લુક 18
18
હમેશા પ્રાર્થના કરતું રેંવું હિમ્મત નેં હારવી જુગે
1તર ઇસુવેં પુંતાનં સેંલંનેં એંમ હમજાડવા હારુ હેંનનેં ઇયો દાખલો કેંદો, કે હેંનનેં હમેશા પ્રાર્થના કરતું રેંવું અનેં કેંરં યે હિમ્મત નેં હારવી જુગે: 2એક સેર મ એક નિયા કરવા વાળો અધિકારી રેંતો હેંતો, વેયો નેં તે પરમેશ્વર થી સમકતો હેંતો, અનેં નેં કઇના મનખ ની પરવાહ કરતો હેંતો. 3હેંનાસ સેર મ એક રાંડી બાઈ હુદી રિતી હીતી, ઝી ઘડી-ઘડી આવેંનેં કેંદં કરતી હીતી, કે મારો નિયા કરેંનેં મનેં મારા વેરી થી બસાવ લે. 4ઘણા ટાએંમ તક તે હેંને ધિયાન નેં દેંદું, પુંણ સેંલ્લે હેંને પુંતાના મન મ વિસાર કરેંનેં કેંદું, “હૂં નહેં તે પરમેશ્વર થી સમકતો, અનેં નહેં મનખં ની કઇ પરવાહ કરતો. 5તે હુદી ઇયે રાંડી બાઈ મનેં તવા કરેં કરે હે, એંતરે હારુ હૂં હાવુ એંનો નિયા કર દેં, ખેંતુંક એંમ નેં થાએ કે વેયે ઘડી-ઘડી આવેંનેં સેંલ્લે મનેં થકાડ દે,”
6ફેંર પ્રભુ ઇસુવેં કેંદું, એંને ગલત નિયા કરવા વાળે અધિકારજ્યેં ઝી કેંદું હે, “હેંના બારા મ ધિયાન થી વિસારો. 7પરમેશ્વર પુંતાનસ મનખં ના પક્ષ મ નિયા કરહે, ઝી મદદ હારુ રાત-દાડો હેંનેં પોંકારેં કરે હે, અનેં વેયો હેંનની મદદ કરવા મ વાર નેં કરે. 8હૂં તમનેં કું હે, કે પરમેશ્વર હેંનનો તરત નિયા સુકવહે, પુંણ ઝર હૂં માણસ નો બેંટો, ધરતી ઇપેર પાસો આવેં, તે હું મનેં ધરતી ઇપેર કુઇ એંવું મનખ મળહે ઝી મારી ઇપેર વિશ્વાસ કરતું વેહ?”
ફરિસી અનેં વેરો ઉગરાવા વાળા માણસ નો દાખલો
9અનેં ઇસુવેં મનખં નેં ઝી પુંતાના બારા મ વિસારતં હેંતં કે હમું ધર્મી હે, અનેં બીજં મનખં નેં નકમ્મ હમજતં હેંતં, હેંનનેં ઇયો દાખલો આલ્યો. 10બે માણસ મંદિર મ પ્રાર્થના કરવા જ્યા, એક ફરિસી ટુંળા મનો હેંતો અનેં બીજો વેરો લેંવા વાળો અધિકારી હેંતો. 11ફરિસી ટુંળા નો માણસ ઇબો થાએંનેં પુંતાના મન મ એંમ પ્રાર્થના કરવા મંડ્યો, “હે પરમેશ્વર, હૂં તારું આભાર માનું હે, કે હૂં બીજં મનખં નેં જેંમ લુટવા વાળો, ગલત નિયા કરવા વાળો અનેં સિનાળવું કરવા વાળો નહેં, અનેં નહેં એંના વેરો લેંવા વાળા પાપી જેંમ. 12હૂં હપ્તા મ બે વાર ઉપવાસ રાખું હે, અનેં હૂં મારી બદ્દી કમાઈ નો દસવો ભાગ હુંદો આલું હે.”
13પુંણ વેરો લેંવા વાળે સિટી થીસ ઇબે રેંનેં, હરગ મએં ભાળવા ની હિમ્મત હુદી નેં કરી, પુંણ ઘણો દુઃખી થાએંનેં પુંતાની સાતી કુટેં-કુટેંનેં કેંદું, “હે પરમેશ્વર, હૂં એક પાપી માણસ હે, મારી ઇપેર દયા કરેંનેં મનેં માફ કર!” 14હૂં તમનેં હાસ્સું કું હે, કે વેયો ફરિસી ટુંળા નો પેલ્લો માણસ નહેં, પુંણ એંનાસ વેરો લેંવા વાળા માણસ નેં પરમેશ્વર ધર્મી ગણહે, અનેં વેયો પુંતાનેં ઘેર જ્યો. કેંમકે ઝી કુઇ પુંતે-પુંતાનેં મુંટો હમજહે, વેયો પરમેશ્વર ની નજર મ નાનો કેંવાહે, અનેં ઝી કુઇ પુંતે-પુંતાનેં નાનો હમજહે, વેયો પરમેશ્વર ની નજર મ મુંટો કેંવાહે.
નાનં સુંરં નેં આશિર્વાદ
(મત્તિ 19:13-15; મર. 10:13-16)
15ફેંર મનખં પુંતાનં સુંરં નેં હુંદં ઇસુ કનેં લાવવા મંડ્ય કે વેયો હેંનં ઇપેર હાથ મેંલેંનેં હેંનનેં આશિષ આલે, પુંણ સેંલા ભાળેંનેં હેંનં ન વળગ્યા. 16ઇસુવેં નાનં સુંરં નેં નજીક બુંલાવેંનેં કેંદું, “નાનં સુંરં નેં મારી કન આવવા દો અનેં હેંનનેં ના નહેં કો. કેંમકે ઝી એંનં સુંરં નેં જુંગ ભરુંહા વાળં અનેં નરમાઈ રાખવા વાળં હે, વેયસ મનખં પરમેશ્વર ના રાજ મ રેંહે. 17હૂં તમનેં હાસ્સું કું હે કે ઝી કુઇ પરમેશ્વર ના રાજ નેં બાળક નેં જેંમ ગરહણ નેં કરહે, વેયુ પરમેશ્વર ના રાજ મ કેંરં નેં જાએં સકે.”
ધનવાન માણસ અનેં અમર જીવન
(મત્તિ 19:16-30; મર. 10:17-30)
18કઇનેક અધિકારજ્યેં ઇસુ નેં પૂસ્યુ, “હે ખાસ ગરુ, અમર જીવન મેંળવવા હારુ હૂં હું કરું?” 19ઇસુવેં જવાબ આલ્યો, “તું મનેં ખાસ હુંકા કે હે? પરમેશ્વર નેં સુંડેંનેં કુઇ બી ખાસ નહેં.” 20તું આજ્ઞાવં નેં તે જાણેસ હે: મનખં નેં માર નેં દડવું, સિનાળવું નેં કરવું, સુરી નેં કરવી, ઝૂઠી ગવાહી નેં આલવી, પુંતાનં આઈ-બા નું માન કરવું. 21હેંને કેંદું, “હૂં તે ઇયે બદ્દી આજ્ઞાવેં નાનપણ થી માનતો આયો હે.” 22ઇયુ હામળેંનેં ઇસુવેં હેંનેં કેંદું, “તનેં મ હઝુ હુદી એક વાત ની કમી હે, તારું બદ્દુંસ વેંસેંનેં ગરિબં નેં વાટ દે, અનેં તન હરગ મ ધન મળહે, અનેં મારો સેંલો બણવા હારુ મારી હાતેં સાલ.” 23વેયો ઇયુ હામળેંનેં ઘણો દુઃખી થાયો, કેંમકે વેયો ઘણો ધનવાન હેંતો.
24ઇસુવેં હેંનેં ભાળેંનેં કેંદું, “ધનવાન નેં પરમેશ્વર ના રાજ મ જાવું કેંતરું કાઠું હે! 25પરમેશ્વર ના રાજ મ, ધનવાન માણસ નેં જાવું એંતરું કાઠું હે, ઝેંવું કે એક ઉંટ નું હોઈ ના નાકા મ થાએંનેં નકળવું કાઠું હે.” 26ઇની વાત નેં હામળવા વાળેં કેંદું, “તે ફેંર કેંનું તારણ થાએં સકે હે?” 27ઇસુવેં કેંદું, “ઝી મનખં થકી નહેં થાએં સક્તું, વેયુ પરમેશ્વર થકી થાએં સકે હે.” 28પતરસેં કેંદું, “ભાળ, હમું તે ઘેર-બાર સુંડેંનેં તારી વાહેડ થાએંજ્યા હે.” 29ઇસુવેં હેંનનેં કેંદું, “હૂં તમનેં હાસ્સું કું હે કે એંવું કુઇ નહેં ઝેંનવેં પરમેશ્વર ના રાજ હારુ ઘેર, કે બજ્યેર, કે ભાઈ, કે આઈ-બા નેં, કે બાળ-બસ્સ નેં સુંડ દેંદં વેહ. 30અનેં એંના જુંગ મ કઇ ગણા વદાર નેં મેંળવે અનેં આવવા વાળા જુંગ મ અમર જીવન.”
પુંતાની મોત ના બારા મ ઇસુ ની તીજી વાર ભવિષ્યવાણી
(મત્તિ 20:17-19; મર. 10:32-34)
31ફેંર ઇસુવેં બાર સેંલંનેં હાતેં લેં જાએંનેં હેંનનેં કેંદું, “ભાળો, આપું યરુશલેમ સેર મ જાજ્યે હે, અનેં ઝીતરી વાતેં મન માણસ ના બેંટા હારુ ભવિષ્યવક્તં દુવારા લખવા મ આવી હે, વેયે બદ્દી પૂરી થાહે. 32કેંમકે વેયો બીજી જાતિ ના હાથ મ હુંપવા મ આવહે, વેયા મારી નિંદા કરહે, અનેં મારી ઇપેર થુંકહે, 33અનેં મનેં કોડા મારહે, અનેં મનેં માર નાખહે, પુંણ હૂં મરેંલં મહો તીજે દાડે પાસો જીવતો થાએં જએં.” 34પુંણ સેંલંનેં ઇની વાતં મહી કઇ યે વાત હમજ મ નેં આવી અનેં હેંનનેં એંનો અરથ નેં વતાડ્યો, અનેં ઝી કેંવા મ આયુ હેંતું વેયુ હેંનની હમજ મ નેં આયુ.
આંદળા ભિખારી નેં ભાળતો કરવો
(મત્તિ 20:29-34; મર. 10:46-52)
35ઝર ઇસુ યરિહો સેર નેં નજીક પોત્યો, તે એક આંદળો સડક નેં મેરેં બેંહેંનેં ભીખ માંગતો હેંતો, 36વેયો ભીડ નેં સાલવા નો ધમકાર હામળેંનેં પૂસવા મંડ્યો, “આ હું થાએં રિયુ હે?” 37હેંનવેં ભિખારી નેં કેંદું, “નાજરત ગામ નો ઇસુ જાએં રિયો હે.” 38તર હેંને સિસાએં નેં કેંદું, “હે ઇસુ દાઉદ રાજા ની પીઢી ના, મારી ઇપેર દયા કર!” 39ઝી અગ્યેડ-અગ્યેડ જાએ રિય હેંતં, વેય હેંનેં વળગવા મંડ્ય કે સપ રે, પુંણ વેયો વદાર સિસાવા મંડ્યો, “હે દાઉદ રાજા ની પીઢી ના ઇસુ, મારી ઇપેર દયા કર!” 40તર ઇસુવેં ઇબે રેંનેં હોકમ કર્યુ કે હેંનેં મારી કનેં લાવો, અનેં ઝર વેયો નજીક આયો તે હેંને હેંનેં પૂસ્યુ, 41“તું હું સાહે હે કે હૂં તારી હારુ કરું?” હેંનેં કેંદું, “હે પ્રભુ, ઇયુ કે હૂં ભાળવા મંડું.” 42ઇસુવેં હેંનેં કેંદું, “ભાળવા મંડ, તારે વિશ્વાસેં તનેં બસાવ લેંદો હે.” 43તર વેયો તરત ભાળવા મંડ્યો અનેં પરમેશ્વર ની મોંટાઈ કરતો જાએંનેં ઇસુ નેં વાહેડ થાએંજ્યો; અનેં બદ્દ મનખંવેં ભાળેંનેં પરમેશ્વર ની સ્તુતિ કરી.
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.