મિખા 5
5
1હે યરુશાલેમના લોકો, તમારાં લશ્કરીદળો એકત્ર કરો.#5:1 હે યરઉશાલેમના... એકત્ર કરો: હિબ્રૂ પાઠ સ્પષ્ટ નથી. શત્રુઓએ આપણને ઘેરી લીધા છે. તેઓ ઇઝરાયલના રાજ્યર્ક્તાના મોં પર સોટી મારશે.
બેથલેહેમમાંથી રાજ્યર્ક્તા
2પ્રભુ કહે છે, “હે બેથલેહેમ એફ્રાથા, તું યહૂદિયાનાં નગરોમાં નાનાંમાં નાનું છે, પણ હું તારામાંથી એક એવો રાજ્યર્ક્તા ઊભો કરીશ કે જેનો પ્રારંભ પ્રાચીનકાળથી, હા, સનાતનકાળથી છે. 3તેથી ગર્ભવતીને પુત્ર જન્મે ત્યાં સુધી પ્રભુ પોતાના લોકોને તજી દેશે. પછી તો એ પુત્રના જાત ભાઈઓમાંથી બચી ગયેલા લોકો દેશનિકાલમાંથી પાછા આવી બીજા ઇઝરાયલીઓ સાથે ભેગા થશે. 4તે આવશે ત્યારે પ્રભુના સામર્થ્યથી તથા પ્રભુ પરમેશ્વરના નામના પ્રતાપથી પોતાના લોકો પર રાજ કરશે. તેના લોકો સલામતીમાં રહેશે. કારણ, પૃથ્વીના બધા લોકો તેમની આણ સ્વીકારશે, 5અને તે શાંતિ સ્થાપશે.
છુટકારો અને સજા
જ્યારે આશ્શૂરના લોકોનું સૈન્ય આપણા પર હુમલો કરે ત્યારે આપણે સૌથી શૂરવીર એવા આપણા અનેક આગેવાનો અને શાસકોને તેમની સામે ખડા કરી દઈશું. 6તેઓ ભારે ક્તલ ચલાવીને નિમ્રોદના દેશ આશ્શૂરને જીતી લેશે. જ્યારે આશ્શૂરનું સૈન્ય આપણી સરહદ પર ચડાઈ કરે ત્યારે તેઓ#5:6 તેઓ: સંભવિત પાઠ; હિબ્રૂ પાઠ: તે. આપણને તેમના હાથમાંથી છોડાવશે.
7ઇઝરાયલના બચી ગયેલા લોકો ઘણી પ્રજાઓ માટે પ્રભુએ મોકલેલા તાજગીદાયક ઝાકળ જેવા અને ઊગતા છોડવા પર પડતાં ઝાપટાં જેવા થશે. તેઓ ઈશ્વર પર આધાર રાખશે, માણસ પર નહિ. 8પ્રજાઓમાં બાકી રહી ગયેલા ઇઝરાયલના કેટલાક લોકો વનમાં કે ગૌચરોમાં શિકાર શોધતા સિંહના જેવા થશે. સિંહ ઘેટાંના ટોળામાં ધૂસે છે, તેમના પર ત્રાટકે છે અને તેમને ફાડી ખાય છે, અને બચાવની કોઈ આશા હોતી નથી. 9એમ જ ઇઝરાયલ પોતાના શત્રુઓ પર જીત મેળવશે અને તેમનો બધાનો નાશ કરશે.
10પ્રભુ કહે છે, “તે સમયે હું તમારા ઘોડાઓનો સંહાર કરીશ અને તમારા રથોનો નાશ કરીશ. 11તમારા દેશનાં શહેરોનો હું નાશ કરીશ અને તમારા કિલ્લાઓને તોડી પાડીશ. 12તમારા હાથે બાંધેલાં જાદુઈ માદળિયાં હું તોડી નાખીશ અને જોશ જોનારને હું રહેવા દઈશ નહિ. 13જે મૂર્તિઓ અને પવિત્ર સ્તંભોની તમે પૂજા કરો છો તેમને હું તોડી પાડીશ. હવે પછી તમે હાથે ઘડેલી વસ્તુઓની પૂજા કરશો નહિ. 14તમારા દેશમાંના અશેરા દેવીના સ્તંભોને હું ઉખેડી નાખીશ. અને તમારાં શહેરોનો નાશ કરીશ. 15મને આધીન ન થનાર બધી પ્રજાઓ પર હું મારા ક્રોધમાં વૈર વાળીશ.
Currently Selected:
મિખા 5: GUJCL-BSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide