YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં ક્રત્યો 5

5
હનન્યાહ અનેં સફીરા
1વિશ્વાસી મનખં મને હનન્યાહ નામ ને એક માણસેં અનેં હીની બજ્યેરેં સફીરાવેં હેંનં ન ભાગ મહી થુડીક જમીન વીસી. 2અનેં હેંનં પઇસં મહા થુંડાક પઇસા હનન્યાહવેં પુંતાનેં હારુ રાખ લેંદા, અનેં બીજા પઇસા લાવેંનેં હેંનવેં પસંદ કરેંલં સેંલંનેં આલ દેંદા, ઇયે વાત હીની બજ્યેર હુદી અસલ રિતી થી જાણતી હીતી. 3તર પતરસેં કેંદું, હે હનન્યાહ, શેતાનેં તારા મન મ ઝૂઠ બુંલવાનો ઇયો વિસાર નાખ્યો હે, અનેં તેં તારી વેંસેંલી જમીન મહા થુંડાક પઇસા તારી હારુ રાખ લેંદા હે. 4હું વેયે જમીન વેંસવા થી પેલ તારીસ નેં હીતી? અનેં ઝર વેંસાએં ગઈ તર હેંના પઇસા હું તારી કન નેં હેંતા? તારા મન મ એંના ભુંડા કામ નો વિસાર કેંકેંમ આયો? તું હમારી હાતેં નેં પુંણ પરમેશ્વર નેં ઝૂઠ બુંલ્યો હે. 5ઇયે વાતેં હામળતોક નેં હનન્યાહ ભુંએં પડેંજ્યો, અનેં વેયો મરેંજ્યો. ઝેંતરવેં એંના બણાવ ના બારા મ હામળ્યુ વેય બદ્દ સમકેંજ્ય. 6તર અમુક જુંવન્યવેં મએં આવેંનેં હીની લાશ નેં ખાપુંણ મ ફુતી અનેં બારતં લેં જાએંનેં ડાટેં દીદી.
7લગ-ભગ તાંણેંક કલાક પસી હીની બજ્યેર મએં હું થાયુ હેંતું વેયુ જાણ્યા વગર મએં ગઈ. 8તર પતરસેં હેંનેં પૂસ્યુ, “હું તમેં બે જણેં હીની જમીન નેં એંતરસ પઇસં મ વીસી હીતી?” હીન્યી જવાબ આલ્યો, “હાવ, એંતરસ પઇસં મ વીસી હીતી.” 9પતરસેં હેંનેં કેંદું, “ઇયે હું વાત હે, કે તમું બે જણં પ્રભુ ના આત્મા નું પરિક્ષણ કરવા હારુ એક મત થાએંજ્ય હે? ભાળ તારા આદમી નેં ડાટવા વાળા બાએંણેસ ઇબા હે, અનેં તનેં હુંદા બારતં લેં જાહે.” 10તર વેયે હુદી ભુંએં પડેં ગઈ અનેં તરત મરેં ગઈ. અનેં જુંવન્યવેં મએં આવેંનેં હેંનેં હુદી મરીલી ભાળી, તર હેંનેં હુદી બારતં લેં જાએંનેં ડાટેં દીદી. 11અનેં આખી મંડલી ન વિશ્વાસી અનેં ઝેંનં મનખંવેં એંના બણાવ ના બારા મ હામળ્યુ હેંતું વેય બદ્દ મનખં સમકેંજ્ય.
સમત્કાર અનેં ગજબ ન કામં
12અનેં પસંદ કરેંલં સેંલં દુવારા ઘણાસ સમત્કાર અનેં ગજબ ન કામં મનખં મ વતાડાતા હેંતા, અનેં બદ્દ વિશ્વાસી એક મન થાએંનેં સુલેમાન ને ઉંટલે ભેંગં થાતં હેંતં. 13પુંણ ઝેંનવેં ઇસુ ઇપેર હઝુ તક વિશ્વાસ નેં કર્યો હેંતો હેંનનેં હેંના ટુંળા મ જુંડાવા ની હિમ્મત નેં થાતી હીતી, તે હુંદં મનખં હેંનની બડાઈ કરતં હેંતં. 14અનેં પ્રભુ ઇપેર વિશ્વાસ કરવા વાળં આદમન્ય અનેં બજ્યેરં નો આકડો વદતો જ્યો. 15આં તક કે મનખં બેંમારં નેં સડક ઇપેર લાવેં-લાવેંનેં ખાટલં અનેં નિસં પથારજ્ય મ હુવાડ દેંતં હેંતં, કે ઝર પતરસ આવે તર હેંનો સાએંલોસ હેંનં મના કઇનાક ઇપેર પડેં જાએ અનેં વેયુ હાજું થાએં જાએ. 16અનેં યરુશલેમ સેર નેં આજુ-બાજુ ન ગામં મહં હુંદં ઘણં મનખં બેંમારં નેં અનેં ભૂત ભરાએંલં મનખં નેં પસંદ કરેંલં સેંલં કનેં લાવતં હેંતં, અનેં વેય બદ્દ હાજં થાએં જાતં હેંતં.
