લુક.ની સુવાર્તા 18

18
વિધવા બાય આને અધર્મી ન્યાયધીશ
1તાંહા ઇસુહુ પોતા ચેલાહાને આખ્યો; હમેશા પ્રાર્થના કેરુલો, આને કીદીહ બી હિંમત નાય છોડુલો, ફાચે તીયાહાને એક દાખલો આખ્યો: 2“એક શેહેરુમે એક ન્યાય કેનારો અધિકારી રેતલો; તોઅ પરમેહેરુકી બી નાય બીતલો, આને તોઅ કેલ્લો બી માંહુ કાય વિચારી તીયા ચિંતા નાય કેતલો. 3તીયાજ શેહેરુમે એક વિધવા બાય બી રેતલી; તે તીયા ન્યાય કેનારા અધિકારીહી આવીને વારમ-વાર આખ્યા કેતલી, માંઅ ન્યાયકીને દુશ્મનુકી માને વાચાવી લેઅ.” 4ખુબ સમય લુગુ તોઅ નાય માન્યો, પેન છેલ્લે ન્યાય કેનારાહા પોતા મનુમે વિચારીને આખ્યો, આંય નાહ પરમેહેરુકી બીતો, આને માંહે કાય વિચારી તીયા ચિંતા નાહ કેતો; 5તેબી એ વિધવા બાય માને કિદરાવ્યા કેહે, ઈયા ખાતુર આંય તીયુ ન્યાય કેહે, કા એહકી નાય વેઅ કા તે ઘેળી-ઘેળી આવીને છેલ્લે માને ખુબ પરેશાન કી ટાકે.
6ફાચે ઇસુહુ આખ્યો, “ઉનાયા, કા ઓ અન્યાયી ન્યાયધીશ કાય આખેહે? 7છેલ્લે: પરમેહેર પોતા નીવળુલા લોકુ ખાતુર ન્યાય નાય કેરી, જે મદદતુ ખાતુર રાત-દિહ તીયાલે હાત કેતેહે, આને તોઅ તીયાં મદદ કેરા ખાતુરે વાઅ નાય લાગવે. 8આંય તુમનેહે આખુહુ; કા પરમેહેર તીયાં માહરીજ ન્યાય ચુકવી; પેન જાંહા આંય, માંહા પોયરો જાંહા તોરતીપે ફાચો આવેહે, તા માને તોરતીપે કાય એગોહો એહેડો માંહુ મીલી જો માપે વિશ્વાસ કેતો વી?”
કેડાલે ન્યાયી ઠેરવામે આવી
9આને ઇસુહુ તીયા લોકુહુને જે પોતાપે વિશ્વાસ રાખતલા કા આમુહુ ન્યાયી હાય, આને બીજા લોકુહુને ખારાબ માનતલા, તીયાહાને ઓ દાખલો આખ્યો: 10“બેન માંહે પ્રાર્થના કેરા ખાતુર દેવળુમે ગીયે, એક ફોરોશી લોક આને બીજો વેરો લેનારો.” 11ફોરોશી લોકુહુ ઉબી રીને પોતા મનુમે એહકી પ્રાર્થના કેરા, “ઓ પરમેહેર, આંય તોઅ ધન્યવાદ કીહુ, કા આંય બીજા માંહા હોચે, દુષ્ટતા કેનારો, અન્યાયી આને વ્યભિચારી નાહ, આને ઈયા વેરો લેનારા પાપી સમાન બી નાહ. 12આંય અઠવાળીયામે બેન વારી ઉપાસ કીહુ; આને આંય માંઅ બાદી કામાણી દશમો ભાગ તુલે આપુહુ!”
13પેન વેરો લેનારો અધિકારી બી દુર ઉબી રીને, હોરગાવેલ હેરા હિંમત બી નાય કેયી, પેન ખુબ દુઃખી વીને પોતા છાતી ઠોકી-ઠોકીને પ્રાર્થના કેરા લાગ્યો, “ઓ પરમેહેર આંય એક પાપી માંહુ હાય, માપે દાયા કીને માને માફ કે!” 14“આંય તુમનેહે ખેરોજ આખુહુ, કા તોઅ ફોરોશી નાય પેન ઈયા વેરો લેનારો માંહાલે પરમેહેર ન્યાયી ઠેરવી, આને તોઅ પોતા કોઅ ગીયો; કાહાકા જો કેડો પોતાલે માડો હોમજી તોઅ પરમેહેરુ નજરીમે હાનો આખાય; આને જો પોતાલે હાનો હોમજી, તોઅ પરમેહેરુ નજરીમે મોડો આખાય.”
