Logo YouVersion
Îcone de recherche

યોહાન 6

6
ઇસુ પાંચ હાજાર લોકુહુને ખાવાવેહે
(માથ. 14:13-21; માર્ક. 6:30-44; લુક. 9:10-17)
1થોળાક દિહુ ફાચે ઇસુ આને તીયા ચેલા ઉળીમે બોહીને ગાલીલ સમુદ્ર જો તિબીરીયસ બી આખાહે તીયા તીયુ વેલ ગીયા. 2તાંહા લોકુ એક મોડો ટોલો તીયા ફાચલા જાતલો, કાહાકા લોકુહુ તે મોડા ચમત્કાર હેલા, જો ઇસુ બિમાર લોકુ માટે કેતલો. 3તાંહા ઇસુ એક ડોગુપે ચોળીને પોતા ચેલા આરી તીહી બોઠો. 4તીયા સમુયુલ યહુદી લોકુ પાસ્ખા તેહવાર પાહી આથો.
5તાંહા ઇસુહુ પોતા ડોંઆ ઉખલીને એક લોકુ મોડા ટોલાલે પોતા પાહી આવતા હેયો, આને ફિલિપુલે આખ્યો, “આપુહુ ઈયા બાદા માંહાને ખાવાવા ખાતુર કાહીને માંડા વેચાતા લાવજી?” 6પેન ઇસુહુ એ ગોઠ તીયાલે પારખા ખાતુરે આખલી; કાહાકા તોઅ પોતે જાંઅતલો કા તોઅ કાય કેરી. 7ફિલિપુહુ ઇસુલે જવાબ દેદો, “બેનસો દિહુ મોજરી પોયસાકી માંડો વેચાતો લેજી, તેબી તીયાકી ઈયા બાદા માંહાને થોડો-થોડો પુરી રે ઓતો ખાંઅ બી તીયાહાને નાય આવે.” 8તાંહા તીયા ચેલામેને શિમોન પિત્તરુ પાવુહુ આંદ્રિયાહા ઇસુલે આખ્યો, 9“ઇહી એક પોયરો હાય, તીયાપે જુવાયુ પાંચ માંડા, આને બેન પુજલે માંસે હાય; પેન તે ઓતા બાદા લોકુહુને નાય પુરે.” 10ઇસુહુ તીયા ચેલાહાને આખ્યો, “લોકુહુને બોહાવી ધ્યા” તીહી ખુબ ચારો ઉગલો તીયા લીદે બાદા લોક તીયા ચારાપે બોહી ગીયા, તીહી બોઠલામેને બાયા આને પોયરે છોડીને લગભગ પાંચ હાજાર આદમીજ આથા. 11તાંહા ઇસુહુ માંડા આને માસે લીને, પરમેહેરુલે ધન્યવાદ કીને ચેલાહાને આપ્યો, આને તીયાહા તીયા બોઠલા બાદા માંહાને વાટી દેદો. 12જાંહા બાદે માંહે ખાયને તારાય ગીયે, તા તીયાહા પોતા ચેલાહાને આખ્યો, “વાદલા કુટકા બાદા એકઠા કેરા, કા એગોહો કુટકો બી ફેકવામે નાય આવે.” 13ઈયા ખાતુર જુવાયુ પાંચ માંડામેને વાદલા કુટકા એકઠા કેયા આને બારા છીબલે પોયે. 14ઇસુહુ કેલો તોઅ ચમત્કાર હીને, તીહે આથે તે માંહે આખા લાગ્યે; “તોઅ ભવિષ્યવક્તા જો જગતુમે આવનારો આથો, તોઅ ખેરો ઓજ હાય.”
15તે માંહે ઇસુલે તી લી જાયને, જબર-જસ્તી રાજા બોનાવનારે હાય, એહકી ઇસુલે ખબર પોળી, તીયા લીદે તોઅ ફાચો તીયાહાને છોડીને એખલોજ ડોગુપે જાતો રીયો.
ઇસુ પાંયુપે ચાલેહે
(માથ. 14:22-27; માર્ક. 6:45-52)
16જાંહા વાઅતો પોળ્યો તાંહા, ઇસુ ચેલા ડોગુપેને ઉતીને ગાલીલુ સમુદ્રા તોળીપે ગીયા. 17આને આંદારો પોળી ગેહલો તામ લોગુ ઇસુ તીયાહી નાહ ગીયો, તાંહા તે એક ઉળીપે બોહીને સમુદ્રા તીયુ તોળી કફર-નુહુમ શેહેરુવેલ જાંઅ નીગ્યા. 18આને ખુબ વારોં ચાલે તીયા લીદે, સમુદ્રમે મોડે-મોડે ડોબે (લાફે) ઉબલા લાગ્યે. 19જાંહા તે લગભગ પાંચ-છોવ કિલોમીટર ચાટલે ઠોકતા-ઠોકતા ઉળી ચાલવી ગીયા, તાંહા તીયાહા ઇસુલે પાંયુપે ચાલતો આને ઉળી જાગે આવતા હેયો, આને તેબી ગીયા. 20પેન ઇસુહુ તીયાહાને આખ્યો, કા “આંય હાય; બીયાહા માઅ.” 21તાંહા તે ખુશવીને ઇસુલે ઉળીપે બોહાવી લાં ખાતુર તીયાર વીયા, આને તુરુતુજ તે જીહી જાંઅ નીગલા તીહી ઉળી આવી પોચી.
લોક ઇસુલે હોદતાહા
22બીજે દિહી સમુદ્રા તીયુ મેરે ઉબલા આથા, તીયા લોકુહુ ઇ હેયો, કા હાકાલ સમુદ્રામે ઇહી એકુજ ઉળી આથી, આને ઇસુ પોતા ચેલા આરી ઉળીપે નાહ ગીયો, પેન ખાલી તીયા ચેલા એખલાજ તીયુ વેલ ગેહલા. 23(તેબી તીહી થોળાક લોક ઉળીહીમે બોહીને તિબીરીયસ શેહેરુમેને તીયા જાગાહી આલા, જીહી તીયાહા પરમેહેરુલે ધન્યવાદ કીને માંડો ખાદલો.) 24જાંહા લોકુહુ હેયો, કા ઇહી નાહ ઇસુ, આને નાહ તીયા ચેલા, તાંહા તે ઉળીહીમે બોહીને ઇસુલે હોદા ખાતુરે કફર-નુહુમ શેહેરુમે પોચ્યા.
ઇસુ જીવનુ માંડો હાય
25આને સમુદ્રા તીયુ વેલ કફર-નુહુમુમે તીયા લોકુહુ ઇસુલે મીલીને આખ્યો, “ઓ ગુરુજી, તુ ઇહી કેહેડીવેલ આલો?” 26ઇસુહુ તીયાહાને જવાબ દેદો, “આંય તુમનેહે ખેરોજ આખુહુ, તુમુહુ ચમત્કાર હેયાહા તીયા ખાતુર તુમુહુ માને નાહ હોદતા, પેન તુમુહુ માંડો ખાયને તારાય ગેહલા તીયા ખાતુર તુમુહુ માને હોદતાહા. 27જો માંડો બીગળી જાહે, તોઅ માંડો મિલવા માટે ઈચ્છા માઅ રાખાહા, પેન જો માંડો તુમનેહે અનંત જીવન આપેહે, આને હમેશા હારો હાય, તીયા માંડાલે મિલવા ઈચ્છા રાખા, જીયાલે આંય, માંહા પોયરો તોઅ માંડો તુમનેહે દેહે, કાહાકા પરમેહેર બાહકાહા માને એહેકી કેરુલો અધિકાર દેદોહો.” 28તીયા લોકુહુ ઇસુલે આખ્યો, “આમુહુ પરમેહેરુ કામ કેજી તીયા ખાતુર આમનેહે કાય કેરા પોળે?” 29ઇસુહુ તીયાહાને જવાબ દેદો, “પરમેહેર ઈચ્છા રાખેહે, કા જીયાલે પરમેહેરુહુ મોકલ્યોહો, તીયાપે તુમુહુ વિશ્વાસ કેરા.” 