પછી તમારામાંથી કોય મેડો બાંધવા ઈચ્છતા હોવ, તો પેલા બેહીને એમા શું ખરસો થાહે, ઈ હિસાબ કરશે અને પોતાની પાહે કામ પુરુ કરવા પુરતા રૂપીયા છે કે, નય ઈ જોહે. જો તમે એવુ નો કરયુ, તો ન્યા પાયો નાખશો, પણ એણે પુરું કરી હકશો નય, તો બધાય જોવા વાળા લોકો એને કયને તમારી ઠેકડી કરશે, તેઓ કેય છે કે, “આ માણસે મેડો બાંધવાનું તો ચાલુ કરયુ, પણ પુરું કરી હક્યો નય.”