ગી.શા. 20
20
વિજય માટે પ્રાર્થના
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.
1સંકટના સમયે યહોવાહ તારી મદદ કરો;
યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો.
2પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલો
અને સિયોનમાંથી તને બળ આપો.
3તે તારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો
અને તારું દહનીયાર્પણ માન્ય કરો.
4તે તારા હૃદયની ઇચ્છા પ્રમાણે આપો
અને તારી સર્વ યોજનાઓ પૂરી કરો.
5તારા ઉદ્ધારમાં અમે આનંદ માનીશું
અને આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું.
યહોવાહ તારી સર્વ અરજો સ્વીકારો.
6હવે હું જાણું છું કે યહોવાહ પોતાના અભિષિક્તને બચાવે છે;
તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની
તારકશક્તિથી તેને જવાબ આપશે.
7કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર,
પણ આપણે આપણા ઈશ્વર યહોવાહના નામનું સ્મરણ કરીશું.
8તેઓ નમીને પડી ગયા છે;
પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ.
9હે યહોવાહ, રાજાને વિજય આપો;
જ્યારે અમે વિનંતિ કરીએ, ત્યારે અમને મદદ કરો.
Currently Selected:
ગી.શા. 20: IRVGuj
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.