YouVersion Logo
Search Icon

યોહાન 19

19
કોરડા મરવા અને ઠેકડી કરવી
1પછી પિલાતે સિપાયો દ્વારા ઈસુને આઘો લય જયને કોરડા મરાવ્યા. 2સિપાયોએ કાંટાનો મુગટ ગુથીને ઈસુના માથા ઉપર રાખ્યો અને એને જાંબલી રંગનો ઝભ્ભો પેરાવ્યો. 3પાછા તેઓ ઈસુની પાહે આવીને કેવા લાગ્યા કે, “યહુદીઓના રાજાને સલામ!” એવુ ક્યને તેઓએ ઈસુને લાફા મારયા. 4તઈ પિલાતે પાછો બારે નીકળીને લોકોને કીધું કે, “જોવ, હું એને તમારી પાહે પાછો બારે લાવું છું, એનાથી તમે જાણી લેહો કે, મને એમા કાય ગુનો નો દેખાણો.”
5તઈ ઈસુને કાંટાના મુગટ અને જાંબલી લુગડા પેરાવીને બારે આવ્યા, અને પિલાતે લોકોને કીધું કે, “આ માણસને જોવો.” 6જઈ મુખ્ય યાજકો અને મંદિરના રખેવાળોએ એને જોયને રાડ નાખી, “એને વધસ્થંભ ઉપર સડાવી દયો! એને વધસ્થંભ ઉપર સડાવી દયો.” પિલાતને એણે કીધું કે, “એને તમે લય જાવ અને વધસ્થંભ ઉપર સડાવી દયો. મે તો આમાં કાય ગુનો જોયો નથી.” 7યહુદીઓના આગેવાનોએ એને જવાબ દીધો કે, “અમારો પણ એક નિયમ છે, અને ઈ નિયમના પરમાણે ઈ મારી નાખવાને લાયક છે, કેમ કે એને પોતાની જાતને પરમેશ્વરનો દીકરો હોવાનો દાવો કરયો છે.” 8જઈ પિલાતે ઈ વાત હાંભળી તો વધારે ગભરાય ગયો. 9એણે પાછો રાજભવનની અંદર જયને ઈસુને પુછયું કે, “તુ ક્યા નો છો?” પણ ઈસુએ એને જવાબ દીધો નય. 10ઈ હાટુ પિલાતે એને પુછયું કે, “તુ મારી હામો કેમ નથી બોલતો? શું તુ નથી જાણતો કે, તને છોડી દેવાનો અધિકાર મારી પાહે છે, અને તને વધસ્થંભ ઉપર સડાવવાનો પણ અધિકાર મારી પાહે છે?” 11ઈસુએ જવાબ દીધો કે “તને પરમેશ્વરથી અધિકાર નથી દેવામાં આવતો, તો તારો અધિકાર મારી ઉપર નય રય, ઈ હાટુ જેણે મને તારા હાથમાં પકડાવો છે, એનો પાપ વધારે છે.” 12ઈ હાટુ પિલાતે એને છોડી દેવાની કોશિશ કરી, પણ યહુદી લોકોએ રાડો પાડી પાડીને કીધું કે, “જો તુ એને છોડી દેય, તો તુ રોમી સમ્રાટનો મિત્ર નથી જે કોય પોતાની જાતને રાજા માનતો હોય, ઈ રોમી સમ્રાટનો દુશ્મન છે.” 13આ વાત હાંભળીને, પિલાત ઈસુને બારે લીયાવ્યો અને ન્યાયાસન ઉપર બેઠો, જે પાણાના ચબુતરા નામની જગ્યા ફરસબંદી હતી, જેને હિબ્રૂ ભાષામાં ગાબ્બાથા કેવામાં આવતો હતો. 14તો ઈ પાસ્ખા તેવાર અગાવ તૈયારીનો દિવસ હતો અને બપોર થાવા આવ્યો હતો, પિલાતે યહુદી લોકોને કીધું કે, “જોવ, આ તમારો રાજા!” 15તેઓએ રાડ પાડી કે, “મારો એને મારી નાખો! એને વધસ્થંભે સડાવી દયો!” પિલાતે એને કીધું કે, “તો તમારા રાજાને વધસ્થંભે સડાવું?” મુખ્ય યાજકોએ જવાબ દીધો કે, “અમારો રાજા તો ખાલી રોમી સમ્રાટ જ છે!” 16પિલાતે ઈસુને વધસ્થંભે જડવા હારું રોમના સિપાયોને હોપ્યો. પછી તેઓ એને લય ગયા.
ઈસુને વધસ્થંભે જડ્યા
17ઈસુ પોતાનો વધસ્થંભ ઉપાડીને બારે નીકળો અને “ઈ ખોપડી નામની જગ્યા ઉપર ગયો” હિબ્રૂ ભાષામાં ઈ જગ્યાને “ગલગથા” કેવાય છે 18તેઓએ ઈસુને વધસ્થંભે જડયો અને એની હારે બીજા બે માણસોને પણ વધસ્થંભે જડયા, એકને ઈસુની જમણી બાજુ અને બીજાને ઈસુની ડાબી બાજુએ. 19પિલાતે એક આરોપનામું લખી વધસ્થંભે લગાડયુ, જેમાં લખેલુ હતું કે, “નાઝરેથ નગરનો ઈસુ યહુદીઓનો રાજા છે.” 20આ અપરાધનું લખાણ ઘણાય યહુદી લોકોએ વાસ્યું, કેમ કે આ જગ્યાએ ઈસુને વધસ્થંભે સડાવવામાં આવ્યો હતો, ઈ યરુશાલેમ શહેરની પાહે હતી, અને આ લખાણ ગ્રીક ભાષા, લેટીન ભાષા અને હિબ્રૂ ભાષામાં લખેલુ હતું. 21તઈ યહુદી લોકોના મુખ્ય યાજકોએ પિલાતને કીધું કે, “યહુદી લોકોના રાજા” એમ નો લખ પણ આ લખ કે એણે કીધું કે, હું યહુદી લોકોનો રાજા છું 22પિલાતે જવાબ દીધો કે, “મે લખી દીધુ છે, ઈ પાછુ નય બદલે” 23સિપાયોએ ઈસુને વધસ્થંભ ઉપર જડયા પછી, એના લુગડા લય લીધા અને સ્યાર ટુકડા કરયા, દરેક સિપાયોએ એક એક ટુકડા લય લીધા, પણ સિલાય વગર ઉપરથી લયને નીસેથી હુધી વણેલો હતો.
24ઈ હાટુ સિપાયોએ એકબીજાને કીધું કે, “આપડે એને નો ફાડીયે, પણ એની હાટુ સિઠ્ઠી નાખી આ કોને મળે.” આ ઈ હાટુ થયુ કે, શાસ્ત્રમા લખેલુ છે ઈ પુરું થાય, “તેઓએ મારા લુગડાને એક બીજાએ ભાગ પાડી લીધા અને ઝભ્ભા હાટુ સિઠ્ઠી નાખી.”
25ઈસુની માં એના વધસ્થંભ પાહે ઉભી હતી એની માંની બેન ક્લોપાસની બાયડી મરિયમ અને મગદલા શહેરની મરિયમ પણ ન્યા હતી. 26જઈ ઈસુએ પોતાની માંને, અને એનો ચેલો જેને ઈ વધારે પ્રેમ કરતો હતો પાહે ઉભો જોયને એણે મને કીધું કે, “બાય, જોવ, આ તારો દીકરો છે.” 27પછી ઈસુએ ચેલાને કીધું કે, “જો આ તારી માં છે.” અને ઈ વખતે ઈ ચેલા, મરિયમને પોતાના ઘરે લય ગયા.
