Logo YouVersion
Îcone de recherche

માર્ક 4

4
બીયારો પોનારા ખેડુતુ દાખલો
(માથ. 13:1-9; લુક. 8:4-8)
1આને ઇસુ ફાચો ગાલીલુ સમુદ્ર મેરીપે ઉપદેશ દાંઅ લાગ્યો, આને એહેડી મોડી ગોરદી તીયા પાહી એકઠી વી ગીયી, તીયા ખાતુર તોઅ સમુદ્રમે એક ઉળી આથી તીયુમે ચોડીન બોહી ગીયો, આને બાદા લોક સમુદ્ર મેરીપે ઉબલા આથા. 2આને ઇસુ તીયાહાને દાખલા દિન ખુબુજ ગોઠયા હિકવાં લાગ્યો, આને ઇસુહુ આખ્યો, 3“ઉનાયા, હેરા એક ખેડુત પોતા ખેતુમે થોડોક બીયારો લીન પોરા નીગ્યો. 4આને પોઅતી વોખત થોડાક દાણા વાટી કોરીપે પોળ્યા આને ચીળે આવીને વીસી ખાય ગીયે. 5આને થોડાક દાણા ડોગળાવાલા જાગામે પોળ્યા, આને તીહી તીયાલે જાહકો કાદુ નાય મીલ્યો, આને કાદુ જાહકો નાય આથો તીયા લીદે તે તુરુતુજ ઉગી નીગ્યા. 6આને જાહાં દિહ નીગ્યો આને તોપ લાગ્યો, તાંહા તે કોમાય ગીયા, આને મુલે ઉંડે નાય ગીયે તીયા ખાતુર તે હુકાય ગીયા. 7આને થોડાક દાણા એહેડા જાગામે પોળ્યા જીહી કાંટાવાલે ચાળે આથે, આને કાટાવાલા ચાળવાહા વાદીને તીયાહાને દાબી ટાંક્યા, આને તે પાક નાય લાલે. 8પેન થોડાક દાણા હારા જાગાપે પોળ્યા, આને તે ઉગ્યા, આને ખુબુજ દાણા પાકવ્યા, આને કાયક તીસ ગુણા, કાયક સાઠ ગુણા કાયક સો ગુણા પાક લાલા.” 9આને ઇસુહુ આખ્યો, “જો કેડો માંઅ ઈયુ ગોઠીલે ઉનાહે, તોઅ ઈયુ ગોઠીલે હોમજા ખાતુર કોશિશ કે.”
10જાંહા ઇસુ એખલો આથો, તાંહા ઇસુ બારા ચેલાં આને તીયા આરી બીજા લોક બી આથા તે ઇસુ પાહી આવીને ઈયા દાખલા વિશે ફુચા લાગ્યા. 11ઇસુહુ તીયાહાને આખ્યો, “તુમનેહે તા પરમેહરુ રાજ્યા ભેદ જાંણા આને હોમજા ખાતુર બુદ્ધિ દેદલી હાય, પેન જે માપે વિશ્વાસ નાહા કેતા, તીયા માટે, આખ્યા ગોઠયા દાખલામે આપાત્યાહા.
12ઈયા ખાતુર પવિત્રશાસ્ત્ર ઇ વચન પુરો વેહે, જો આખેહે કા, ‘તે હેયાજ કેતાહા,
પેન તે હીં નાહા સેકતા, તે ઉનાયાજ કેતાહા, પેન તે હોમજી નાંહા સેકતા,
કાદાચ તે દેવુ વેલે મન ફિરવે,
તીયાહાને પાપુ માફી મીલી.’”
બીયારો પોનારા દાખલા ખુલાસો
(માથ. 13:18-23; લુક. 8:11-15)
