BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂકનમૂનો

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂક

DAY 1 OF 20

લુકે ઈસુના જીવનને આરંભથી નજરે જોનારા ઘણા સાક્ષીઓની તપાસ કરીને તેની સુવાર્તા લખી છે. આ વાતની શરૂઆત યરૂશાલેમની ટેકરીઓથી થાય છે, જ્યાં ઇઝરાયલના પ્રબોધકોએ કહ્યું હતું કે ઈશ્વર પોતે એક દિવસે પૃથ્વી પર પોતાનું રાજ્ય સ્થપિત કરવા માટે આવશે.
એક દિવસે યરુશાલેમના મંદિરમાં ઝખાર્યા નામે એક યાજક કામ કરતા હતા. તેમને જે દર્શન થયું તેનાથી તે ગભરાઈ ગયા હતા. એક દૂતે પ્રગટ થઈને તેમને કહ્યું કે તેમને અને તેમની પત્નીને એક દીકરો થશે. આ વાત વિચિત્ર છે, કેમ કે લૂક આપણને કહે છે કે ઝખાર્યા અને તેની પત્ની ઘણાં વૃદ્ધ છે ,અને ક્યારેય બાળકને જન્મ આપી શકે એમ નથી. આ વિગતો સાથે, અહીં લૂક ઇઝરાયલના મહાન પૂર્વજો ઈબ્રાહીમ અને સારાની સમાંતર વાત કરે છે, કેમકે તેઓ પણ ઘણા વૃદ્ધ હતા, અને બાળકને જન્મ આપી શકે તેમ નહોતા. પણ ઈશ્વરે તેમને ઇસહાક નામે એક પુત્ર આપ્યો હતો. અને તેનાથી ઇઝરાયલની વાતની શરૂઆત થઇ હતી. તેથી લૂક અહીં એમ જણાવી રહ્યો છે કે ઈશ્વર ફરી એકવાર એવું જ મહત્વનું કાર્ય કરવાના છે. દૂત ઝખાર્યાને તેના પુત્રનું નામ યોહાન રાખવાનું કહે છે. તે કહે છે કે આ પુત્ર ઇઝરાયલના પ્રાચીન પ્રબોધકોએ જણાવેલ એ વચન પૂરું કરશે, કે એક વ્યક્તિ ઇઝરાયલને તેના ઈશ્વરને મળવા તૈયાર કરવા માટે આવશે. ઝખાર્યા આ વાત પર વિશ્વાસ કરી શક્યા નહિ, તેથી યોહાનનો જન્મ થયો ત્યાં સુધી તે બોલી શક્યા નહિ.
એ જ દૂત કુંવારી મરિયમની મુલાકાત લઇને તેને પણ એવા જ આશ્ચર્યકારક સમાચાર આપે છે. તેને પણ ઇઝરાયલના પ્રબોધકોએ કરેલા પ્રબોધ મુજબ ચમત્કારીક રીતે એક પુત્ર થશે. દૂત તેને તેનું નામ ઈસુ પાડવાનું કહે છે, અને એમ પણ કહે છે કે તે દાઉદની જેમ રાજા થશે અને ઈશ્વરના લોકો પર સદાકાળ રાજ કરશે. તેણી એ વાતને શીખે છે કે ઈશ્વર તેના ગર્ભમાં માણસજાત સાથે પોતાની જાતને બાંધશે અને તે મસિહને જન્મ આપશે. તેથી મરિયમ એક અજાણી છોકરીમાંથી ભવિષ્યના રાજાની માતા બને છે. તે આશ્ચર્ય પામીને તેની સામાજીક સ્થિતિમાં થનાર ક્રાંતિકારી ફેરફાર વિષે ગીત ગાય છે. ઈશ્વર તેના પુત્ર દ્વારા શાસકોને તેમના રાજ્યાસનો પરથી ઉતારી પડશે અને દીન તથા નમ્ર લોકોને ઊંચા કરશે. તે આખા જગતને ઉથલપાથલ કરશે.

વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો:

• ઝખાર્યા અને એલિસાબેતના અનુભવોની ઇબ્રાહિમ અને સારાની સાથે સરખામણી કરો. સંઘર્ષ કરી રહેલા આ બંને દંપત્તિઓ ઈશ્વરના વચનો પર વિશ્વાસ કરીને કેવી રીતે તેમની પરિસ્થિતિ પર વિજય પ્રાપ્ત કરે છે? જુઓ લૂક 1:5-25 અને ઉત્પત્તિ 15:1-6, 16:1-4, 17:15-22, 18:9-15, 21:1-7.

• મરિયમ અને ઝખાર્યા દૂતે જણાવેલી આશ્ચર્યજનક વાતનો પ્રત્યુત્તર કેવી રીતે આપે છે? તેમણે દૂતને કરેલા પ્રશ્નોમાં રહેલા તફાવતો નોંધો. ઝખાર્યા જાણવા માગે છે, કે તેને કેવી રીતે ખાતરી થશે કે એમ થશે, જ્યારે મરિયમ જાણવા માગે છે કે તે કેવી રીતે થશે. એક વ્યક્તિ સંદેહ કરે છે અને બીજી વ્યક્તિ આતુર છે. ઈશ્વરના રાજ્ય વિશે તમારો પ્રત્યુત્તર કેવો છે?

• મરિયમના ગીતને (લૂક 1:46-55) હાન્નાના ગીત (1 શમુએલ 2:1-10) સાથે સરખાવો. તમે શું જુઓ છો? કેવી રીતે મરિયમ અને હાન્નાના ગીતો ઈશ્વરના ઉથલ-પાથલ કરનારા રાજ્ય વિશે જણાવે છે?
• તમારા વાંચન અને મનન મુજબ પ્રાર્થના કરો. તમે લૂકના સંદેશ સાથે કેવી રીતે સંમત થાઓ છો તેના વિશે ઈશ્વર સાથે વાત કરો. તમારી શંકાઓ વિશે પ્રામાણિક બનીને તમારે શેની જરૂર છે તેના વિશે ઈશ્વરને વિનંતી કરો.

શાસ્ત્ર

દિવસ 2

About this Plan

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂક

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-1" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય અને તેઓ લૂકના પુસ્તકની અદ્દભૂત રચના તથા વિચારોના પ્રવાહને સમજે તે માટે તેમાં ઍનિમેટેડ વિડિયો, પ્રેરણાદાયી સારાંશો અને મનનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે બાઇબલ પ્રોજેક્ટનો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://bibleproject.com/Gujarati/