YouVersion Logo
Search Icon

ઉત્પત્તિ 36

36
એસાવના વંશજોની યાદી
(૧ કાળ. 1:34-37)
1આ એસાવ એટલે અદોમની વંશાવળી છે. એસાવે કનાની લોકોમાંથી પત્નીઓ કરી હતી:
2-3એલોન હિત્તીની પુત્રી આદા, સિબયોન હિવ્વીના પુત્ર#36:2-3 ‘પુત્ર’: કેટલાક પુરાતન અનુવાદોને આધારે હિબ્રૂ: ‘પુત્રી’ અથવા ‘પૌત્રી’ આનાની પુત્રી ઓહલીબામા અને ઇશ્માએલની પુત્રી એટલે નબાયોથની બહેન બાસમાથ.#ઉત. 26:34.#ઉત. 28:9.
4-5એસાવને કનાનમાં થયેલા પુત્રો આ પ્રમાણે છે: આદાએ એલિફાઝને જન્મ આપ્યો, બાસમાથે રેઉએલને જન્મ આપ્યો અને ઓહલીબામાએ યેઉશ, યાલામ અને કોરાને જન્મ આપ્યો.
6પછી એસાવ તેની પત્નીઓ, પુત્રો અને પુત્રીઓ તથા સર્વ કુટુંબીજનો તથા ઘેટાંબકરાં, ઢોરઢાંક અને કનાનમાં મેળવેલી પોતાની સર્વ સંપત્તિ લઈને તેના ભાઈ યાકોબની પાસેથી દૂર દેશમાં જતો રહ્યો. 7કારણ, તેમની સંપત્તિ ઘણી હોવાથી તેઓ સાથે રહી શકે તેમ નહોતા. વળી, તેમનાં ઢોર એટલાં બધાં હતાં કે તેમના પ્રવાસના દેશમાં તેમનો નિભાવ થઈ શકે તેમ નહોતું. 8તેથી એસાવ સેઈરના પહાડીપ્રદેશમાં જઈને વસ્યો. એસાવ એ જ અદોમ છે.
9સેઈરના પહાડી પ્રદેશમાં વસેલા અદોમવાસીઓના પૂર્વજ એસાવની આ વંશાવળી છે.
10એસાવના પુત્રો આ છે: એસાવની પત્ની આદાનો પુત્ર એલિફાઝ અને તેની બીજી પત્ની બાસમાથનો પુત્ર રેઉએલ.
11-12એલિફાઝના પુત્રો: તેમાન, ઓમાર, સફો, ગાતામ, કનાઝ. એસાવના પુત્ર એલિફાઝની ઉપપત્ની તિમ્ના હતી. તેનો પુત્ર અમાલેક હતો. આ એસાવની પત્ની આદાના વંશજો છે.
13રેઉએલના પુત્રો: નાહાથ, ઝેરા, શામ્મા અને મિઝ્ઝા. એ એસાવની પત્ની બાસમાથના વંશજો છે.
14સિબયોનના પુત્ર આનાની પુત્રી ઓહલીબામા, જે એસાવની પત્ની હતી તેના વંશજો આ છે: યેઉશ, યાલામ તથા કોરા.
15-16એસાવના પુત્રોમાંના મુખ્ય સરદારો આ પ્રમાણે હતા. એસાવના પ્રથમ પુત્ર એલિફાઝના પુત્રો: તેમાન, ઓમાર, સફો, કનાઝ, કોરા, ગાતામ, અમાલેક. એલિફાઝને અદોમ દેશમાં થયેલા એ સરદારો છે. તેઓ આદાના વંશજો છે.
17એસાવના પુત્ર રેઉએલના પુત્રો: નાહાથ, ઝેરા, શામ્મા, મિઝ્ઝા. અદોમ દેશમાં રેઉએલથી થયેલા એ સરદારો છે. તેઓ એસાવની પત્ની બાસમાથના વંશજો છે.
18એસાવની પત્ની ઓહલીબામાના પુત્રો: યેઉશ, યાલામ અને કોરા. આ સરદારો એસાવની પત્ની, એટલે આનાની પુત્રી ઓહલીબામાના પુત્રો છે.
