લુક 15
15
ખુંવાએંલા ઘેંઠા નો દાખલો
(મત્તિ 18:12-14)
1બદ્દા વેરો લેંવા વાળા અનેં ઝેંનનેં પાપી કે હે વેય મનખં ઇસુ કન આવેં કરતં હેંતં, એંતરે કે વેય હીની વાત હામળે. 2પુંણ ફરિસી ટુંળા ન મનખં અનેં મૂસા નું નિયમ હિકાડવા વાળા ગંગણેં નેં કેંવા મંડ્યા, “ઇયો તે પાપી મનખં નેં મળે હે અનેં હેંનનેં હાતેં ખાએં હુંદો હે.”
3તર ઇસુવેં હેંનનેં ઇયો દાખલો કેંદો, 4તમં મના કઇનાક કન હો ઘેંઠં વેહ, અનેં હેંનં મહું એક ઘેંઠું ખુંવાએં જાએ, તે નિનાણવે નેં ઉજોડ જગ્યા મ સુંડેંનેં, હેંના ખુંવાએંલા નેં ઝર તક મળેં નેં જાએ તાં તક જુંવતો રે? 5અનેં ઝર મળેં જાએ હે, તર વેયો મુટી ખુશી થકી હેંનેં ખબા ઇપેર તુંકેં લે હે. 6અનેં પુંતાનેં ઘેર આવેંનેં દોસદારં અનેં પાડુસીયં નેં ભેંગં કરેંનેં કે હે, “મારી હાતેં ખુશી મનાવો, કેંમકે માંરું ખુંવાએંલું ઘેંઠું મળેં જ્યુ હે.” 7હૂં તમનેં કું હે કે ઇવીસ રિતી એક પસ્તાવો કરવા વાળા પાપી મનખ ના બારા મ હરગ મ ઇતરિસ ખુશી થાહે, ઝેંતરું કે નિનાણવે એંવં ધરમિયં ના બારા મ નહેં થાતું, ઝેંનનેં પાપ સુંડવા ની જરુરત નહેં.
ખુંવાએંલા સિક્કા નો દાખલો
8ફેંર હેંને એક બીજો દાખલો વતાડ્યો, “અગર કઇનીક બજ્યેર કન દસ સાંદી ના સિક્કા વેહ, અનેં હેંનેં મહો એક ખુંવાએં જાએ, તે વેયે સમની બાળેં નેં અનેં ઘેર મ બારેં-હુંરેંનેં, ઝર તક નેં મળે તર તક ધિયાન લગાડેંનેં જુંવેતી રે હે. 9અનેં ઝર હેંનેં વેયો ખુંવાએંલો સિક્કો મળેં જાએ હે, તે વેયે પુંતાની હાત વાળજ્ય નેં અનેં આજુ-બાજુ રેંવા વાળજ્ય નેં ભીગી કરેંનેં કેંહે, કે મારી હાતેં ખુશી મનાવો, કેંમકે મારો ખુંવાએંલો સિક્કો મળેંજ્યો હે.” 10હૂં તમનેં કું હે કે ઇવીસ રિતી, ઝર એક પાપી મનખ પાપ કરવો સુંડ દે હે, તે હરગ મ પરમેશ્વર ના હરગદૂત હેંના મનખ હારુ ખુશી મનાવે હે.
ખુંવાએંલા બેંટા નો દાખલો
11ફેંર હેંને એક બીજો દાખલો વતાડ્યો, એક માણસ નેં બે સુંરા હેંતા, 12નાને સુંરે પુંતાના બા નેં કેંદું, “હે બા, મિલકત મનો ઝી ભાગ મારો વેહ વેયો હાવુ મનેં આલ દે.” હેંને બે સુંરં નેં પુંતાની મિલકત વાટેં આલી. 13અનેં અમુક દાડં પસી નાનો સુંરો પુંતાના ભાગ ના બદ્દા પઇસા લેંનેં ઘણે સિટી દેશ મ જાતોરિયો. અનેં તાં હેંનેં બદ્દા પઇસા એશ-મોજ મ મટાડ દેંદા. 14ઝર વેયો બદ્દુંસ ખરસ કરેં સુક્યો, તે હેંના દેશ મ મુંટો કાળ પડ્યો, અનેં હેંનેં કન ખાવા હારુ હુંદું કઇસ નેં બસ્યુ. 15એંતરે હારુ વેયો હેંના દેશ ના રેંવા વાળા એક માણસ કનેં કામ કરવા હારુ જ્યો, હેંને હેંનેં પુંતાના ખેંતર મ ભુંડણં સારવા હારુ મુંકલ્યો. 16અનેં વેયો સુંરો એંતરો ભૂખો હેંતો કે હીની હેંગેં હુંદો ખાવા તિયાર હેંતો, ઝેંનેં ભુંડણં ખાતં હેંતં, કેંમકે કુઇ બી હેંનેં ખાવા હારુ કઇસ નેં આલતું હેંતું. 17પુંણ ઝર વેયો બુદ્ધિમાની થી વિસારવા મંડ્યો, અનેં પુંતાના મન મ કેંવા મંડ્યો, “મારા બા ના ઘેર મ બદ્દ મજૂરં નેં ધાપેંનેં વદેં જાએ એંતરું ખાવા મળે હે, પુંણ હૂં આં ભૂખો મરેં રિયો હે.” 18હૂં હાવુ વળેંનેં મારા બા કનેં જએં, અનેં હેંનેં કેં કે બા, મેંહ પરમેશ્વર ના વિરુધ મ અનેં તારી નજર મ હુંદો પાપ કર્યો હે. 19હાવુ હૂં એંના લાએંક નહેં રિયો કે તારો બેંટો કેંવાવું, મનેં પુંતાના એક મજૂર નેં જેંમ રાખેં લે.
