો. 31ભૂતડંવેં ઇસુ નેં એંમ કેં નેં અરજ કરી, “અગર તું હમનેં કાડે હે, તે ભુંડણં ના ટુંળા મ મુંકલેં દે.” 32હેંને હેંનનેં કેંદું, “જો!” અનેં વેય નકળેંનેં ભુંડણં મ ભરાએંજ્ય અનેં હામળો, ભુંડણં નો આખો ટુંળો ધેડેં હો ઘહકેંનેં દરજ્યા મ પડેંજ્યો, અનેં બુડેં મર્યો. 33હેંનં ના ગુંવાળ નાઠા, અનેં સેર મ જાએંનેં ઝેંનં મ ભૂતડં હેંતં હેંનની આખી વાત કેં હમળાવી. 34તર સેર ન ઘણં બદં મનખં ઇસુ નેં મળવા હારુ નકળેં આય, હેંનેં ભાળેંનેં અરજ કરી કે હમારી હીમ મહો બારતો નકળેં જા.
ទើបបានជ្រើសរើសហើយ៖
મત્તિ 8: GASNT
គំនូសចំណាំ
ចែករំលែក
ចម្លង
ចង់ឱ្យគំនូសពណ៌ដែលបានរក្សាទុករបស់អ្នក មាននៅលើគ្រប់ឧបករណ៍ទាំងអស់មែនទេ? ចុះឈ្មោះប្រើ ឬចុះឈ្មោះចូល
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.