YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં ક્રત્યો 7

7
મુટી સભા મ સ્તિફનુસ નું ભાષણ
1તર મુંટે યાજકેં પૂસ્યુ, “ઇય મનખં ઝી તારી ઇપેર દોષ લગાડે હે હું હાસું હે?”
2સ્તિફનુસેં જવાબ આલ્યો, હે ભાજ્યોં, અનેં હે વડીલોં, હામળો આપડા બાપ-દાદા ઇબ્રાહેંમ નેં હેંના હારાન ગામ મ આવેંનેં વહવા થી પેલ ઝર વેયો મેસોપોટામિયા પરદેશ મ હેંતો, તાં મહિમાવાન પરમેશ્વરેં હેંનેં દર્શન આલ્યુ. 3અનેં હેંનેં કેંદું, તું તારા દેશ અનેં તારા કુટુમ નેં સુંડેંનેં હેંના દેશ મ જાતોરે, ઝી હૂં તનેં વતાડેં. 4તર વેયો કસ્દીય#7:4 આ વેયે જગ્યા હે ઝાં બેબીલોન ન મનખં રેંતં હેંતં અનેં આ મેસોપોટામિયા નું બીજુ નામ હુંદું હે ના દેશ મહો નકળેંનેં હારાન ગામ મ જાએંનેં વઇહો, અનેં તાં હેંના બા ની મોત નેં પસી પરમેશ્વરેં હેંનેં તાંહો એંના દેશ મ લાવેંનેં વહાડ્યો, ઝેંનેં મ હમણં આપું રેંજ્યે હે. 5પુંણ પરમેશ્વરેં હેંનેં વારસદાર મ કઇસ નેં આલ્યુ, આં તક કે પોગ મેંલે ઇતરી હુદી જગ્યા નેં આલી, પુંણ એંમ વાએંદો કર્યો કે, “હૂં આ દેશ તનેં અનેં તાર પસી તારી પીઢી નેં આલ દેં.” અનેં હેંના ટાએંમ મ હેંનો કુઇ સુંરો હુંદો નેં હેંતો. 6અનેં પરમેશ્વરેં એંમ હુંદું કેંદું, “તારી પીઢી ન મનખં પારકા દેશ મ રેંહે, અનેં હેંના દેશ ન મનખં ગુલામી કરાવહે, અનેં સ્યાર સો વર તક હેંનનેં હાતેં ભુંડો વેવહાર કરહે.” 7ફેંર પરમેશ્વરેં કેંદું, “ઝેંના દેશ ન મનખં હેંનનેં ગુલામી કરાવહે હેંનનેં હૂં દંડ આલેં, અનેં હેંનેં પસી વેય હેંના દેશ મહં નકળેંનેં, એંનાસ દેશ મ પાસં આવેંનેં મારી આરાધના કરહે.” 8પરમેશ્વરેં ઇબ્રાહેંમ હાતેં કરાર કર્યો, કે વેયો પુંતાના ઘેર ન બદ્દ માણસ નું કરાર ની નિશાની ના રુપ મ સુન્નત કરાવે, હેંનેં પસી ઝર ઇસાગ નું જલમ થાયુ, તર આઠવે દાડે હેંનું સુન્નત કરવા મ આયુ, અનેં ઇસાગેં પુંતાના સુંરા યાકૂબ નું સુન્નત કર્યુ, અનેં યાકૂબેં પુંતાનં બાર સુંરં નું સુન્નત કર્યુ. ઝી આપડા બાપ-દાદા હેંતા.
