Logo YouVersion
Îcone de recherche

માથ્થી 13

13
બીયારો પોનારા દાખલો
(માર્ક. 4:1-9; લુક. 8:4-8)
1તીયાજ દિહુલે ઇસુ કોમેને નીગીન સમુદ્રા તોળીપે જાયને બોઠો. 2આને તીયા પાહી એહેડો મોડો માંહા ટોલો એકઠો વી ગીયો કા, તોઅ ઉઠીને ઉળીપે ચોળી ગીયો, આને બાદા માંહા ટોલો તોળીપે ઉબી રીયો. 3આને તીયાહા તીયાહાને દાખલા દિને ખુબુજ ગોઠયા આખ્યા, “એક ખેડુત બીયારો પોરા નીગ્યો. 4પોઅતા સમયુમ થોડાક દાણા વાટી કોરીપે પોળ્યા, આને ચીળે આવીને તીયાહાને ખાય ગીયે. 5થોડાક દાણા ડોગળાવાલા જાગામે પોળ્યા, જીહી તીયાહાને જાહકો કાદુ નાય મીલ્યો, આને જાહોકો કાદુ નાય આથો તીયા લીદે, તે માહારી ઉગી આલા. 6પેને દિહી નીગતાજ તે કોમાય ગીયા, આને મુલે નાંય તેરાયે તીયા લીદે હુકાય ગીયા. 7થોડાક દાણા એહેડા જાગામે પોળ્યા જીહી કાંટાવાલે ચાળે આથે, આને કાટાવાલા ચાળવાહા વાદીને તીયાહાને દાબી ટાંક્યા. 8પેન થોડાક દાણા હારા જાગામે પોળ્યા, આને તે દાણા હારા ફલ લાલા, થોડાક હોવ ગુના, થોડાક સાઠ ગુના, આને થોડાક તીસ ગુના, 9જો કેડો માંઅ ઈયુ ગોઠીલે ઉનાહે, તોઅ ઈયુ ગોઠીલે હોમજા ખાતુર કોશિશ કે.”
દાખલા રહોસ્યો
(માર્ક. 4:10-12; લુક. 8:9-10)
10આને ચેલાહા પાહી આવીને તીયાલે આખ્યો કા, “તુ માંહા આરી કાહાલ દાખલા દિન ગોઠયા કેતોહો?” 11ઇસુહુ જવાબ દેદો, “તુમનેહે હોરગા રાજ્યા ભેદુ સમજણ દેદલી હાય, પેને તીયાહાને નાહા. 12કાહાલ કા જીયાપે હાય, તીયાલે દેવામે આવી; આને જીયાપે ખુબ વી જાય; પેન જીયાપે કાયજ નાહા, તીયાપેને જો કાય તીયાપે હાય, તોઅ બી માગી લેવામ આવી.” 13આંય તીયા આરી દાખલામે ઈયા ખાતુર ગોઠયા કીહુ કા, તે હીને બી નાહા હેતા; આને ઉનાયને બી નાહા ઉનાતે, આને હોમજુતે બી નાહા. 14આને તીયા વિષયુમ યશાયા ભવિષ્યવક્તા એ ભવિષ્યવાણી પુરી વેયી કા: તુમુહુ કાનુકી ઉનાહા, પેને હોમજા નાય; આને ડોંઆકી હેહા, પેને તુમનેહે નાય હુજ પોળી.
15કાહાલ કા ઈયા લોકુ મન કઠણ વી ગીયોહો, આને તે કાનુકી કોમી ઉનાતેહે, આને તીયાહા પોતા ડોંઆ મીચી લેદાહા; કાદાચ એહેકી નાય વેઅ કા, તે ડોંઆકી હેએ, આને કાનુકી ઉનાય, આને મનુકી હોમજે, આને માઅ વેલ ફિરી હેઅ, કા આંય તીયાહાને હારે કી સેકુ.
