માર્ક 1

1
યોહાન જળદીક્ષા દેનારાનો સંદેશો
(માથ્થી 3:1-12; લૂક 3:1-18; યોહ. 1:19-28)
1આવી રીતે પરમેશ્વરનો દીકરો ઈસુ મસીહની વિષે હારા હમાસારની શરુઆત થય. 2જેમ યશાયા આગમભાખીયાની સોપડીમા લખેલુ છે કે, પરમેશ્વરે એના દીકરા મસીહને કીધુ કે, “જો હું તારી આગળ મારા સંદેશાવાહકને મોકલું છું, ઈ તારી હાટુ લોકોને તૈયાર કરશે.” 3વગડામાં કોય પોકારનાર લોકોને બોલાવી રયું છે, જે એનુ હાંભળે છે, અને કેય છે કે, “તમારી પોતાની જાતને પરભુનો આવકાર કરવા હાટુ બધીય રીતે તૈયારી કરી લેય, જેની હાટુ ઈ આવવાનો છે.” 4જે સંદેશાવાહક વિષે યશાયા આગમભાખીયાએ લખુ હતું ઈ યોહાન હતો, લોકો જળદીક્ષા આપનાર કેતા હતા. અને યોહાન યર્દન નદી પાહે વગડામાં હતો, અને એમ કેતો કે, તમારા પાપનો પસ્તાવો કરો તો પરમેશ્વર તમને માફી આપશે અને હું તમને જળદીક્ષા આપય. 5યહુદીયા જિલ્લાના અને યરુશાલેમ શહેરના ઘણાય બધાય લોકો યોહાનનું હાંભળવા વગડામાં ગયા. જઈ લોકોએ માની લીધું કે તેઓએ પાપો કરયા છે તઈ યોહાને તેઓને યર્દન નદીમાં જળદીક્ષા આપી.
6એક આગમભાખયાની જેમ યોહાનના લુગડા ઉટના રુવાડાના હતાં, એની કડે ઈ સામડાનો પટો બાંધતો, અને ટીડડા અને રાની મધ ખાતો હતો. 7જઈ યોહાન પાણીથી જળદીક્ષાનો પરચાર કરવા લાગ્યો તઈ એણે લોકોને એવુ કીધુ કે, “એક માણસ જે મારાથી મહાન છે, ઈ જલ્દી આવનાર છે. હું તો ચાકરની જેમ એના પગરખાની વાધરી છોડવાને લાયક પણ નથી. 8મે તો પાણીથી તમારુ જળદીક્ષા કરયુ, પણ ઈ પવિત્ર આત્માથી તમને જળદીક્ષા આપશે.”
ઈસુની જળદીક્ષા
(માથ્થી 3:13-4:11; લૂક 3:21-22; 4:1-13)
9ઈ દિવસોમાં જઈ યોહાન પરચાર કરી રયો હતો, તઈ ઈસુ નાઝરેથ નગરમાંથી જે ગાલીલ જિલ્લામાં હતું ન્યાથી આવ્યો, અને ઈ જ્યાં યોહાન પરચાર કરી રયો હતો ન્યા ગયો અને યોહાને એને યર્દન નદીમાં જળદીક્ષા આપી. 10જઈ ઈસુ પાણીમાંથી ઉપર આવ્યો, તો તરત જ એણે આભને ખુલેલુ અને પવિત્ર આત્મા કબુતરની જેમ પોતાની ઉપર ઉતરતા જોયું. 11આભમાંથી પરમેશ્વરની એવી વાણી થય કે, “તુ મારો દીકરો છે, અને હું તને પ્રેમ કરું છું, અને હું તારાથી બોવ રાજી છું.”
ઈસુનું પરીક્ષણ
(માથ્થી 4:1-11; લૂક 4:1-13)
12ઈસુ જળદીક્ષા પામ્યા પછી તરત જ પવિત્ર આત્મા એને વગડામાં લય ગયો. 13ઈસુ સ્યાલીસ રાત અને દિવસ હુધી વગડામાં રયો. ઈ વખતે શેતાન એનુ પરીક્ષણ કરતો હતો. અને ઈ જગ્યામાં જંગલી જનાવરો પણ હતાં અને સ્વર્ગદુતો ઈસુની સેવા કરતાં હતા.
ગાલીલમાં ઈસુનો સંદેશો
(માથ્થી 4:12-22; લૂક 4:14-15; 5:1-11)
14થોડાક વખત પછી જઈ રાજા હેરોદે યોહાનને જેલખાનામાં નાખી દીધો, તઈ ઈસુ ગાલીલ જિલ્લામાં વયો ગયો. અને ન્યા લોકોની વસે પરમેશ્વરની તરફથી હારા હમાસારનો પરચાર કરયો કે, 15“પરમેશ્વરનો નક્કી કરેલ વખત આવી ગયો છે, અને પરમેશ્વરનું રાજ્ય ઢુંકડુ આવી ગયુ છે.#1:15 અને પરમેશ્વરનું રાજ્ય ઢુંકડુ આવી ગયુ છે, તમારા પાપીલા કામોનો પસ્તાવો કરો અને હારા હમાસાર ઉપર વિશ્વાસ કરો.”
