મત્તિ 18

18
હરગ રાજ મ મુંટું કુંણ
(મર. 9:33-37; લુક. 9:46-48)
1હેંને ટાએંમેં સેંલા ઇસુ કન આવેંનેં પૂસવા મંડ્યા, “હરગ ના રાજ મ મુંટું કુંણ હે?” 2તર ઇસુવેં હેંનં ના મન ના વિસાર નેં જાણ લેંદો, અનેં એક સુંરા નેં ટીકે બુંલાવેંનેં હેંનનેં વસ મ ઇબો કર્યો. 3અનેં કેંદું, “હૂં તમનેં હાસું કું હે કે ઝર તક તમું પાપ કરવું નેં સુંડો અનેં નાનં સુંરં નેં જેંમ નેં બણો, તે પરમેશ્વર ના રાજ મ નેં જાએં સકો. 4ઝી કુઇ પુંતે-પુંતાનેં એંના બાળક નેં જેંમ નાનું કરહે, વેયુ હરગ ના રાજ મ મુંટું થાહે. 5અનેં ઝી કુઇ એંવં સુંરં નેં મારા નામ થી ગરહણ કરે હે, વેયુ મનેં ગરહણ કરે હે.”
ઠુંકર ખવાડવા વાળં ઇપેર હાય
(મર. 9:42-48; લુક. 17:1-2)
6“પુંણ ઝી કુઇ એંનં નાનં મનં ઝી મારી ઇપેર વિશ્વાસ કરે હે, એક નો યે વિશ્વાસ સુંડ દેંવાનું કારણ બણે, તે હેંના મનખં હારુ તાજું હે કે હેંના ગળા મ એક ભારી ભાઠો બાંદેંનેં દરજ્યા મ દડ દેંવા મ આવતું. 7ઠુંકર નેં લેંદે દુન્ય ન મનખં ઇપેર હાએ! ઠુંકર તે લાગવીસ હે, પુંણ હાએ હેંના મનખ ઇપેર ઝેંનેં દુવારા ઠુંકર લાગે હે.
8અગર તારો હાથ કે તારો પોગ તનેં પાપ કરવા નો કારણ બણે તે હેંનેં કાપેં દડ, ઝર તું હરગ મ જાએ, તે ભલે તારી કન ખાલી એક હાથ અનેં એકેંસ પોગ વેહ, વેયુ અસલ હે. પુંણ તારી કન બે હાથ અનેં બે પોગ વેહ અનેં તું નરક મ જાએ, તે વેયુ ઘણું કાઠું હે. 9અગર તારી આંખ તનેં પાપ કરવા નો કારણ બણે તે હેંનેં કાડ દડ. ઝર તું પરમેશ્વર ના રાજ મ જાએ, તે ભલે તારી કન ખાલી એકેંસ આંખ વેહ, વેયુ અસલ હે. પુંણ તારી કન બે આંખેં વેહ અનેં તું નરક મ જાએ, તે વેયુ ઘણું કાઠું હે.
ખુંવાએંલા ઘેંઠા નો દાખલો
(લુક. 15:3-7)
10હામળો, તમું એંનં નાનં મહી કેંનેં યે નકમ્મું નેં હમજતા વેહ, કેંમકે હૂં તમનેં કું હે કે હરગ મ હેંનં ના હરગદૂત, બા નેં હામેં હમેશા રે હે. 11કેંમકે હૂં માણસ નો બેંટો ખુંવાએંલં મનખં નેં બસાવા આયો હે.
12તમું હું હમજો હે? અગર કઇનાક માણસ ન હો ઘેંઠં વેહ, અનેં હેંનં મહું એક ઘેંઠું ખુંવાએં જાએ, તે હું વેયો નવાણું ઘેંઠં નેં સુંડેંનેં, ડુંગોર મ જાએંનેં, હેંના ખુંવાએંલા ઘેંઠા નેં જુંવહે? 13અનેં અગર એંવું થાએ કે ઘેંઠું હેંનેં મળેં જાએ, તે હૂં તમનેં હાસું કું હે કે વેયો હેંનં નવાણું ઘેંઠં હારુ ઝી ખુંવાય નેં હેંતં, એંતરું આનંદ નેં કરે, ઝેંતરું કે એંના એક ઘેંઠા હારુ કરે. 14ઇવીસ રિતી તમારો પરમેશ્વર બા ઝી હરગ મ હે વેયો એંવું નહેં સાહતો કે એંનં નાનં મનું એક હુંદું નાશ થાએં જાએ.”
ગુંનેગાર નેં હાતેં કેંવો વેવહાર કરવો
15અગર કુઇ તારો વિશ્વાસી ભાઈ તારી વિરુધ ગુંનો કરે, તે જા અનેં એંખલા મ વાત સિત કરેંનેં હેંનેં હમજાડ, અગર વેયો તારી વાત હામળેંનેં માન લે, તે તેં તારા વિશ્વાસી ભાઈ નેં પાસો મેંળવેં લેંદો. 16પુંણ અગર વેયો નેં હામળે, તે એક કે બે જણં નેં તારી હાતેં લેં જા, કેંમકે મૂસા ના નિયમ ને પરમણે કઇના બી ગુંના નેં બે કે તાંણ ગવાહ નેં દુવારા સહી સાબિત કરવું જુગે. 17અગર વેયો હેંનની હુદી નેં માને, તે મંડલી વાળં નેં કેં દે, પુંણ અગર વેયો મંડલી ની હુદી નેં માને, તે તું હેંનેં હાતેં હીવીસ રિતી વેવહાર કર ઝેંવો તું કઇનીક બીજી જાતિ વાળં કે વેરું લેંવા વાળં હાતેં કરે હે.
એક મન થાએંનેં પ્રાર્થના કરવું
18“હૂં તમનેં હાસું કું હે, ઝી કઇ તમું ધરતી ઇપેર બાંદહો, વેયુ હરગ મ બંદાહે અનેં ઝી કઇ તમું ધરતી ઇપેર ખોલહો, વેયુ હરગ મ ખોલાહે. 19ફેંર હૂં તમનેં કું હે, અગર તમં મહં કુઇ બી બે જણં ધરતી ઇપેર કઇનીક વાત હારુ પ્રાર્થના મ એક મન થાએંનેં માંગે હે, તે વેયુ મારા બા ના તરફ થી ઝી હરગ મ હે, હેંનં હારુ પૂરી થાહે. 20કેંમકે ઝાં બે કે તાંણ માર મનખં મારા નામ થી ભેંગં થાએં હે, વેંહાં હૂં હેંનનેં વસ મ હઝર થું હે.”
દયા વગર ના નોકર નો દાખલો
21તર પતરસેં ટીકે આવેંનેં ઇસુ નેં કેંદું, “હે પ્રભુ, અગર મારો વિશ્વાસી ભાઈ ગુંનો કરતો રે, તે હૂં કીતરી વાર હેંનેં માફ કરું? હું હાત વાર તક?” 22ઇસુવેં હેંનેં કેંદું, “હૂં તનેં એંમ નહેં કેંતો કે હાત વાર તક પુંણ હાત વાર ના હિત્તર ગણા તક હેંનેં માફ કરવું જુગે.”
23હરગ નું રાજ હેંના સેંઠ નેં જેંમ હે, ઝેંને પુંતાનં નોકર થી હિસાબ લેંવા સાઈહો, 24ઝર સેંઠ હિસાબ લેંવા મંડ્યો, તે એક માણસ હેંનેં હામેં લાવવા મ આયો ઝી હુંના ન સિક્કં ની દસ હજાર બુરજ્યી નો દેંવેદાર હેંતો. 25ઝર કે લેંણું ભરવા હારુ હેંનેં કન કઇસ નેં હેંતું, તે હેંને સેંઠેં કેંદું, “ઇયો અનેં ઇની બજ્યેર અનેં એંનં સુંરં અનેં ઝી કઇ એંનું હે બદ્દું વેંસેંનેં લેંણું ભરવામ આવે.” 26તર હેંને નોકરેં મોડા ભેર પડેંનેં હેંનેં પોગેં લાગ્યો, અનેં કેંદું, “હે સેંઠ ધારેંણ રાખ, હૂં બદ્દુંસ લેંણું ભર દેં.” 27તર હેંના સેંઠેં માયા કરેંનેં નોકર નેં સુંડ દેંદો, અનેં હેંનું બદ્દું લેંણું હુંદું માફ કર દેંદું.
28“પુંણ ઝર વેયો નોકર ઝેંનું લેંણું સેંઠેં માફ કર્યુ હેંતું, બારતં નકળ્યો તે હેંના હાત વાળં નોકર મનો એક હેંનેં મળ્યો, હેંનેં કન ઇયો નોકર હો દાડં ની મજૂરી માંગતો હેંતો. હેંને હેંનેં હાએંનેં હેંનું ગળું દબાયુ અનેં કેંદું, ઝી કઇ લેંણું હૂં તારી કન માંગું હે ભર દે.” 29તર હેંનેં હાત વાળો નોકર હેંનં પોગ મ પડેંનેં હેંનેં અરજ કરવા મંડ્યો, “ધારેંણ રાખ, હૂં બદ્દુંસ લેંણું ભર દેં.” 30પુંણ વેયો નેં માન્યો, હેંનેં લેં જાએંનેં જેલ ખાના મ નાખેં દેંદો, કે ઝાં તક લેંણું નેં ભરે, તાં તક વેંહાંસ રે. 31હેંના હાત વાળા બીજા નોકર ઇયુ ઝી થાયુ હેંતું ભાળેંનેં ઘણા દુઃખી થાયા, અનેં જાએંનેં પુંતાના સેંઠ નેં આખી વાત વતાડ દીદી. 32તર સેંઠેં હેંનેં બુંલાવેંનેં કેંદું, “હે ભુંડા નોકર, તેં મનેં અરજ કરી, તે મેંહ તારું વેયુ પૂરુ લેંણું માફ કર દેંદું. 33એંતરે હારુ ઝેંમ મેંહ તારી ઇપેર દયા કરી, વેમેંસ હું તારે હુદી તારા હાત વાળા નોકર ઇપેર દયા કરવી નેં જુગતી હીતી?” 34અનેં હેંને સેંઠેં રિહ મ આવેંનેં, હેંનેં સજ્યા આલવા વાળં નેં હાથ મ હુંપેં દેંદો, કે ઝર તક વેયો બદ્દું લેંણું નેં ભરેં, તર તક હેંનં ના હાથ મ રે.
35“ઇવીસ રિતી અગર તમં મન દરેક તમારા વિશ્વાસી ભાઈ નેં માફ નેં કરહે, તે મારો બા ઝી હરગ મ હે, તમનેં હુંદો વેવુંસ કરહે.”

ទើបបានជ្រើសរើសហើយ៖

મત્તિ 18: GASNT

គំនូស​ចំណាំ

ចែក​រំលែក

ចម្លង

None

ចង់ឱ្យគំនូសពណ៌ដែលបានរក្សាទុករបស់អ្នក មាននៅលើគ្រប់ឧបករណ៍ទាំងអស់មែនទេ? ចុះឈ្មោះប្រើ ឬចុះឈ្មោះចូល