પસંદ કરેંલં સેંલંનેં થાણં મ પુર દેંવા
17તર મુંટો યાજક અનેં હેંના બદ્દા હાત વાળા ઝી સદૂકી ટુંળા ના હેંતા, વેયા પસંદ કરેંલં સેંલં થી બળવા મંડ્યા. 18અનેં હેંનનેં હાએંનેં થાણા મ પુર દેંદા. 19પુંણ રાતેં પ્રભુ ને હરગદૂતેં થાણા ન કમાડં ખોલેંનેં હેંનનેં બારતં કાડેંનેં કેંદું, 20“મંદિર મ જાએંનેં એંના નવા જીવન ના બારા મ બદ્દ મનખં નેં વતાડો.” 21એંતરે હારુ વેયા હરગદૂત ના કેંવા ને પરમણે હવેંર થાતક મસ મંદિર મ જાએંનેં ભાષણ આલવા મંડ્યા. ફેંર ઝર મુંટે યાજકેં અનેં હેંનં હાત વાળેં આવેંનેં મુટી સભા ન માણસં નેં અનેં ઇસરાએંલ ન બદ્દ વડીલં નેં ભેંગા કર્યા, અનેં થાણા મ કેં મુંકલ્યુ કે હેંનનેં લાવે.
22તર મંદિર ના સોકીદાર થાણા મ જ્યા, પુંણ પસંદ કરેંલા સેંલા તાં હેંનનેં નેં મળ્યા, તર હેંનવેં ફેંર મુટી સભા મ આવેંનેં કેંદું, 23“હમવેં થાણા નું બાએંણું અસલ કરેંનેં બંદ કરેંલું અનેં સોકીદારં નેં બારતં બાએંણે ઇબીલા ભાળ્યા, પુંણ ઝર હમવેં કમાડ ખોલ્યુ તર મએં કુઇ યે નેં હેંતું.” 24ઝર મંદિર ન સોકીદારં નો મુખિયે અનેં મુખી યાજકંવેં ઇયે વાત હામળી તે વેયા સિન્તા મ પડેંજ્યા, કે હાવુ હું થાહે? 25એંતરા મ કેંનેંક માણસેં આવેંનેં હેંનનેં કેંદું, “કે હામળો, ઝેંનં માણસં નેં તમેં થાણા મ બંદ કર્યા હેંતા, વેયા તે મંદિર મ ઇબા થાએંનેં મનખં નેં ભાષણ આલેં રિયા હે.” 26તર સોકીદાર નો મુખિયો સોકીદાર નેં હાતેં મંદિર મ જ્યો, અનેં હેંનનેં પાસા મુટી સભા મ લેં આયો, પુંણ જબર જસ્તી નેં કરી, કેંમકે વેયા સમકતા હેંતા કે મનખં ખેંતક હેંનં ઇપેર પત્થરમારો કરેંનેં માર દડે.
27તર મુંટે યાજકેં હેંનં પસંદ કરેંલં સેંલંનેં પૂસ્યુ, 28“હું હમવેં તમનેં ધમકાવેંનેં નેં કેંદું હેંતું કે તમું એંના નામ નું ભાષણ નહેં આલતા વેહ? તે હુંદું તમવેં આખા યરુશલેમ સેર ન મનખં નેં હેંના નામ નું ભાષણ આલ્યુ હે, અનેં તમું હેંના માણસ ની મોત નો દોષ જબર-જસ્તી હમારી ઇપેર લગાડવા માંગો હે.” 29તર પતરસ અનેં બીજં પસંદ કરેંલં સેંલંવેં કેંદું, “મનખં ની આજ્ઞા થી વદેંનેં પરમેશ્વર ની આજ્ઞા પાળવી હમારું કામ હે. 30હમારં બાપ-દાદં ના પરમેશ્વરેં ઇસુ નેં મરેંલં મહો પાસો જીવતો કર દેંદો, ઝેંનેં તમેં ક્રૂસ ઇપેર ટાંગેંનેં માર દડ્યો હેંતો. 31હેંનેંસ પરમેશ્વરેં પ્રભુ અનેં તારનારા ના પદ ઇપેર બેંહાડ્યો, એંતરે કે ઇસરાએંલ ન મનખં પાપ કરવો બંદ કરે અનેં પરમેશ્વર મએં વળે, એંતરે કે મનખં હેંનેં દુવારા પુંતાનં પાપં ની માફી મેંળવે. 32અનેં હમું ઇની વાતં ના ગવાહ હે, અનેં પરમેશ્વરેં પુંતાની આજ્ઞા માનવા વાળં નેં ઝી પવિત્ર આત્મા આલ્યો હે વેયા હુંદા ગવાહ હે.”