સ્યાર માછીમારોને બોલાવવા
(માથ્થી 13:10-17; લૂક 8:9-10)
16એક દિવસ જઈ ઈસુ ગાલીલ દરિયાના કાઠે હાલતોતો એટલામાં એણે સિમોન અને એનો નાનો ભાઈ આંદ્રિયાને દરિયામાં જાળ નાખતા જોયા કેમ કે, તેઓ માછલીઓ પકડનાર હતા. 17અને ઈસુએ તેઓને કીધુ કે, મારી વાહે આવો અને હું તમને આ શિખવાડય કે, લોકોને કેવી રીતે મારા ચેલા બનાવવા. 18તેઓએ તરત જ માછલીઓ પકડવાનું છોડી દીધુ અને ઈસુના ચેલા બની ગયા. 19તઈ ઈસુ અને એના બે ચેલાઓ દરિયાના કાઠે ફરતા થોડાક હજી આગળ વધ્યા, અને ઈસુએ બે માણસોને જોયા જેઓનું નામ યાકુબ અને એનો ભાઈ યોહાન હતું. ઈ ઝબદીના દીકરાઓ હતા. ઈ એક હોડીમાં પોતાની જાળો હરખી કરતાં હતા. 20જેવા ઈસુએ તેઓને જોયા, એણે તેઓને કીધુ કે, “મારી હારે આવો.” અને તેઓ પોતાના બાપ ઝબદીને મજૂરોની હારે હોડીમાં મૂકીને ઈસુની હારે ગયા.
ઈસુએ વળગાડ વળગેલા માણસને હાજો કરયો
(લૂક 4:31-37)
21ઈસુ અને એના ચેલાઓ કપરનાહૂમ શહેરમાં ગયા, જઈ યહુદી લોકોનો બીજો વિશ્રામવારનો દિવસ આવ્યો, તઈ ઈસુ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાએ જયને શિક્ષણ આપવા લાગ્યો. 22અને યહુદી નિયમના શિક્ષકો એના શિક્ષણથી સોકી ગયા કેમ કે, યહુદી નિયમના શિક્ષકોની જેમ નય, પણ જેને અધિકાર હોય એમ તેઓને શિક્ષણ આપતો હતો. 23જઈ ઈસુ શિક્ષણ આપી રયો હતો ઈજ વખતે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં એક માણસ જેને મેલી આત્મા વળગેલી હતી. 24“એણે રાડો પાડીને કીધુ કે, અરે નાઝરેથ નગરવાસી ઈસુ, તુ અમને હેરાન કરતો નય, તુ અમારો નાશ કરતો નય, અને ઈ હું જાણું છું કે, તુ કોણ છે? તુ એક ખાલી પવિત્ર છે જે પરમેશ્વર તરફથી આવ્યો છે.” 25પણ ઈસુએ મેલી આત્મા વળગેલાને ધમકાવીને કીધું કે, “સૂપ રે! અને એનામાંથી નીકળી જા.” 26તઈ મેલી આત્માએ એને મવડી નાખીને અને મોટી રાડ પાડીને એનામાંથી નીકળી ગય. 27યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં હાજર ઘણાય લોકો બોવ હેરાન થય ગયા અને આ કારણે ઈ એકબીજાને પૂછવા લાગ્યા કે, “આ ક્યા પરકારનું શિક્ષણ છે? અમે કોયદી કોયને આટલા અધિકારથી શિક્ષણ આપતા નથી હાંભળ્યું! ઈ અધિકારથી મેલી આત્માને ખીજાય છે અને ઈ એનુ માનેય છે.” 28એની પછી ઈસુએ જે કરયુ હતું એના વિષે લોકોએ બીજાઓને કેવાનું સાલું રાખ્યું, અને જલ્દીથી આખાય ગાલીલ જિલ્લાના લોકોએ એના વિષે હાંભળી લીધું.
ઘણાય માંદા લોકોને હાજા કરવા
(માથ્થી 8:14-17; લૂક 4:38-41)
