મત્તિ 6

6
દાન
1“ધિયાન રાખો! તમું મનખં નેં વતાડવા હારુ તાજં કામં નહેં કરો, કે વેય તમારી વાહ-વાહી કરે, નેં તે તમારા હરગ વાળા બા થી ઈનામ ના રુપ મ તમનેં કઇસ નેં મળે.”
2એંતરે હારુ ઝર તમું દાન કરો, તર મનખં નેં વસ મ પુંકાર નહેં પાડો, ઝેંમ ઢોંગ કરવા વાળં મનખં ગિરજં અનેં સડકં મ કરતં હણે હે, કે મનખં હેંનની વાહ-વાહી કરે. હૂં તમનેં હાસું કું હે કે વેય પુંતાનું ઈનામ મેંળવેં સુક્ય હે, ઝી હેંનં હારુ વાહ-વાહી હે. 3પુંણ ઝર તમું દાન કરો, તે ઇવી રિતી કરો કે કેંનેં યે ખબર નેં પડે. 4એંતરે કે તમારું દાન ખાનગી રિતી રે, અનેં તર પરમેશ્વર તમારો બા ઝી ખાનગી રિતી ભાળે હે, તમનેં ઈનામ આલહે.
પ્રાર્થના
(લુક. 11:2-4)
5“ઝર તમું પ્રાર્થના કરો તે ઢોંગ કરવા વાળં મનખં નેં જેંમ નહેં કરો, કેંમકે ગિરજં મ અનેં સડક ની વળાકં મ ઇબં થાએંનેં પ્રાર્થના કરવી હેંનનેં અસલ લાગે હે. એંતરે કે મનખં હેંનનેં ભાળે અનેં વાહ-વાહી કરે. હૂં તમનેં હાસું કું હે, કે વેય પુંતાનું ઈનામ મેંળવેં સુક્ય હે, ઝી હેંનં હારુ વાહ-વાહી હે. 6પુંણ ઝર તમું પ્રાર્થના કરો, તે પુંતાના કમરા મ જો, અનેં કમાડ બંદ કર લો, અનેં તમારા પરમેશ્વર બા નેં ઝેંનેં કુઇ ભાળેં નહેં સક્તું હેંનેં પ્રાર્થના કરો. તર પરમેશ્વર ઝી તમારો બા તમનેં એંખલા મ ભાળે હે, તમનેં ઈનામ આલહે. 7પ્રાર્થના કરવા ને ટાએંમેં, બીજી જાતિ વાળં મનખં ઝી યહૂદી નહેં, હેંનં જેંમ એક કે બે શબ્દ નેં ઘડી-ઘડી બુંલેંનેં બડ-બડ નહેં કરો. કેંમકે વેય હમજે હે કે વદાર બુંલવા થી હેંનની પ્રાર્થના હામળવા મ આવહે. 8એંતરે હારુ તમું હેંનનેં જેંમ નહેં બણો, કેંમકે તમારો પરમેશ્વર બા તમનેં માંગવા થી પેલેંસ જાણે હે કે તમારી હું-હું જરુરત હે.”
9એંતરે તમું ઇવી રિતી થી પ્રાર્થના કરો, “હે પરમેશ્વર હમારા બા, તું ઝી હરગ મ હે તારા પવિત્ર નામ નેં માન મળે.”
10“તારું રાજ દરેક જગ્યા રે, તારી મરજી ઝીવી હરગ મ પૂરી થાએ હે, વેમેંસ ધરતી ઇપેર હુદી થાએ.”
11“હમનેં ખાવાનું આલ ઝી આજે હમારે જરુરત હે.”
12અનેં ઝીવી રિતી હમવેં હમારં ગુંનેગારં નેં માફ કર્યા હે, હીવીસ રિતી તું હુંદો હમારં ગુંનં નેં માફ કર.
13અનેં હમનેં પરિક્ષણ મ નહેં પડવા દે, પુંણ શેતાન થી બસાવ. કેંમકે રાજ અનેં સામ્રત અનેં મહિમા હમેશા તારસ હે. આમીન.
14“અગર તમું બીજં મનખં ના ગુંના માફ કરહો, તે તમારો બા ઝી હરગ મ હે, વેયો તમારા ગુંના માફ કરહે.” 15પુંણ અગર તમું બીજં મનખં ના ગુંના માફ નેં કરહો, તે તમારો બા ઝી હરગ મ હે, વેયો હુંદો તમારા ગુંના માફ નેં કરે.
ઉપવાસ
16“ઝર તમું ઉપવાસ કરો, તે ઢોંગ કરવા વાળં મનખં નેં જેંમ તમારં મોડં ઉતરેંલં નહેં રાખો, કેંમકે વેય પુંતાનું મોડું એંતરે હારુ ઉતરેંલું રાખે હે, કે મનખં હેંનનેં જાણે કે વેય ઉપવાસ મ હે. હૂં તમનેં હાસું કું હે કે વેય પુંતાનું ઈનામ મેંળવેં સુક્ય હે, ઝી હેંનં હારુ વાહ-વાહી હે.” 17પુંણ ઝર તમું ઉપવાસ કરો તે તમારા માથા મ તેંલ નાખો અનેં મોડું ધુંવો. 18એંતરે કે મનખં નેં પુંણ પરમેશ્વર તમારો બા ઝેંનેં કુઇ ભાળેં નહેં સક્તું, વેયો તમનેં જાણેં સકે કે તમું ઉપવાસ મ હે. તર વેયો તમનેં ઈનામ આલહે.
હરગ વાળું ધન
(લુક. 12:33-34)
19“પુંતાનેં હારુ ધરતી ઇપેર ધન ભેંગું નહેં કરો, ઝાં કીડા અનેં કાઈ વગાડે હે, અનેં ઝાં સુંર સેંડું પાડે અનેં સુંરે હે.” 20પુંણ તાજં કામં કરેંનેં પુંતાનેં હારુ હરગ મ ધન ભેંગું કરો, ઝાં નહેં તે કીડા અનેં નહેં કાઈ વગાડતી, અનેં નહેં સુંર સેંડું પાડતા અનેં નહેં તે સુંરતા. 21કેંમકે ઝાં તમારું ઘન હે, તાં તમારું મન હુંદું લાગેંલું રેંહે.
શરીર નું ઇજવાળું
(લુક. 11:34-36)
22આંખેં શરીર હારુ એક દીવા નેં જેંમ હે, એંતરે હારુ અગર તારી આંખેં સાફ વેહ, તે તારા આખા શરીર મ ઇજવાળું થાહે. 23પુંણ અગર તારી આંખેં ખરાબ વેહ, તે તારા આખા શરીર મ ઇન્દારું થાહે, એંતરે હારુ અગર તમું ગલતી થકી એંમ વિસારો હે કે હમારું દિમાગ ઇજવાળા મ હે, પુંણ ખરેખર તમું ઇન્દારા મ હે. તે તમારું મએં વાળું ઇન્દારું ખરેખર ઘુંર ઇન્દારું હે.
પરમેશ્વર અનેં ધન
(લુક. 16:13; 12:22-31)
24“કુઇ મનખ એકેંસ ટાએંમેં બે માલિકં ની સેવા નહેં કરેં સક્તું, કેંમકે વેયુ એક ઇપેર વેર અનેં બીજા ઇપેર પ્રેમ રાખહે, કે એક હાતેં મળેંલું રેંહે અનેં બીજા નેં નકમ્મો જાણહે. તમું પરમેશ્વર અનેં ધન-દોલત બેય ની સેવા એક હાતેં નહેં કરેં સક્તં. 25એંતરે હારુ હૂં તમનેં કું હે કે પુંતાના શરીરિક જીવન હારુ ઇયે સિન્તા નેં કરવી કે હમું હું ખહું અનેં હું પીઇહું, અનેં નેં પુંતાના શરીર હારુ સિન્તા કરતં વેહ, કે હું પેરહું, ખરેખર તમારું જીવન ખાવા ના કરતં અનેં તમારું શરીર તમારં પેરવા વાળં સિસરં કરતં ઘણું કિમતી હે. 26આકાશ મ ઉડવા વાળં હુંલં નેં ભાળો! વેય નહેં તે બી વાવતં, અનેં નહેં વાડતં, અનેં નહેં કબલં મ ભેંગું કરતં, તે હુંદો પરમેશ્વર તમારો હરગ વાળો બા હેંનનેં ખવાડે હે. અનેં તમું તે વાસ્તવિક રુપ થી હુંલં કરતં વદાર કિમતી હે. 27અનેં તમારી મ એંવું કુંણ હે, ઝી સિન્તા કરેંનેં પુંતાની ઉંમર મ એક કલાક હુંદો વદારેં સકે?”
28“અનેં સિસરં હારુ તમું સિન્તા નહેં કરો. જંગલી ફૂલં ઇપેર ધિયન કરો, કે વેય કેંકેંમ વદે હે, વેય કઇસ નહેં કરતં. 29તે હુંદો હૂં તમનેં કું હે કે સુલેમાન રાજા હુંદો, પુંતાના વૈભવ મ હેંનં ફૂલં નેં જેંમ અસલ સિસરં નેં પેંરેં સક્તો હેંતો. 30ઝર પરમેશ્વર મૈદાન ના ખોડ નેં, ઝી આજે હે અનેં કાલે આગ મ નાખવા મ આવહે, હેંના ખોડ નેં એંવું રુપ આલે હે. તે હે અરદા વિશ્વાસ વાળોં, તમનેં વેયો હેંનં કરતં તાજં સિસરં જરુર પેરાવહે.
31એંતરે હારુ તમું સિન્તા કરેંનેં એંમ નેં કેંતં વેહ કે હમું હું ખહું, કે હું પીઇહું, કે ફેંર હું પેરહું? 32કેંમકે બીજી જાતિ વાળં મનખં ઝી યહૂદી નહેં વેય આ બદ્દી વસ્તુ ની ખોળી મ રે હે, પુંણ પરમેશ્વર તમારો હરગ વાળો બા જાણે હે કે તમારે ઇયે બદ્દી વસ્તુવં ની જરુરત હે. એંતરે હારુ તમું સિન્તા નહેં કરો. 33પુંણ દરેક વાતં મ તમું પરમેશ્વર ના રાજ નેં પેલી જગ્યા આલો, અનેં હીની નજર મ સહી જીવન જીવો, તે ઇયે બદ્દી વસ્તુવેં હુદી તમનેં મળેં જાહે. 34એંતરે હારુ કાલ ના બારા મ સિન્તા નહેં કરો, કેંમકે કાલ નો દાડો પુંતાની સિન્તા પુંતે કર લેંહે; આજ હારુ આજ નું દુઃખ ઘણું હે.”

Pilihan Saat Ini:

મત્તિ 6: GASNT

Sorotan

Berbagi

Salin

None

Ingin menyimpan sorotan di semua perangkat Anda? Daftar atau masuk