33ઝર મુટી સભા ન માણસંવેં ઇયુ હામળ્યુ, તર વેયા ગુસ્સે થાએંજ્યા, અનેં પસંદ કરેંલં સેંલંનેં માર દડવા નું નકી કર્યુ. 34પુંણ ગમલિએલ નામ નો એક ફરિસી ટુંળા નો માણસ, ઝી મૂસા નું નિયમ હિકાડવા વાળો ગરુ હેંતો, અનેં બદ્દ મનખં મ માનિતો હેંતો, વેયો મુટી સભા મ ઇબો થાએંનેં પસંદ કરેંલં સેંલંનેં થુડીક વાર હારુ બારતં લેં જાવાનું હોકમ કર્યુ. 35તર હેંને મુટી સભા ન માણસં નેં કેંદું, “હે ઇસરાએંલ ન મનખોં, ઝી કઇ તમું એંનં માણસં હાતેં કરવા માંગો હે, હોસેં-હમજેંનેં કરજો. 36કેંમકે અમુક દાડં પેલ થિયુદાસ નામ નો માણસ આયો, અનેં એંમ કેંતો હેંતો કે હૂં કઇક મુંટો માણસ હે, એંતરે હારુ લગ-ભગ સ્યાર સો માણસ હેંનેં હાતેં જુંડાએં જ્યા, પુંણ હેંનેં માર દડવા મ આયો, અનેં ઝેંતરા માણસ હેંનેં માનતા હેંતા વેયા બદ્દા તિતર-બિતર થાએંનેં મટેં જ્યા. 37હેંનેં પસી જન ગણના ન દાડં મ ગલીલ પરદેશ નો યહૂદા આયો, અનેં હેંને ઘણં બદં મનખં નેં એંનેં મએં કર લેંદં, અનેં હેંનેં હુંદો માર દડવા મ આયો, અનેં હેંનેં વાહેડ સાલવા વાળં મનખં તિતર-બિતર થાએંજ્ય. 38એંતરે હારુ હૂં તમનેં કું હે, કે એંનં માણસં થી સિટીસ રો, અનેં એંનં હાતેં કઇ મતલબ નહેં રાખો, કેંમકે અગર ઇયે યોજના કે કામ મનખં ની તરફ થી વેંહે તરતે નેં સાલે અનેં મટેં જાહે. 39પુંણ અગર ઇયુ પરમેશ્વર ની તરફ થી હે, તે તમું હેંનેં કેંરં યે નેં મટાડેં સકો, ખેંતુંક એંવું થાએ કે તમું પરમેશ્વર હાતેં લડવા વાળા બણેં જો.”
40તર મુટી સભા ન માણસંવેં ગમલિએલ ની વાત માન લીદી, અનેં પસંદ કરેંલં સેંલંનેં બુંલાવેંનેં મરાયા અનેં હેંનનેં એંમ હોકમ આલ્યુ કે વેયા હાવુ થી ઇસુ ના નામ થી કેંનેં યે કઇસ નેં કે, અનેં સુંડ દેંદા. 41વેયા ઇની વાત હારુ ખુશ થાએંનેં મુટી સભા નેં હામેં થી નાહેં જ્યા, કે હમું ઇસુ હારુ અપમાન થાવા ને લાએંક તે બણ્યા. 42એંનેં પસી વેયા પસંદ કરેંલા સેંલા રુંજ દાડુ મંદિર મ અનેં ઘેરોં-ઘેર ભાષણ કરવા અનેં ઇની વાતં નો તાજો હમિસાર લગધર્યા કરતા હેંતા, કે ઇસુસ મસીહ હે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in