ઈસુનું મોત
28આ પછી ઈસુએ ઈ જાણીને કીધું કે, “મારા બધાય કામો પુરા થય ગયા છે.” ઈ હાટુ શાસ્ત્રમાં લખેલુ છે, ઈ પુરું થાય, એટલામા ઈસુએ કીધું કે, “હું તરસો છું” 29ન્યા સરકાથી ભરેલું વાસણ હતું જેથી સિપાયો એમા પન્સ બોળીને હોટીની ટોસે બાંધી ઈસુને સુહાડયુ. 30ઈસુએ ઈ સરકો સાખ્યો પછી એણે કીધું કે, “આ પુરું થયુ” અને એણે એનુ માથું નમાવ્યુ અને જીવ છોડ્યો.
ઈસુની કુખ વીધવામાં આવી
31તઈ ઈ તૈયારીનો દિવસ હતો, અને બીજો દિવસ વિશ્રામવારનો હતો અને પાકનો તેવારનો પણ દિવસ હતો. આ ખાસ દિવસ હતો એટલે ઈ નોતા ઈચ્છતા કે, તેઓના દેહ વધસ્થંભ ઉપર રયા. ઈ હાટુ યહુદી લોકોએ પિલાતને વિનવણી કરી કે, તેઓના પગને ભાગી નાખવામાં આવે, ઈ હાટુ કે એનુ મોત જલ્દી થય જાય, અને દેહને નીસે ઉતારી હકે. 32ઈ હાટુ સિપાયોએ આવીને ઈસુની હારે વધસ્થંભે જડાયેલા પેલાના અને બીજાનાં પગ ભાગી નાખ્યા. 33જઈ તેઓ ઈસુની પાહે આવ્યા તઈ એણે લાશ જોય ઈ હાટુ એના પગ ભાગ્યા નય. 34પણ સિપાયમાંથી એકે ઈસુની કુખમા ભાલો મારયો, અને એમાંથી તરત લોહી અને પાણી નિકળ્યું. 35જેણે આ જોયું છે, એણે એની સાક્ષી આપી છે અને એની સાક્ષી હાસી છે, ઈ જાણે છે કે, ઈ હાસુ બોલી રયો છે, જેથી તમે પણ ઈસુ ઉપર વિશ્વાસ કરો. 36આ વાતો ઈ હાટુ થય કે, શાસ્ત્રમા લખેલુ છે ઈ પુરુ થાય, “એનુ એક પણ હાડકુ નય ભાગવામાં આવે.” 37અને શાસ્ત્રના બીજા ભાગમાં લખેલુ છે કે, “જેણે તેઓને વીધ્યા એને તેઓ જોહે.”
ઈસુને દાટયો
38ઈ પછી અરિમથાઈ શહેરમાંથી યુસુફ નામના માણસે પિલાત પાહે જયને ઈસુની લાશ ઉતારવાની વિનવણી કરી. યુસુફ ઈસુનો ખાનગી ચેલા હતો, કારણ કે, ઈ યહુદી અધિકારીઓથી બીતો હતો પિલાતે ઈસુની લાશ લય જાવાની રજા આપી, જેથી યુસુફે જયને એના મડદાને ઉતારી લીધુ. 39નિકોદેમસ પણ, જે પેલા ઈસુની પાહે રાતે ગયો હતો, ઈ પોતાની હારે આશરે તેત્રીસ કિલો બોળ અને અગરનું મિશ્રણ લયને આવ્યો. 40ઈ બેય ઈસુના દેહને લયને એને સુગંધિત મસાલા લગાડયા હાસા મખમલના ખાપણથી વીટાળ્યો, કારણ કે, યહુદીના મરેલા દેહને હાસવી રાખવા હાટુ ઈ રીતે દેહને તૈયાર કરતાં હતા. 41જ્યાં ઈસુને વધસ્થંભ ઉપર સડાવવામાં આવ્યો હતો ન્યા એક વાડીમાં વાપરા વગરની કબર હતી, જેમાં હજી હુધી કોયના દેહને રાખવામાં આવ્યો નોતો. 42યહુદી લોકોના પાસ્ખા તેવારની તૈયારીનો દિવસ હતો અને કબર પાહે હતી, અને એથી એણે ઈસુના દેહને ન્યા કબર પાહે મુકયો.

Currently Selected:

યોહાન 19: KXPNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in