9યાકૂબ ન સુંરંવેં પુંતાના ભાઈ યૂસુફ ઇપેર બળતરો કરેંનેં હેંનેં મિસ્ર દેશ મ જાવા વાળં નેં એક ગુલામ ના રુપ મ વેંસેં દેંદો. પુંણ પરમેશ્વર હેંનેં હાતેં હેંતો. 10અનેં પરમેશ્વરેં યૂસુફ નેં બદ્દી મુસિબતં થી સુંડવેંનેં મિસ્ર દેશ ના રાજા ફિરોન ની નજર મ અનુગ્રહ અનેં બુદ્ધિ આલી, અનેં ફિરોન રાજાવેં યૂસુફ નેં મિસ્ર ઇપેર અનેં પુંતાના આખા ઘેર ઇપેર અધિકારી નિઇમો. 11ઝર યૂસુફ નેં અધિકારી ના રુપ મ નિઇમો હેંતો, તર આખા મિસ્ર દેશ અનેં કનાન દેશ મ કાળ પડ્યો, ઝેંનેં થી ઘણી મુસિબત આવી, અનેં આપડં બાપ-દાદં નેં ખાવાનું હુંદું નેં મળતું હેંતું. 12ઝર યાકૂબેં એંમ હામળ્યુ કે મિસ્ર દેશ મ ધાન હે, તર હેંને આપડં બાપ-દાદં નેં ધાન વેંસાતું લેંવા હારુ પેલી વાર મિસ્ર દેશ મ મુંકલ્યા. હેંનવેં યૂસુફ કન થીસ ધાન વેંસાતું લેંદું પુંણ હેંનવેં હેંનેં નેં વળખ્યો. 13અનેં ઝર વેયા બીજી વાર ધાન વેંસાતું લેંવા હારુ જ્યા, તર યૂસુફેં પુંતાનં ભાજ્ય નેં પુંતાની વળખણ આલી, અનેં તર ફિરોન રાજા નેં હુદી યૂસુફ ના પરિવાર ની ખબર લાગી. 14તર યૂસુફેં પુંતાના બા યાકૂબ નેં હમિસાર મુંકલ્યો કે પુંતાના આખા કુટુમ નેં લેંનેં ઝી પંચુતર મનખં હેંતં, મિસ્ર દેશ મ આવતં રે. 15તર યાકૂબ પુંતાના આખા કુટુમ હાતેં મિસ્ર દેશ મ જ્યો, અનેં તાં યાકૂબ અનેં આપડા બદ્દા બાપ-દાદા મરેંજ્યા. 16અનેં હેંના પરિવાર વાળેં પુંતાનં બાપ-દાદં ની લાશેં મિસ્ર દેશ મહી શકેમ સેર મ લેં જાએંનેં ડાટજ્યી, ઝી જમીન ઇબ્રાહેંમેં શકેમ સેર મ રેંવા વાળા હમોર ન સુંરં કન થી વેંસાતી લીદી હીતી.
17પુંણ ઝર પરમેશ્વરેં ઇબ્રાહેંમ હાતેં ઝી વાએંદો કર્યો હેંતો, હેંનેં પૂરો થાવા નો ટાએંમ નજીક આયો તર મિસ્ર દેશ મ મનખં નો આકડો ઘણો વદેં જ્યો. 18તર મિસ્ર દેશ મ બીજો રાજા બણ્યો ઝી યૂસુફ નેં જાણતો નેં હેંતો. 19હેંને આપડી જાતિ વાળં મનખં હાતેં સાલાકી કરેંનેં આપડં બાપ-દાદં નેં હાતેં એંતરો ભુંડો વેવહાર કર્યો, કે આઈ-બાવેં પુંતાનં નાનં સુંરં મરવા હારુ બારતં ફેંકેં દેંવં પડ્ય. 20હેંનસ દાડં મ મૂસા નું જલમ થાયુ, વેયો પરમેશ્વર ની નજર મ ઘણો રુપાળો હેંતો, અનેં હેંનં આઈ-બએં પુંતાના ઘેર મસ તાંણ મઇનં તક સાન-સાની પાળ-પુંસ કરી. 21પુંણ ઝર વેય હેંનેં વદાર નેં હતાડેં સક્ય તે હેંનવેં હેંનેં ઘેર નેં બારતં મેંલ દેંદો, તર ફિરોન રાજા ની સુરજ્યી હેંનેં ખુંળે લેં લેંદો, અનેં હીન્યી પુંતાનોસ સુંરો હમજેંનેં હીની પાળ-પુંસ કરી. 22અનેં મૂસા નેં મિસ્ર દેશ ન મનખં ની બદ્દી વિદ્યા ભણાવા મ આવી, અનેં વેયો વાત-સિત કરવા મ અનેં કામ કરવા મ સટ-પટ હેંતો.
