યોહાન 1

1
શરૂઆતમાં શબ્દ હતો
1આ આખા જગતની શરૂઆત પેલા શબ્દ હતો, જે શબ્દ પરમેશ્વરની હારે હતો, અને ઈ શબ્દ પરમેશ્વર હતો. 2જે કાય બનાવવાની શરૂઆત કરી એની પેલા ઈ પરમેશ્વરને હારે હતો. 3બધુય એના દ્વારા સર્જાયેલો, અને જે કાય સર્જાયેલું થયુ છે, અને એનામાંથી એક પણ વસ્તુ એના વગર સર્જાયેલી નથી. 4એનામા જીવન હતું, અને જીવન માણસોનું અંજવાળું હતું. 5ઈ અંજવાળું અંધારામાં સમકે છે, અને અંધારાએ એને ઠારૂ નય.
6પરમેશ્વરે એક માણસને મોકલ્યો જેનું નામ યોહાન હતું, અને જે યોહાન જળદીક્ષા આપનાર તરીકે ઓળખાવવામાં આવતો હતો. 7ઈ સાક્ષીની જેમ અંજવાળા વિષે બતાવવા આવ્યો, જેથી બધાય લોકો એની દ્વારા વિશ્વાસ કરે. 8યોહાન પોતે અંજવાળું નોતો, પણ ઈ હાટુ આવ્યો જેથી ઈ અંજવાળાની વિષે બતાવી હકે.
9આ એક હાસુ અંજવાળું હતું જે બધાયની ઉપર અંજવાળું કરે, અને ઈ અંજવાળું જગતમાં આવ્યું. 10ઈ જગતમાં હતો, અને જગત એના દ્વારા સર્જાવામાં આવ્યું, અને જગતના લોકોએ એને ઓળખ્યો નય. 11ઈ પોતાના લોકોની પાહે આવ્યો, પણ પોતાના લોકોએ એનો નકાર કરયો. 12પણ જેટલાઓએ એનો સ્વીકાર કરયો, તેઓને એણે પરમેશ્વરનાં સંતાન થાવાનો અધિકાર આપ્યો, તેઓ જેઓએ એની ઉપર વિશ્વાસ રાખ્યો છે. 13તે પરમેશ્વરનાં સંતાન હતા. તેઓ સાધારણ માણસના જનમની જેમ કા માણસની ઈચ્છા પરમાણે જનમા નોતા. કા એક ધણીને બાપ બનવાની ઈચ્છાથી પણ નય.
14અને ઈ શબ્દ એક માણસ બન્યો; અને કૃપા અને હાસથી પુરી રીતે થયને, પોતાની વસે એણે વસવાટ કરયો, અને બાપનો એકનો એક દીકરાને મહિમામાં અમે જોયો. 15યોહાને એના વિષે સાક્ષી આપી, અને રાડો પાડીને કીધું કે, “આ ઈજ છે, જેનું મે વરણન કરયુ કે, જે મારી પછી આવે છે, ઈ મારી કરતાં પણ મહાન છે કેમ કે, ઈ મારી પેલા હયાત હતો.” 16કેમ કે, એની કૃપાથી એની ભરપુરી આપડે બધાયે પ્રાપ્ત કરી, અને આશીર્વાદ ઉપર આશીર્વાદ આપ્યો. 17કેમ કે યહુદીઓનુ નિયમશાસ્ત્ર મુસા દ્વારા દેવામાં આવ્યું, અને પરમેશ્વરે ઈસુ મસીહ દ્વારા કૃપા અને હાસાય દેખાડી. 18પરમેશ્વરને કોય માણસે કોયદી જોયા નથી; એનો ખાલી એક દીકરો, જે બાપની બાજુમાં છે, એણે પરમેશ્વરને પરગટ કરયો છે.
યોહાન જળદીક્ષાનો સંદેશ
(માથ્થી 3:1-12; માર્ક 1:1-8; લૂક 3:1-9,15-17)
19યોહાનની સાક્ષી ઈ છે કે, જઈ યહુદી આગેવાનોએ યરુશાલેમથી યાજકો, અને લેવીઓને એણે પૂછવા મોકલ્યા કે, “તુ કોણ છે?” 20યોહાને તેઓને સોખુ કીધું કે, “હું મસીહ નથી.” 21જેથી યહુદીઓએ યોહાનને પુછયું કે, “તો પછી તુ કોણ છે? શું તુ એલિયા છે?” એણે કીધું કે, “હું નથી.” તેઓએ કીધું “શું તુ આગમભાખીયો છે?” યોહાને જવાબ આપ્યો કે, “નય.” 22તઈ તેઓએ એને પુછયું કે, “તો પછી તુ કોણ છે? જેથી અમે અમારા મોકલનારાને જવાબ દેયી. તુ પોતાની વિષે શું કેય છે.” 23યોહાને કીધું કે, જેમ યશાયા આગમભાખીયાએ લખ્યું છે કે, “વગડામાં પોકારનારની વાણી હું છું,” જેમ લોકોએ એક મુખ્ય અધિકારી હાટુ મારગ તૈયાર કરે છે; એમ તમે પરભુનો આવકાર કરવા હાટુ પોતાની જાતને તૈયાર કરો.
24ફરોશી ટોળાના લોકો તરફથી તેઓને યોહાન પાહે મોકલવામાં આવ્યા હતા. 25તેઓએ યોહાનને પુછું કે, જઈ તુ કેય છે કે, તુ તો મસીહ, એલિયા કે આગમભાખીયો નથી, તો પછી તુ જળદીક્ષા કેમ આપે છે? 26યોહાને એને જવાબ દીધો કે, “હું તો પાણીથી જળદીક્ષા દવ છું, પણ તમારી વસ્સે એક માણસ ઉભો છે, તમે એને ઓળખતા નથી. 27ઈ જ ઈ છે જે મારી વાહે આવનાર છે, હું એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી.” 28યર્દન નદીને હામે કાઠે બેથાનિયા ગામમાં જ્યાં યોહાન લોકોને જળદીક્ષા દેતો હતો, ન્યા ઈ બધુય થયુ.
પરમેશ્વરનાં ઘેટાનુ બસ્સુ
29બીજે દિવસે યોહાન પોતાની પાહે ઈસુને આવતો જોયને કેય છે કે, જુવો પરમેશ્વરનાં ઘેટાનું બસ્સુ પોતે બલી થયને જગતનું પાપ આઘુ કરે છે. 30“આ ઈ જ છે, જેનું મે વરણન કરયુ કે, જે મારી પછી આવે છે, ઈ મારી કરતાં મહાન છે કેમ કે, ઈ મારી પેલા હયાત હતો.” 31હું એને પેલા ઓળખતો હતો નય પણ હવે ઓળખું છું કે, ઈ કોણ છે, મારું કામ આવીને લોકોને જેઓ પોતાના પાપોની માફી માગે છે તેઓને જળદીક્ષા આપવી, જેથી ઈઝરાયલ દેશના લોકો જાણી હકે કે, ઈ કોણ છે. 32યોહાને સાક્ષી આપી કે, મે પરમેશ્વરની આત્માને કબુતરની જેમ આભથી ઉતરતા જોયો અને ઈ એની ઉપર રોકાય ગયો. 33મે એને ઓળખ્યા નોતા; પણ જેઓએ મને પાણીથી જળદીક્ષા આપવા મોકલ્યો, એણે જ મને કીધું હતું કે, જેની ઉપર તુ આત્માને ઉતરતા અને રેતા જોહે, ઈ જ પવિત્ર આત્માથી જળદીક્ષા આપનાર છે. 34“મે જોયો છે અને મે તમને સાક્ષી આપી છે કે, આજ પરમેશ્વરનો દીકરો છે.”
ઈસુના ગમાડેલા ચેલા આંદ્રિયા અને સિમોન પિતર
35વળી બીજે દિવસે યોહાન પોતાના બે ચેલાઓની હારે ઉભો હતો. 36યોહાને ઈસુને હાલતા જોયને કીધું કે, “જોવો, પરમેશ્વરનાં ઘેટાનુ બસ્સુ!” 37તઈ યોહાનના ઈ બે ચેલાઓ એની વાત હાંભળીને ઈસુની વાહે ગયા. 38ઈસુએ વાહે ફરીને તેઓને વાહે આવતાં જોયને પુછયું કે, તમે શું ગોતો છો તેઓએ ઈસુને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ તમે ક્યા રયો છો?” 39એને તેઓને કીધું કે, આવીને જોવો તઈ તેઓએ ઈ જગ્યા જોય જ્યાં ઈ રેતો હતો ઈ દિવસે તેઓ એની હારે રયા, એટલે બપોર પછી સ્યાર વાગ્યા હતા. 40ઈ બે યોહાનના ચેલાઓમાંથી જેઓ એની વાતો હાંભળીને ઈસુની વાહે ગયો હતો, એક સિમોન પિતરનો ભાઈ આંદ્રિયા હતો. 41આંદ્રિયા પેલા પોતાના હગા ભાઈ સિમોનને મળ્યો અને એને કીધુ કે, “અમને મસીહ મળી ગયો છે.” 42આંદ્રિયા સિમોનને ઈસુની પાહે લય આવ્યો; ઈસુએ એને જોયને કીધું કે, “તુ યોહાનનો દીકરો સિમોન છે, તુ કેફા એટલે પિતર કા મજબુત પાણો કેવાય.”
ઈસુના ગમાડેલા ચેલા ફિલિપ અને નથાનિયેલ
43બીજે દિવસે ઈસુને ગાલીલ પરદેશમા જાવાનું ધારી લીધું કે, એણે ફિલિપને મળીને કીધું કે, “મારો ચેલો બન.” 44ફિલિપતો બેથસાઈદાનો એટલે આંદ્રિયા અને પિતરના શહેરનો રેવાસી હતો. 45ફિલિપે નથાનિએલને મળીને કીધું કે, “અમને ઈ માણસ મળી ગયો, જેના વિષે મુસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાએ લખ્યું હતું. ઈ નાઝરેથ શહેરનો યુસફનો દીકરો ઈસુ છે.” 46નથાનિએલે એને કીધું કે, “શું કાય હારી વસ્તુ નાઝરેથમાંથી નીકળી હકે છે?” ફિલિપે એને કીધું કે, “આવીને જોયલે.” 47ઈસુ નથાનિએલે પોતાની પાહે આવતો જોયને એના વિષે કીધું કે, “જોવ ખરેખર ઈઝરાયલ દેશનો છે; જે પુરી રીતે હાસો માણસ છે.” 48નથાનિએલે એને કીધું કે, “તુ મને કેમ ઓળખશો?” ઈસુએ એને જવાબ આપતા કીધું કે, “એની પેલા ફિલિપે એને બોલાવ્યો, જઈ તુ અંજીરીના ઝાડ નીસે હતો તઈ મે તને જોયો હતો.” 49નથાનિએલે એને જવાબ આપ્યો કે, “રાબ્બી એટલે ગુરુ તુ પરમેશ્વરનો દીકરો છે; તુ ઈઝરાયલ દેશનો રાજા છે.” 50ઈસુએ એને જવાબ દીધો કે, “મે જે તારાથી કીધું કે, મે તને અંજીરના ઝાડ નીસે જોયો, શું તુ વિશ્વાસ કરે છે? તુ એનાથી પણ મોટા-મોટા કામો જોહે.” 51પછી ઈસુએ એને કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું કે, તમે સ્વર્ગ ખુલેલુ અને પરમેશ્વરનાં સ્વર્ગદુતો ઉપર જાતા અને માણસના દીકરા ઉપર સડતો અને ઉતરતો જોહો.

اکنون انتخاب شده:

યોહાન 1: KXPNT

های‌لایت

به اشتراک گذاشتن

کپی

None

می خواهید نکات برجسته خود را در همه دستگاه های خود ذخیره کنید؟ برای ورودثبت نام کنید یا اگر ثبت نام کرده اید وارد شوید