એસ્તેર પ્રસ્તાવના
પ્રસ્તાવના
દેશનિકાલ થયેલા યહૂદીઓ હજી બેબિલોનમાં હતા ત્યારે ઇરાનના સમ્રાટ અહાશ્વેરોશ રાજાના શીત-મહેલમાં બનેલી ઘટનાઓનું નિરૂપણ આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. સમ્રાજ્ઞી એસ્તેર યહૂદી હતી. આ યહૂદી વિરાંગનાએ પોતાની હિંમત અને પોતાના લોકો પ્રત્યેના અનન્ય ભાવને લીધે જ્યારે શત્રુઓ ઇઝરાયલી પ્રજાનો સમૂળગો નાશ કરવાના હતા ત્યારે તેમનો બચાવ કર્યો. માનવી પ્રપંચ અને પ્રયાસ નિરર્થક કરીને પ્રભુએ પોતાના લોકનો એસ્તેર દ્વારા અદ્ભુત બચાવ કર્યો. યહૂદીઓએ વિજયોત્સવમાં પૂરીમનું પર્વ ઉજવ્યું. એ પર્વની પશ્ર્વાદ્ભૂમિકા અને એનો અર્થ આ પુસ્તકમાં છે.
રૂપરેખા:
એસ્તેર રાણી બને છે ૧:૧—૨:૨૩
હામાનનાં કાવતરાં ૩:૧—૫:૧૪
હામાનને મારી નાખવામાં આવ્યો ૬:૧—૭:૧૦
યહૂદીઓ પોતાના શત્રુઓ પર વિજેતા બને છે ૮:૧—૧૦:૩
Currently Selected:
એસ્તેર પ્રસ્તાવના: GUJCL-BSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide