માર્ક 11
11
ઈસુને યરુશાલેમમાં અંદર આવવું
(માથ્થી 21:1-11; લૂક 19:28-40; યોહ. 12:12-19)
1જઈ ઈસુ અને એના ચેલાઓ યરુશાલેમ શહેરની બાજુમાં આવ્યા, તો તેઓ બેથફાગે અને બેથાનિયા શહેરની પાહે ગયા, ઈ ગામડાઓ જૈતુનના ડુંગર ઉપર હતાં, ન્યા ઈસુ બે ચેલાઓને એમ કયને મોકલ્યા કે, 2“હામેના ગામમાં જાવ અને એમા પૂગતા જ એક ગધેડાનું ખોલકું મળશે, જેની ઉપર કોય માણસ કોય દિવસ બેઠો નો હોય, એવો બાંધેલો તમને મળશે, એને છોડીને લીયાવો. 3જો કોય તમને પૂછે કે, તમે શું કરો છો? તો એમ કેજો કે, ઈસુ મારા પરભુને એનો ઉપયોગ કરવાની જરૂર છે. ઈ એને જલ્દી જ આયા પાછો મોકલી દેહે.” 4ચેલાઓ ગામમાં ગયા ન્યા એક ઘરના કમાંડની બારે ખુલ્લા મારગમાં બાંધેલુ ખોલકું તેઓને મળ્યું, તેઓ એને છોડવા લાગ્યા. 5તેઓમાંથી જે ન્યા ઉભા હતાં, એમાંથી કેટલાક કેવા લાગ્યા કે, “આ શું કરો છો, ખોલકાને કેમ છોડો છો?”
6ચેલાઓએ જેવું ઈસુએ કીધુ હતું, એવુ જ તેઓને કય દીધુ; ઈ હાટુ લોકોએ તેઓને ખોલકાને લય જાવાની રજા આપી. 7બે ચેલાઓ ખોલકાને ઈસુની પાહે લીયાવ્યા અને પોતાના બારના પેરેલા લુગડા એની ઉપર નાખી દીધા, પછી ઈસુ ખોલકા ઉપર બેહી ગયો. 8જેમ ઈસુ ખોલકા ઉપર સવારી કરીને યરુશાલેમ બાજુ આગળ વધ્યો, એમ જ ઘણાય બધા લોકોએ એનાં મારગ ઉપર પોતાના લુગડા પાથરીને એને માન આપ્યું. કેટલાક બીજા લોકોએ મારગ ઉપર પાંદડા વાળી ડાળખ્યું પાથરીને એને આદર કરયુ જેણે તેઓએ મારગની આજુ બાજુના ઝાડવાથી કાપ્યા હતા. 9કેટલાક લોકો ઈસુની આગળ અને બીજા લોકો ઈસુની પાછળ હાલનારાઓ તેઓ રાજી થયને રાડો પાડતા કીધુ કે, “હોસાન્ના#11:9 હોસાન્ના પરમેશ્વરની સ્તુતિ થાઓ! પરમેશ્વર એનાથી રાજી છે જે એના અધિકારથી આવે છે. 10આશીર્વાદિત છે જે આપડા વડવાઓ રાજા દાઉદનું રાજ્ય જે પરમેશ્વરનાં અધિકારમાં આવે છે, પરમેશ્વર જે સ્વર્ગમા રેય છે, એની હોસાન્ના.” 11જઈ ઈસુ યરુશાલેમ શહેરમાં પૂગ્યો, એની પછી, ઈ મંદિરમાં ગયો. એણે બધીય બાજુ દરેક વસ્તુને ધ્યાનથી જોયું અને પછી એને શહેર છોડી દીધુ કેમ કે, બપોર પેલા જ મોડું થય ગયુ હતું. પછી ઈ પોતાના બાર ચેલાઓની હારે બેથાનિયા ગામમાં જાવા હાટુ નીકળી ગયા.
અંજીરીના ઝાડને હરાપ આપવો
(માથ્થી 21:18-19)
12બીજા દિવસે જઈ તેઓ બેથાનિયા ગામમાંથી નીકળા તો ઈસુને ભુખ લાગી. 13અને ઈ આઘેથી પાંદડાથી ભરેલું અંજીરનું ઝાડ જોયને એની પાહે ગયો કે, એમાંથી અંજીર મળી જાય પણ પાંદડાઓ સિવાય કાય નો મળ્યું કેમ કે, ફળની ઋતુ નોતી. 14તઈ ઈસુએ ઝાડને કીધુ કે, “હવેથી તુ કોયદી ફળ નય આપે.” અને એના ચેલાઓ હાંભળી રયા હતા.
મંદિરમાંથી વેપારીઓને કાઢવા
(માથ્થી 21:12-17; લૂક 19:45-48; યોહ. 2:13-22)
15એના પછી ઈસુ અને એના ચેલાઓ યરુશાલેમ શહેરમાં પુગ્યા અને મંદિરના ફળીયામાં ગયા. એને ઈ લોકોને ઈ જગ્યાથી બારે કાઢી મુકવાનું સાલું કરી દીધુ, જે બલિદાન હાટુ સડાવવામાં આવતાં જનાવરો અને બીજી વસ્તુઓ ખરીદતા અને વેસતા હતા. એણે રૂપીયા બદલવા વાળાઓની મેજને ઉધ્યું વાળી દીધ્યું, અને એણે બલિદાન હાટુ કબુતરો વેસનારાઓની મેજને ઉધ્યું વાળી દીધ્યું.