29જઈ ઈસુ અને એના ચેલાઓ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી નીકળા, તઈ તેઓ સિમોન અને આંદ્રિયાના ઘરમાં ગયા અને યાકુબ અને યોહાન તેઓની હારે હતા. 30અને ઈ વખતે સિમોનની હાહુને ખુબ તાવ આવતો હતો એને લીધે ઈ પથારીમાં હતી. જઈ ઈસુ ઈ ઘરમાં પૂગ્યો, તઈ તેઓએ ઈસુને કીધુ કે, ઈ માંદી છે. 31તઈ ઈસુએ એની પાહે જયને એનો હાથ ઝાલીને એને ઉઠાડી, ઈસુએ એને તાવથી હાજી કરી અને એણે તેઓને ખાવાનું પીરસ્યું. 32હાજ વેળાએ જઈ યહુદી લોકોનો વિશ્રામવાર પુરો થયો તઈ ઈ નગરના ઘણાય બધા લોકો જેઓ માંદા હતાં અને જેઓની અંદર મેલી આત્માઓ હતી તેઓને ઈસુની પાહે લાવ્યા. 33ઘરના બારણાની આગળ શહેરના ઘણાય બધા માણસો ભેગા થયા. 34અને ઈસુએ ઘણાય લોકો જેઓ જુદા-જુદા રોગથી પીડાતા હતાં, ઈ બધાયને હાજા કરયા, ઈસુએ ઘણાય વળગાડને કાઢયા, પણ ઈસુએ મેલી આત્માને બોલવા દીધી નય કેમ કે, મેલી આત્મા જાણતી હતી કે, ઈ એક ખાલી પરમેશ્વર તરફથી છે.
ગાલીલમાં ઈસુનો પરચાર
(લૂક 4:42-44)
35હવારના પોરનો સુરજ ઉગા પેલા ઈસુ ઘણોય વેલો ઉઠીને બારે ગયો, અને ઉજ્જડ જગ્યામાં જ્યાં લોકો નોતા ન્યા જયને પ્રાર્થના કરવા લાગ્યો. 36જઈ સિમોન અને એના મિત્રોને ખબર પડી કે, ઈસુ વયો ગયો, તો તેઓ એને ગોતવા લાગ્યા. 37જઈ તેઓને ઈ મળ્યો, તઈ તેઓએ કીધુ કે, “બોવ ઘણાય લોકો તને જોય રયા છે.” 38ઈસુએ તેઓને કીધુ કે, “આવો, આપડે ઈ આજુ-બાજુના ગામડાઓમાં જાયી કે, જેથી હું તેઓની વસ્સે પણ પરમેશ્વરનાં રાજ્યનાં હારા હમાસારનો પરચાર કરી હકુ.” 39તઈ ઈસુ અને એના ચેલાઓ આખાય ગાલીલ જિલ્લાના ઘણાય નગરોમાં યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જયને પરચાર કરતાં અને લોકોમાંથી મેલી આત્માઓને બારે કાઢવા હાટુ ધમકાવતા.
ઈસુનું કોઢિયાને હાજા કરવુ
(માથ્થી 8:1-4; લૂક 5:12-16)
40એક દિવસ એક માણસ ઈસુની પાહે આવ્યો. ઈ માણસ કોઢથી પીડાતો હતો, એણે ઈસુની હામે ગોઠળીયા વાળીને વિનવણી કરીને કીધુ કે, “જો તું ઈચ્છે તો મને શુદ્ધ કરી હકશો.” 41ઈસુને કોઢિયા ઉપર દયા આવી, અને એને હાથ અડાડીને કીધુ કે, “હું તને શુદ્ધ કરવા ઈચ્છું છું કે, તુ શુદ્ધ થા.” 42તરત એનો કોઢ વયો ગયો, અને ઈ શુદ્ધ થય ગયો. 43તઈ ઈસુએ ઈ માણસને સખત સેતવણી આપીને તરત જ બારે મોકલ્યો, 44ઈસુએ એને કીધુ કે, “જો કોયને કાય કેતો નય કે, મેં તને શુદ્ધ કરયો છે, પણ યાજક પાહે જયને તારું દેહ દેખાડ જેથી ઈ તને પારખીને જોહે કે, હવે તું શુદ્ધ થયો છો. એની પછી ઈ બલિદાન સડાવ જે મુસાએ ઈ લોકોને આજ્ઞા આપી હતી જેઓને પરમેશ્વરે કોઢથી હાજા કરયા હતાં, તઈ બધાય જાણશે કે તુ હાજો થય ગયો છે.” 45પણ ઈ માણસ ઈ જગ્યાથી નીકળી ગયો અને જયને બોવ બધાય લોકોને બતાવ્યું કે ઈસુએ મને હાજો કરયો. એના લીધેથી ઈસુ ફરીથી જાહેરમાં નગરમાં જઈ નો હક્યો, પણ ઈ શહેરની બારે વગડામાં રયો, તો પણ સ્યારેય બાજુથી લોકો એની પાહે આવતાં રયા.

Pilihan Saat Ini:

માર્ક 1: KXPNT

Sorotan

Berbagi

Salin

None

Ingin menyimpan sorotan di semua perangkat Anda? Daftar atau masuk