23ઝર મૂસો સાળી વર નો થાયો, તે હેંના મન મ વિસાર આયો કે, “હૂં મારા ઇસરાએંલ દેશ ન ભાજ્ય ની મુલાકાત કરું.” 24તાં હેંને એક મિસ્ર દેશ ના માણસ દુવારા એક ઇસરાએંલ દેશ ના માણસ નેં હાતેં વળગાતં ભાળ્યો તે હેંને હેંનેં બસાયો, અનેં મિસ્ર દેશ ના માણસ નેં માર નાખેંનેં, હેંનું વેર વાળ લેંદું. 25મૂસે વિસાર્યુ કે હેંના ભાઈ હમજહે, કે પરમેશ્વર હેંનં હાથ થી હેંનનેં બસાવહે, પુંણ વેયા નેં હમજ્યા. 26બીજે દાડે ઝર ઇસરાએંલ દેશ ના બે જણા એક-બીજા હાતેં વળગાતા હેંતા, તે મૂસો તાં જ્યો અનેં એંમ કેં નેં હેંનનેં મેળ કરવા હારુ હમજાડ્યા, “હે ભાજ્યોં, તમું તે ભાઈ-ભાઈ હે, એક બીજા હાતેં હુંકા ઝઘડો કરો હે?” 27પુંણ ઝી પુંતાના પાડુસી હાતેં ઝઘડો કરેં રિયો હેંતો, હેંને મૂસા નેં એંમ કેં નેં ધકુંલ દેંદો, “તનેં કેંને હમારી ઇપેર અધિકાર સલાડવા અનેં નિયા કરવા હારુ નિઇમો હે? 28હું ઝીવી રિતી તેં કાલે મિસ્ર દેશ ના રેંવાસી માણસ નેં માર નાખ્યો હેંતો, હીવી રિતી મનેં હુંદો માર નાખવા માંગે હે?” 29ઝર મૂસે ઇયે વાત હામળી તર વેયો સમકેં જ્યો, અનેં મિસ્ર દેશ મહો નાહેં સુટ્યો અનેં મિધ્ધાન દેશ મ જાએંનેં વઇહો, અનેં તાં હેંનં બે સુંરં નું જલમ થાયુ.
30મિધ્ધાન દેશ મ મૂસા નેં સાળી વર રેંવા પસી, એક હરગદૂતેં સિનૈ ડુંગોર ની ઉજોડ જગ્યા મ હેંનેં બળતી ઝાડી ની ઝાળ મ દર્શન આલ્યુ. 31ઝર મૂસે બળતી ઝાડી નેં ભાળી ઝી બળેંનેં ભસમ નેં થાતી હીતી, તે વેયો વિસાર કરતો થાએંજ્યો. અનેં ઝર વેયો હેંનેં ભાળવા હારુ નજીક જ્યો, તર પ્રભુ ની ઇયે વાણી હમળાઈ, 32“હૂં તારં બાપ-દાદં, ઇબ્રાહેંમ, ઇસાગ અનેં યાકૂબ નો પરમેશ્વર હે.” તર મૂસા નેં બીક નેં મોરેં કાપણી સાલેં ગઈ, આં તક કે હેંનેં ભાળવા ની હિમ્મત હુદી નેં થાએં રી હીતી. 33તર પ્રભુવેં હેંનેં કેંદું, “તારં પોગં મહં કાહડં કાડ દડ, કેંમકે ઝીની જગ્યા મ તું ઇબો હે, વેયે જગ્યા પવિત્ર હે.” 34મેંહ મિસ્ર દેશ મ મારં મનખં હાતેં ભુંડો વેવહાર કરતં ભાળ્યુ અનેં પારખ્યુ હે. મેંહ હેંનનું ગાંગરવું હામળ્યુ એંતરે હારુ હેંનનેં સુંડાવા હારુ હૂં નિસં ઉતર્યો હે, હાવુ આવ હૂં તનેં મિસ્ર દેશ મ મુંકલેં.