20તર વેયો હેંના દેશ નેં સુંડેંનેં, પુંતાના બા કનેં પાસો જાવા હારુ સાલેંજ્યો. વેયો હઝુ સિટીસ હેંતો, કે હેંને બએં હેંનેં ભાળેંનેં માયા કરી, અનેં બેંટા મએં દોડેંનેં હેંનેં ગળે મળ્યો, અનેં ઘણું બુંખેં દેંદું. 21બેંટે બા નેં કેંદું, “બા, મેંહ પરમેશ્વર ના વિરુધ મ અનેં તારી નજર મ હુંદો પાપ કર્યો હે, અનેં હાવુ હૂં એંના લાએંક નહેં રિયો કે તારો બેંટો કેંવાવું.” 22પુંણ હેંને બએં પુંતાનં નોકરં નેં કેંદું, “ઝટ તાજા મ તાજં સિસરં કાડેંનેં એંનેં પેરાવો, અનેં એંના હાથ મ વીટી, અનેં પોગં મ બુડ પેરાવો. 23અનેં મુંટો બુંકડો લાવેંનેં કાપો, એંતરે કે આપું ખાજ્યે અનેં ખુશી મનાવજ્યે. 24કેંમકે મારો ઇયો બેંટો મરેંજ્યો હેંતો, ફેંર જીવતો થાએંજ્યો હે, ખુંવાએં જ્યો હેંતો, હાવુ પાસો મળેંજ્યો હે.” અનેં વેયા ખુશી મનાવવા લાગ્યા.
25હેંને ટાએંમેં એંનો મુંટો સુંરો ખેંતર મ કામ કરેં રિયો હેંતો, અનેં ઝર વેયો ખેંતર મહો ઘેર આવતો હેંતો, તે ઘેર નેં ટીકે આવેંનેં, હેંનેં ગીતં વાગવાનં અનેં નાસવા નો અવાજ હમળાયો . 26તર હેંને એક નોકર નેં બુંલાવેંનેં પૂસ્યુ, “આ હું થાએં રિયુ હે?” 27નોકરેં હેંનેં કેંદું, “તારો નાનો ભાઈ પાસો ઘેર આયો હે, અનેં તારે બએં મુંટો બુંકડો કપાડેંનેં જમણવાર રાખ્યુ હે, કેંમકે વેયો હાજો-તાજો પાસો આયો હે.” 28ઇયુ હામળેંનેં વેયો રિહ મ ભરાએંજ્યો, અનેં ઘેર મ જાવા નેં સાઈહો, પુંણ હેંનો બા બારતં આવેંનેં, હેંનેં ઘેર મ આવવા હારુ ભુંળવવા લાગ્યો. 29હેંને પુંતાના બા નેં જવાબ આલ્યો, “ભાળ, હૂં એંતરં વરહં થી તારી સેવા કરેં રિયો હે, અનેં કેંરં હુદી તારું કેંવું નહેં ટાળ્યુ, તે હુંદું તેં મારી હારુ કેંરં યે એક નાનહુંક બુકડી નું સેંલું હુંદું નહેં આલ્યુ, કે હૂં હેંનેં કાપેંનેં મારા દોસદાર નેં હાતેં ખુશી મનાવતો. 30પુંણ ઝર તારો આ નાનો સુંરો, ઝેંને તારા બદ્દા પઇસા વેશ્યાવેં નેં વાહેડ ઉડાડ દેંનેં ઘેર પાસો આયો, તે હેંનેં હારુ તેં મુંટો બુંકડો કપાડેંનેં એંવું મુંટું જમણવાર રાખ્યુ.” 31હેંને બએં હેંનેં કેંદું, “હે બેંટા, તું હમેશા મારી હાતેં હે, અનેં ઝી કઇ મારું હે, વેયુ બદ્દું તારુંસ હે. 32પુંણ હાવુ આપડે આનંદ કરવું અનેં ખુશ થાવું જુગે, કેંમકે ઇયો તારો ભાઈ મરેંજ્યો હેંતો, ફેંર જીવતો થાયો હે, ખુંવાએં જ્યો હેંતો, હાવુ મળેંજ્યો હે.”
Currently Selected:
લુક 15: GASNT
Tõsta esile
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.