YouVersion Logo
Search Icon

ઉત્પ 49

49
યાકૂબના છેલ્‍લા શબ્દો
1યાકૂબે તેના દીકરાઓને બોલાવીને કહ્યું, “તમે ભેગા થાઓ કે ભવિષ્યમાં તમારું શું થશે તે હું તમને કહી જણાવું.
2“યાકૂબના પુત્રો, તમે એકઠા થાઓ અને સાંભળો. તમારા પિતા ઇઝરાયલને સાંભળો.
3રુબેન, તું મારો જયેષ્ઠ પુત્ર, મારું બળ તથા મારા સામર્થ્યમાં પ્રથમ છે,
ગૌરવમાં તથા તાકાતમાં તું ઉત્કૃષ્ટ છે.
4તું વહેતા પાણી જેવો અસ્થિર હોવાથી અગ્રીમસ્થાનની પ્રતિષ્ઠા પામશે નહિ,
તું તારા પિતાની પથારીએ ગયો અને તેને ભ્રષ્ટ કરી; તેં આવું દુરાચરણ કર્યું તેથી સૌ કરતાં તારું સ્થાન ઊતરતું રહેશે.
5શિમયોન તથા લેવી ભાઈઓ છે. હિંસાખોરીના હથિયારો તેઓની તલવારો છે.
6તેથી હે મારા આત્મા તું અલગ રહે, તેઓની બેઠકોમાં સામેલ ન થા. જો કે મારા હૃદયમાં તેઓને માટે ગર્વ તો છે.
તેઓએ ક્રોધમાં માણસની હત્યા કરી છે.
ઉન્મત્તાઈથી બળદની નસ કાપી નાખીને તેને લંગડો કર્યો છે.
7તેઓનો ક્રોધ શાપિત થાઓ, કેમ કે તે ઉગ્ર હતો - તેઓનો રોષ શાપિત થાઓ - કેમ કે તેઓ નિર્દય હતા.
હું તેઓને યાકૂબના સંતાનોમાંથી અલગ કરીશ અને ઇઝરાયલમાં તેઓને વિખેરી નાખીશ.
8યહૂદા, તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે.
તારો હાથ તારા શત્રુઓનો નાશ કરશે.
તારા ભાઈના પુત્રો તને નમન કરશે.
9યહૂદા એક મોટું સિંહનું#49:9 સિંહનું સિંહણ બચ્ચું છે.
મારા દીકરા, તું શિકારનું ભોજન પતાવીને આવ્યો છે.
તે સિંહ તથા સિંહણની જેમ શાંતિથી નીચે બેઠો છે.
તેને ઉઠાડવાની હિંમત કોણ કરશે?
10જ્યાં સુધી શીલો આવશે નહિ#49:10 જ્યાં સુધી શીલો આવશે નહિ જ્યાં સુધી અધિકારમાં આવશે નહિ ત્યાં સુધી યહૂદાથી રાજદંડ અલગ થશે નહિ,
લોકો તેની આધીનતામાં રહેશે.
11તેણે તેના વછેરાને દ્રાક્ષવેલાએ બાંધ્યો છે,
અને તેના ગધેડાને શ્રેષ્ઠ દ્રાક્ષવેલાઓમાં બાંધ્યા છે.
તેણે તેના વસ્ત્ર દ્રાક્ષારસમાં ધોયાં છે
અને તેનો ઝભ્ભો દ્રાક્ષોના રસરૂપી રક્તમાં ધોયો છે.
12દ્રાક્ષારસને લીધે તેની આંખો લાલ
અને દૂધને લીધે તેના દાંત શ્વેત થશે.
13ઝબુલોન સમુદ્રના કાંઠાની પાસે રહેશે.
તે વહાણોને સારુ બંદરરૂપ થશે
અને તેની સરહદ સિદોન સુધી વિસ્તારવામાં આવશે.
14ઇસ્સાખાર બળવાન ગધેડો,
બે ઘેટાંવાડાઓના#49:14 ઘેટાંવાડાઓના જીનની થેલીઓ વચ્ચે સૂતેલો છે.
15તેણે સારી આરામદાયક જગ્યા અને
અને સુખપ્રદ પ્રદેશ જોયો છે.
તે બોજો ઊંચકવાને તેનો ખભો નમાવશે;
અને તે વૈતરું કરનારો ગુલામ થશે.
16ઇઝરાયલનાં અન્ય કુળોની માફક,
દાન તેના લોકોનો ન્યાય કરશે.
17દાન માર્ગની બાજુમાંના સાપ જેવો,
અને સીમમાં ઊડતા ઝેરી સાપ જેવો થશે,