13ફાચો ઇસુ તીયાહાને આખેહે કા, “જો તુમુહુ ઈયા દાખલાલે નાંહા હોમજુતા, તા તુમુહુ બીજા દાખલાહાને બી હોમજી નાય સેકાહા. 14ખેડુત પરમેહેરુ વચન પોઅહે. 15થોડાક લોક તીયુ વાટી કોરી હોચે હાય જીયાપે બીયારો પોળ્યો, જાહાં તે વચન ઉનાતાહા, તાંહા શૈતાન તુરુતુજ આવીને વચન જો તીયામે પોઅલો આથો, કાડી લી જાહે. 16થોડાક લોક તીયુ ડોગળાવાલા જાગા હોચ હાય જીયાપે બીયારો પોળ્યો, તે એ હાય કા, જે વચન ઉનાયને તુરુતુજ ખુશીકી માની લેતેહે. 17પેન તે પરમેહેરુ વચનુ મુલે પોતા હદયુમે ઉંડાયુકી નાહ વાદા દેતા; આને ફાચલાને જાહાં વચનુ લીદે દુઃખ આને સતાવણી આવેહે, તાંહા તે તુરુતુજ વિશ્વાસુમેને ભટકી જાતેહે. 18થોડાક લોક તીયા કાંટાવાલા ચાળા જાગામે પોઅલા બિયારા હોચ હાય કા, જે વચન ઉનાતલા. 19પેને ઈયા જીવનુ ચિંતા, આને ધન દોલતુ લોભ, આને બીજી વસ્તુહુ લાલચ તીયા જીવનુમે વિહીન આને પરમેહેરુ વચનુલે દાબી દેહે, આને તીયાં જીવન નિષ્ફળ વી જાહે. 20થોડાક લોક હારા જાગા પોલા બિયારા હોચ હાય, જે વચન ઉનાયને તીયાલે માની લેતાહા, આને પાક લાવતાહા, કાયક તીસ ગુણા, કાયક સાઠ ગુણા, આને કાયક હોવ ગુણા પાક લાવતાહા.”
દીવા વિશે દાખલો
(લુક. 8:16-18)
21આને ઇસુહુ તીયાહાને આજી એક દાખલો આખ્યો, “કેડો બી એક દીવો લીને તીયુલે છીબલા નેતા ખાટલા તોલે નાહ થોવતો, પેન તીયાલે ગોખલામે થોવતેહે કા બાદે તીયા ઉજવળ હી સેકે. 22ઈયુ રીતીકી જો કાય દોબલો હાય, તોઅ ખુલ્લો વી જાય, આને દરેક ગોઠ જે દોબી ગેહલી હાય, તેબી ખુલ્લી વી જાય. 23જો કેડો માંઅ ઈયુ ગોઠીલે ઉનાહે, તોઅ ઈયુ ગોઠીલે હોમજા ખાતુર કોશિશ કે.”
24ફાચે ઇસુહુ તીયાહાને આખ્યો, “હુશિયાર રેજા કા તુમુહુ કાય ઉનાતાહા? જોંતો #4:24 જોંતો જીયા માપુ કી તુમુહુ માપી દેતાહા તીયાજ માપુ કી માપી દેવામે આવી, આને તુમનેહે વાદારે દેવામે આવી. વધારે ધ્યાન લાગવીને ઉનાહા તોતીજ વાદારે હોમુજ પરમેહેર બી તુમનેહે આપી, આને તુમુહુ આજી બી વાદારે હોમજી સેકાહા. 25જીયાપે હોમજુલુ ઈચ્છા હાય, તીયાલે પરમેહેર આજી બી હોમુજ દી! પેન કેડો બી ઇ હોમજા ઈચ્છા નાહ રાખતો, કા આંય કાય હિકવુહુ, તા તીયાપે જે હોમુજ હાય, પરમેહેર તીયાપેને બી તીયાલે લી-લી.”
ઉગનારા બિયારા દાખલો
26આને ઇસુહુ આખ્યો, “દેવુ રાજ્ય એહેડો હાય, જેહેકી એક ખેડુત ખેતુમે બીયારો ટાકેહે. 27આને ખેડુત ચિંતા કેયા વગર પોતા કામ કેતો રેહે, આને તોઅ નાય જાંઅતલો કા તોઅ કેહકી ઉગેહે આને વાદેહે, છેલ્લે દાણા પાકી જાતાહા. 28જમીન પોતા પરમાણે પાક દેહે, પેલ્લા હુકો, તાંહા ગોંવુ કોંહો, આને ગોંવુ કોંહામ પોરાલા દાણા દેખાતાહા. 29આને છેલ્લે જાહાં દાણા પાકી જાતાહા, તાંહા ખેડુત તુરુતુજ લોકુહુને વાડાં મોક્લેહે, કાહાકા વાડુલો સમય આવી ગીયોહો.”
