માથ્થી 5

5
ડુંઘરા ઉપર ઈસુનું શિક્ષણ
1તઈ ઘણાય લોકોની ગડદીને જોયને ઈસુ ડુંઘરા ઉપર બોધ દેવા હાટુ સડીયા, અને સમુહમાં બેઠા પછી, એના ચેલા એની પાહે આવ્યા, 2ઈસુએ લોકોને શિક્ષણ આપતા આ પરમાણે કીધુ.
આશીર્વાદિત વચનો
(લૂક 6:20-23)
3“આત્મામાં જેઓ ગરીબ છે, તેઓ આશીર્વાદિત છે કેમ કે, સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.” 4જેઓ હોગ કરે છે, તેઓ આશીર્વાદિત છે, કેમ કે, પરમેશ્વર તેઓનો વાયદો પુરો કરશે. 5જેઓ ભોળા છે, તેઓ આશીર્વાદિત છે, કેમ કે, તેઓ પૃથ્વીનું વતન પામશે. 6આશીર્વાદિત તેઓ છે જે ન્યાયપણાનું જીવન જીવવાની ઈચ્છા રાખે છે કેમ કે, પરમેશ્વર તેઓની ઈચ્છા પુરી કરશે, 7આશીર્વાદિત છે તેઓ જે બીજા ઉપર દયાનું કામ કરે છે; કેમ કે, તેઓ ઉપર પણ પરમેશ્વર દયા કરશે. 8જેઓના વિસારો શુદ્ધ છે, તેઓ પણ આશીર્વાદિત છે, કેમ કે, એક દિવસે તેઓ જ્યાં પરમેશ્વર છે ન્યા હશે અને એને જોહે. 9મેળ કરાવનારાઓ આશીર્વાદિત છે, કેમ કે, તેઓ પરમેશ્વરનાં દીકરા કેવાહે. 10ન્યાયપણાને લીધે જેઓને સતાવવામાં આવે છે તેઓ આશીર્વાદિત છે, કેમ કે, સ્વર્ગનું રાજ્ય ઈ લોકોનું છે.
11તમે આશીર્વાદિત છો, જઈ લોકો તમને મારી ઉપર વિશ્વાસ કરવાને લીધે તમારી નિંદા કરે અને તમને હેરાન કરે અને ખોટુ બોલીને તમારી વિષે ખોટી વાતો કરે. 12તમે આનંદ કરો અને બોવ હરખાવો કેમ કે, સ્વર્ગમાં તમારો બદલો મોટો છે. એવી જ રીતે તેઓએ બોવ વખત પેલા આગમભાખીયાઓને પણ એમ જ હેરાન કરયા હતા.
તમે જગતના મીઠા જેમ છો
(માર્ક 9:50; લૂક 14:34-35)
13તમે આ જગતના લોકો હાટુ મીઠાની જેમ છો; પણ જો મીઠું સ્વાદ વગરનું થાય તો તમે એને હેનાથી ખારું કરશો? પછી બારે ફેકવા અને માણસોના પગ નીસે સુન્દાવા સિવાય ઈ બીજા કાય કામનું નથી. 14તમે આખાય જગતના લોકો હારું અજવાળાની જેમ છો. ડુંઘરા ઉપર વસાવેલું નગર હતાઈ રય હકતું નથી. 15મશાલ હળગાવીને વાસણ નીસે નય, પણ દીવી ઉપર મુકવામાં આવે છે, ન્યાથી ઘરમાનાં બધાયને ઈ અજવાળું આપે છે. 16ઈ જ વખતે તમે તમારુ અજવાળું લોકોની આગળ એવુ અજવાળું થાવા દયો કે, તેઓ તમારી રૂડી કરણીઓ જોયને સ્વર્ગમાંના તમારા બાપનું નમન કરે. 17એમ નો ધારો કે, હું નિયમ અને આગમભાખીયાઓની વાતોનો નાશ કરવા આવ્યો છું; હું નાશ કરવા નય પણ પુરૂ કરવા આવ્યો છું.
ઈસુ અને જુનો કરાર
18કેમ કે હું તમને હાસુ કવ છું કે, આભ અને પૃથ્વી જાતી રેય ન્યા હુધી બધુય પુરૂ થયા વગર નિયમમાંથી એક કાનો કા એક બિંદુ જાતું રેહે નય. 19ઈ હાટુ જે ઈ નાનામાંથી નાની આજ્ઞાઓમાંથી એક પણ જો તોડે છે અને બીજાઓને એવું કરતાં શીખવાડે છે, તો ઈ સ્વર્ગના રાજ્યમાં બધાયથી નાનો હમજવામાં આયશે, પણ જે એનું પાલન કરે છે અને શીખવાડે છે, ઈ સ્વર્ગના રાજ્યમાં મોટો હમજવામાં આયશે. 20હું તમને જણાવું છું કે, તમારે યહુદી નિયમના શિક્ષકોને અને ફરોશી ટોળાના લોકોના નિયમ કરતાં, પરમેશ્વરને જેની જરૂર છે ઈ હાટુ કાક વધારે હારુ કરનારા થાવુ જોયી નકર તમે સ્વર્ગના રાજ્યમાં નય ઘરી હકો.