19આ એસાવના પુત્રો તથા સરદારો છે. એસાવ એ જ અદોમ છે.
સેઈરના વંશજો
(૧ કાળ. 1:38-42)
20-21અદોમ દેશના મૂળ વતનીઓ હૂર વંશના સેઈરના પુત્રો આ છે: લોટાન, શોબાલ, સિબયોન, આના, દીશોન, એસેર, દીશાન. તેઓ હૂર વંશના સરદારો અને અદોમ દેશમાં વસેલા સેઈરના પુત્રો છે. 22લોટાનના પુત્રો હોરી તથા હોમામ હતા. વળી, લોટાનની બહેન તિમ્ના હતી. 23શોબાલના પુત્રો: આલ્વાન, માનાહાથ, એબાલ, સફો અને ઓનામ હતા. 24સિબયોનના પુત્રો આયા અને આના હતા. આના વેરાન પ્રદેશમાં પોતાના પિતાનાં ગધેડાં ચરાવતો હતો ત્યારે તેને ગરમ પાણીના ઝરા મળી આવ્યા. 25આનાનો પુત્ર દીશોન તથા પુત્રી ઓહલીબામા હતાં. 26દીશોનના પુત્રો: હેમ્દાન, એશ્બાન, યિથ્રામ અને ખારાન હતા. 27એસેરના પુત્રો બિલ્હાન, ઝાઅવાન અને અકાન. 28દીશાનના પુત્રો: ઉસ અને અરાન.
29-30હૂર વંશના સરદારો આ છે: લોટાન, શોબાલ, સિબયોન, આના, દીશોન, એસેર અને દીશાન. આ બધા પોતાના ગોત્ર પ્રમાણે સેઈર દેશના હુર વંશના સરદારો છે.
અદોમના રાજાઓ
(૧ કાળ. 1:43-54)
31ઇઝરાયલીઓ પર કોઈ રાજા નહોતો તે પહેલાં અદોમ દેશ પર રાજ્ય કરનાર રાજાઓ આ છે. 32બેઓરનો પુત્ર બેલા અદોમનો રાજા બન્યો. તેના શહેરનું નામ દીનહાબા હતું. 33બેલા મૃત્યુ પામ્યો, અને તેને સ્થાને બોસ્રાના વતની ઝેરાનો પુત્ર યોબાબ રાજા બન્યો. 34યોબાબ મૃત્યુ પામ્યો, અને તેને સ્થાને તેમાન પ્રદેશના હુશામે રાજ કર્યું. 35હુશામના મૃત્યુ પછી બિદાદના પુત્ર હદાદે રાજ કર્યું. તેણે મોઆબના પ્રદેશમાં મિદ્યાનીઓને હરાવ્યા. હદાદના શહેરનું નામ અવીથ હતું. 36હદાદના મૃત્યુ પછી માસરેકાના વતની સામ્લાએ રાજ કર્યું. 37સામ્લાના મૃત્યુ પછી નદી પાસેના રહોબોથના વતની શાઉલે રાજ કર્યું. 38શાઉલના મૃત્યુ પછી તેને સ્થાને આખ્બોરનો પુત્ર બાઆલ-હાનાન રાજા બન્યો. 39બાઆલ- હાનાનના મૃત્યુ પછી હદારે રાજ કર્યું. હદારના શહેરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબએલ હતું. તે મેઝાહાલના પુત્ર માટરેદની પુત્રી હતી.
40પોતાનાં કુટુંબ અને વસવાટનાં સ્થળ પ્રમાણે એસાવથી થયેલા સરદારોનાં આ નામ છે: તિમ્ના, આલ્વા, યથેથ, 41ઓહલીબામા, એલા, પીનોન, 42કનાઝ, તેમાન, મિલ્સાર, માગ્દીએલ, ઈરામ. 43પોતાના વસવાટના પ્રદેશ પ્રમાણે એ અદોમના સરદારો છે. અદોમાસીઓનો પૂર્વજ એસાવ જ છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in