YouVersion Logo
Search Icon

લુક 3

3
યૂહન્ના બક્તિસ્મ આલવા વાળા નો પરસાર
(મત્તિ 3:1-12; મર. 1:1-8; યૂહ. 1:19-28)
1કૈસર#3:1 રોમ નો મુંટો રાજા તિબિરિયુસ ના રાજ ના પંદરવા વર મ ઝર પુન્તિયુસ પિલાતુસ યહૂદિયા પરદેશ નો રાજા હેંતો, અનેં ગલીલ પરદેશ મ હેરોદેસ રાજા હેંતો, અનેં હેંનો ભાઈ ફિલિપ્પુસ, ઇતૂરેયા પરદેશ અનેં ત્રખોનીતિસ પરદેશ મ રાજા હેંતો, અનેં અબિલેને પરદેશ મ લિસાનિયાસ રાજા હેંતો. 2અનેં ઝર હન્ના અનેં કાઈફા મુંટા યાજક હેંતા, હેંના ટાએંમેં પરમેશ્વર નું વસન ઉજોડ જગ્યા મ જકરયાહ ના સુંરા યૂહન્ના કનેં પોત્યુ. 3વેયો યરદન નદી નેં આજુ-બાજુ ન ઘણં બદ્દ ઇલાકં મ જાએંનેં પરસાર કરવા મંડ્યો કે પાપ કરવા નું બંદ કરો અનેં બક્તિસ્મ લો એંતરે કે પરમેશ્વર તમારા પાપ માફ કરે. 4ઝેંમ યશાયાહ ભવિષ્યવક્તા ન કેંદેંલં વસન ની સોપડી મ લખેંલું હે,
“ઉજોડ જગ્યા મ એક પુંકાર પાડવા વાળા નો અવાજ થાએં રિયો હે કે, પ્રભુ નો રસ્તો તિયાર કરો, અનેં હીની સડકેં હીદી કરો.
5હર એક ખાઈ ભર દેંવા મ આવહે, હર એક ડુંગરા અનેં ટેંકરા નિસા કરવા મ આવહે, અનેં ઝી વાકો હે હેંનેં હિદો કરાહે, અનેં ઝી ઉંસો-નિસો હે વેયો હામો રસ્તો બણહે.
6અનેં તારણ કરવા વાળા નેં ઝેંનેં પરમેશ્વરેં મુંકલ્યો હે, બદ્દ મનખં ભાળહે.”
7ઝી ટુંળા ના ટુંળા હેંનેં થકી બક્તિસ્મ લેંવા હારુ નકળેંનેં આવતં હેંતં, હેંનનેં વેયો કેંતો હેંતો, “હે જેર વાળા હાપ જીવં ભુંડં મનખોં, તમનેં કેંનેં સેતવણી આલી કે તમું પરમેશ્વર ની આવવા વાળી સજ્યા થી નાહો?” 8અનેં સજ્યા થી બસવા હારુ તમારા જીવન જીવવા ના તરિકા થકી સાબિત કરો કે તમવેં હાસેં ભુંડં કામં કરવં સુંડ દેંદં હે. પુંત-પુંતાના મન મ એંમ નહેં વિસારો કે હમું સજ્યા થી બસેં જહું, એંતરે હારુ કે ઇબ્રાહેંમ હમારો બાપ-દાદો હે. હૂં તમનેં કેંવા માંગું હે કે પરમેશ્વર એંનં ભાઠં થી હુંદો ઇબ્રાહેંમ હારુ બેંટા-બીટી પેદા કરેં સકે હે.