તે ઘોડાની એડીને એવો ડંખ મારશે,
કે તેનો સવાર લથડી પડશે.
18હે ઈશ્વર, મેં તમારા ઉદ્ધારની રાહ જોઈ છે.
19ગાદ પર હુમલાખોરો હુમલો કરશે,
પણ ગાદ પ્રતિકાર કરીને તેમને પછાડશે.
20આશેરનું અન્ન પુષ્ટિકારક થશે;
અને તે રાજવી મિષ્ટાન પૂરા પાડશે.
21નફતાલી છૂટી મૂકેલી હરણી છે,
તે ઉત્તમ વચનો ઉચ્ચારે છે.
22યૂસફ ફળદ્રુપ ડાળી છે;
તે ઝરા પાસેના વૃક્ષ પરની ફળવંત ડાળી છે,
આ ડાળી દીવાલ પર વિકસે છે.
23ધનુર્ધારીઓએ તેના પર હુમલો કર્યા,
અને તેના પર તીરંદાજી કરી, તેને ત્રાસ આપ્યો
અને તેને સતાવ્યો.
24પણ તેનું ધનુષ્ય સ્થિર રહેશે,
પણ યાકૂબના સામર્થ્યવાન ઈશ્વરના હાથે એ તીરો નાકામયાબ કર્યા.
અને તે ઘેટાંપાળક તથા ઇઝરાયલનો ખડક થયો.
25તારા પિતાના ઈશ્વર જે તારી સહાય કરશે તેમનાંથી,
એટલે સર્વશક્તિમાન ઈશ્વર જે ઉપર આકાશના આશીર્વાદોથી
તથા નીચે ઊંડાણના આશીર્વાદોથી,
જાનવરો તથા સંતાનોના આશીર્વાદોથી તને વેષ્ટિત કરશે.
26તારા પિતાના આશીર્વાદ મારા પૂર્વજોના આશીર્વાદો #49:26 પિતાના આશીર્વાદ મારા પૂર્વજોના આશીર્વાદો તારા પિતાના આશીર્વાદ મારા અનંત પર્વત કરતા વિશેષ છેકરતાં અતિ વિશેષ થયેલા છે,
તે અનંતકાળિક પર્વતોની અતિ દૂરની સીમા સુધી વિસ્તરેલા છે;
તેઓ યૂસફના શિર પર રહેશે,
આ આશીર્વાદો પોતાના ભાઈથી જુદા કરાયેલા યૂસફના માથા પર મુગટ સમાન થશે.
27બિન્યામીન પશુને ફાડી ખાનાર ભૂખ્યા વરુ જેવો છે:
સવારે તે શત્રુઓનો શિકાર કરશે; અને સંધ્યાકાળે લૂંટ વહેંચશે.”
28એ સર્વ ઇઝરાયલનાં બાર કુળ છે; તેઓના પિતાએ તેઓને જે કહ્યું અને તેઓને જે આશીર્વાદો આપ્યાં તે એ છે. તેણે પ્રત્યેકને તેઓની યોગ્યતા પ્રમાણેના આશીર્વાદ આપ્યાં. 29પછી તેણે તેઓને સૂચનો આપીને કહ્યું, “હું મારા પૂર્વજો પાસે જવાનો છું; એફ્રોન હિત્તીના ખેતરમાંની ગુફામાં મારા પિતૃઓની પાસે, 30એટલે કનાન દેશમાં મામરેની સામેના માખ્પેલા ખેતરમાં જે ગુફા એફ્રોન હિત્તીના ખેતર સહિત ઇબ્રાહિમે કબરસ્તાનને માટે વેચાતી લીધી હતી તેમાં મને દફનાવજો.
31ત્યાં મારા દાદા ઇબ્રાહિમને તથા દાદી સારાને દફનાવવામાં આવેલા છે. વળી મારા પિતા ઇસહાક તથા માતા રિબકાને દફનાવેલા છે. ત્યાં મેં લેઆને પણ દફનાવી છે. 32એ ખેતર તથા તેમાંની ગુફા હેથના લોકો પાસેથી ખરીદવામાં આવ્યા હતાં.” 33જયારે યાકૂબે તેના દીકરાઓને સૂચનો તથા અંતિમ વાતો કહેવાનું પૂરું કર્યું ત્યારે તેણે પોતાના પલંગ પર લંબાવીને પ્રાણ છોડ્યો અને પોતાના પૂર્વજોની સાથે ભળી ગયો.

Currently Selected:

ઉત્પ 49: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in