16“પેન ધન્ય હાય તુમા ડોંઆ કા, તે હેતાહા; આને તુમા કાન કા, તે ઉનાતાહા. 17કાહાલ કા આંય તુમનેહે ખેરોજ આખુહુ કા, ખુબુજ ભવિષ્યવક્તા આને ન્યાયી લોકુહુ વિચાર કેયો કા, જે ગોઠયા તુમુહુ હેઅતેહે, પેન હી નાય સેકા; આને જે ગોઠયા તુમુહુ ઉનાતેહે, પેને ઉનાય નાય સેકા.”
બીયારો પોનારા દાખલા અર્થ
(માર્ક. 4:13-20; લુક. 8:11-15)
18“આમી તુમુહુ પોનારા દાખલા અર્થ ઉનાયા. 19જો કેડો બી પરમેહેરુ રાજ્ય વચન ઉનાયને બી નાહા હોમજુતા, તીયા મનુમ જો કાય પોઅલો આથો, તીયાલે તોઅ શૈતાન આવીને વિહરાવી દેહે; એ તેજ દાણા હાય, જે વાટી કોરીપે પોઅલા આથા.” 20આને જે ડોગળાલા જાગામે પોંલો, તે એ હાય, જે વચન ઉનાયને તુરુત ખુશીકી માની લેહે. 21પેન તીયામે મુલે નાય વાદા લીદે તોઅ થોડાકુજ દિહ રીઅ સેકેહે, આને જાંહા વચનુ લીદે દુઃખ વિરોધ આવેહે, તાંહા તુરુતુજ ઠોક્કર ખાહે. 22જે કાંટાવાલા ચાળવામે પોંલો આથો, તે એ હાય, જો વચનુલે ઉનાહે, પેન ઈયા સંસારુ ચિંતા આને માલ-મિલકતુ ધકો વાચુનુલ દાબી દેહે, આને તે ફલ નાહા લાવતે. 23જો હારી જમીનુમે પોંલો આથો, તે એ હાય, જો વચન ઉનાયને હોમજેહે, આને હારો ફલવો લાવેહે, કેડો હોવ ગુના, આને કેડો સાઠ ગુના, આને કેડો તીસ ગુના.
કોળવા દાણા બીયારો
24ઇસુહુ તીયાહાને આજી એક દાખલો દેદો, “હોરગા રાજ્યો તીયા બીયારો પોનારા ખેડુતુ હોચ હાય, જીયાહા પોતા ખેતુમે હારો બીયારો પોઅયો. 25પેન જાંહા માંહે હુવતલે, તાંહા તીયા દુશ્મન આવીને હારા ગોંવુમે જંગલી બીયારો પોયને જાતો રીયો. 26જાંહા બીયારો ઉગ્યો, આને નિહવાય પોળ્યો, તાંહા જંગલી દાણા ચારો બી ઉગલા દેખાયા. 27તાંહા ખેતુ ચાકરુહુ આવીને માલીકુલ આખ્યો, ‘ઓ માલિક, કાય તુયુહુ તોઅ ખેતુમે હારા દાણા નાહા પોયા કા? ફાચે કોડવા દાણા છોડા કાહીને આલા?’ 28તીયાહા ચાકરુલે આખ્યો, ‘ઇ તા એગા દુશ્મનુ કામ હાય,’ ચાકરુહુ તીયાલે આખ્યો, ‘તા આમુહુ કાય કેજી? કાય આમુહુ જાયને જંગલી ચાળે ઉપટી લેજી?’ 29તીયાહા ચાકરુલે આખ્યો, નાય એહેકી માઅ કેહા કા જંગલી દાણા છોડા ઉપટુતા તુમુહુ તીયા આરી ગોંવ બી ઉપળી લ્યાહા. 30ઈયા ખાતુર વાડણી તામ બેનુહુને આરીજ વાદાઅ ધ્યા, આને વાડણી સમયુમ આંય વાડનારાહને આખેહે; પેલ્લા કોળવા દાણા છોળા વાડીન ટીગાવીને બાલાં ખાતુર પુલા બાંદી ધ્યા, પેન ગોંવુહુને માઅ ખોલાંમે ટીગાવા.”
રાયુ દાણા દાખલો
(માર્ક. 4:30-34; લુક. 13:18-21)
31તીયાહા આજી એક દાખલો દેદો, “હોરગા રાજ્ય એક રાયુ દાણા હોચ હાય, તીયાલે એક માંહા લીન પોતા ખેતુમે પોય દેદો. 32તોઅ આખા બિયારા કેતા હાનો દાણો રેહે, પેન જાંહા મોડો વેહે તાંહા બાદા છોડા કેતા મોડો રેહે; આને એહેડો ચાળવો બોની જાહે કા, જુગુમેને ચીળે આવીને ડાગીપે કોરુ કેતેહે.”
ખમીરુ દાખલો
(લુક. 13:20-21)
33તીયાહા આજી એક દાખલો તીયાહાને ઉનાવ્યો, “હોરગા રાજ્ય ખમીરુ હોચ હાય, જીયાલે એગીહી બાયુહુ લીન તીન ખોબા નોટુમ મીલવી દેદો, આને તોઅ બાદો ખમીર વી ગીયો.”
દાખલા આપીને ઇસુ હમજાવેહે
(માર્ક. 4:33-34)
34એ બાધ્યા ગોઠયા ઇસુહુ દાખલામે લોકુહુને આખી દેખાવ્યા, આને દાખલા આપ્યા વગર તીયાહાને કાયજ નાય આખતલો. 35કા જો વચન ભવિષ્યવક્તા કી આખલો હાય, તોઅ પુરો વેઅ: “આંય દાખલો આખીને ગોઠયા કેહે, જીહીને જુગે આને તોરતી બોનાવ્યો તીહીને દોબલ્યા હાય, તે ગોઠયા જાહેર કેહે.”
ઇસુહુ કોળવા દાણા દાખલો હમજાવ્યો
36જાંહા ઇસુ લોકુ ટોલાલે છોડીને કોમે આલો, આને તીયા ચેલાહા તીયા પાહી આવીને આખ્યો, “ખેતુ કોળવા દાણા દાખલો આમનેહે હોમજાવી દેઅ.” 37ઇસુહુ તીયાહાને જવાબ દેદો, “હોરગા રાજ્યો તીયા ખેડુતુ હોચ હાય, જીયાહા પોતા ખેતુમે હારો બીયારો પોઅયો, હારા દાણા પોઅનારો માંહા પોયરો એટલે આંય હાય.” 38ખેત જુગુ લોક હાય, હારા દાણા પરમેહેરુ રાજ્યા લોક હાય, આને કોળવા દાણા શૈતાનુ લોક હાય. 39જીયા દુશ્મનુ કોળવા દાણા પોઅયા તોઅ શૈતાન હાય; આને વાડણી જગતુ અંત હાય, આને વાડનારા હોરગા દુત હાય. 40આમી જેહેકી કોળવા દાણા ટીગાવીને સીલગાવી દેતેહે, તેહેકીજ જગતુ અંતુમે વેરી. 41આંય, માંહા પોયરો, માઅ હોરગા દુતુહુને મોકલેહે, આને તે તીયાં રાજ્યમેને બાદા ઠોકોરુ કારણુલે આને પાપ કેનારાહાને ઇહીને “હોરોકાવી દી.” 42આને હોરગામેને દુત તીયાહાને આગી ભટ્ટામ ટાકી, તીહી તે રોળી આને દાત કીકરાવી. 43તીયા સમયુમ જીયાહા હારે કામે કેયે વેરી, તે પોતા બાહકા રાજ્યામ દિહુ હોચ ચોમકી, માયુહુ આમી જો આખ્યોહો, તીયા વિશે તુમુહુ ધ્યાનુકી ઉનાય લ્યા.
દોબલા ખજાના દાખલો
44“હોરગા રાજ્ય ખેતુમે દોબાવલા ખોજાના હોચ હાય, જાંહા એક માંહાલે તોઅ ખજાનો મીલ્યો, તાંહા તીયા માંહાહ તીયાલે ફાચે ખેતુમે દોબાવી દેદો, આને ખુશીમે આવીને પોતા બાદો વેચીને તીયા ખેતુલે વેચાતો લેદો, જીયા ખેતુમે ખજાનો આથો.”