30તાંહા તીયાહા ઇસુલે આખ્યો, “તુલે પરમેહેરુહુ મોકલ્યોહો તોઅ સાબિત કેરા ખાતુર, તુ કેલ્લો ચમત્કાર દેખાવોહો, કા તીયાલે હીને આમુહુ તોપે વિશ્વાસ કેજી? આને તુ કેલ્લો કામ દેખાવોહો?” 31આમા આગલા ડાયાહા હુના જાગામે મન્ના ખાદલા; “તેહેડામે મુસાહા જો કેલો તીયા વિશે પવિત્રશાસ્ત્ર લેખલો હાય, પરમેહેરુહુ તીયાહાને હોરગામેને માંડો દેદલો.” 32ઇસુહુ તીયાહાને આખ્યો, “આંય તુમનેહે ખેરોજ આખુહુ, કા મુસાહા તુમનેહે તોઅ માંડો હોરગામેને નાહ દેદો, પેન માઅ પરમેહેર બાહકો તુમનેહે હાચો માંડો હોરગામેને દેહે. 33કાહાકા જો હોરગામેને ઉતીને આવેહે તોઅ પરમેહેરુ માંડો હાય, તોઅ જગતુ લોકુહુને જીવન દેહે.” 34તાંહા તીયાહા ઇસુલે આખ્યો, “ઓ માલિક, ઓ માંડો આમનેહે સાદા આપતો રેજે.”
35ઇસુહુ તીયાહાને આખ્યો, “જો જીવન આપેહે તોઅ માંડો આંય હાય, જો કેડો બી માઅ પાહી આવેહે, તોઅ કીદીહી બી પુખો નાય રેઅ, આને જો કેડો બી માપે વિશ્વાસ કેરી, તીયાલે કીદીહી બી ફાંપી નાય લાગે. 36આને માયુહુ તુમનેહે પેલ્લાજ આખી દેદલો, કા તુમુહુ માને ચમત્કાર કેતા હેયોહો, તેબી માપે તુમુહુ વિશ્વાસ નાહ કેયો. 37માઅ પેરમેહેર બાહકો જીયા માંહાલ બી માન હોપેહે, તે બાદે માહી આવી, આને માહી જો બી આવી તીયાલે આંય કીદીહી બી નાય વાલુ. 38કાહાકા આંય માઅ ઈચ્છા નાહ, પેન માને મોકલુનારા પરમેહેરુ બાહકા ઈચ્છા પુરી કેરા ખાતુર હોરગામેને આલોહો; 39આને માને મોકલુનારા પરમેહેર બાહકા ઈચ્છા એ હાય, કા જે બી માંહે માને તીયાહા આપ્યેહે, તીયામેને એક બી માંહાલે આંય નાશ નાય વેરા દીવ્યુ. પેન છેલ્લા દિહુમે આંય તીયા બાદાહાને ફાચો જીવતો કેહે. 40કાહાકા માઅ પરમેહેર બાહકા ઈચ્છા એ હાય, કા જો કેડો માને હેરી, આને માપે વિશ્વાસ કે, તીયાલે અનંત જીવન મીલી; આને આંય તીયાલે છેલ્લા દિહુલે ફાચો મોલામેને જીવતો કેહે.”
41તાંહા યહુદી લોક ઇસુ ગોઠીકી બળ-બળ કેરા લાગ્યા, કાહાકા ઇસુહુ આખલો, કા “જો માંડો હોરગામેને ઉત્યોહો, તોઅ માંડો આંય હાય.” 42આને તે આખા લાગ્યા, “કાય ઓ યુસુફુ પોયરો ઇસુ નાહ, જીયા યાહકી-બાહકાલે આપુહુ જાંતાહા? આને તોઅ કાય આખેહે કા આંય હોરગામેને આલોહો?” 43ઇસુહુ તીયાહાને જવાબ દેદો, “માયુહુ આમી જો આખ્યોહો તીયા વિશે એક-બીજા આરી બળ-બળ માઅ કીહા. 44જીયાહાને બી માઅ પરમેહેર બાહકો માહી મોક્લેહે, તે ઓતેજ માપે વિશ્વાસ કેરી, તીયા સિવાય બીજે કેડે બી સાદા માટે જીવન મિલવા માહી આવી નાય સેકે, આને જે માહી આવતેહે, તીયાહાને આંય છેલ્લા દિહુલે ફાચો જીવતે કેહે. 45‘માપે જે વિશ્વાસ કેરી તીયા બાદા વિશે, ભવિષ્યવક્તા ચોપળીમે એહેકી લેખલો હાય, પરમેહેર તીયાહાને હિકવી,’ આને માઅ પરમેહેર બાહકો જોંબી આખેહે, તોઅ ઉનાનારા આને તીયાપેને હિકનારા દરેક માંહુ માહી આવેહે. 46ઈયા મતલબ ઓ નાહ કા કેડાહા પરમેહેર બાહકાલે હેયોહો, આંય પરમેહેરુહીને આલોહો, આને માયુહુ એખલાહાજે માઅ પરમેહેરુ બાહકાલે હેયોહો, તીયા સિવાય બીજા કેડાહા બી નાહ હેયો. 47આંય તુમનેહે ખેરોજ આખુહુ, કા જો કેડો બી માપે વિશ્વાસ કેહે, તીયાલે અનંત જીવન મીલી. 48જો જીવન આપેહે, તોઅ માંડો આંય હાય. 49તુમા આગલા ડાયા હુના જાગામે મન્ના ખાદા, આને તે મોય ગીયા. 50આંય તોઅ માંડો હાય, જો હોરગામેને ઉત્યોહો, આને જો કેડો બી ઓ માંડો ખાય તોઅ કીદીહીજ મોય નાય સેકે. 51જીવનુ માંડો જો હોરગામેને ઉત્યોહો, તોઅ આંયજ હાય, જો કેડો બી ઓ માંડો ખાય, તોઅ સાદા માટે જીવતો રીઅ; આને ઓ માંડો માઅ શરીર હાય, આને માઅ શરીર જગતુ લોકુ માટે આપેહે, આને તે જીવન મીલવી સેકી.”
52તાંહા યહુદી લોક ઇ આખીને એક-બીજા આરી ચર્ચા કેરા લાગ્યા, “ઇ માંહુ કેહેકી પોતા માહ ખાંઅ દી સેકેહે?” 53ઇસુહુ તીયાહાને આખ્યો, “આંય તુમનેહે ખેરોજ આખુહુ, આંય, માંહા પોયરો એટલે માંઅ, માહ જામ લોગુ તુમુહુ નાય ખાંઅ, આને માઅ રોગુત નાય પીયા, તામ લોગુ તુમામે જીવન નાહ. 54જો બી માઅ માહ ખાહે, આને માઅ રોગુત પીયેહે, તીયાલે અનંત જીવન મીલી, આને છેલ્લા દિહુમે આંય તીયાલે મોલામેને ફાચો જીવતો કેહે. 55કાહાકા માઅ માહ હકીગતુમે ખાવુલુ વસ્તુ હાય, આને માઅ રોગુત હકીગતુમે પીયુલી વસ્તુ હાય. 56જો બી માઅ માહ ખાહે, આને માઅ રોગુત પીયેહે, તોઅ માઅ આરી ખાશ સંબંધ રાખી, આને આંય બી તીયા આરી ખાશ સંબંધ રાખેહે. 57માઅ પરમેહેર બાહકાહા જીયાહા માને મોકલ્યોહો, તીયાહા જીવન દેદોહો, જીયુ રીતીકી તીયાહા માને જીવન દેદોહો, તીયુજ રીતીકી આંય બી તીયા માંહાલે જીવન દેહે, જો માઅ માહ ખાહે. 58જો માંડો હોરગામેને ઉતી આલ્લો તીયા વિશે આંય આખુહુ, તીયા માંડા હોચે નાહ જીયાલે તુમા આગલા ડાયાહા રાનુમે ખાદો, આને તે મોય ગેહલા, પેન જે માંહે ઓ માંડો ખાય, તે સાદા માટે જીવતે રીઅ.” 59એ ગોઠયા ઇસુહુ કફર-નુહુમ શેહેરુ એક સભાસ્થાનુમે ઉપદેશ આપતલો તાંહા આખલ્યા.
