YouVersion Logo
Search Icon

માલાખી પ્રસ્તાવના

પ્રસ્તાવના
યરુશાલેમનું મંદિર ફરી બંધાઈ ગયા પછી ઈ.સ. પૂર્વે પાંચમી સદીમાં કોઈક સમયે આ પુસ્તક લખાયું. યજ્ઞકારો તથા લોકો ઈશ્વર સાથે કરાર તાજો કરે એ લેખકનો ખાસ હેતુ છે. પ્રભુનાં લોકોનાં જીવનમાં તથા ભક્તિમાં બેદરકારી અને ભ્રષ્ટાચાર છે એ વાત સ્પષ્ટ દેખાય છે. પ્રભુને જે અને જેવાં અર્પણો મળવાં જોઈતાં હતાં તે લોકો આપતા નથી, અને પ્રભુના શિક્ષણ પ્રમાણે લોકો ચાલતા નથી, એમ બે રીતે લોકો ઈશ્વરને છેતરે છે. પણ પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરવા અને તેમને શુદ્ધ કરવા આવનાર છે; અને પોતાના આવ્યા પહેલાં રસ્તો તૈયાર કરવા અને પ્રભુનો કરાર જાહેર કરવા તે પોતાની આગળ સંદેશિયો મોકલી આપશે.
રૂપરેખા:
ઇઝરાયલનું પાપ ૧:૧—૨:૧૬
ઈશ્વરનો ન્યાયદંડ અને તેમની દયા ૨:૧૭—૪:૬

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in