પરમેહેરુ રાજ્યો પોયરા સામાન હાય
(માથ. 19:13-15; માર્ક. 10:13-16)
15ફાચે લોક હાના પોયરાહાને પરમેહેરુ પાહી લી આવા લાગ્યે, કા તોઅ તીયાપે આથ થોવીને પ્રાર્થના કે: આને ચેલાહા ઇ હીંને તીયાહાને ધમકાવ્યા. 16પેન ઇસુહુ પોયરાહાને પાહી હાદીને આખ્યો, “પોયરાહાને માંઅ પાહી આવા ધ્યા, આને તીયાહાને મનાય માંઅ કીહા; કાહાકા પરમેહેરુ રાજ્યો તીયાજ હાય. 17આંય તુમનેહે ખેરોજ આખુહુ, કા જો કેડો પરમેહેરુ રાજ્યાલે પોયરા સમાન નાય સ્વીકારે, તોઅ પરમેહેરુ રાજ્યામે કીદીહીજ વીહી નાહ સેકતો!”
એક માલદાર માંહા સાવાલ
(માથ. 19:16-30; માર્ક. 10:17-31)
18એક યોહુદી અધિકારીહી ઇસુલે ફુચ્યો, “ઓ હારમ-હારા ગુરુજી, અનંત જીવન મિલવા ખાતુર આંય કાય કીવ્યુ?” 19ઇસુહુ તીયાલે આખ્યો, “તુ માને ઉત્તમ કાહા આખોહો? ખાલી એકુજ હાય, મતલબ પરમેહેર, 20તુ પરમેહેરુ આજ્ઞા તા જાંતોહો; વ્યેભિચાર નાય કેરુલો, કેડાલે માય નાય ટાકુલો, ચોરી નાય કેરુલો, ખોટી સાક્ષી નાય દેવુલો, પોતા યાહકી બાહકા આદર કેરુલો.” 21તીયા સરદારુહુ તીયાલે આખ્યો, “આંય તા ઈયુ આજ્ઞાલે હાનાપેને માનતો આલોહો!” 22એ ગોઠ ઉનાયને, ઇસુહુ તીયા સરદારુલે આખ્યો, “તોમે આમી બી એક ગોઠી કોમી હાય, તુ પોતા બાદી માલ-મિલકત વેચીને ગરીબુહુને વાટી દેઅ; આને તુલે હોરગામે ધન મીલી, આને આવીને માંઅ ચેલો બોના ખાતુર માંઅ ફાચલા આવ!” 23એ ગોઠ ઉનાયને તોઅ સરદાર ખુબ દુઃખી વીયો, કાહાકા તોઅ ખુબ માલદાર આથો, આને તોઅ તીયા પોયસા તીયાપે રાખા માગતલો.
24ઇસુહુ તીયાલે હીને આખ્યો, “માલદારુહુને પરમેહેરુ રાજ્યામે વિહુલો કોતો કોઠીણ હાય! 25ઉટુલે હુયુ નાકલામેને વીહી જાવુલો હેલ્લો હાય, પેન માદારુહુને પરમેહેરુ રાજ્યામે વિહુલો ખુબ કઠીન હાય.” 26તાંહા લોકુહુ ઇ ઉનાયને આખ્યો, “તા ફાચે કેડા પરમેહેરુ રાજ્યામે ઉદ્ધાર વી સેકેહે?” 27ઇસુહુ તીયા લોકુહુને આખ્યો, “જો માંહાકી નાહ વી સેકતો, તોઅ પરમેહેરુકી વી સેકેહે!” 28તાંહા ફાચે પિત્તરુહુ ઇસુહુલે આખ્યો, “હે, આમુહુ તા કોઅ બા છોડીને તોઅ ફાચલા આલાહા.” 29તીયાહા તીયા ચેલાહાને આખ્યો, “આંય તુમનેહે ખેરોજ આખુહુ, કા જીયા કેડાહા બી પરમેહેરુ રાજ્યા ખાતુર પોતા કોઅ બા, કોઅવાલીલે, યાહકી-બાહકાલે પોયરા ચાવરાહાને છોડી દેદે વેરી. 30તે ઈયા યુગુમે તીયાહા જો ગોમાવ્યો વેરી તીયા કેતા અનેક ગોણો પામી આને મોય ગીયા ફાચે પરમેહેરુ રાજ્યામે અનંત જીવન પામ્યા વગર નાય રે.”