9હાવુ પરમેશ્વર બદ્દનો નિયા કરવા હારુ તિયાર હે, ઠીક હીવીસ રિતી ઝેંમ ઝી-ઝી ઝાડ ફળતું નહેં હેંનેં કાપેંનેં આગ મ નાખવા મ આવે હે. 10તર મનખંવેં યૂહન્ના નેં પૂસ્યુ, “તે હમું પરમેશ્વર ની સજ્યા થી બસવા હારુ હું કરજ્યે?” 11હેંને હેંનનેં જવાબ આલ્યો, “ઝેંના માણસ કનેં બે ઝબ્બા વેહ વેયો હેંનેં આલ દે ઝેંનેં કન એક હુંદો નહેં, અનેં ઝેંનેં કન ખાવાનું વેહ, વેયુ હુંદું ઝેંનેં કન નહેં હેંનેં આલે.” 12તર વેરો લેંવા વાળા હુંદા બક્તિસ્મ લેંવા હારુ યૂહન્ના કનેં આયા, અનેં હેંનેં પૂસ્યુ, “હે ગરુ, હમું હું કરજ્યે?”
13હેંને હેંનનેં કેંદું, “ઝી તમારી હારુ સરકાર ની તરફ થી ઠરાવ કરેંલો હે, હેંનેં કરતં વદારે વેરો નહેં લેંતા વેહ.” 14સેનિકંવેં હુંદું હેંનેં એંમ પૂસ્યુ, “હમું હું કરજ્યે?” હેંને હેંનનેં કેંદું, “કેંનેં યે મતલબ વગર નેં સમકાડતા વેહ, અનેં નહેં કેંનેં યે ઇપેર ખુંટો તુંફો મેંલતા વેહ, અનેં પુંતાના પગાર મ રાજુ રેંજો.”
15અનેં ઝી મનખં મસીહ નેં જલ્દી આવવા ની આહ લગાડેં રિય હેંતં, અનેં બદ્દ પુંત-પુંતાના મન મ યૂહન્ના ના બારા મ વિસાર કરેં રિય હેંતં, કે હું ઇયોસ મસીહ તે નહેં? 16તર યૂહન્નાવેં હેંનં બદ્દનેં કેંદું, “હૂં તે તમનેં પાણેં થી બક્તિસ્મ આલું હે, પુંણ ઝી આવવા વાળો હે વેયો મનેં કરતં તાકતવર હે, હૂં તે નમેંનેં હેંનં કાહડં ન નાડં સુંડવાનેં લાએંક હુંદો નહેં, વેયો તમનેં પવિત્ર આત્મા અનેં આગ થકી બક્તિસ્મ આલહે. 17હેંનું હુપડું હેંના હાથ મ હે, અનેં વેયો પુંતાનું ખળું અસલ રિતી થી સાફ કરહે, અનેં પુંતાનં ગુંવં નેં તે કબલં મ ભેંગા કરહે, પુંણ ગોતા નેં હીની આગ મ બાળહે ઝી કેંરં યે ઉંલાવાની નહેં.”
18અનેં વેયો ઘણું બદ્દું શિક્ષણ આલેં-આલેંનેં તાજો હમિસાર હમળાવતો હેંતો. 19પુંણ ઝર યૂહન્નાવેં ગલીલ પરદેશ ના હેરોદેસ રાજા નેં હેંના ભાઈ ફિલિપ્પુસ ની બજ્યેર હેરોદિયાસ રાણી હાતેં ખુંટા સબંધ અનેં બીજં બદ્દ ભુંડં કામં ના બારા મ ઝી હેંને કર્ય હેંતં, એંતરે હારુ હેંનેં ઠપકો આલ્યો, 20તે હેરોદેસેં હેંનં બદ્દ કરતં વદેંનેં ઇયુ ભુંડું કામ કર્યુ કે યૂહન્ના નેં જેલ મ નાખેં દેંદો.
ઇસુ નું બક્તિસ્મ
(મત્તિ 3:13-17; મર. 1:9-11)
21ઝર બદ્દ મનખંવેં બક્તિસ્મ લેંદું અનેં ઇસુ હુંદો બક્તિસ્મ લેંનેં પ્રાર્થના કરતો હેંતો, તે આકાશ ખોલાએં જ્યુ, 22અનેં પવિત્ર આત્મા શરીરિક રુપ મ કબૂતર નેં જેંમ હેંનેં ઇપેર ઉતર્યો, અનેં હરગ મહી પરમેશ્વર ની અવાજ આવી, “તું મારો વાલો બેંટો હે, હૂં તારી ઇપેર ઘણો ખુશ હે.”