સાદા માટે જીવનુ વચન
60ઇસુ એ ગોઠ ઉનાયને તીયા ચેલામેને થોડાકુહુ આખ્યો, “ઓ ઉપદેશ માનુલો ખુબ કઠીન હાય, ઈયા ઉપદેશુલે કેડો માની સેકે.?” 61ઇસુહુ પોતા મનુમે જાંય લેદો કા માઅ ચેલા એક-બીજા આરી ઈયુ ગોઠી લીદે બળ-બળ કેતાહા, તાંહા ઇસુહુ ફુચ્યો, “કાય એ ગોઠ તુમનેહે માપે વિશ્વાસ કેરા કી રોકેહે?” 62આને જો તુમુહુ આંય, માંહા પોયરાલે જીહી તોઅ પેલ્લા આથો, તીહી ઉપે જાતા હેહા, તાંહા કાય વેરી? 63જો જીવાવેહે તોઅ આત્મા હાય, શરીરુકી કાય લાભ નાહ, જે ગોઠ માયુહુ તુમનેહે આખીહી, તે આત્મા આને જીવન હાય. 64પેન તુમામેને થોળાક એહેડા હાય જે માપે વિશ્વાસ નાહ કેતા, કાહાકા ઇસુ પેલ્લાનેજ જાંઅતલો કા જે વિશ્વાસ નાહ કેતા, તે કેડા હાય; આને કેડો માને તેરાવી દી. 65આને ઇસુહુ આખ્યો, “ઈયા ખાતુર માયુહુ તુમનેહે આખલો, કા જાવ-લુગુ પરમેહેર બાહકા વેલને ઇ વરદાન નાય આપવામ આવે, તામ લોગુ તોઅ માહી આવી નાહ સેકતો.”
પિત્તરુ વિશ્વાસ
66એ ગોઠ ઇસુહુ આખી તીયા લીદે, ઇસુ ખુબુજ ચેલાહા તીયાલે છોડી દેદો, આને ફાચે તીયા આરી નાય ગીયા. 67તાંહા ઇસુહુ તીયા બારા ચેલાહાને આખ્યો, “તુમુહુ બી માને છોડીને જાંઅ માગતાહા કા?” 68શિમોન પિત્તરુહુ ઇસુલે જવાબ આપ્યો, “ઓ પ્રભુ, આમુહુ તુલે છોડીને કેડાહી જાજી? અનંત જીવનુ ગોઠયા તા તોપે હાય.” 69આમુહુ જાંય ગીયા, આને વિશ્વાસ કેયો કા, “પરમેહેરુ પવિત્ર માંહુ તુજ હાય.” 70ઇસુહુ ચેલાહાને જવાબ દેદો, “કાય માયુહુ તુમનેહે બારાહાને નાહ પસંદ કેયા? તેબી તુમામેને એક જાંઅ શૈતાનુ આથુમે પોળી ગીયોહો.” 71ઇસુહુ ઈશ્કરીયોત ગાંવુ શિમોનુ પોયરો યહુદા વિશે આખલો, તોઅ બારા ચેલામેને એક આથો, આને તોઅ ઇસુ આરી વિશ્વાસઘાત કેનારો આથો.

Sélection en cours:

યોહાન 6: DUBNT

Surbrillance

Partager

Copier

None

Tu souhaites voir tes moments forts enregistrés sur tous tes appareils? Inscris-toi ou connecte-toi