YouVersion Logo
Search Icon

માથ્થી 8

8
રક્તપિત્તિયો શુદ્ધ થયો
(માર્ક. 1:40-45; લૂક. 5:12-16)
1ઈસુ ટેકરી પરથી ઊતરી આવ્યા ત્યારે વિશાળ જનસમુદાય તેમની પાછળ ચાલ્યો આવતો હતો. 2એક રક્તપિત્તિયો તેમની પાસે આવ્યો, અને તેમની સમક્ષ ધૂંટણે પડીને કહ્યું, પ્રભુ, જો તમારી ઇચ્છા હોય તો તમે મને શુદ્ધ#8:2 રક્ત પિત્તિયાઓને યહૂદી સમાજમાં વિધિગત રીતે અશુદ્ધ ગણવામાં આવતા હતા અને તેમને સમાજ બહાર રાખવામાં આવતા હતા. કરી શકો છો. 3ઈસુએ પોતાના હાથ લંબાવીને તેને સ્પર્શ કર્યો અને કહ્યું, હું ઇચ્છું છું, તું શુદ્ધ થા. અને તરત જ તે રક્તપિત્તમાંથી સાજો થયો. 4પછી ઈસુએ તેને કહ્યું, સાંભળ! કોઈને કહીશ નહિ, પણ પ્રથમ યજ્ઞકાર#8:4 યહૂદી ધર્મ પ્રપ્રમાણે યજ્ઞકાર અર્પણ ચઢાવવાનું, લોકોને માટે પ્રાર્થના કરવાનું અને ધાર્મિક શિક્ષણ આપવાનું કાર્ય કરતો હતો. પાસે જા અને તેને તારી તપાસ કરવા દે. ત્યાર પછી મોશેએ ઠરાવેલો અર્પણવિધિ કર; જેથી બધાની સમક્ષ એ સાબિત થાય કે તું હવે શુદ્ધ થયો છે.
રોમન સૂબેદારનો નોકર સાજો થયો
(લૂક. 7:1-10)
5ઈસુએ કાપરનાહુમમાં પ્રવેશ કર્યો અને એક રોમન સૂબેદારે તેમની પાસે આવીને મદદ માગી. 6પ્રભુ, મારો નોકર ઘેર લકવાના ભયંકર દુ:ખથી પીડાય છે.
7ઈસુએ જવાબ આપ્યો, હું ત્યાં આવીને તેને સાજો કરીશ. 8સૂબેદારે કહ્યું, ના, પ્રભુ, તમે મારે ઘેર આવો એવો હું યોગ્ય નથી. તમે ફક્ત આજ્ઞા કરો, એટલે મારો નોકર સાજો થઈ જશે. 9મારા ઉપર પણ ઉપરી અધિકારીઓની સત્તા છે, અને મારા હાથ નીચે સૈનિકો છે. એકને હું હુકમ કરુ છું, ’જા’, એટલે તે જાય છે. બીજાને કહું છું, ’આવ’, એટલે તે આવે છે અને મારા નોકરને કહું છું, ’આ પ્રમાણે કર’ એટલે તે તે પ્રમાણે કરે છે.
10ઈસુએ જ્યારે આ સાંભળ્યું ત્યારે તે આશ્ચર્યમાં પડી ગયા અને જે લોકો તેમની સાથે હતા તેમને કહ્યું, હું તમને સાચે જ કહું છું: ઇઝરાયલી લોકોમાં પણ આ માણસના જેવો વિશ્વાસ મેં કદી જોયો નથી. 11ઘણા પૂર્વ અને પશ્ચિમમાંથી ઈશ્વરના રાજ્યમાં આવીને અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબની સાથે જમવા બેસશે. 12પણ જેઓ રાજ્યમાં હોવા જોઈએ તેમને બહાર અંધકારમાં નાખી દેવામાં આવશે; જ્યાં તેઓ રડશે ને દાંત કટકટાવશે. 13ઈસુએ સૂબેદારને કહ્યું, ઘેર જા; તારા વિશ્વાસ પ્રમાણે કરવામાં આવશે.
તે જ ક્ષણે તે સૂબેદારનો નોકર સાજો થયો.
ઘણા લોકો સાજા થયા
(માર્ક. 1:29-34; લૂક. 4:38-41)
14ઈસુ પિતરને ઘેર ગયા. ત્યાં પિતરની સાસુને તાવ આવ્યો હોવાથી તે પથારીવશ હતી. 15તેમણે તેના હાથને સ્પર્શ કર્યો એટલે તેનો તાવ ઊતરી ગયો. તે સાજી થઈ અને તેમની સેવા કરવા લાગી.