ઇસુ ન બાપ-દાદં ન નામ
(મત્તિ 1:1-17)
23ઝર ઇસુ પુંતે ભાષણ આલવા મંડ્યો, તર લગ ભગ તરી વરહં ની ઉંમર નો હેંતો અનેં મનખં હમજ્ય કે વેયો યૂસુફ નો સુંરો હેંતો, અનેં વેયો એલી નો, 24અનેં વેયો મત્તાત નો, અનેં વેયો લેવી નો, અનેં વેયો મલકી નો, અનેં વેયો યન્ના નો, અનેં વેયો યૂસુફ નો, 25અનેં વેયો મત્તિત્યાહ નો, અનેં વેયો આમોસ નો, અનેં વેયો નહૂમ નો, અનેં વેયો અસલ્યાહ નો, અનેં વેયો નોગહ નો, 26અનેં વેયો માત નો, અનેં વેયો મતિયાહ નો, અનેં વેયો શિમી નો, અનેં વેયો યોસેખ નો, અનેં વેયો યોદાહ નો, 27અનેં વેયો યૂહન્ના નો, અનેં વેયો રેસા નો, અનેં વેયો જરુબ્બાબિલ નો, અનેં વેયો શાલતિએલ નો, અનેં વેયો નેરી નો, 28અનેં વેયો મલકી નો, અનેં વેયો અદ્દી નો, અનેં વેયો કોસામ નો, અનેં વેયો ઇલમોદામ નો, અનેં વેયો એર નો, 29અનેં વેયો યહોશૂ નો, અનેં વેયો ઇલાજાર નો, અનેં વેયો યોરિમ નો, અનેં વેયો મત્તાત નો, અનેં વેયો લેવી નો, 30અનેં વેયો શમોન નો, અનેં વેયો યહૂદાહ નો, અનેં વેયો યૂસુફ નો, અનેં વેયો યોનાન નો, અનેં વેયો ઈલ્યાકીમ નો, 31અનેં વેયો મલેઆહ નો, અનેં વેયો મિન્નાહ નો, અનેં વેયો મત્તતા નો, અનેં વેયો નાતાન નો, અનેં વેયો દાઉદ રાજા નો, 32અનેં વેયો યિશૈ નો, અનેં વેયો ઓબેદ નો, અનેં વેયો બોઅજ નો, અનેં વેયો સલમોન નો, અનેં વેયો નહશોન નો, 33અનેં વેયો અમ્મિનાદાબ નો, અનેં વેયો અરની નો, અનેં વેયો હિસ્રોન નો, અનેં વેયો ફિરીસ નો, અનેં વેયો યહૂદા નો, 34અનેં વેયો યાકૂબ નો, અનેં વેયો ઇસાગ નો, અનેં વેયો ઇબ્રાહેંમ નો, અનેં વેયો તેરહ નો, અનેં વેયો નાહોર નો, 35અનેં વેયો સરુગ નો, અનેં વેયો રઊ નો, અનેં વેયો ફિલિગ નો, અનેં વેયો એબિર નો, અનેં વેયો શિલહ નો, 36અનેં વેયો કેનાન નો, અનેં વેયો અરફક્ષદ નો, અનેં વેયો શેમ નો, અનેં વેયો નૂહા નો, અનેં વેયો લેમેક નો, 37અનેં વેયો મતૂશેલહ નો, અનેં વેયો હનોક નો, અનેં વેયો યેરેદ નો, અનેં વેયો મહલેલ નો, અનેં વેયો કેનાન નો, 38અનેં વેયો એનોશ નો, અનેં વેયો શેત નો, અનેં વેયો આદમ નો, અનેં વેયો પરમેશ્વર નો બેંટો હેંતો.

Currently Selected:

લુક 3: GASNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in