ઉત્પત્તિ 22
22
ઇબ્રાહિમ પુત્રનું બલિદાન આપવા તૈયાર
1આ બધું થઈ ગયા પછી દેવે ઇબ્રાહિમના વિશ્વાસની કસોટી કરવાનું નકકી કર્યુ. દેવે તેને કહ્યું, “ઇબ્રાહિમ!”
ત્યારે ઇબ્રાહિમે ઉત્તર આપ્યો, “હું આ રહ્યો.”
2દેવે કહ્યું, “તારા પુત્રને, તારા એકનાએક પુત્રને, જે તને વહાલો છે તે ઇસહાકને લઈને તું મોરિયા પ્રદેશમાં જા. અને ત્યાં હું કહું તે ડુંગર ઉપર તું તેનું દહનાર્પણ કર.”
3તેથી ઇબ્રાહિમ સવારે વહેલો ઊઠયો અને તેણે ગધેડા પર જીન નાખ્યું. ઇબ્રાહિમે તેના પુત્ર ઇસહાક અને બે નોકરોને સાથે લીધા. ઇબ્રાહિમે યજ્ઞ માંટે લાકડાં કાપીને તૈયાર કર્યા. અને પછી દેવે કહ્યું હતું તે જગ્યાએ જવા નીકળ્યા. 4ત્રણ દિવસના પ્રવાસ પછી ઇબ્રાહિમે ઉપર જોયું અને જે જગ્યાએ એ જતાં હતા તે જગ્યા દૂર નજરે પડી. 5પછી ઇબ્રાહિમે પોતાના નોકરોને કહ્યું, “તમે અહીં ગધેડા પાસે રહો, હું માંરા પુત્રને તે જગ્યાએ લઈ જઈશ અને ઉપાસના વિધી કરીશ, પછી અમે પાછા આવીશું.”
6ઇબ્રાહિમે યજ્ઞ માંટેનાં લાકડાં લીધાં અને પોતાના પુત્ર ઇસહાકના ખભા પર ચઢાવ્યાં. અને ઇબ્રાહિમે પોતાના હાથમાં અગ્નિ અને છરો લીધો પછી ઇબ્રાહિમ અને તેનો પુત્ર બંને ઉપાસના માંટે તે જગ્યાએ એક સાથે ગયા.
7ઇસહાકે પોતાના પિતા ઇબ્રાહિમને કહ્યું, “પિતાજી!”
ઇબ્રાહિમે ઉત્તર આપ્યો, “હા, બેટા, શું છે?”
ઇસહાક બોલ્યો, “જુઓ, અગ્નિ અને લાકડાં હું જોઉં છું. પણ દહનાર્પણ માંટે ઘેટું કયાં છે?”
8ઇબ્રાહિમે ઉત્તર આપ્યો, “બેટા, દહનાર્પણ માંટેનું ઘેટું દેવ જાતે જ આપણને પૂરું પાડશે.”
તેથી, તેઓ બંને આગળ વધ્યા. 9જયારે તેઓ દેવે કહેલી જગ્યાએ આવી પહોંચ્યા ત્યારે ઇબ્રાહિમે એક વેદી તૈયાર કરી, તેના પર લાકડાં ગોઠવ્યાં અને પોતાના પુત્ર ઇસહાકને બાંધીને વેદી પરનાં લાકડાં ઉપર ચઢાવી દીધો. 10પછી ઇબ્રાહિમે પોતાનો છરો કાઢયો અને પુત્રનો વધ કરવાની તૈયારી કરી.
11ત્યારે યહોવાના દૂતે ઇબ્રાહિમને રોકયો. દેવદૂતે આકાશમાંથી બોલાવ્યો. “ઇબ્રાહિમ, ઇબ્રાહિમ!”
ઇબ્રાહિમે ઉત્તર આપ્યો, “જી!”
12દેવદૂતે કહ્યું, “તારા પુત્રને માંરીશ નહિ, તેને કોઇ સજા કરીશ નહિ, મેં જોયું કે, તું દેવનો આદર કરે છે અને તેની આજ્ઞાનું પાલન કરે છે. મેં જોઇ લીધું છે કે, તું તારા એકના એક પુત્રને માંરા માંટે બલિ ચઢાવતાં ખચકાયો નથી.”
13ઇબ્રાહિમે ઊંચી નજર કરીને જોયું તો તેની પાછળ ઝાડીમાં એક ઘેટો શિંગડા ભરાઈ જવાથી ફસાઈ ગયો હતો. ઇબ્રાહિમે તેને પકડયો અને પોતાના પુત્રને બદલે દહનાર્પણ તરીકે ચઢાવ્યો. અને ઇબ્રાહિમનો પુત્ર બચી ગયો. 14તેથી ઇબ્રાહિમે તે જગ્યાનું નામ “યહોવા-યિરેહ”#22:14 યહોવા-યિરેહ તેનો અર્થ એ છે કે “દેવ જુએ છે” અથવા યહોવા આપે છે. પાડયું. આજે પણ લોકો કહે છે, “આ પર્વત પર યહોવાને જોઇ શકાય છે.”
15યહોવાના દૂતે આકાશમાંથી બીજી વાર ઇબ્રાહિમને સાદ કરીને કહ્યું. 16દેવદૂતે કહ્યું, “યહોવાની આ વાણી છે: હું માંરી જાતના સમ લઉં છું કે, તેં આ કામ માંરે માંટે કર્યુ છે, અને તારા પુત્રને, તારા એકના એક પુત્રને મને બલિ ચઢાવતાં તું ખચકાયો નથી. 17તેથી હું જરૂર તને આશીર્વાદ આપીશ. હું આકાશના તારા જેટલા, દરિયાકાંઠાની રેતી જેટલા તારા વંશજો વધારીશ. અને તારા વંશજો પોતાના દુશ્મનોને કબજે કરશે. 18અને તારા વંશજો દ્વારા ધરતી પરની તમાંમ પ્રજા આશીર્વાદ પામશે, કારણ કે તેં માંરું કહ્યું માંન્યું છે અને તે પ્રમાંણે કર્યુ છે.”
19પછી ઇબ્રાહિમ પોતાના નોકરો પાસે પાછો આવ્યો. તેઓ સાથે મળીને બેર-શેબા ગયા અને ઇબ્રાહિમ બેર-શેબામાં જ રહ્યો.
20ત્યારબાદ ઇબ્રાહિમને ખબર મળી કે, “તારા ભાઈ નાહોરથી મિલ્કાહને પણ બાળકો થયા છે. 21સૌથી મોટો પુત્ર ઉસ, તેનો ભાઈ બૂઝ, અરામનો પિતા કમુએલ. 22કેસેદ, હઝો, પિલ્દાશ, યિદલાફ અને બથુએલ.” 23બથુએલ રિબકાનો પિતા હતો. ઇબ્રાહિમના ભાઈ નાહોરથી મિલ્કાહને આ આઠ સંતાનો થયા. 24આ ઉપરાંત તેની રઉમાંહ નામની દાસીને ટેબાહ, ગાહામ, તાહાશ અને માંઆકાહ જન્મ્યા.
Nke Ahọpụtara Ugbu A:
ઉત્પત્તિ 22: GERV
Mee ka ọ bụrụ isi
Kesaa
Mapịa

Ịchọrọ ka echekwaara gị ihe ndị gasị ị mere ka ha pụta ìhè ná ngwaọrụ gị niile? Debanye aha gị ma ọ bụ mee mbanye
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International