કિંમતી મોતી દાખલો
45“ફાચે હોરગા રાજ્ય એક વેપારી હોચ હાય, જો હારા મોતી હોદુમે આથો.
46જાંહા તીયાલે એક ખુબ કિંમતી મોતી મીલ્યો, તાંહા તીયાહા જાયને જો કાય તીયાપે આથો, તોઅ બાદોજ વેચી દેદો, આને તીયા મોતીલ વેચાતો લીઅ લેદો.”
જાલુ દાખલો
47“ફાચે હોરગા રાજ્ય માસે તેરુલો તીયા મોડા જાલુ હોચ હાય, જો સમુદ્ર ટાકવામે આલો, આને બાદી જાતિ માસે જાલુમે આવી ગીયે.” 48આને જાંહા જાલ પોરાય ગીયો, તાંહા માસા માઅનારા તોળીપે ખેચી લાલા, આને હારે-હારે માસે તીયાહા સીબ્લામ એકઠે કેયે, આને ખારાબ-ખારાબ માસાંહાન ફેકી દેદે. 49જગતુ અંતુમે બી એહેકીજ વેરી; હોરગા દુત આવીને પાપી લોકુને હારે કામે કેનારા લોકુસે અલગ કેરી. 50આને પાપી લોકુહુને આગી ભટ્ટીમે ટાકી, તીહી રોડુલી આને દાત કોકડાવુલો રીઅ. 51“કાય તુમુહુ એ બાધ્યા ગોઠયા હોમજી ગીયે?” ચેલાહા જવાબ દેદો, “હોવ.” 52ફાચે ઇસુહુ તીયાહાને આખ્યો, “ઈયા ખાતુર દરેક મુસા નિયમ હિક્વુનારા જે હોરગા રાજ્યા ચેલા બોન્યાહા, તીયા પોંગા માલિકુ હોચ હાય, તે બેનુ જુની આને નોવી સંપત્તિ તીયા જાગામેને બારે કાડેહે, જીહી તોઅ બીજા મદદ કેરા ખાતુર તીયાલે એકઠો કેહે.”
નાશરેથુમે ઇસુ આવકાર
(માર્ક. 6:1-6; લુક. 4:16-30)
53જાંહા ઇસુ બાદા દાખલા આખી પારવાયો, તાંહા તોઅ તીહીને જાતો રીયો. 54આને તીયા ગાંવુમે આવીને તીયાં સભાસ્થાનુમે તીયાહાને એહેડો ઉપદેશ દેદો કા, તે ચકિત વિન આખા લાગ્યા, “ઇયાલ ઇ જ્ઞાન આને પરાક્રમી કામ કાહીને મીલ્યો? 55કાય ઓ હુતાર્યા પોયરો નાહા? આને કાય ઈયા યાહકી નાવ મરિયમ, આને ઈયા પાવુહુ નાવ યાકુબ, યુસુફ, શિમોન, આને યહુદા નાહ? 56આને કાય ઈયા બાધ્યા બોંયાહા આપુ વચ્ચે નાહા રેત્યા? ફાચે ઇયાલ ઇ બાદો કાહીને મીલ્યો?”
57ઈયુ રીતે તીયાહા તીયા લીદે ઠોક્કર ખાદી, પેન ઇસુહુ તીયાહાને આખ્યો, “ભવિષ્યવક્તાલે પોતા ગાંવ આને પોતા પોંગો છોડીને, બાદેજ જાગે માન મીલેહે.” 58આને ઇસુ તીહી તીયાં અવિશ્વાસુ કારણે ખુબ ચમત્કારુવાલે કામે નાહ કેયે.

Sélection en cours:

માથ્થી 13: DUBNT

Surbrillance

Partager

Copier

None

Tu souhaites voir tes moments forts enregistrés sur tous tes appareils? Inscris-toi ou connecte-toi