મોલામેને જીવી ઉઠુલો વિશે ઇસુ તીજી ભવિષ્યવાણી
(માથ. 20:17-19; માર્ક. 10:32-34)
31ફાચે ઇસુહુ બારા ચેલાહાને પોતા આરી લી જાયને તીયાહાને આખ્યો, “આપુ યરુશાલેમ શેહેરુવેલ જાવુલો હાય, આને જોતી બી ગોઠયા માંહા પોયરા માટે ભવિષ્યવક્તાહા લેખલ્યા હાય, તે બાધ્યા ગોઠયા પુર્યા વેઅ. 32કાહાકા તોઅ અન્યજાતિ આથુમે હોપાવામ આવી, આને તે લોક તીયા ચેહટા કેરી; તીયા અપમાન કેરી, આને તીયાપે થુપી. 33આને લોક તીયાલે ચાપકા કી ઠોકી, આને તે તીયાલે માય ટાકી, આને તોઅ તીજા દિહુલે મોલામેને જીવી ઉઠી.” 34પેન ચેલાહાને ઈયુ ગોઠીમેને કેલ્લીજ ગોઠ હોમજાયી નાય, આને તી ગોઠ તીયાહા દોબાવી રાખી, આને જે ગોઠ આખવામે આલી તે તીયાહાને હોમજાયી નાય.
આંદલા બીખારીલે દેખતો કેયો
(માથ. 20:29-34; માર્ક. 10:46-52)
35જાંહા તે યરીખો શેહેરુ પાહી પોચ્યા, તાંહા એક આંદલો માંહુ વાટી કોરીપે બોહીને બીખ માગી રેહલો. 36આને તોઅ લોકુ જાવુલો આવાજ ઉનાયને ફુચા લાગ્યો, “ઇ કાય વી રીયોહો?” 37લોકુહુ તીયાલે આખ્યો, “નાશરેથ ગાંવુ ઇસુ ઇહીને જાહે.” 38આંદલો માંહુ ઇ ઉનાયને ખુશીમે આવી ગીયો, બોમબ્લીને આખા લાગ્યો, “ઓ ઇસુ દાઉદ રાજા વંશ, માપે દયા કે.” 39જે લોક આગલા જાતલા, તે તીયાલે ગાઇ દાંઅ લાગ્યા, કા ચુપ રે, પેન તોઅ આજી બી વાદારે બોમબ્લા લાગ્યો, “ઓ દાઉદ રાજા વંશ માપે દયા કે!” 40તાંહા ઇસુહુ તીહી ઉબી રીને આજ્ઞા દેદી કા તીયાલે માંઅ પાહી લાવા, આને તે પાહી લાલા, તાંહા ઇસુહુ તીયા આંદલાલે ફુચ્યો. 41તુ કાય ઈચ્છોહો, કા “આંય તોઅ ખાતુર કીવ્યુ?” આંદલા માંહા તીયાલે આખ્યો, “ઓ પ્રભુ ઇ કા આંય દેખતો વી જાવુ.” 42ઇસુહુ તીયાલે આખ્યો, “હેરા લાગ; તોઅ વિશ્વાસુહુ તુલે હારો કેયોહો.” 43આને તોઅ આંદલો તુરુતુજ હેરા લાગ્યો; આને તોઅ પરમેહેરુ આભાર માનીને, ઇસુ ફાચલા ચાલાં લાગ્યો, આને બાદા લોકુહુ જે ઘટના વીયી તે હીને પરમેહેરુ સ્તુતિ કેરા લાગ્યે.

دیاریکراوەکانی ئێستا:

લુક.ની સુવાર્તા 18: DUBNT

بەرچاوکردن

هاوبەشی بکە

لەبەرگرتنەوە

None

دەتەوێت هایلایتەکانت بپارێزرێت لەناو ئامێرەکانتدا> ? داخڵ ببە