YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં ક્રત્યો 4

4
મુટી સભા નેં હામેં પતરસ અનેં યૂહન્ના
1ઝર પતરસ અનેં યૂહન્ના મનખં નેં એંમ કેં રિયા હેંતા, તે યાજક અનેં મંદિર ના સોકીદારં ના મુખિયો અનેં સદૂકી ટુંળા ના માણસ દોડેં વળ્યા. 2વેયા ઘણા ગુસ્સે થાએંજ્યા, કેંમકે પતરસ અનેં યૂહન્ના ઇસુ ના બારા મ મનખં નેં હિકાડતા હેંતા કે ઝી મનખં મરેંજ્ય હે, પરમેશ્વર હેંનનેં પાસં જીવતં કર દેંહે, ઝીવી રિતી ઇસુ નેં મરેંલં મહો પાસો જીવતો કર દેંદો. 3એંતરે હારુ હેંનનેં હાએંનેં બીજા દાડા તક થાણં મ રાખ્યા, કેંમકે હાંજ પડેં ગઈ હીતી. 4પુંણ પરસાર હામળવા વાળં મહં ઘણંવેં ઇસુ ઇપેર વિશ્વાસ કર્યો, અનેં વિશ્વાસ કરવા વાળં ની ગણતરી લગ-ભગ પાંસ હજાર માણસં ની થાઈ.
5બીજે દાડે હેંનં ના અધિકારી, અગુવા અનેં મૂસા નું નિયમ હિકાડવા વાળા યરુશલેમ સેર મ એક જગ્યા ભેંગા થાયા હેંતા. 6ઝી માણસ સભા મ હેંતા હેંનં મ મુંટો યાજક હન્ના હુંદો હેંતો, અનેં કૈફા, યૂહન્ના, સિકંદર અનેં બીજા ઝેંતરા મુંટા યાજક ના કુટુમ ના હેંતા વેયા બદ્દા હીની સભા મ હઝર હેંતા. 7વેયા પતરસ અનેં યૂહન્ના નેં વસ મ ઇબા કરેંનેં પૂસવા મંડ્યા કે “એંના માણસ નેં હાજો કરવા હારુ તમનેં કેંનેં શક્તિ અનેં અધિકાર આલ્યો?” 8તર પતરસેં પવિત્ર આત્મા થી ભરપૂર થાએંનેં અગુવં નેં કેંદું, 9હે મનખં ન અગુવોં અનેં વડીલોં, હમવેં એક કમજોર માણસ ની ભલાઈ કરી હે અનેં આજે હમનેં પૂસ-પરસ કરવા મ આવે હે કે વેયો કેંકેંમ હાજો થાયો. 10તે તમું બદ્દા અનેં બદ્દ ઇસરાએંલ ન મનખોં જાણ લો કે ઇયુ નાજરત ગામ ના ઇસુ મસીહ ના નામ થી કરવા મ આયુ હે. એંનાસ ઇસુ નેં તમેં ક્રૂસ ઇપેર સડાવ દેંદો હેંતો, પુંણ પરમેશ્વરેં હેંનેં મરેંલં મહો પાસો જીવતો કર દેંદો. આજે હેંનાસ નામ નેં દુવારા આ માણસ તમારી હામેં હાજો-તાજો ઇબો હે. 11મસીહ ઇસુસ વેયો ભાઠો હે, ઝેંના બારા મ પવિત્ર શાસ્ત્ર મ લખવા મ આયુ હે, “ઝેંનેં તમેં મુંટં કારિગરંવેં નકમ્મો જાણ્યો અનેં વેયો ખુંણા નો ખાસ ભાઠો બણેંજ્યો. 12ઇસુ નેં સુંડેંનેં કઇના બીજા દુવારા તારણ નહેં. કેંમકે ઇની દુન્ય મ બીજુ કુઇ નામ નહેં આલવા મ આયુ ઝેંનેં દુવારા આપું તારણ મેંળવેં સકજ્યે.”
