YouVersion Logo
Search Icon

લુક 2

2
ઇસુ નું જલમ
(મત્તિ 1:18-25)
1હેંનં દાડં મ કૈસર અગસ્તુસેં હુંકમ કર્યુ કે રોમી સરકાર નેં નિસં રેંવા વાળં બદ્દી જગ્યા ન મનખં ની જન ગણના કરવા મ આવે. 2આ પેલી જન ગણના#2:2 રોમ નો મુંટો રાજા હેંના ટાએંમેં થાઈ, ઝર ક્વિરિનિયુસ સિરિયા પરદેશ નો રાજપાલ હેંતો. 3તર ઘણં બદ્દ મનખં નામં લખાડવા હારુ પુંત-પુંતાના વતન મ જ્ય. 4અનેં યૂસુફ હુંદો એંતરે હારુ કે વેયો દાઉદ રાજા ની પીઢી નો હેંતો, ગલીલ પરદેશ ના નાજરત ગામ મહો યહૂદિયા પરદેશ મ દાઉદ રાજા ના ગામ બેતલહેમ મ જ્યો. 5વેયો પુંતાની બજ્યેર મરિયમ નેં હાતેં ઝી બે જીવી હીતી નામ લખાડવા હારુ જ્યો. 6ઝર વેય બેતલહેમ મસ હેંતં તર મરિયમ નેં હાજી ઉઠવા ના દાડા પૂરા થાયા, 7અનેં વેયે પુંતાના પેલ ખુંળા સુંરા નેં જણી, અનેં બાળક નેં સિસરા મ ફુંતેંનેં ડગરં ના ખોડ ખાવા ના ખામણા મ મેંલ્યુ, કેંમકે હેંનં હારુ ધરમ શાળા મ જગ્યા નેં હીતી.
હરગદૂતં દુવારા ગુંવાળજ્ય નેં હમિસાર
8અનેં હેંના ઇલાકા મ અમુક ઘેંઠં ના ગુંવાળજ્યા હેંતા, ઝી રાતેં પડાવ મ રેંનેં પુંતાનં ઘેંઠં ના ટુંળા ની રખવાળી કરતા હેંતા. 9તર એક હરગદૂત હેંનં કનેં આવેંનેં ઇબો રિયો, અનેં પ્રભુ પરમેશ્વર નું ઇજવાળું હેંનનેં સ્યારેં મેર ભભળ્યુ, અનેં વેયા ઘણા સમકેં જ્યા. 10તર હરગદૂતેં હેંનનેં કેંદું, “નહેં સમકો, કેંમકે ભાળો, હૂં તમનેં મુંટા આનંદ નો તાજો હમિસાર હમળાવું હે, ઝી બદ્દ મનખં હારુ થાહે. 11કે આજે દાઉદ રાજા ના બેતલહેમ ગામ મ તમારી હારુ એક તારનાર જલમ્યો હે, અનેં વેયોસ મસીહ પ્રભુ હે. 12અનેં તમારી હારુ આ નિશાની હે, કે તમનેં એક બાળક નેં સિસરા મ ફુંતેંલું અનેં ડગરં ના ખોડ ખાવા ના ખામણા મ હુતિલં મળહે.” 13તર અપસુક નો હેંના હરગદૂત નેં હાતેં બીજં હરગદૂતં નો ટુંળો પરમેશ્વર ની સ્તુતિ કરતો જાએંનેં અનેં એંમ કેંતં ભાળવા જડ્યો,
14“બદ્દ કરતં ઉંસા હરગ મ પરમેશ્વર ની મહિમા અનેં ધરતી ઇપેર હેંનં મનખં મ ઝેંનં થી વેયો ખુશ હે, શાંતિ થાએ.”
15ઝર હરગદૂત હેંનં કન હાં હરગ મ જાતારિયા, તે ઘેંઠં ના ગુંવાળજ્યવેં એક બિજાનેં કેંદું, “આવો, આપું બેતલહેમ ગામ મ જાજ્યે આ વાત ઝી થાઈ હે, અનેં ઝેંનેં પ્રભુવેં હમનેં વતાડી હે, ભાળજ્યે.” 16અનેં હેંનવેં તરત જાએંનેં મરિયમ અનેં યૂસુફ નેં, અનેં ડગરં ના ખોડ ખાવા ના ખામણા મ હેંના બાળક નેં હુતિલં ભાળ્યુ. 17એંનનેં ભાળેંનેં ઝી વાતેં હરગદૂતં દુવારા બાળક ના બારા મ હેંનનેં કેંવા મ આવી હીતી, હેંનવેં વતાડી. 18તર ગુંવાળજ્ય ની ઇયે વાતેં હામળેંનેં બદ્દ મનખં નેં નવાઈ લાગી. 19પુંણ મરિયમ ઇયે બદ્દી વાતેં પુંતાના મન મ રાખેંનેં વિસારતી રી. 20અનેં ઝેંવું હરગદૂતંવેં હેંનં ગુંવાળજ્ય નેં કેંદું હેંતું, વેમેંસ વેયા બદ્દું હામળેંનેં અનેં ભાળેંનેં પરમેશ્વર ની મહિમા અનેં સ્તુતિ કરતા જાએંનેં પાસા જાતારિયા.
ઇસુ નું નામ રાખવું
21ઝર બાળક ના જલમ ના આઠવે દાડે, હેંનો સુન્નત ની વિધિ કરવા નો ટાએંમ આયો, તે હેંનું નામ ઇસુ રાખવા મ આયુ, ઝી નામ મરિયમ ના પેંટ મ બાળક નેં આવવા પેલ હરગદૂતેં આલ્યુ હેંતું.
મંદિર મ ઇસુ નું અર્પણ
22-24ઝર મૂસા ના નિયમ ના પરમણે મરિયમ નેં શુદ્ધ થાવા ના દાડા પૂરા થાયા, તે યૂસુફ અનેં મરિયમ યરુશલેમ સેર ના મંદિર મ જ્ય, એંતરે કે મૂસા ના નિયમ નેં પરમણે, હુલજ્ય ની એક જુંડ, કે કબૂતર ના બે સેંલા લાવેંનેં ભુંગ કરે. અનેં વેય બાળક ઇસુ નેં હુંદં લેં જ્ય કે હેંનેં પ્રભુ નેં હામેં અર્પણ કરે. કેંમકે ઝેંવું મૂસા ના નિયમ મ લખ્યુ હે, “દરેક પેલ ખુંળો સુંરો પ્રભુ હારુ પવિત્ર ઠરે.”
સિમોન નું ગીત
25હેંના ટાએંમેં યરુશલેમ સેર મ સિમોન નામ નો એક માણસ હેંતો, અનેં વેયો માણસ ધર્મી અનેં પરમેશ્વર ની ભક્તિ કરવા વાળો હેંતો, વેયો મસીહ નેં આવવા ની વાટ જુંવતો હેંતો, કેંમકે વેયો આવે અનેં ઇસરાએંલ ન મનખં નેં શાંતિ આલે, અનેં પવિત્ર આત્મા હેંનેં હાતેં હેંતો. 26અનેં પવિત્ર આત્માવેં હેંનેં વતાડ્યુ, કે ઝર તક વેયો મસીહ નેં નહેં ભાળ લેંતો તર તક નેં મરે. 27હેંનેસ દાડે પવિત્ર આત્માવેં હેંનેં અગવાઈ કરી કે વેયો મંદિર મ આવે. અનેં બરુંબર હેંનેસ ટાએંમેં મરિયમ અનેં યૂસુફ મૂસા ના નિયમ નેં પરમણે વતાડીલી વિધિ નેં પૂરી કરવા હારુ બાળક ઇસુ નેં મએં લાય. 28તર હેંને બાળક ઇસુ નેં પુંતાના ખુંળા મ લેંદો, અનેં પરમેશ્વર નું ધનેવાદ કરેંનેં કેંદું,
29“હે પ્રભુ, હાવુ તું તારા દાસ નેં પુંતાના વસન નેં પરમણે શાંતિ થી મરવા દે.
30કેંમકે મેંહ હેંના તારનારા નેં ભાળ લેંદો હે,
31ઝેંનેં તેં બદ્દ મનખં નેં બસાવા હારુ મુંકલ્યો હે.
32વેયો બીજી જાતિ ન મનખં મ પરમેશ્વર ની હાસ નેં પરગટ કરવા વાળું ઇજવાળું હે, ઝેંના થી તારં પુંતાનં ઇસરાએંલ ન મનખં ની મહિમા થાએ.”
33અનેં ઇસુ ન આઈ-બા ઇની વાત થી ઝી શમોનેં હેંના બારા મ કીદી હીતી હામળેંનેં, વિસાર કરતં થાએંજ્ય. 34તર સિમોનેં હેંનનેં આશિષ આલેંનેં, ઇસુ ની આઈ મરિયમ નેં કેંદું, “ભાળ, વેયો તે ઇસરાએંલ દેશ મ ઘણં મનખં નેં નાશ અનેં તારણ હારુ પરમેશ્વર ની તરફ થી એક ઇવી નિશાની ના રુપ મ મુંકલવા મ આયો હે, પુંણ ઘણં મનખં હેંનો વિરોધ કરહે, 35ઝેંનેં થી ઘણં બદં મનખં ની મન ની વાતેં પરગટ થાએં જાહે, અનેં તનેં ઘણું દુઃખ થાહે, ઝીવી રિતી કે તારો જીવ તલુવાર થી આર પાર કુંરાએ જાહે.”