ગુસ્સા વિષે ઈસુનું શિક્ષણ
21તમે લોકોએ હાંભળૂ છે કે, વડવાઓને કેવામાં આવ્યું હતું કે, “હત્યા નો કરતા.” જો કોય હત્યા કરે, તો ઈ કસેરીમાં આરોપીને લાયક ઠરાવામાં આયશે. 22પણ હું તમને કવ છું કે, જે કોય પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરે છે, તો પરમેશ્વર એનો ન્યાય કરશે, અને જે પોતાના ભાઈને “નકામો” કેહે, તો એને મોટી સભામાં અન્યાયી ઠરાવમાં આયશે, અને જે એને કેહે કે, “તું મુરખ છો,” તો એને નરકની આગમાં નાખી દેવામાં આયશે. 23ઈ હાટુ જો તું તારૂ અર્પણ સડાવા હાટુ મંદિરની વેદી આગળ લાય, ન્યા તને યાદ આવે કે, “તું બીજા કોય માણસને મારી વિરુધ એના મનમાં કાય છે.” 24તો ન્યા મદિરની વેદીની આગળ તારો સડાવો મૂકીને જા, પેલા બીજી કોયની હારે સલાહ કર, ને તઈ પછી આવીને તારૂ અર્પણ સડાય. 25જ્યાં હુંધી તુ તારા ફરીયાદી હારે મારગમાં છે, ન્યા હુંધી તું એની હારે વેલો ભળી જા, નકર તારો ફરીયાદી એને ન્યાયાધીશને હોપી દેહે, અને ન્યાયાધીશ તને હુ ન્યા હુધી પૂરેપૂરો એક એક રૂપીયો સુકવી નો દયો નાં હુધી તમે જેલખાનામાંથી બારે નય નીકળી હકો. 26હું તમને હાસુ કવ છું કે, જઈ તમે જેલખાનામાં જાવ તો જ્યાં હુંધી તમે તમારા ફરીયાદીને બાકીના એકે-એક રૂપીયો નય સુકવી દયો, ન્યા હુધી તમે જેલખાનામાંથી બારે નીકળી નય હકો.
છીનાળવાના પાપ વિષે ઈસુનું શિક્ષણ
27“છીનાળવા નો કરતા.” એમ આજ્ઞામાં કીધુ હતું, ઈ તમે હાંભળી હક્યાં છો. 28પણ હું તમને કવ છું, કે બાય ઉપર જે કોય ખોટી નજરથી જોય છે, એને પેલાથી જ એની હારે પોતાના મનમાં છીનાળવા કરયા છે. 29જો તારી જમણી આંખ પાપ કરવાનું કારણ બને છે તો એને કાઢીને ફેકી દે કેમ કે, તારી હાટુ આવું કરવુ હારું છે કે, તારી બેય આંખુથી એક આંખ નીકળી જાય અને તારું આખું દેહ નરકમાં જાવાથી બસી જાહે. 30જો તારો જમણો હાથ તને પાપ કરવા ઠોકર ખવડાવે તો તારા હાટુ ઈ જ હારું છે કે, એને કાપીને તારી પાહેથી આઘો નાખી દે કેમ કે, તારૂ આખું દેહ નરકમાં નખાય ઈ કરતાં ભલે તારા અંગમાંથી એકનો નાશ થાહે.
છુટાછેડા વિષે ઈસુનું શિક્ષણ
(માથ્થી 19:9; માર્ક 10:11-12; લૂક 16:18)
31“જે કોય પોતાની બાયડીને મુકી દે, તો એને છુટાછેડા આપી દે, એવું પણ કીધુ હતું.” 32પણ હું તમને કવ છું, કે “છીનાળવાના કારણ વગર બીજા કોય કારણને લીધે જે કોય પોતાની બાયડીને મુકીને બીજી બાય હારે લગન કરે, તો ઈ છીનાળવા કરે છે; અને જો કોયે મુકી દીધેલી બાય હારે લગન કરે તો ઈ હોતન છીનાળવા કરે છે.”