13ઝર હેંનવેં પતરસ અનેં યૂહન્ના નેં હિમ્મત થી વાત કરતં ભાળ્યા, અનેં એંમ જાણ્યુ કે ઇયા અભણ અનેં મામુલી માણસ હે, તે વિસાર કરતા થાએંજ્યા, ફેંર હેંનનેં વળખેં લેંદા કે ઇયા ઇસુ નેં હાતેં રેંલા હે. 14પુંણ હેંના માણસ નેં ઝી અસલ થાયો હેંતો, પતરસ અનેં યૂહન્ના કનેં ઇબીલો ભાળેંનેં, સભા મ આવેંલા માણસ હેંનં ના વિરુધ મ કઇસ નેં કેં સક્યા. 15પુંણ વેયા હેંનનેં સભા મહા બારતં મુંકલેંનેં એક-બીજા હાતેં વિસાર કરવા મંડ્યા. 16“આપું એંનં માણસં હાતેં હું કરજ્યે? કેંમકે યરુશલેમ સેર ન બદ્દ રેંવા વાળં નેં ખબર હે, કે એંનં દુવારા એક ખાસ સમત્કાર વતાડવા મ આયો હે, અનેં આપું હેંનો નકાર નહેં કરેં સક્તા. 17પુંણ મનખં મ ઇયે વાત હઝુ વદાર નેં ફેલાએં જાએ એંતરે હારુ આપું એંનનેં ધમકાવજ્યે એંતરે કે વેયા ઇસુ ના નામ થી ફેંર પાસા કઇના યે મનખ હાતેં વાતેં નેં કરે.” 18તર પતરસ અનેં યૂહન્ના નેં બુંલાયા અનેં સેતવણી આલેંનેં એંમ કેંદું, “ઇસુ ના નામ થી કઇસ યે નેં બુંલતા વેહ અનેં નેં કઇ હિકાડતા વેહ.” 19પુંણ પતરસ અનેં યૂહન્નાવેં હેંનનેં જવાબ આલ્યો, “તમું પુંતેસ ફેસલો કરો કે પરમેશ્વર ની નજર મ ઠીક હું હે, હમું કીની વાત માન્યે તમારી કે પરમેશ્વર ની. 20કેંમકે ઇયુ તે હમારી થી થાએં નહેં સક્તું કે ઝી હમવેં ભાળ્યુ અનેં હામળ્યુ હે, હેંના બારા મ હમું નેં વતાડજ્યે.” 21તર હેંનવેં પતરસ અનેં યૂહન્ના નેં ફેંર ધમકાવેંનેં થાણં મહા સુંડ દેંદા, કેંમકે મનખં ને લેંદે હેંનનેં દંડ આલવા નો દાવ નેં લાગ્યો, એંતરે હારુ કે ઝી બણાવ બણ્યો હેંતો હેંને લેંદે બદ્દ મનખં પરમેશ્વર ની બડાઈ કરતં હેંતં. 22કેંમકે ઝી માણસ સમત્કારિક રિતી હાજો થાયો હેંતો, હીની ઉંમર સાળી વરહં કરતં વદાર હીતી.
વિશ્વાસી મનખં ની પ્રાર્થના
23પતરસ અનેં યૂહન્ના થાણં મહા સુટીનેં બીજં વિશ્વાસી મનખં કન પાસા આયા, અનેં ઝી કઇ મુખી યાજકંવેં અનેં અગુવએં હેંનનેં કેંદું હેંતું બદ્દું કેં દેંદું. 24ઝર હેંનવેં ઇયે વાત હામળી તર હેંનવેં એક હાતેં જુંર થી સિસાએં નેં ઇવી રિતી પરમેશ્વર નેં પ્રાર્થના કરેંનેં કેંવા મંડ્ય, “હે પ્રભુ, તું વેયોસ હે ઝેંને હરગ, ધરતી, દરજ્યા અનેં ઝી કઇ હેંનં મ હે વેયુ બદ્દુંસ બણાયુ. 25તેં પવિત્ર આત્મા દુવારા તારા સેંવક હમારા બાપ-દાદા દાઉદ રાજા ના મોડા થી કેંદું, બીજી જાતિ ન મનખંવેં તુંફન હુંકા કર્યુ, અનેં દેશ-દેશ ન મનખંવેં હુંકા બેકાર વાતેં વિસારજ્યી? 26પ્રભુ અનેં હેંના મસીહ ના વિરુધ મ ધરતી ઇપેર ના રાજા ઇબા થાયા, અનેં અધિકારી એક હાતેં ભેંગા થાએંજ્યા. 27વાસ્તવ મ હેરોદેસ રાજા અનેં પુન્તિયુસ પિલાતુસ હુંદા, બીજી જાતિ અનેં ઇસરાએંલ ન મનખં હાતેં મળેંનેં તારા પવિત્ર સેંવક ઇસુ નો ઝેંનેં તેં મસીહ ના રુપ મ અભિષેક કર્યો, હેંનો વિરોધ કરવા હારુ એંના સેર મ ભેંગા થાએંજ્યા. 28અનેં હેંનવેં વેયુસ કર્યુ ઝી તારી સામ્રત અનેં મરજી થી પેલ થકીસ નકી કર લેંદું હેંતું કે ઇયુ થાવું જુગે. 29હાવુ હે પ્રભુ, હેંનની ધમકી મએં ધિયાન કર અનેં તારં સેંવકં નેં ઇયુ વરદાન આલ કે તારું વસન મુટી હિમ્મત થી હમળાવે. 30તું મનખં નેં હાજં કરવા હારુ તારો હાથ લંબાવ કે સમત્કાર અનેં ગજબ ન કામં તારા પવિત્ર સેંવક ઇસુ ના નામ થી કરવા મ આવે.” 31ઝર વેય પ્રાર્થના પૂરી કરેં સુક્ય, તે ઝાં વેય બેંઠં હેંતં વેયે જગ્યા હલેં ગઈ, અનેં વેય બદ્દ પવિત્ર આત્મા થી ભરપૂર થાએંજ્ય અનેં વેયા પરમેશ્વર ના વસન નો પરસાર હિમ્મત થી કરતા રિયા.
વિશ્વાસી મનખં નો હાત
32વિશ્વાસ કરવા વાળં બદ્દ મનખં એક મન ન અનેં એક વિસાર રાખવા વાળં હેંતં, આં તક કે કુઇ બી પુંતાની મિલકત મારી હે એંમ નેં કેંતું હેંતું, પુંણ બદ્દુંસ ઝી કઇ હેંનં કન હેંતું એક-બીજા મ વાટેં દેંતં હેંતં. 33અનેં પસંદ કરેંલા સેંલા મુટી સામ્રત થી પ્રભુ ઇસુ નેં મરેંલં મહો પાસો જીવતો થાવા ની ગવાહી આલતા રિયા, અનેં હેંનં બદ્દ ઇપેર પરમેશ્વર નું અનુગ્રહ હેંતું. 34હેંનં મ કુઇ નેં યે કઇ વસ્તુ ની કમી નેં હીતી કેંમકે ઝેંનેં કન જમીન કે ઘેર હેંતું, વેય હેંનેં વેંસેં-વેંસેંનેં વેંસાએંલી વસ્તુ ના પઇસા લાવેંનેં પસંદ કરેંલં સેંલંનેં આલ દેંતં હેંતં. 35અનેં વેયા ઝેંનેં ઝીતરી જરુરત પડતી હીતી હેંને પરમણે દરેક નેં વાટેં દેંતા હેંતા. 36સાઇપ્રસ દ્વીપ નો યૂસુફ નામ નો એક માણસ હેંતો અનેં વેયો લેવી કુટુમ નો હેંતો. હેંનું બીજુ નામ પસંદ કરેંલં સેંલંવેં બરનબાસ રાખ્યુ, ઝેંનો અરથ હે એક એંવો માણસ ઝી બીજંનેં ઉત્તેજિત કરે હે. 37હીની થુડીક જમીન હીતી, વેયે હેંને વેંસેં દીદી અનેં હેંના પઇસા લાવેંનેં પસંદ કરેંલં સેંલંનેં આલ દેંદા.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Free Reading Plans and Devotionals related to પ્રેરિતોનાં ક્રત્યો 4

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy