માથ્થી 24
24
ઈસુ દ્વારા મંદિરના નાશની આગાહી
(માર્ક 13:1-2; લૂક 21:5-6)
1જઈ ઈસુ મંદિરમાંથી નીકળીને મારગે હાલતો હતો, તઈ એના ચેલાઓ મંદિરના બાંધકામો બતાવવા હાટુ એની પાહે આવ્યા. 2તઈ ઈસુએ ચેલાઓને કીધું કે, “શું તમને આ બધુય નથી દેખાતું? હું તમને હાસુ કવ છું કે, એવો એક પણ પાણો ઈ બીજા પાણા ઉપર રેવા દેવાહે નય. આ બધુય નાશ કરવામાં આયશે.”
મુશ્કેલીઓ અને સતાવણીઓ
(માર્ક 13:3-17; લૂક 21:7-19)
3અને જઈ ઈસુ જૈતુનના ડુંગર ઉપર બેઠો હતો, તઈ એના ચેલાઓએ એકાંતમાં એની પાહે આવીને એને કીધું કે, ઈ અમને કે, “આ બધીય વાતો ક્યારે થાવાની છે? તારા આવવાની અને જગતના અંતની કાય નિશાની થાહે?” 4તઈ ઈસુએ તેઓને જવાબ દીધો કે, સાવધાન રયો કે, તમને કોય દગો નો આપે. 5કેમ કે, ઘણાય બધાય લોકો મારા નામનો ઉપયોગ કરીને આયશે. તેઓ કેહે કે, “હું મસીહ છું,” અને તેઓ ઘણાયને દગો આપશે. 6તમે યુદ્ધો અને હુલ્લડો વિષે હાંભળો, તઈ ગભરાતા નય કેમ કે, ઈ બધુય થાવાનું જરૂરી છે, પણ એટલાથી જગતનો અંત નય આવે. 7કેમ કે, એક જાતિના લોકો બીજી જાતિના લોકો ઉપર હુમલો કરશે અને એક રાજ્યના લોકો બીજા રાજ્યના લોકોની વિરુધમાં બાધશે, અને ઠેક ઠેકાણે દુકાળો પડશે અને ધરતીકંપ થાહે. 8આ બધુય તો ખાલી મહા દુખની શરૂઆત હશે. 9તઈ જે લોકો તમારો વિરોધ કરે છે; તેઓ તમને દુખ આપવા હાટુ પકડાયશે અને તમને મારી નાખશે કેમ કે, તમે મારા ઉપર વિશ્વાસ કરો છો, એની લીધે બધીય જાતિના લોકો તમારી ઉપર વેર રાખશે. 10ઈ વખતે ઘણાય મારી ઉપર વિશ્વાસ કરવાનું બંધ કરી દેહે, અને એકબીજાનો વિરોધ કરશે અને વેર રાખશે. 11ખોટા આગમભાખીયાઓ આગળ આયશે અને ઘણાય બધા લોકોને દગો દેહે. 12અને પાપ વધવાના લીધેથી ઘણાય એકબીજા ઉપર પ્રેમ કરવાનું બંધ કરી દેહે. 13પણ જે લોકો મોતની વખત હુધી મારી ઉપર વિશ્વાસ રાખશે; એને જ પરમેશ્વર તારણ દેહે. 14બધી જાતિઓના લોકોને સાક્ષી થાવા હાટુ પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર આખા જગતમાં પરચાર કરાહે, અને તઈ જ આખા જગતને અપનાવાનો અવસર મળશે, અને અંત આવી જાહે.
ઉજ્જડ અને નુકશાનીની નિશાની
(માર્ક 13:14-23; લૂક 21:20-24)
15ઈ હાટુ જઈ તમે ઈ નાશકારક ખરાબ વસ્તુ જેની વિષે દાનીયેલ આગમભાખીયાએ બોવ વખત પેલા કીધુ હતું કે, જઈ તમે એને પવિત્ર જગ્યાએ ઉભેલી જોહો. 16તઈ જે લોકો યહુદીયા જિલ્લામાં હોય, તેઓ બસવા હાટુ ડુંગર ઉપર ભાગી જાય, 17જે ધાબા ઉપર હોય, ઈ ઘરમાંથી પોતાનો સામાન લેવા હાટુ નીસે નો ઉતરે, 18જે ખેતરમાં હોય, ઈ પોતાના લુગડા લેવા હાટુ ઘરે પાછો નો જાય.
19ઈ દિવસોમાં જે ગર્ભવતી અને જે બાળકોને ધવડાવતી હોય તેઓને અફસોસ છે. 20પણ તમારે ભાગવાનો વખત શિયાળામાં કે, વિશ્રામવારે નો થાય, ઈ હાટુ તમે પ્રાર્થના કરો. 21કેમ કે, ઈ વખતે એવું મોટુ દુખ આયશે, એની જેવું જગતની શરૂવાતથી, તે હજી હુધી થયું નથી અને થાહે પણ નય, અને લોકો પાછા ક્યારેય દુખમાં પડશે નય. 22જો ઈ દિવસો ઓછા કરવામાં નો આવત, તો કોય માણસ બસાવવામાં નો આવત, પણ ગમાડેલાની ખાતર ઈ દિવસોની સંખ્યા ઓછી કરવામાં આયશે. 23ઈ વખતે જો કોય તમને કેય કે, “જોવ, મસીહ આયા છે!” કા “જોવ, ન્યા છે!” તો વિશ્વાસ નો કરતા.
24કેમ કે, ખોટા મસીહ અને ખોટા આગમભાખીયાઓ આયશે, અને એવા મોટા સમત્કારો કરીને બતાયશે કે, જો થય હકે તો પરમેશ્વરે ગમાડેલા લોકોને પણ ઈ ભરમાવશે. 25જોવો, આ બધીય ઘટના થયા પેલાથી, મે તમને આની વિષે બતાવ્યું છે. જેથી તમે મારા ચેલાઓ, સાવધાન રયો. 26જો તેઓ તમને કેય કે, “જોવો, ઈ વગડામાં છે,” તો બારે નો જાતા અને કેય કે, જોવો ઈ ઓયડીમાં છે, તો વિશ્વાસ કરતાં નય.
27કેમ કે, જેમ વીજળી ઉગમણેથી નીકળીને આથમણે હુધી સમકે છે, એમ જ માણસના દીકરાનું આવવાનું હોતન થાહે. 28જ્યાં લાશ હોય ન્યા ગીધો ભેગા થાહે.
માણસના દીકરાનું આવવું
(માર્ક 13:24-27; લૂક 21:25-28)
29ઈ દિવસોમાં સંકટો પછી સુરજ તરત જ અંધકારરૂપ થાહે, અને સાંદો પોતાનું અંજવાળું નય આપે અને આભથી તારા ખરશે અને આભના પરાક્રમો હલાવી દેવામાં આયશે. 30તઈ માણસના દીકરાની નિશાની આભમાં દેખાહે અને તઈ પૃથ્વી ઉપરનાં બધાય કુળો હોગ કરશે. માણસના દીકરાને બધાય પરાક્રમો અને મોટી મહિમા સહીત તેઓ આભના વાદળા ઉપર આવતો જોહે. 31ઈ રણશીંગડાના મોટા અવાજો હારે પોતાના સ્વર્ગદુતોને આખી પૃથ્વીમાંથી પોતાના ગમાડેલા લોકોને ભેગા કરવા મોકલશે.
અંજીરના ઝાડથી શિક્ષણ
(માર્ક 13:28-31; લૂક 21:29-33)
32હવે અંજીર ઉપરથી હમજતા શીખો, જઈ એની ડાળુ કુણયુ હોય તઈ તમે જાણો છો કે, ઉનાળો પાહે આવ્યો છે. 33એમ તમે પણ જઈ ઈ બધી વાતો થાતા જોવ, તઈ તમારે જાણવું કે, મારો આવવાનો વખત પાહે છે. 34હું તમને હાસુ કવ છું કે, આ બધાય બનાવો પુરા નય થાય, ન્યા લગી આ પેઢીના માણસો નય મરે.