રાયુ દાણા દાખલો
(માથ. 13:31,32,34; લુક. 13:18-19)
30ફાચે ઇસુહુ તીયાહાને આખ્યો કા, “આંય તુમનેહે આજી એક દાખલો આખુહુ કા, આપુ પરમેહેરુ રાજ્યા બરાબરી ઈયુ રીતીકી સેક્તાહા, 31પરમેહેરુ રાજ્યો તોરતીપેને બાદા બિયારા મેને બાદા કેતા હાના રાયુ દાણા હોચે હાય; 32પેન જાહાં પોરાય જાહે તાંહા, તોઅ ઉગીને બાદી જાતિ ચાળવા સે મોડો વી જાહે. આને તીયા એહેડીયા મોડયા ડાગ્યા નીંગત્યાહા કા, જુગુમેને ચીળે તીયા સાયુંમ કોરુ બોનાવી સેકતેહે.”
33આને ઇસુ ઈયુ રીતે ખુબુજ દાખલા દિન તીયાહાને હોમજુલી રીતી અનુસાર વચન ઉનાવતલો. 34તોઅ લોકુહુને પરમેહેરુ રાજ્યા વિશે આખા ખાતુર હમેશા દાખલાજ ઉપયોગ કેતલો, પેન પોતે પસંદ કેલા ચેલા આરી એખલો રેતલો, તાંહા તોઅ તીયાહાને બાદીજ ગોઠી અર્થ આખતલો.
ઇસુ વારાલ શાંત કેહે
(માથ. 8:23-27; લુક. 8:22-25)
35આને તીયાજ દિહુલે વાતીવેલ્યા સમયુલ ઇસુહુ તીયા ચેલાહાને આખ્યો, “ચાલાં, આપુહુ ગાલીલુ સમુદ્ર તીયુ મેરે જાજી.” 36ચેલા લોકુહુને છોડીને જાતા રીયા, આને ઇસુલે પોતા આરી તીયુજ ઉળીમે લી ગીયા, જીયુમે ઇસુ બોઠલો આથો, આજી બીજી ઉળીમે બી લોક તીયા આરી ગીયા. 37જાહાં તે ગાલીલુ સમુદ્ર તીયુવેલે જાય રેહલા આથા, તાંહા ખુબ મોડોં વારોં આલો, આને ડોબે ઉબલીને ઉળી આરી ઠોકાયા લાગ્યે, આને તીયા લીદે ઉળી પાયુંકી પોરાય જાંઅ લાગી આને બુડા લાગી. 38ઇસુ ઉળી ફાચલાર્યા ભાગુમ તોક્યાપે મુનકો થોવીને હુવતલો; આને તે તીયાલે જાગવિન આખતલા કા, “ઓ ગુરુજી, આપુહુ બાદા બુડી જાનારા હાય, આને તુલ કાય ચિંતા નાહ!” 39તાંહા ઇસુહુ ઉઠીને વારાલ ધાકાવ્યો‍, આને ડોબાહાને આખ્યો, “ઠાકો રે, બંદ વી જો,” તાંહા વાંરો બંદ વી ગીયો, આને સમુદ્રમે મોડી શાંતિ વી ગીયી. 40આને ઇસુહુ તીયા ચેલાહાને આખ્યો, “તુમુહુ કાહા બીતાહા? કાય તુમનેહે આજી વિશ્વાસ નાહા?” 41આને ઈયુ ઘટનાલે હીને ચેલા ખુબ બી ગીયા, આને એકબીજાલે આખા લાગ્યા કા, “ઇ કેલ્લો માંહુ હાય? ઇહી લોગુ કા, વાંરો આને પાંય બી ઈયા આજ્ઞા માનેહે.”

Sélection en cours:

માર્ક 4: DUBNT

Surbrillance

Partager

Copier

None

Tu souhaites voir tes moments forts enregistrés sur tous tes appareils? Inscris-toi ou connecte-toi