YouVersion Logo
Search Icon

ઝખાર્યા 13

13
1સર્વસમર્થ પ્રભુ કહે છે, “એ દિવસે દાવિદના વંશજો અને યરુશાલેમના લોકોને તેમનાં પાપ અને મૂર્તિપૂજામાંથી શુદ્ધ કરવા એક ઝરો ફૂટી નીકળશે. 2તે સમયે હું દેશમાંથી મૂર્તિઓનું નામનિશાન ભૂંસી નાખીશ, અને તે પછી કોઈ તેમનું સ્મરણ નહિ કરે. સંદેશવાહક હોવાનો દાવો કરનારાઓને હું મારી સંમુખથી દૂર કરીશ અને મૂર્તિપૂજાની ઇચ્છા દૂર કરીશ. 3પછી તો ભવિષ્યવાણી ભાખવાનો આગ્રહ રાખનારના વિષે તો તેના માતાપિતા જ કહેશે કે તે મૃત્યુદંડને પાત્ર છે, કારણ, તેણે પ્રભુનો સંદેશ પ્રગટ કરવાનો દાવો કરીને જૂઠાણું ઉચ્ચાર્યું છે. તે ભવિષ્ય વચન ભાખતો હશે ત્યારે તેનાં માતપિતા તેના પર પ્રહાર કરી તેને મારી નાખશે. 4એ સમય આવે ત્યારે કોઇ સંદેશવાહક પોતાનાં સંદર્શનો વિષે બડાઇ મારશે નહિ, સંદેશવાહકની જેમ વર્તશે નહિ અથવા લોકોને છેતરવા માટે સંદેશવાહકનાં ખરબચડાં વસ્ત્ર પહેરશે નહિ. 5એને બદલે, તે કહેશે, ‘હું સંદેશવાહક નથી, હું તો ખેડૂત છું; મેં મારી આખી જિંદગી ખેતીમાં ગાળી છે.’ 6પછી કોઈ પૂછશે, ‘તારી છાતી પર પેલા શાના ઘાનાં ચિહ્નો છે?’ ત્યારે તે જવાબ આપશે, ‘મારા મિત્રના ઘરમાં મને એ ઘા પડયા છે.”
ઈશ્વરે નીમેલા પાળકને મારી નાખવાનો આદેશ
7સર્વસમર્થ પ્રભુ કહે છે, “તલવાર, જાગૃત થા! મારે માટે ક્મ કરનાર ઘેટાંપાળક#13:7 ઘેટાંપાલક: જુઓ 11:4 પર હુમલો કર; તેને મારી નાખ, એટલે ઘેટાં વિખેરાઇ જશે; હું મારા લોક પર પ્રહાર કરીશ, 8એટલે સમગ્ર દેશમાંથી બે તૃતીયાંશ ભાગના લોકો માર્યા જશે. 9બાકી રહેલા ત્રીજા ભાગના લોકોની હું ક્સોટી કરીશ અને રૂપુ અગ્નિમાં ગળાય છે, તેમ હું તેમને શુદ્ધ કરીશ. હું તેમને સોનાની જેમ પારખીશ. પછી તેઓ મને પ્રાર્થના કરશે અને હું તેમને જવાબ આપીશ. હું તેમને કહીશ કે તમે મારા લોક છો, અને તેઓ પણ કબૂલ કરશે કે હું યાહવે તેમનો ઈશ્વર છું.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for ઝખાર્યા 13