હમ ખાવા વિષે ઈસુનું શિક્ષણ
33પણ તું ખોટા હમ નો ખા, પણ પરમેશ્વર તરફ તારા હમ પુરા કર, એવું પરમેશ્વરે આપડા વડવાઓને કીધુ હતું, તે તમે હાંભળૂ છે. 34પણ હું તમને કવ છું કે, કાય પણ હમ નો ખાવ, નતો સ્વર્ગના કેમ કે, તે પણ પરમેશ્વરની રાજગાદી છે. 35પૃથ્વીના પણ નય, કેમ કે, ઈ પરમેશ્વરની પગ રાખવાની જગ્યા છે. યરુશાલેમના પણ નય કેમ કે, તે મોટા રાજાનું નગર છે. 36તું તારા માથાના પણ હમ ખાવા નય, કેમ કે તું તારો એક પણ વાળ ધોળો કા કાળો કરી હકતો નથી. 37પણ તમારુ બોલવાનું હાની હા અને નાની ના હોય કેમ કે, ઈ કરતાં વધુ જે કાય પણ છે, ઈ શેતાનથી છે.
વેર વિષે ઈસુનું શિક્ષણ
(લૂક 6:29-30)
38આંખના બદલામાં આંખ, દાંત ના બદલામાં દાંત એવું પરમેશ્વરે વડવાઓને કીધુ હતું, તે તમે હાંભળ્યું છે. 39પણ હું તમને કવ છું કે, શેતાન હોય એની વિરુધ નો થાઓ, પણ જે કોય તારા જમણા ગાલ ઉપર લાફો મારે તો એની હામે તમારો બીજો ગાલ પણ ધરી દયો. 40જે કોય ન્યાયધીશની હામે તારો કોટ લેવા હાટુ દાવો કરે, તો એને તારો અંગરખો લેવા દે. 41જે કોય પરાણેથી એને એક ગામ જેટલો આઘો લય જાય, એની હારે બે ગામ જેટલો આઘો જા. 42જે કોય તમારી પાહે કાય માગે તો, એને ના પાડવી નય, અને જે તમારી પાહે કાય ઉછીનું લેવા ઈચ્છે છે તો એને ના પાડવી નય.
વેરીઓ ઉપર પ્રેમ રાખો
(લૂક 6:27-28-32-36)
43તમે હાંભળી લીધું છે કે, શાસ્ત્રમાં લખેલુ છે કે, “તું તારા પડોશીને પ્રેમ કરજે અને વેરીઓથી વેર રાખજે.” 44પણ હું તમને આ કવ છું કે, તમારા વેરીઓ ઉપર પ્રેમ રાખવો અને જેઓ તમને હેરાન કરે છે, તેઓની હાટુ પ્રાર્થના કરો. 45ઈ હાટુ કે, તમે સ્વર્ગમાના બાપના દીકરાઓ થાવ કેમ કે, ઈ ભલા અને ભુંડા લોકો બધાય ઉપર પોતાના સુરજને ઉગાડે છે, ને ભલા અને ભુંડા લોકો ઉપર વરસાદ વરહાવે છે. 46કેમ કે, જે તમને પ્રેમ કરે છે, તેઓની હારે જ પ્રેમ રાખો, તો પરમેશ્વર તમને કાય લાભ નય આપે, વેર લેવાવાળા પણ એમ જ કરે છે.
47જો તમે ખાલી તમારા સબંધીઓને જ સલામ કરો છો, તો તમે બીજા લોકોની હરખામણીમાં કાય હારૂ કરતાં નથી કેમ કે, જો પરમેશ્વરનાં નિયમને નથી પાળતા તો તેઓ હોતન એમ જ કરે છે. 48ઈ હાટુ તમે સદાય એવુ કામ કરો જે હારૂ છે, જેવું પરમેશ્વર તમારો સ્વર્ગીય બાપ સદાય જે હારૂ છે એવું જ કરે છે.

Sorotan

Berbagi

Salin

None

Ingin menyimpan sorotan di semua perangkat Anda? Daftar atau masuk

YouVersion menggunakan cookie untuk mempersonalisasi pengalaman Anda. Dengan menggunakan situs web kami, Anda menerima penggunaan cookie seperti yang dijelaskan dalam Kebijakan Privasi kami