16અને એણે લોકોને આજ્ઞા આપી કે, તેઓ મંદિરના આંગણાની આજુ-બાજુની જગ્યાથી વસ્તુઓ લય જાવાનું બંધ કરે. 17અને શિક્ષણ આપતી વખતે તેઓને કીધુ કે, “મારું ઘર પ્રાર્થનાનું ઘર કેવાય છે કે, જ્યાં બધીય જાતિના લોકો પ્રાર્થના કરવા હાટુ આવે છે, પણ તમે એને લુંટારાઓની ગુફા બનાવી દીધી છે.” 18તો પછી મુખ્ય યાજકો અને યહુદી નિયમના શિક્ષકોને બતાવવામાં આવ્યું કે, ઈસુએ શું કરયુ હતું, તેઓ એનાથી બીતા હતાં કેમ કે, ટોળાના બધાય લોકો એના શિક્ષણ ઉપર અચરત હતા. ઈ હાટુ તેઓ એક મારગ ગોતવા લાગ્યા જેથી તેઓ એને મારી હકે. 19અને જઈ હાંજ થય, તો ઈસુ અને એના ચેલાઓ શહેર છોડીને બેથનીયા ગામની બાજુ ઈ રાતે હુવા હાટુ વય ગયા.
વિશ્વાસનું સામર્થ્ય
(માથ્થી 21:20-22)
20બીજા દિવસે હવારના પોરમાં, જઈ ઈસુ અને એના ચેલાઓ પાછા યરુશાલેમ શહેર બાજુ જાતા હતાં, તઈ તેઓએ અંજીરના ઝાડને પાછુ જોયું, તઈ ઈ મુળયાથી આખુય હુકાઈ ગયું હતું. 21પિતરને ઈ વાત યાદ આવી અને એણે ઈસુને કીધુ કે, “હે ગુરુ, જોવ! આ અંજીરના ઝાડને તમે હરાપ દીધો હતો ઈ મુળયેથી આખુય હુકાય ગયું છે.” 22ઈસુએ એને જવાબ આપ્યો કે, વિશ્વાસ કરો કે, જે તમે માગ્યું છે, ઈ પરમેશ્વર તમને આપશે. 23હું તમને હાસુ કવ છું કે, જો કોય આ ડુંઘરાને કેય કે, “ઉખડી જા, અને દરીયામાં જયને પડ, અને પોતાના હ્રદયમાં શંકા કરતો નય કે, એવુ થાહે, પણ વિશ્વાસ કરો કે, જે એણે માગ્યું છે પરમેશ્વર એને આપશે, તઈ પરમેશ્વર એની હાટુ આ કરી દેહે. 24ઈ હાટુ હું તમને કવ છું કે, જે કાય તમે પ્રાર્થના કરીને માગો અને વિશ્વાસ કરો કે, પરમેશ્વરે પેલા જ તમારી વિનવણી અપનાવી લીધી છે અને પરમેશ્વર તમને આ આપશે. 25આ રીતે જઈ તમે ઉભા રયને પ્રાર્થના કરો છો, તો જો તમારા મનમા કોય બીજા પર્ત્ય કાય વિરોધ હોય, તો માફ કરો: ઈ હાટુ કે, પરમેશ્વર તમારો બાપ જે સ્વર્ગમા રેય છે ઈ પણ તમારા અપરાધો માફ કરશે. 26પણ જો તમે એને માફ નય કરો તો તમારો પરમેશ્વર બાપ પણ જે સ્વર્ગમા છે, ઈ તમારા પાપો માફ નય કરે.”
અધિકાર ઉપર પ્રશ્ન
(માથ્થી 21:23-27; લૂક 20:1-8)
27ઈસુ અને એના ચેલાઓ યરુશાલેમ શહેરમાં પાછા આવ્યા, જઈ ઈ મંદિરમાં ફરતો હતો તઈ મુખ્ય યાજકો અને યહુદી નિયમના શિક્ષકો અને વડીલો એની પાહે આવીને, 28પૂછવા લાગ્યા કે, “તું ક્યાં અધિકારથી આ કામ કર છો, આ અધિકાર તને કોણે દીધો છે?” 29ઈસુએ ઈ બધાયને કીધુ કે, “હું એક વાત તમને પૂછીશ જો એનો જવાબ તમે મને દયો, તો હું ક્યા અધિકારીથી આ કામ કરું છું, ઈ હું પણ તમને કેય. 30જઈ યોહાને લોકોને જળદીક્ષા આપી, તો શું એનો અધિકાર સ્વર્ગથી પરમેશ્વર તરફથી આવ્યો કે લોકો તરફથી મને કયો?” 31તઈ તેઓએ અંદરો અંદર વિસાર કરીને કેવા લાગ્યા કે, “જો આપડે જવાબ આપીએ કે, સ્વર્ગથી પરમેશ્વર તરફથી, તો ઈ અમને પૂછશે કે, તઈ તમે એની ઉપર વિશ્વાસ કેમ કરયો નય?” 32પણ જો આપડે કેયી કે, માણસો તરફથી, તો તેઓ લોકોની ગડદીથી બીતા હતાં, જે આ માનતા હતાં કે યોહાન પરમેશ્વર તરફથી એક હાસો આગમભાખીયો હતો. 33તઈ તેઓએ ઈસુને જવાબ આપ્યો કે, “અમે નથી જાણતા કે, યોહાને લોકોને જળદીક્ષા આપવા હાટુ કોણે મોકલ્યો.” ઈસુએ કીધુ કે, “હું હોતન તમને નય કવ કે, ક્યા અધિકારથી હું આ કામ કરું છું.”
Pilihan Saat Ini:
માર્ક 11: KXPNT
Sorotan
Berbagi
Salin
Ingin menyimpan sorotan di semua perangkat Anda? Daftar atau masuk
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.