વખત તો પરમેશ્વર જ જાણે છે
(માર્ક 13:32-37; લૂક 17:26-30,34-36)
35આભ અને પૃથ્વીનો સદાય હાટુ નાશ થય જાહે, પણ મારા વચનો સદાય હાટુ રેહે.
36પણ ઈ દિવસ અને ઈ વખત બાપ વગર કોય જ જાણતું નથી, આભમાંના સ્વર્ગદુતો નય, એમ જ માણસનો દીકરો હોતન જાણતો નથી. 37જેમ નૂહના વખતમાં થયુ, એમ હું માણસના દીકરાનું પાછુ આવવું થાહે. 38કેમ કે, જ્યાં હુધી જળપ્રલયની અગાવ નૂહ વહાણમાં નો સડી બેઠો, ઈ દિવસ હુંધી તેઓ ખાતા, પીતા, અને પવણતા, પવણાવતા હતા. 39અને જ્યાં હુધી જળપ્રલય આવીને બધાયને તાણીને નો લય ગયુ, ન્યા હુંધી તેઓને કાય પણ ખબર નો પડી, એવી જ રીતે હું માણસના દીકરાનું આવવાનું પણ થાહે. 40ઈ વખતે ખેતરમાં બે માણસ હશે, એક લેવાહે અને બીજો પડતો મુકાહે. 41જ્યાં બે બાયુ, એક હારે દયણું દળતી હશે, તો એમાંથી એકને લય લેવાહે, અને બીજીને પડતી મુકાહે. 42ઈ હાટુ તમે જાગતા રેજો કેમ કે, તમે જાણતા નથી કે, ક્યાં દિવસે તમારો પરભુ આયશે. 43પણ ઈ જાણો કે, ઘરનો માલીક જો જાણતો હોત કે, ક્યા વખતે સોર આયશે, તો પછી માલીક સોરને એના ઘરનો કમાડ તોડીને ઘરવા નો દેત, તો ઈ જાગતો રેય. 44ઈ હાટુ તમે પણ મારા પાછા આવવા હાટુ તૈયાર રેજો કેમ કે, માણસનો દીકરો તમે વિસારયું નય હોય એવા ટાણે આયશે.
વફાદાર અને ખરાબ ચાકર
(લૂક 12:41-48)
45એક વિશ્વાસી અને બુદ્ધિશાળી ચાકર ઈ હોય છે, જેને ઘરનો માલીક બીજા ચાકરોનું ધ્યાન રાખવા હાટુ કારભારી ઠરાવે છે અને માલીક તેઓને બરાબર વખતે ખાવાનું આપવાનું કેય છે, પછી ઈ લાંબી યાત્રાએ નીકળી જાય છે. 46આશીર્વાદિત છે ઈ ચાકર જેને ઘરનો માલીક પાછો આવીને કામ કરતાં જોવે છે. 47હું તમને હાસુ કવ છું કે, ઈ એને પોતાની બધી માલમિલકતનો કારભારી ઠરાયશે. 48પણ જો કારભારી ખરાબ હોય અને પોતાના મનમા વિસારે કે, મારા માલીકને આવવાની બોવ વાર છે. 49તો પછી ઈ બીજા ચાકરોને મારવા મંડશે અને દારુડીયાઓની હારે ખાવા પીવા મંડશે. 50પછી ઈ ચાકરનો માલીક એવા વખતે આયશે, જઈ ઈ ચાકરે વિસારુ નય હોય કે, માલીક આયશે, 51અને એને કઠોર સજા આપશે અને એનો ભાગ ઢોંગીઓની હારે ગણાયશે, ન્યા રોવું અને દાંતની સકીયું સડાવવી પડશે.
Pilihan Saat Ini:
માથ્થી 24: KXPNT
Sorotan
Berbagi
Salin
Ingin menyimpan sorotan di semua perangkat Anda? Daftar atau masuk
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.