YouVersion Logo
Search Icon

ગી.શા. 19

19
સૃષ્ટિમાં પ્રગટતો પ્રભુમહિમા
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.
1આકાશો ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે
અને અંતરિક્ષ તેમના હાથનું કામ દર્શાવે છે!
2દિવસ દિવસને તેમના વિષે કહે છે;
રાત રાતને તેમનું ડહાપણ પ્રગટ કરે છે.
3ત્યાં વચન નથી અને શબ્દો પણ નથી;
તેઓની વાણી સંભાળતી નથી.
4તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છે
અને જગતના છેડા સુધી તેઓની સાક્ષી ફેલાયેલી છે.
તેઓમાં ઈશ્વરે સૂર્યને માટે મંડપ ઊભો કર્યો છે.
5સૂર્ય પોતાના ઓરડામાંથી નીકળતા વરરાજા જેવો છે
અને તે બળવાન માણસની જેમ પોતાની શરત દોડવામાં આનંદ માને છે.
6તે આકાશને એક છેડેથી નીકળી આવે છે
અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે;
તેની ઉષ્ણતા પામ્યા વિના કોઈ બાકી રહી જતું નથી.
પ્રભુનો નિયમ
7યહોવાહના નિયમો સંપૂર્ણ છે, તે આત્માને તાજગી આપે છે;
યહોવાહની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે ભોળાને બુદ્ધિમાન કરે છે.
8યહોવાહના વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે;
યહોવાહની આજ્ઞાઓ નિર્મળ છે, જે આંખોને પ્રકાશ આપે છે.
9યહોવાહનો ભય શુદ્ધ અને અનાદિ છે;
યહોવાહના ઠરાવો સત્ય તથા તદ્દન ન્યાયી છે.
10તે શુદ્ધ સોના કરતાં, પણ વધુ પસંદ કરવા યોગ્ય છે;
વળી મધપૂડાનાં ટીપાં કરતાં તેઓ વધારે મીઠાં છે.
11હા, તેનાથી તમારા સેવકને ચેતવણી મળે છે
તેઓને પાળવામાં મોટો લાભ છે.
12પોતાની ભૂલો કોણ જાણી શકે?
છાના પાપથી તમે મને મુક્ત કરો.
13જાણી જોઈને કરતાં પાપથી તમે તમારા સેવકને અટકાવો;
તેઓને મારા પર રાજ કરવા ન દો.
એટલે હું સંપૂર્ણ થઈશ
અને હું મહાપાપમાંથી બચી જઈશ.
14હે યહોવાહ, મારા ખડક તથા મારા ઉદ્ધારનાર
મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો
તમારી આગળ માન્ય થાઓ.

Currently Selected:

ગી.શા. 19: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in