હન્નાહ ની ગવાહી
36આશેર ની પીઢી મ થી હન્નાહ નામ ની ફનુએલ ની સુરી એક ભવિષ્યવક્તણી હીતી વેયે ઘણી ગઇડી હીતી, અનેં પઇણ્યા પસી હાત વરહં પુંતાના આદમી હાતેં રેં સકી હીતી. 37વેયે એસી અનેં સ્યાર વર ની રન્ડાએંલી હીતી, અનેં હમેશા મંદિર મસ રિતી હીતી, વેયે ઉપવાસ અનેં પ્રાર્થના કરેં કરેંનેં રાત-દાડો પરમેશ્વર ની ભક્તિ કરેં કરતી હીતી. 38અનેં વેયે હીનીસ ઘડી વેંહાં આવેંનેં પરમેશ્વર નું ધનેવાદ કરવા મંડી. અનેં વેનં બદ્દ થી, ઝી યરુશલેમ સેર ન મનખં ના સુટકારા હારુ મસીહ ની વાટ જુંવતં હેંતં, હેંના બાળક ના બારા મ વાતેં કરવા મંડી.
નાજરત મ પાસું આવવું
39ઝર યૂસુફ અનેં મરિયમ મૂસા ના નિયમ ને પરમણે બદ્દી વિધિ પૂરી કરેં સુક્ય, તે ગલીલ પરદેશ ના પુંતાના નાજરત ગામ મ ફેંર જાતં રિય.
40અનેં બાળક ઇસુ વદતો અનેં તાકતવર થાતો, અનેં બુદ્ધિ થી ભરપૂર થાતો જ્યો, અનેં પરમેશ્વર નું અનુગ્રહ હેંનેં હાતેં હેંતું.
બાળક ઇસુ મંદિર મ
41ઇસુ ન આઈ-બા દર વર ફસહ ના તેવાર મ યરુશલેમ સેર મ જાએં કરતં હેંતં. 42ઝર ઇસુ બાર વર નો થાયો, તે વેયો અનેં હેંનં આઈ-બા તેવાર ની રિત નેં પરમણે યરુશલેમ સેર મ જ્ય. 43ઝર હેંનં આઈ-બા ફસહ તેવાર નેં પૂરો કરેંનેં પાસં પુંતાનેં ઘેર જાવા મંડ્ય, તે ઇસુ યરુશલેમ સેર મ રેં જ્યો, અનેં હેંનં આઈ-બા ઇયુ જાણતં નેં હેંતં. 44વેય એંમ હમજેંનેં કે ઇસુ બીજં આવવા વાળં મનખં નેં હાતેં વેંહે, વેય એક દાડા નો રસ્તો સાલેંનેં નકળેંજ્ય, તર વેય ઇસુ નેં પુંતાના પરિવાર અનેં વળખણ વાળં મનખં મ જુંવા મંડ્ય. 45પુંણ ઝર ઇસુ નેં મળ્યો, તે જુંવતં-જુંવતં યરુશલેમ સેર મ ફેંર જ્ય. 46અનેં તાંણ દાડં બાદ હેંનવેં હેંનેં મંદિર ના આંગણા મ ભાષણ આલવા વાળં નેં વસ મ બેંહેંનેં, હેંનની વાતેં હામળતં અનેં સવાલ-જવાબ કરતં મળ્યો. 47ઝેંતરં મનખં હીની વાતેં હામળેં રિય હેંતં, વેય બદ્દ ઇની હમજ અનેં એંના જવાબ થી ભકનાએંજ્ય હેંતં. 48તર ઇસુ ન આઈ-બા હેંનેં ભાળેંનેં ભકનાએંજ્ય અનેં હીની આઈજ્યેં હેંનેં પૂસ્યુ, “હે બેંટા, તેં હમારી હાતેં હુંકા એંવું કર્યુ? ભાળ, તારો બા અનેં હૂં સિન્તા મ પડેંનેં તનેં જુંવતં હેંતં.” 49ઇસુવેં હેંનનેં કેંદું, “તમું મનેં હુંકા જુંએં રિય હેંતં? હું તમું ઇયુ નેં જાણતં હેંતં કે મારે મારા બા ના ઘેર મ રેંવું જરુરી હે?” 50પુંણ ઝી વાતેં ઇસુવેં હેંનનેં કીદી, હેંનો અરથ વેય હમજેં નેં સક્ય. 51તર ઇસુ પુંતાનં આઈ-બા નેં હાતેં નાજરત ગામ મ જાતોર્યો, અનેં હેંનં ના કેંવા મ રિયો. પુંણ ઇની આઈજ્યેં ઇયે બદ્દી વાતેં પુંતાના મન મ રાખી.
52અનેં ઇસુ બુદ્ધિ અનેં શરીર મ અનેં પરમેશ્વર અનેં મનખં ના અનુગ્રહ મ વદતો જ્યો.

Currently Selected:

લુક 2: GASNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in