35ઇયો વેયોસ મૂસો હે ઝેંનેં ઇસરાએંલ ન મનખંવેં એંમ કેં નેં નકાર દડ્યો હેંતો, “તનેં કેંને હમારી ઇપેર અધિકાર સલાડવા અનેં નિયા કરવા હારુ નિઇમો હે?” હેંનેં પરમેશ્વરેં હેંનં ઇપેર અધિકાર સલાડવા અનેં નિયા કરવા હારુ નિઇમો, હેંના હરગદૂત દુવારા ઝેંને મૂસા નેં ઝાડી મ દર્શન આલ્યુ હેંતું, મુંકલ્યો. 36ઇયો વેયોસ માણસ હે ઝી મિસ્ર દેશ મ, રાતા દરજ્યા મ અનેં ઉજોડ જગ્યા મ સાળી વર તક ગજબ નું કામ અનેં સમત્કાર વતાડેં-વતાડેંનેં હેંનનેં બારતં કાડ લાયો. 37ઇયો વેયોસ મૂસો હે, ઝેંને ઇસરાએંલ ન મનખં નેં કેંદું, “પરમેશ્વર તમારં ભાજ્ય મહો તમારી હારુ મારી જીવો એક ભવિષ્યવક્તા મુંકલહે.” 38ઇયોસ મૂસો હે ઝેંને ઉજોડ જગ્યા મ મંડલી નેં વસેં હેંના હરગદૂત હાતેં સિનૈ ડુંગોર ઇપેર વાતેં કરજ્યી અનેં આપડં બાપ-દાદં નેં હાતેં હેંતો, અનેં હેંનેંસ જીવતં વસનં મળ્ય એંતરે કે વેયો આપડી તક પોતાડે. 39પુંણ આપડં બાપ-દાદંવેં હેંનં વસનં માનવા નેં સાઇહં, હેંનવેં મૂસા નેં નકાર કર દડ્યો અનેં મિસ્ર દેશ મ પાસં વળેં જાવા સાહતં હેંતં. 40અનેં હેંનવેં મૂસા ના ભાઈ હારુન નેં કેંદું, “હમારી હારુ એંવો દેંવતા બણાવ ઝી હમનેં અગ્યેડ-અગ્યેડ રસ્તો વતાડે, કેંમકે ઇયો મૂસો ઝી હમનેં મિસ્ર દેશ મહો કાડ લાયો હમું નહેં જાણતં કે હેંનેં હું થાયુ?” 41એંતરે હારુ હેંનવેં હેંનં દાડં મ વાસેંડા જીવી એક મૂર્તિ બણાવી, અનેં હીની મૂર્તિ અગ્યેડ ભુંગ કર્યો, ઝેંનેં હેંનવેં પુંતાનં હાથ થી બણાવી હીતી હેંનેં હારુ ખુશી મનાવા લાગ્ય. 42એંનેં થી પરમેશ્વરેં હેંનં મએં થી મોડું ફેંરવેં લેંદું, અનેં હેંનનેં આકાશ ન સૂર્યો, સાન અનેં તારં નેં પુંતાના દેંવતા ના રુપ મ પૂજવા હારુ સુંડ દેંદં, ઝેંવું કે ભવિષ્યવક્તા ની સોપડી મ લખેંલું હે, “હે ઇસરાએંલ ન મનખોં, હું તમું ઉજોડ જગ્યા મ સાળી વર તક જનાવરં નો ભુંગ અનેં ધાન નો ભુંગ મનેંસ કરતં રિય?
43ના, તમું હેંના તંબુ નેં તમારી હાતેં લેં જાતં હેંતં ઝેંનેં મ તે મોલેક દેંવતા ની મૂર્તિ અનેં રિફાન દેંવતા ના તારા નું સિત્ર હેંતું, વેયે મૂર્તજ્યી તમવેં પૂજવા હારુ બણાવજ્યી હીત્યી. એંતરે હારુ હૂં તમનેં બેબીલોન દેશ થી સિટી લેં જાએંનેં વહાડેં.”
44હેંના ટાએંમ મ ગવાહી નો તંબુ હુંદો ઉજોડ જગ્યા મ આપડં બાપ-દાદં કનેં હેંતો, ઇયો તંબુ હેંનાસ આકાર મ બણાવેંલો હેંતો ઝેંવો પરમેશ્વરેં મૂસા નેં કેંદું હેંતું, “ઝેંવો આકાર તેં ભાળ્યો હે, હેંનેં પરમણે તું બણાવ.” 45ઘણં વરહં પસી હેંનાસ તંબુ નેં આપડા બાપ-દાદા પેલ જમાના થી મેંળવેંનેં યહોશૂ ની અગવાઈ મ આં લેં આયા, ઝેંના ટાએંમ મ ઇયુ દેશ બીજી જાતિ વાળં મનખં ના અધિકાર મ હેંતું, ઝેંનનેં પરમેશ્વરેં આપડં બાપ-દાદં નેં હામેં થી કાડ દેંદં, અનેં વેયો તંબુ દાઉદ રાજા ના ટાએંમ તક રિયો. 46દાઉદ રાજા ઇપેર પરમેશ્વરેં અનુગ્રહ કર્યુ, અનેં હેંને યાકૂબ ના પરમેશ્વર હારુ મંદિર બણાવા ની અરજ કરી. 47પુંણ દાઉદ રાજા ને સુંરે સુલેમાન રાજાવેં પરમેશ્વર હારુ મંદિર બણાયુ. 48પુંણ પરમ પ્રધાન પરમેશ્વર મનખં દુવારા બણાવેંલા મંદિર મ નહેં રેંતો, ઝેંવું કે યશાયાહ ભવિષ્યવક્તા ની સોપડી મ લખેંલું હે.
49પરમેશ્વર કે હે, “હરગ મારી રાજગદ્દી હે, અનેં ધરતી મારા પોગ મેંલવા ની જગ્યા હે. મારી હારુ તમું કીવી રિત નું મંદિર બણાવહો? અનેં મારે આરમ કરવા ની કઇની જગ્યા વેંહે? 50મેંહ પુંતે ઇયે બદ્દી વસ્તુવેં બણાવી હે.” 51હે હટ કરવા વાળં મનખોં, તમેં તમારું મન પરમેશ્વર નેં હુઇપું નહેં અનેં હેંનું વસન ધિયાન થી હામળતં હુંદં નહેં, તમનેં પવિત્ર આત્મા ઝી કે હે, તમું હમેશા હેંનો વિરોધ કરો હે. ઝેંવું તમારા બાપ-દાદા કરતા હેંતા વેમેંસ તમું હુંદં કરો હે. 52તમારા બાપ-દાદા ઝર તક જીવતા રિયા તર તક બદ્દ ભવિષ્યવક્તં નેં હેંનવેં વિતાડ્યા હે, અનેં ભવિષ્યવક્તંવેં મસીહ ઝી ધર્મી હે હેંનેં આવવા ના બારા મ પેલ થીસ હમિસાર આલ્યો હેંતો. પુંણ તમારં બાપ-દાદંવેં હેંનનેં માર નાખ્યા, અનેં હાવુ તમવેં હુંદું હેંના ધર્મી નેં દગો કરેંનેં હવાડ દેંદો અનેં માર નાખ્યો. 53પુંણ તમનેં તે હરગદૂતં દુવારા પરમેશ્વર નું નિયમ મળ્યુ હે, તે હુંદું તમેં હેંનેં પાળ્યુ નહેં.
સ્તિફનુસ નેં માર નાખવો
54યહૂદી અગુવા સ્તિફનુસ ની ઇયે બદ્દી વાતેં હામળેંનેં ગુસ્સે થાએંજ્યા, અનેં હેંનેં ઇપેર દાત કકડાવવા મંડ્યા. 55પુંણ હેંને પવિત્ર આત્મા થી ભરપૂર થાએંનેં હરગ મએં ભાળ્યુ તે હેંને પરમેશ્વર ની મહિમા ભાળી અનેં ઇસુ નેં પરમેશ્વર ની જમણી બાજુ માન વાળી જગ્યા ઇપેર ઇબીલો ભાળ્યો. 56અનેં હેંને કેંદું, “ભાળો, હૂં હરગ નેં ખોલાએંલું અનેં માણસ ના બેંટા નેં પરમેશ્વર ની જમણી બાજુ માન વાળી જગ્યા ઇબીલો ભાળેં રિયો હે.” 57તર બદ્દ યહૂદી અગુવએં એંમ વિસારેંનેં પુંતાનં કાંદડં ઇપેર હાથ દેંદા કે સ્તિફનુસ પરમેશ્વર નું અપમાન કરેં રિયો હે, અનેં જુંર થી સિસાએં નેં વેયા બદ્દા સ્તિફનુસ મએં એક હાતેં દોડેં વળ્યા. 58અનેં હેંનેં યરુશલેમ સેર થી બારતં કાડેંનેં હેંનેં ઇપેર પત્થરમારો કરવા મંડ્યા. ઝેંનવેં સ્તિફનુસ ના વિરુધ મ ગુંનો લગાડ્યો હેંતો, હેંનવેં પુંતાના ઝબ્બા શાઉલ નામ ના એક જુંવન્યા કન કાડેં મિલ્યા હેંતા. 59અનેં વેયા સ્તિફનુસ ઇપેર પત્થરમારો કરતા રિયા, અનેં વેયો એંમ કેં નેં પ્રભુ નેં પ્રાર્થના કરતો રિયો, “હે પ્રભુ ઇસુ, મારા આત્મા નેં ગરહણ કર.” 60ફેંર ઢેંસુંણ માંડેંનેં જુંર થી સિસાયો, “હે પ્રભુ, એંના પાપ હારુ એંનનેં માફ કર દે.” એંમ કેં નેં વેયો મરેંજ્યો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in