16સાંજ પડતાં અશુદ્ધ આત્મા વળગેલા ઘણા માણસોને લોકો ઈસુની પાસે લાવ્યા. ઈસુએ શબ્દમાત્રથી અશુદ્ધ આત્માઓને કાઢી મૂક્યા અને જે બીમાર હતા તે બધાને સાજા કર્યા. 17યશાયા સંદેશવાહકે જે કહ્યું હતું તે પરિપૂર્ણ થાય માટે એમ બન્યું: તેણે જાતે જ આપણાં દર્દ લઈ લીધાં અને આપણા રો દૂર કર્યા.
સાચી શિયતા
(લૂક. 9:57-62)
18ઈસુએ તેમની આસપાસ ઘણા લોકો જોયા. તેથી તેમણે પોતાના શિષ્યોને સરોવરને સામે કિનારે જવા આજ્ઞા આપી. 19નિયમશાસ્ત્રનો એક શિક્ષક તેમની પાસે આવ્યો અને કહ્યું, ગુરુજી, તમે જ્યાં જશો ત્યાં હું તમારી સાથે આવવા તૈયાર છું.
20ઈસુએ તેને જવાબ આપ્યો, શિયાળવાંને રહેવા માટે બોડ હોય છે, અને આકાશનાં પક્ષીઓને માળા હોય છે, પણ માનવપુત્રને માથું ટેકવીને આરામ કરવાનું કોઈ સ્થાન નથી.
21બીજા એક શિષ્યે કહ્યું, પ્રભુ, મને પ્રથમ મારા પિતાનું દફન કરવા જવા દો, અને હું પાછો આવીશ.
22ઈસુએ કહ્યું, મને અનુસર, મરેલાને દફનાવવાનું મરેલાંઓ ઉપર છોડી દે.
તોફાન અને શાંતિ
(માર્ક. 4:35-41; લૂક. 8:22-25)
23ઈસુ હોડીમાં ચઢયા અને તેમના શિષ્યો પણ સાથે ગયા. 24એકાએક સરોવરમાં મોટું તોફાન થયું. તેથી મોજાંઓ હોડીમાં આવવા લાગ્યાં. પણ ઈસુ તો ઊંઘી ગયા હતા. 25શિષ્યો તેમની પાસે ગયા અને તેમને જાડીને કહ્યું, પ્રભુ, અમને બચાવો, અમે મરી જવાની તૈયારીમાં છીએ.
26ઈસુએ જવાબ આપ્યો, ઓ અલ્પ-વિશ્વાસીઓ, તમને શા માટે બીક લાગી? ત્યાર પછી તે ઊભા થયા અને પવન તથા મોજાંને હુકમ કર્યો અને ાઢ શાંતિ થઈ.
27બધાને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, આ કેવા પ્રકારની વ્યક્તિ છે કે, પવન અને મોજાં પણ તેમની આજ્ઞા માને છે!
ઈસુ પાછા જાઓ
(માર્ક. 5:1-20; લૂક. 8:26-39)
28ઈસુ ાડરેનેસના દેશમાં આવ્યા. આ દેશ સરોવરને સામે કિનારે આવેલો છે. ત્યાં કબર તરીકે વપરાતી ગુફાઓમાંથી બે માણસો નીકળી આવ્યા. તેમને ઈસુનો ભેટો થઈ ગયો. આ બંનેને અશુદ્ધ આત્મા વળગેલા હતા અને તેમની એવી ધાક હતી કે કોઈ તે માર્ગે મુસાફરી કરવાની હિંમત કરતું નહિ. 29તેમણે એકાએક બૂમ પાડી, ઓ ઈશ્વરપુત્ર, અમારે અને તમારે શું લો વળે? અમારો સમય પૂરો થાય તે પહેલાં તમે અમને રિબાવવા આવ્યા છો?
30ત્યાંથી થોડે દૂર ભૂંડોનું એક ટોળું ચરતું હતું. અશુદ્ધ આત્માઓએ ઈસુને વિનંતી કરી, 31જો તમે અમને કાઢવા જ માગો છો તો પછી અમને ભૂંડોના ટોળામાં જવાની પરવાની આપો.
32ઈસુએ જવાબ આપ્યો, જાઓ. તેથી તેઓ નીકળી જઈને ભૂંડોમાં દાખલ થયા. ભૂંડોનું આખું ટોળું ઊંચેથી સરોવરમાં ધસી પડયું અને ડૂબી યું.
33ભૂંડો સાચવનારા શહેરમાં નાસી ગયા અને ત્યાં તેમણે બધી હકીક્ત જણાવી અને અશુદ્ધ આત્મા વળગેલા માણસોનું શું થયું હતું તે પણ જણાવ્યું. 34તેથી શહેરમાંથી બધા ઈસુને મળવા ગયા. જ્યારે તેઓ તેમને મળ્યા ત્યારે તેમણે તેમને તેમનો દેશ છોડીને જતા રહેવા વિનંતી કરી.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in